1وفي السنة الخامسة عشر من سلطنة طيباريوس قيصر اذ كان بيلاطس البنطي واليا على اليهودية وهيرودس رئيس ربع على الجليل وفيلبس اخوه رئيس ربع على ايطورية وكورة تراخونيتس وليسانيوس رئيس ربع على الابلية
1પોંતિયુસ પિલાત તિબેરિયસ કૈસરના રાજ્યશાસનના 15માં વર્ષ યહૂદિયાનો અધિપતિ હતો. ગાલીલ પર હેરોદ; ત્રાખોનિતિયા અને યટૂરિયા પર હેરોદનો ભાઈ ફિલિપ, લુસાનિયાસ, અબિલેનીનો રાજા હતો.
2في ايام رئيس الكهنة حنان وقيافا كانت كلمة الله على يوحنا بن زكريا في البرية.
2અન્નાસ અને કાયાફા પ્રમુખ યાજકો હતા. તે સમય દરમ્યાન ઝખાર્યાના દીકરા યોહાનને દેવે આજ્ઞા કરી. યોહાન તો અરણ્યમાં રહેતો હતો.
3فجاء الى جميع الكورة المحيطة بالاردن يكرز بمعمودية التوبة لمغفرة الخطايا.
3તેથી યોહાને યર્દન નદીની આજુબાજુના પ્રદેશમાં યાત્રા કરીને લોકોને પસ્તાવો કરવા માટે, પાપોની માફીની ખાતરી મેળવવા તથા બાપ્તિસ્મા પામીને જીવન ગુજારવાનો ઉપદેશ આપ્યો.
4كما هو مكتوب في سفر اقوال اشعياء النبي القائل صوت صارخ في البرية أعدّوا طريق الرب اصنعوا سبله مستقيمة.
4યશાયા પ્રબોધકના પુસ્તકમાં લખેલા વચનો મુજબ: “અરણ્યમાં કોઈ વ્યક્તિનો પોકાર સંભળાય છે: ‘પ્રભુને માટે માર્ગ તૈયાર કરો. તેનો માર્ગ સીધો બનાવો.
5كل واد يمتلئ وكل جبل واكمة ينخفض وتصير المعوجات مستقيمة والشعاب طرقا سهلة.
5પ્રત્યેક ખીણો પૂરી દેવાશે. અને બધાજ પર્વતો અને ટેકરીઓ સપાટ બનાવાશે. રસ્તાના વળાંક સીધા કરવામાં આવશે. અને ખાડા ટેકરાવાળા રસ્તાઓ સરખા કરવામાં આવશે.
6ويبصر كل بشر خلاص الله
6પ્રત્યેક વ્યક્તિ દેવનું તારણ જોશે!”‘ યશાયા 40:3-5
7وكان يقول للجموع الذين خرجوا ليعتمدوا منه يا اولاد الافاعي من اراكم ان تهربوا من الغضب الآتي.
7ત્યારે ઘણા લોકો તેનાથી બાપ્તિસ્મા પામવા સારું આવ્યા. યોહાને તેઓને કહ્યું: “તમે ઝેરીલા સાપો જેવા છો, દેવનો કોપ અને જેણે તમને તેમાંથી બચવા માટે ચેતવણી આપી છે તેમાંથી ઉગારવા માટે તમને કોણે સાવધાન કર્યા?
8فاصنعوا اثمارا تليق بالتوبة. ولا تبتدئوا تقولون في انفسكم لنا ابراهيم ابا. لاني اقول لكم ان الله قادر ان يقيم من هذه الحجارة اولادا لابراهيم.
8તમે એવાં કામ કરો કે જે દર્શાવે કે તમે તમારું હ્રદય પરિવર્તન કર્યું છે. તમારી જાતને તમે કહેવાનું શરું ના કરશો. ‘ઈબ્રાહિમ અમારો પિતા છે.’ કારણ કે હું તમને કહું છું કે દેવ આ પથ્થરોમાંથી પણ ઈબ્રાહિમ માટે સંતાન ઉત્પન્ન કરી શકે છે.
