الكتاب المقدس (Van Dyke)

Gujarati: NT

James

1

1يعقوب عبد الله والرب يسوع المسيح يهدي السلام الى الاثني عشر سبطا الذين في الشتات
1દેવના તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સેવક યાકૂબની વિશ્વમાં ચારેબાજુએ વિખેરાઈ ગયેલાં પ્રભુના લોકોને શુભેચ્છા.
2احسبوه كل فرح يا اخوتي حينما تقعون في تجارب متنوعة
2મારા ભાઈઓ અને બહેનો, તમને વિવિધ જાતનાં પરીક્ષણો થશે. પરંતુ તમારે ઘણા આનંદથી રહેવું.
3عالمين ان امتحان ايمانكم ينشئ صبرا.
3શા માટે? કારણ કે તમે એ જાણો છો કે તમારો વિશ્વાસ પરીક્ષણમાંથી સફળ થાય છે ત્યારે તમારી ધીરજ વધે છે.
4واما الصبر فليكن له عمل تام لكي تكونوا تامّين وكاملين غير ناقصين في شيء.
4અને અંત સુધી તમારી ધીરજને ચાલુ રહેવા દો.જેથી તમે પૂર્ણ બનો. તમારે જેની જરૂરીયાત છે તેની ઉણપ ન રહે.
5وانما ان كان احد تعوزه حكمة فليطلب من الله الذي يعطي الجميع بسخاء ولا يعيّر فسيعطى له.
5પણ જો તમારામાથી કોઈને પણ ડાહપણની જરુંર હશે, અને તમે દેવ પાસે તે માટે માગણી કરશો, તો તે તમને આપશે. દેવ સર્વને ઉદારતાથી ઠપકો આપ્યા વિના ડાહપણ આપે છે.
6ولكن ليطلب بايمان غير مرتاب البتة لان المرتاب يشبه موجا من البحر تخبطه الريح وتدفعه.
6પરંતુ દેવ પાસે તમે જે કઈ પણ માગો ત્યારે તમારે ખૂબજ વિશ્વાસથી અને તમારા મનમાં શંકા રાખ્યા વિના માગવું જોઈએે. દેવ વિષે જે કોઈ વ્યક્તિ શંકા કરે છે તે પવનના ઉછળતા તથા સમુદ્ધનાં ઊછળતા, અફળાતા મોંજા જેવો છે.
7فلا يظن ذلك الانسان انه ينال شيئا من عند الرب.
7[This verse may not be a part of this translation]
8رجل ذو رايين هو متقلقل في جميع طرقه.
8[This verse may not be a part of this translation]
9وليفتخر الاخ المتضع بارتفاعه.
9જો વિશ્વાસ રાખનાર ગરીબ હોય તો, તેણે ગર્વ લેવો જોઈએે કેમ કે દેવે તેને આત્મીક સમૃદ્ધિ આપી છે.
10واما الغني فباتضاعه لانه كزهر العشب يزول.
10જો કોઈ વિશ્વાસુ માણસ શ્રીમંત હોય તો તેણે ગર્વ લેવો જોઈએે કે દેવે તેને બતાવ્યું છે કે તે આત્માથી ગરીબ છે. અને જંગલનાં ફૂલની જેમ તે મૃત્યુ પામશે.
11لان الشمس اشرقت بالحرّ فيبّست العشب فسقط زهره وفني جمال منظره. هكذا يذبل الغني ايضا في طرقه.
11સૂર્ય ઊગે છે અને ગરમી વધતી જાય છે. તેની ગરમીથી છોડ સુકાઇ જાય છે. ફૂલો ખરી પડે છે. ફૂલ સુંદર હતું પણ તે કરમાઈ ગયું તેવું જ શ્રીમંત માણસ માટે છે. જ્યારે તે પોતાના ધંધા માટે યોજનાઓ કરતો હશે તે અરસામાં તો તે મૃત્યુ પામશે.
12طوبى للرجل الذي يحتمل التجربة. لانه اذا تزكى ينال اكليل الحياة الذي وعد به الرب للذين يحبونه
12જે વ્યક્તિ પરીક્ષણમાં પાર ઊતરે છે તે સુખી થાય છે. કારણ પરીક્ષણમાંથી પાર ઊતરનાર વ્યક્તિ દેવમાં વિશ્વાસ વ્યક્ત કરે છે. તેથી દેવ તેને બદલામાં અનંતજીવન આપશે. બધા લોકો જે દેવને ચાહે છે તે દરેકને દેવે આ વચન આપ્યું છે.
13لا يقل احد اذا جرّب اني أجرّب من قبل الله. لان الله غير مجرّب بالشرور وهو لا يجرّب احدا.
13જો કોઈ ખરાબ કરવા લલચાય, તો તેણે એમ ન કહેવું જોઈએે કે, “દેવે મારું પરીક્ષણ કર્યુ છે.” કારણ કે દુષ્ટતાથી દેવનું કદાપિ પરીક્ષણ થતું નથી કારણ કે દેવ ખરાબ કરવા કોઈને પરીક્ષણમાં નાખતો નથી.
14ولكن كل واحد يجرّب اذا انجذب وانخدع من شهوته.
