1وفي اليوم الثالث كان عرس في قانا الجليل وكانت ام يسوع هناك.
1બે દિવસ પછી ગાલીલના કાના ગામમાં એક લગ્ન હતુ, ઈસુની મા ત્યાં હતી.
2ودعي ايضا يسوع وتلاميذه الى العرس.
2ઈસુ અને તેના શિષ્યોને પણ લગ્નમાં નિમંત્રણ આપ્યુ હતું.
3ولما فرغت الخمر قالت ام يسوع له ليس لهم خمر.
3લગ્નમાં પૂરતા પ્રમાણમાં દ્રાક્ષારસ ન હતો. બધોજ દ્રાક્ષારસ પૂરો થઈ ગયા પછી ઈસુની માએ તેને કહ્યું, “તેઓ પાસે હવે વધારે દ્રાક્ષારસ નથી.”
4قال لها يسوع ما لي ولك يا امرأة. لم تأت ساعتي بعد.
4ઈસુએ ઉત્તર આપ્યો, “વહાલી બાઈ, મારે શું કરવું તે તારે મને કહેવું જોઈએ નહિ. મારો સમય હજુ આવ્યો નથી.”
5قالت امه للخدام مهما قال لكم فافعلوه.
5ઈસુની માએ સેવકોને કહ્યું, “ઈસુ તમને જે કરવાનું કહે તે કરો.”
6وكانت ستة اجران من حجارة موضوعة هناك حسب تطهير اليهود يسع كل واحد مطرين او ثلاثة.
6તે જગ્યાએ છ મોટા પથ્થરનાં પાણીનાં કુંડાં હતાં. તે યહૂદિઓની શુદ્ધ કરવાની રીત પ્રમાણે આના જેવા પાણીનાં કુંડાંનો ઉપયોગ કરતા. પ્રત્યેક પાણીનાં કુંડાંમાં લગભગ 20 થી 30 ગેલન પાણી સમાતું.
7قال لهم يسوع املأوا الاجران ماء. فملأوها الى فوق.
7ઈસુએ નોકરોને કહ્યું, “આ પાણીના કુંડાંઓને પાણીથી ભરો.” તેથી નોકરોએ કુંડાંઓને છલોછલ ભર્યા.
8ثم قال لهم استقوا الآن وقدموا الى رئيس المتكإ. فقدموا.
8પછી ઈસુએ નોકરોને કહ્યું, “હવે થોડું પાણી બહાર કાઢો. જમણના કારભારી પાસે લઈ જાઓ.” તેથી નોકરો કારભારીની પાસે પાણી લાવ્યા.
9فلما ذاق رئيس المتكإ الماء المتحول خمرا ولم يكن يعلم من اين هي. لكن الخدام الذين كانوا قد استقوا الماء علموا. دعا رئيس المتكإ العريس
9પછી લગ્નના જમણના કારભારીએ તે ચાખ્યો. પરંતુ તે પાણી દ્રાક્ષારસ થઈ ગયો હતો. તે માણસને ખબર નહોતી કે દ્રાક્ષારસ ક્યાંથી આવ્યો. પરંતુ જે નોકરો પાણી લાવ્યા તેઓએ જાણ્યું કે તે ક્યાંથી આવ્યો. લગ્નના કારભારીએ વરરાજાને બોલાવ્યો.
10وقال له. كل انسان انما يضع الخمر الجيدة اولا ومتى سكروا فحينئذ الدون. اما انت فقد ابقيت الخمر الجيدة الى الآن.
10તેણે વરરાજાને કહ્યું, “લોકો હંમેશા ઉત્તમ દ્રાક્ષારસ પ્રથમ મૂકે છે ત્યાર બાદ મહેમાનોના સારી પેઠે પીધા પછી સસ્તો દ્રાક્ષારસ આપે છે. પણ તમે તો અત્યાર સુધી ઉત્તમ દ્રાક્ષારસ સાચવી રાખ્યો છે.”
11هذه بداية الآيات فعلها يسوع في قانا الجليل واظهر مجده فآمن به تلاميذه
11ઈસુએ કરેલો આ પ્રથમ ચમત્કાર હતો. ઈસુએ આ ચમત્કાર ગાલીલના કાના ગામમાં કર્યો. તેથી ઈસુએ તેનો મહિમા દેખાડયો. અને તેના શિષ્યોએ તેનામાં વિશ્વાસ મૂક્યો.
12وبعد هذا انحدر الى كفرناحوم هو وامه واخوته وتلاميذه واقاموا هناك اياما ليست كثيرة.
12પછી ઈસુ કફર-નહૂમના નગરમાં ગયો. ઈસુની મા, ભાઈઓ અને તેના શિષ્યો તેની સાથે ગયા. તેઓ બધા કફર-નહૂમમાં થોડા દિવસ રહ્યા.