9والآن قد وضعت الفاس على اصل الشجر. فكل شجرة لا تصنع ثمرا جيدا تقطع وتلقى في النار.
9વૃક્ષો કાપવા માટે હવે કુહાડી તૈયાર છે. દરેક વૃક્ષ જે સારાં ફળ ન આપતાં હોય તે બધાને કાપી નાખીને અજ્ઞિમાં નાખી દેવામાં આવશે.”
10وسأله الجموع قائلين فماذا نفعل.
10લોકોના ટોળાએ યોહાનને પૂછયું, “અમારે શું કરવું જોઈએ?”
11فاجاب وقال لهم من له ثوبان فليعط من ليس له ومن له طعام فليفعل هكذا.
11યોહાને ઉત્તર આપ્યો, “જો તમારી પાસે બે અંગરખા હોય તો જેની પાસે એક પણ નથી તેને આપો. અને જેની પાસે ખોરાક હોય તો તે પણ વહેંચવો જોઈએ.”
12وجاء عشارون ايضا ليعتمدوا فقالوا له يا معلّم ماذا نفعل.
12જકાતનાકાના કર ઉઘરાવનારા અમલદારો પણ બાપ્તિસ્મા પામવા તેની પાસે આવ્યા. તેઓએ યોહાનને પૂછયું, “ઉપદેશક, અમારે શું કરવું?”
13فقال لهم لا تستوفوا اكثر مما فرض لكم.
13યોહાને તેમને કહ્યું, “તમને જેટલી જકાત લેવાનો હુકમ કર્યો હોય તેનાથી વધારે જકાત લોકો પાસેથી ઉઘરાવો નહિ.”
14وسأله جنديون ايضا قائلين وماذا نفعل نحن. فقال لهم لا تظلموا احدا ولا تشوا باحد واكتفوا بعلائفكم
14સૈનિકોએ યોહાનને પૂછયું, “અમારું શું? અમારે શું કરવું જોઈએ?” યોહાને તેઓને કહ્યું, “બળજબરીથી કોઈની પાસેથી પૈસા લેશો નહિ. કોઈને માટે જુઠું બોલશો નહિ. તમને જે કંઈ પગારમાં મળે છે તેમાં સંતોષ રાખો.”
15واذ كان الشعب ينتظر والجميع يفكرون في قلوبهم عن يوحنا لعله المسيح
15બધાજ લોકો ખ્રિસ્તના આગમનની પ્રતિક્ષા કરી રહ્યા હતા અને યોહાન અંગે નવાઇ પામી વિચારતા હતા કે, “કદાચ યોહાન એ તો ખ્રિસ્ત નહિ હોય.”
16اجاب يوحنا الجميع قائلا انا اعمدكم بماء ولكن يأتي من هو اقوى مني الذي لست اهلا ان احل سيور حذائه. هو سيعمدكم بالروح القدس ونار.
16યોહાને બધા લોકોને ઉત્તર આપ્યો, “મેં તો તમારું ફક્ત પાણીથી બાપ્તિસ્મા કર્યુ પણ હું જે કરું છું, તેનાથી વધારે શક્તિશાળી વ્યક્તિનું આગમન થઈ રહ્યું છે. હું તો તેના પગના જોડાની દોરી ખોલવા માટે પણ યોગ્ય નથી. તે પવિત્ર આત્માથી અને અજ્ઞિથી તમારું બાપ્તિસ્મા કરશે.
17الذي رفشه في يده وسينقي بيدره ويجمع القمح الى مخزنه. واما التبن فيحرقه بنار لا تطفأ.
17તેનું સૂંપડું તેના હાથમાં છે. તે ખળીમાંથી દાણા જુદા પાડવા તેયાર છે. તે દાણા ભેગા કરશે અને તેની વખારમાં મૂકશે. અને તે ભૂસાંને આગમાં બાળશે, જે કદી હોલવાશે નહિ.”
18وباشياء أخر كثيرة كان يعظ الشعب ويبشرهم.
