1Elders who [are] among you, I exhort, who [am] a fellow-elder, and a witness of the sufferings of the Christ, and of the glory about to be revealed a partaker,
1હવે તમારા સમૂહના વડીલોને મારે કંઈક કહેંવું છે. હું પણ વડીલ છું. મેં પોતે ખ્રિસ્તની યાતનાઓ જોઈ છે. અને જે મહિમા આપણને પ્રગટ થનાર છે તેનો હું પણ ભાગીદાર છું, તેથી તેઓને વિનંતી કરું છું કે,
2feed the flock of God that [is] among you, overseeing not constrainedly, but willingly, neither for filthy lucre, but of a ready mind,
2દેવનું જે ટોળું તમારામાં છે તેનું પ્રતિપાલન કરો. અધ્યક્ષનું કામ ફરજ પડ્યાથી નહિ પણ ખુશીથી કરો. નીચ લોભને માટે નહિ, પણ હોંસથી કરો, દેવની આવી ઈચ્છા છે. તમે સેવા કરવાથી પ્રસન્ન થાઓ છો તેથી આમ કરજો. પૈસાને માટે ન કરતા.
3neither as exercising lordship over the heritages, but patterns becoming of the flock,
3જે લોકો પ્રત્યે તમે જવાબદાર છો, તેઓના સત્તાધીશ ન બનશો. પરંતુ તે લોકોને આદશરુંપ થાઓ.
4and at the manifestation of the chief Shepherd, ye shall receive the unfading crown of glory.
4પછી જ્યારે મુખ્ય ઘેંટાપાળક (ખ્રિસ્ત) આવશે ત્યારે, તમને મુગટ મળશે. તે મુગટ ઘણોજ મહિમાવંત હશે અને તેની સુંદરતા કદી પણ નાશ પામશે નહિ.
5In like manner, ye younger, be subject to elders, and all to one another subjecting yourselves; with humble-mindedness clothe yourselves, because God the proud doth resist, but to the humble He doth give grace;
5જુવાનો, મારે તમને પણ કંઈક કહેવું છે. તમારે વડીલોની સત્તાને સ્વીકારવી જોઈએ અને એકબીજા પ્રત્યે તમારે બધાને વિનમ્ર બનવું જોઈએ. “દેવ અભિમાની લોકોની વિરૂદ્ધ છે. પરંતુ વિનમ્ર લોકો પ્રતિ તે કૃપા (દયા) રાખે છે.” નીતિવચનો 3:34
6be humbled, then, under the powerful hand of God, that you He may exalt in good time,
6તેથી દેવના સમર્થ હાથો નીચે પોતાને વિનમ્ર બનાવો પછી યોગ્ય સમયે તે તમને ઉચ્ચપદે મૂકશે.
7all your care having cast upon Him, because He careth for you.
7તમારી બધીજ ચિંતાઓ તેને સોંપી દો, કારણ કે તે તમારી સંભાળ રાખે છે.
8Be sober, vigilant, because your opponent the devil, as a roaring lion, doth walk about, seeking whom he may swallow up,
8તમારી જાતને નિયંત્રિત કરો અને સાવધાન રહો! શેતાન તમારો દુશ્મન છે, અને તે ગાજનાર સિંહની પેઠે કોઇ મળે તેને ખાઇ જવા માટે શોધતો ફરે છે.
9whom resist, stedfast in the faith, having known the same sufferings to your brotherhood in the world to be accomplished.
9[This verse may not be a part of this translation]
10And the God of all grace, who did call you to His age-during glory in Christ Jesus, having suffered a little, Himself make you perfect, establish, strengthen, settle [you];
10હા, થોડા સમય માટે તમારે સહન કરવું પડશે. પરંતુ તે પછી, દેવ બધુંજ સાંરું કરશે. તે તમને શક્તિશાળી બનાવશે. તમારું પતન ન થાય તે માટે તમારો આધાર બની રહેશે. તે જ સર્વ કૃપાનો દેવ છે. તેણે તમને ખ્રિસ્તમાં પોતાના મહિમામાં સહભાગી થવા બોલાવ્યા છે. આ મહિમા સદાસર્વકાળ પર્યંત રહેશે.
11to Him [is] the glory, and the power — to the ages and the ages! Amen.
11તેને સદાસર્વકાળ સત્તા હોજો. આમીન.
12Through Silvanus, to you the faithful brother, as I reckon, through few [words] I did write, exhorting and testifying this to be the true grace of God in which ye have stood.
12સિલ્વાનુસ, મને ખબર છે કે તે ખ્રિસ્તમાં વિશ્વાસુ ભાઈ છે. તમને આદર સાથે હિંમત અને પ્રોત્સાહન આપવા તેની હસ્તક મેં ટૂંકમા આ લખ્યું છે. મારે તમને કહેવું હતું કે આ તો દેવની ખરી કૃપા છે. અને તે કૃપામાં સ્થિર ઊભા રહો.
13Salute you doth the [assembly] in Babylon jointly elected, and Markus my son.
13બાબિલોનની મંડળી તમને સલામ કહે છે. તમારી જેમ તે લોકો પસંદ કરાયેલા છે. ખ્રિસ્તમાં મારો પુત્ર માર્ક પણ તમને સલામ કહે છે.
14Salute ye one another in a kiss of love; peace to you all who [are] in Christ Jesus! Amen.
14જ્યારે તમે મળો ત્યારે પ્રિતિના ચુંબનથી અકબીજાને સલામ કરજો. ખ્રિસ્ત ઈસુમાં તમ સર્વને શાંતિ થાઓ.