13وكان فصح اليهود قريبا فصعد يسوع الى اورشليم.
13તે લગભગ યહૂદિઓના પાસ્ખાપર્વનો સમય હતો, તેથી ઈસુ યરૂશાલેમમાં ગયો.
14ووجد في الهيكل الذين كانوا يبيعون بقرا وغنما وحماما والصيارف جلوسا.
14ઈસુ યરૂશાલેમના મંદિરમાં ગયો. ઈસુએ મંદિરમાં ઢોર, ઘેટાં અને કબૂતરો વેચનારાઓને જોયા. તેણે તેઓના મેજ પર નાણાવટીઓને બેઠેલા જોયા.
15فصنع سوطا من حبال وطرد الجميع من الهيكل. الغنم والبقر وكب دراهم الصيارف وقلب موائدهم.
15ઈસુએ કેટલાક દોરડાંના ટુકડાઓ વડે કોરડો બનાવ્યો. પછી ઈસુએ આ બધા માણસોને, ઘેટાંઓને, અને ઢોરોને મંદિર છોડી જવા દબાણ કર્યુ. ઈસુએ બાજઠો ઊધાં પાડ્યા અને લોકોનાં વિનિમયનાં નાણાં વેરી નાખ્યાં.
16وقال لباعة الحمام ارفعوا هذه من ههنا. لا تجعلوا بيت ابي بيت تجارة.
16પછી ઈસુએ માણસોને જેઓ કબૂતરો વેચતાં હતા તેઓને કહ્યું, “આ વસ્તુઓ અહીંથી બહાર લઈ જાઓ. મારા પિતાના ઘરને ખરીદવા અને વેચવા માંટેનું ઘર ન કરો.”
17فتذكر تلاميذه انه مكتوب غيرة بيتك اكلتني
17આ બન્યું ત્યારે ઈસુના શિષ્યોએ શાસ્ત્રલેખમાં લખાયેલા લખાણનું સ્મરણ કર્યુ: “તારા ઘરની મારી આસ્થા મારો નાશ કરે છે.” ગીતશાસ્ત્ર 69:9
18فاجاب اليهود وقالوا له ايّة آية ترينا حتى تفعل هذا.
18યહૂદિઓએ ઈસુને કહ્યું, “તને આ બધું કરવાનો અધિકાર છે તે સાબિત કરવા માટે અમને અદભૂત ચમત્કારોની એંધાણી બતાવ.”
19اجاب يسوع وقال لهم انقضوا هذا الهيكل وفي ثلاثة ايام اقيمه.
19ઈસુએ કહ્યું, “આ મંદિરનો નાશ કરો અને હું ફરીથી ત્રણ દિવસમાં ઊભું કરીશ.”
20فقال اليهود في ست واربعين سنة بني هذا الهيكل أفانت في ثلاثة ايام تقيمه.
20યહૂદિઓએ ઉત્તર આપ્યો, “લોકોએ આ મંદિર બાંધવા 46 વર્ષ કામ કર્યુ. શું તું ખરેખર માને છે કે તું ત્રણ દિવસમાં ફરીથી તે બાંધી શકીશ?”
21واما هو فكان يقول عن هيكل جسده.
21ઈસુ મંદિરનો અર્થ તેનું પોતાનું શરીર કરતો હતો.
22فلما قام من الاموات تذكر تلاميذه انه قال هذا فآمنوا بالكتاب والكلام الذي قاله يسوع
22ઈસુના મૃત્યુમાંથી ઊઠ્યા પછી તેના શિષ્યોને સ્મરણ થયું કે ઈસુએ આ કહ્યું હતું. તેથી તેના શિષ્યોએ તેના વિષેના લેખમાં વિશ્વાસ કર્યો. અને તેઓએ ઈસુ જે બોલ્યો હતો તે વચનમાં પણ વિશ્વાસ કર્યો.
23ولما كان في اورشليم في عيد الفصح آمن كثيرون باسمه اذ رأوا الآيات التي صنع.
23પાસ્ખાપર્વ માટે ઈસુ યરૂશાલેમમાં હતો. ઘણા લોકો ઈસુમાં વિશ્વાસ રાખતા, કારણ કે તેઓએ તેણે કરેલા ચમત્કારો જોયાં.
24لكن يسوع لم يأتمنهم على نفسه لانه كان يعرف الجميع.
24પણ ઈસુએ તેમનો વિશ્વાસ કર્યો નહિ. શા માટે? કારણ કે તેઓ બધા લોકો જે વિચારતા હતા તે ઈસુ જાણતો હતો.
25ولانه لم يكن محتاجا ان يشهد احد عن الانسان لانه علم ما كان في الانسان
25ઈસુને માણસ વિષે લોકો કહે તેવી કોઈ જરૂર ન હતી. માણસના મનમાં શું છે તે ઈસુ જાણ્યુ.