18યોહાને લોકોને સુવાર્તા આપવાનુ ચાલુ રાખ્યું અને લોકોને મદદરૂપ થવા બીજી ઘણી બાબતો કહી.
19اما هيرودس رئيس الربع فاذ توبخ منه لسبب هيروديا امرأة فيلبّس اخيه ولسبب جميع الشرور التي كان هيرودس يفعلها
19યોહાને રાજા હેરોદની તેના ભાઈની પત્નિ સાથેના તેના સંબંધ માટે ટીકા કરી. તથા તેના બીજા ખરાબ કાર્યો માટે યોહાને તેની ટીકા કરી.
20زاد هذا ايضا على الجميع انه حبس يوحنا في السجن
20તેથી હેરોદે યોહાનને કેદ કરવાનું બીજું એક ખરાબ કામ કર્યુ. આમ હેરોદના દુષ્કર્મોમાં એકનો વધારો થયો. (માથ્થી 3:13-17; માર્ક 1:9-11)
21ولما اعتمد جميع الشعب اعتمد يسوع ايضا. واذ كان يصلّي انفتحت السماء
21યોહાનને જેલમાં કેદ કરવામાં આવ્યો તે પહેલા, બધાજ લોકો તેના દ્ધારા બાપ્તિસ્મા પામ્યા હતા. પછી ઈસુ પણ બાપ્તિસ્મા પામ્યો. જ્યારે ઈસુ પ્રાર્થના કરતો હતો ત્યારે, આકાશ ઊઘડ્યું.
22ونزل عليه الروح القدس بهيئة جسمية مثل حمامة وكان صوت من السماء قائلا انت ابني الحبيب بك سررت
22પવિત્ર આત્મા કબૂતર રૂપે તેના પર ઊતર્યો. ત્યાર બાદ આકાશમાંથી આકાશવાણી થઈ, “તું મારો વહાલો દીકરો છે અને હું તને ચાહું છું. હું તારા પર ખૂબ પ્રસન્ન થયો છું.”
23ولما ابتدأ يسوع كان له نحو ثلاثين سنة وهو على ما كان يظن ابن يوسف بن هالي
23ઈસુએ જ્યારે સેવાની શરૂઆત કરી ત્યારે તેની ઉંમર લગભગ 30 વર્ષની હતી. લોકોના ધાર્યા પ્રમાણે ઈસુ યૂસફનો દીકરો હતો. એલીનો દીકરો યૂસફ હતો.
24بن متثات بن لاوي بن ملكي بن ينّا بن يوسف
24એલી મથ્થાતનો દીકરો હતો. મથ્થાત લેવીનો દીકરો હતો. મલ્ખીનો દીકરો લેવી હતો. યન્નાયનો દીકરો મલ્ખી હતો. યૂસફનો દીકરો યન્નાય હતો.
25بن متاثيا بن عاموص بن ناحوم بن حسلي بن نجّاي
25મત્તિથ્યાનો દીકરો યૂસફ હતો. આમોસનો દીકરો મત્તિથ્યા હતો. નહૂમનો દીકરો આમોસ હતો. હેસ્લીનો દીકરો નહૂમ હતો. નગ્ગયનો દીકરો હેસ્લી હતો.
26بن مآث بن متاثيا بن شمعي بن يوسف بن يهوذا
26માહથનો દીકરો નગ્ગય હતો. મત્તિથ્યાનો દીકરો માહથ હતો. શિમઇનો દીકરો મત્તિથ્યા હતો. યોસેખનો દીકરો શિમઇ હતો. યોદાનો દીકરો યોસેખ હતો.
27بن يوحنا بن ريسا بن زربابل بن شألتيئيل بن نيري
27યોહાનાનનો દીકરો યોદા હતો. રેસાનો દીકરો યોદા હતો. ઝરુંબ્બાબેલનો દીકરો રેસા હતો. શઆલ્તીએલનો દીકરો ઝરુંબ્બાબેલ હતો. નેરીનો દીકરો શઆલ્તીએલ હતો.