14દુષ્ટ વાસનાઓ માણસને લલચાવે છે અને તેની પોતાની દુષ્ટ ઈચ્છાઓ તેને પરીક્ષણ તરફ ખેંચી જાય છે.
15ثم الشهوة اذا حبلت تلد خطية والخطية اذا كملت تنتج موتا.
15દુષ્ટ ઈચ્છાઓ પાપ કરાવે છે. અને પાપ વધી જાય છે અને તે મોત નિપજાવે છે.
16لا تضلّوا يا اخوتي الاحباء.
16તેથી મારા વહાલા ભાઈઓ અને બહેનો, આ વિશે છેતરાશો નહિ.
17كل عطية صالحة وكل موهبة تامة هي من فوق نازلة من عند ابي الانوار الذي ليس عنده تغيير ولا ظل دوران.
17દરેક ઉત્તમ વસ્તુ દેવ પાસેથી જ આવે છે અને બધીજ પરિપૂર્ણ ભેટો પ્રભુ તરફથી આવે છે. સર્વ પ્રકાશોના પિતા પાસેથી આ બધીજ શુભ વસ્તુઓ (સૂરજ, ચંદ્ધ, તારા) આવે છે. દેવ કદી બદલાતો નથી. તે સદાય એ જ રહે છે.
18شاء فولدنا بكلمة الحق لكي نكون باكورة من خلائقه
18દેવે સત્યના વચન દ્ધારા આપણને જીવન આપવા નિશ્ચય કર્યો છે. જગતમાં જે તેણે બનાવ્યું છે તેમાં આપણને એ બધામાં ખૂબજ મહત્વના બનાવ્યા છે.
19اذا يا اخوتي الاحباء ليكن كل انسان مسرعا في الاستماع مبطئا في التكلم مبطئا في الغضب.
19મારા વહાલા ભાઈઓ અને બહેનો, હંમેશા બોલવામાં ધીમા રહો. કાળજીપૂર્વક ધ્યાનથી સાંભળવા આતુર રહો. સહેલાઇથી ગુસ્સે ના થાઓ.
20لان غضب الانسان لا يصنع بر الله.
20દેવની ઈચ્છા પ્રમાણે સાચું જીવન જીવવામાં વ્યક્તિનો ગુસ્સો મદદ કરતો નથી.
21لذلك اطرحوا كل نجاسة وكثرة شر فاقبلوا بوداعة الكلمة المغروسة القادرة ان تخلّص نفوسكم.
21માટે તમારા જીવનમાં રહેલી બધાંજ પ્રકારની દુષ્ટતાઓ અને બધા જ પ્રકારના દુષ્કૃત્યોથી દૂર રહો. નમ્ર બનો અને તમારા હૃદયમાં રોપેલું દેવનું વચન ગ્રહણ કરો. તે જ દેવનું શિક્ષણ તમારા આત્માઓને તારવાને શક્તિમાન છે.
22ولكن كونوا عاملين بالكلمة لا سامعين فقط خادعين نفوسكم.
22દેવના શિક્ષણ પ્રમાણે જ વર્તો; સંદેશો ફક્ત સાંભળવા માટે નથી પરંતુ અમલમાં મૂકવા માટે છે, તેથી તમે તમારી જાતને છેતરશો નહિ.
23لانه ان كان احد سامعا للكلمة وليس عاملا فذاك يشبه رجلا ناظرا وجه خلقته في مرآة.
23જે વ્યક્તિ ફક્ત સાંભળે છે પણ અમલમાં મૂકતો નથી, તે પોતાનું મુખ આરસીમા જોનારના જેવો છે.
24فانه نظر ذاته ومضى وللوقت نسي ما هو.
24તે પોતાને જુએ છે, પછી ત્યાંથી ખસી જાય છે, એટલે તે પોતે કેવો હતો, એ તરત જ ભૂલી જાય છે.
25ولكن من اطّلع على الناموس الكامل ناموس الحرية وثبت وصار ليس سامعا ناسيا بل عاملا بالكلمة فهذا يكون مغبوطا في عمله.
25પરંતુ ખરેખર સુખી માણસ તો એ વ્યક્તિ છે જે ધ્યાનપૂર્વક સંપૂર્ણ નિયમનો અભ્યાસ કરે છે કે જે લોકોને મુક્ત કરે છે. અને તે તેનો અભ્યાસ ચાલુ રાખે છે. તેણે જે સાંભળેલું છે તે ભૂલતો નથી. તે દેવનાં વચનોને સાંભળે છે. પછી તે દેવ જે શિક્ષણ આપે છે તેને અનુસરે છે. અને આમ કરવાથી તે તેની જાતને સુખી બનાવે છે.
26ان كان احد فيكم يظن انه ديّن وهو ليس يلجم لسانه بل يخدع قلبه فديانة هذا باطلة.
26જે વ્યક્તિ પોતાને ધાર્મિક (સારો) માને છે પણ જો પોતાની જીભ પર કાબુ રાખતો નથી તો તે પોતાને છેતરે છે. અને તેની ધાર્મિકતાને નિરર્થક બનાવે છે.
27الديانة الطاهرة النقية عند الله الآب هي هذه افتقاد اليتامى والارامل في ضيقتهم وحفظ الانسان نفسه بلا دنس من العالم
27દેવની દ્દષ્ટિમાં ધાર્મિક એ છે કે જે અનાથ અને વિધવાઓની તેમના દુ:ખના સમયે મુલાકાત લે છે તથા જગતની દુષ્ટતાથી દૂર રહી પોતાની જાતને નિષ્કલંક રાખી, દેવની ઈચ્છાને આધીન રહે છે.