28بن ملكي بن أدي بن قصم بن ألمودام بن عير
28મલ્ખીનો દીકરો નેરી હતો. અદીનો દીકરો મલ્ખી હતો. કોસામનો દીકરો અદી હતો. અલ્માદામનો દાકરો કોસામ હતો. એરનો દીકરો અલ્માદાસ હતો.
29بن يوسي بن أليعازر بن يوريم بن متثات بن لاوي
29યેશુનો દીકરો એર હતો. એલીએઝેરનો દીકરો યેશુ હતો. યોરીમનો દીકરો એલીએઝેર હતો. મથ્થાતનો દીકરો યોરીમ હતો. લેવીનો દીકરો મથ્થાત હતો.
30بن شمعون بن يهوذا بن يوسف بن يونان بن ألياقيم
30સીમેઓનનો દીકરો લેવી હતો. યહૂદાનો દીકરો સીમેઓન હતો. યૂસફનો દીકરો યહૂદા હતો. યોનામનો દીકરો યૂસફ હતો. એલ્યાકીમનો દીકરો એલ્યાકીમ હતો.
31بن مليا بن مينان بن متاثا بن ناثان بن داود
31મલેયાનો દીકરો યોનામ હતો. મિન્નાનો દીકરો મલેયા હતો. મત્તાથાનો દીકરો મિન્ના હતો. નાથાનનો દીકરો મત્તાથા હતો. દાઉદનો દીકરો નાથાન હતો.
32بن يسّى بن عوبيد بن بوعز بن سلمون بن نحشون
32યશાઇનો દીકરો દાઉદ હતો. ઓબેદનો દીકરો યશાઇ હતો. બોઆઝનો દીકરો ઓબેદ હતો. સલ્મોનનો દીકરો બોઆઝ હતો. નાહશોનનો દીકરો સલ્મોન હતો.
33بن عميناداب بن ارام بن حصرون بن فارص بن يهوذا
33અમિનાદાબનો દીકરો નાહશોન હતો. અર્નીનો દીકરો અમિનાદાબ હતો. હેસ્ત્રોનનો દીકરો અર્ની હતો. પેરેસનો દીકરો હેસ્ત્રોન હતો. યહૂદાનો દીકરો પેરેસ હતો.
34بن يعقوب بن اسحق بن ابراهيم بن تارح بن ناحور
34યાકૂબનો દીકરો યહૂદા હતો. ઇસહાકનો દીકરો યાકૂબ હતો. ઈબ્રાહિમનો દીકરો ઇસહાક હતો. તેરાહનો દીકરો ઈબ્રાહિમ હતો. નાહોરનો દીકરો તેરાહ હતો.
35بن سروج بن رعو بن فالج بن عابر بن شالح
35સરૂગનો દીકરો નાહોર હતો. રયૂનો દીકરો સરૂગ હતો. પેલેગનો દીકરો રયૂ હતો. એબરનો દીકરો પેલેગ હતો. શેલાનો દીકરો એબર હતો.
36بن قينان بن ارفكشاد بن سام بن نوح بن لامك
36કાઇનાનનો દીકરો શેલા હતો. અર્પક્ષદનો દીકરો કાઇનનાન હતો. શેમનો દીકરો અર્પક્ષદ હતો. નૂહનો દીકરો શેમ હતો. લામેખનો દીકરો નૂહ હતો.
37بن متوشالح بن اخنوخ بن يارد بن مهللئيل بن قينان
37મથૂશેલાનો દીકરો લાખેમ હતો. હનોખનો દીકરો મથૂશેલા હતો. યારેદનો દિકરો હનોખ હતો. મહાલલેલનો દીકરો યારેદ હતો. કાઇનાનનો દીકરો મહાલલેલ હતો.
38بن انوش بن شيت بن آدم ابن الله
38અનોશનો દીકરો કાઇનાન હતો. શેથનો દીકરો અનોશ હતો. આદમનો દીકરો શેથ હતો. આદમ, જે દેવનો દીકરો હતો.