1وفيما هو خارج من الهيكل قال له واحد من تلاميذه يا معلّم انظر ما هذه الحجارة وهذه الابنية.
1ઈસુ મંદિરમાંથી વિદાય લેતો હતો તેના શિષ્યોમાંના એકે કહ્યું, ‘જો, ઉપદેશક! આ મંદિરમાં ઘણા આકર્ષક મકાનો અને ઘણા મોટા પથ્થરો છે.’
2فاجاب يسوع وقال له أتنظر هذه الابنية العظيمة. لا يترك حجر على حجر لا ينقض.
2ઈસુએ કહ્યું, ‘તમે આ મોટાં બાંધકામો જુઓ છો? આ બધાં બાંધકામોનો વિનાશ થશે. દરેક પથ્થર જમીન પર ફેંકવામાં આવશે. એક પણ પથ્થર ત્યાં રહેવા દેવામાં આવશે નહિ.’
3وفيما هو جالس على جبل الزيتون تجاه الهيكل سأله بطرس ويعقوب ويوحنا واندراوس على انفراد
3પાછળથી, ઈસુ જૈતૂનના પહાડ પર એક જગ્યાએ બેઠો હતો. તે પિતર, યાકૂબ, યોહાન તથા આંન્દ્રિયા સાથે એકલો હતો. તેઓ બધા મંદિરને જોઈ શક્યા. પેલા શિષ્યોએ ઈસુને પૂછયું.
4قل لنا متى يكون هذا وما هي العلامة عندما يتم جميع هذا.
4‘અમને કહે, આ ક્યારે બનશે? અને આ સમય બનવા માટેનો છે તે બાબતે અમને કઈ નિશાની બતાવશે?’
5فاجابهم يسوع وابتدأ يقول انظروا لا يضلكم احد.
5ઈસુએ શિષ્યોને કહ્યું, ‘સાવધાન રહો! કોઈ વ્યક્તિ તમને મૂર્ખ ન બનાવે.
6فان كثيرين سيأتون باسمي قائلين انا هو. ويضلون كثيرين.
6ઘણા લોકો આવશે અને મારા નામનો ઉપયોગ કરશે. તેઓ કહેશે, ‘હું એ છું’ અને તેઓ ઘણા લોકોને છેતરશે.
7فاذا سمعتم بحروب واخبار حروب فلا ترتاعوا. لانها لا بد ان تكون. ولكن ليس المنتهى بعد.
7તમે યુદ્ધો વિષે સાંભળશો અને યુદ્ધોની અફવાઓ વિષે સાંભળશો. પણ ગભરાશો નહિ. આ વસ્તુઓ તેનો અંત થતા પહેલા થશે.
8لانه تقوم امة على امة ومملكة على مملكة وتكون زلازل في اماكن وتكون مجاعات واضطرابات. هذه مبتدأ الاوجاع.
8રાજ્યો બીજા રાજ્યો સામે લડશે. એવો સમય આવશે જ્યારે લોકોને માટે ખાવાનું પણ નહિ હોય. અને ત્યાં જુદા જુદા સ્થળોએ ધરતીકંપ થશે. મહા દુ:ખનો આ તો આરંભ છે. બાળક જન્મતા પહેલા થતી પીડાઓ જેવી આ વસ્તુઓ છે.
9فانظروا الى نفوسكم. لانهم سيسلمونكم الى مجالس وتجلدون في مجامع وتوقفون امام ولاة وملوك من اجلي شهادة لهم.
9‘પોતા વિષે સાવધાન રહેવું જોઈએ. લોકો તમને પકડશે અને તમને ન્યાય માટે લઈ જશે. તેઓ તમને તેમના સભાસ્થાનમાં મારશે. તમને રાજ્યપાલ અને રાજાઓ સામે ઊભા રાખવામાં આવશે. તમે તેઓને મારા વિષે કહેશો. આ તમારા જીવનમાં બનશે કારણ કે તમે મને અનુસરો છો.
10وينبغي ان يكرز اولا بالانجيل في جميع الامم.
10આ વસ્તુઓ બને તે પહેલા બધા લોકોને સુવાર્તા પહોંચવી જોઈએ.
11فمتى ساقوكم ليسلموكم فلا تعتنوا من قبل بما تتكلمون ولا تهتموا. بل مهما أعطيتم في تلك الساعة فبذلك تكلموا. لان لستم انتم المتكلمين بل الروح القدس.
11તમને પકડવામાં આવશે અને ન્યાય થશે. પરંતુ તમારે શું કહેવું જોઈએ તેની ચિંતા અગાઉથી ના કરશો. તે સમયે દેવ તમને જે આપે તે કહેશો. તે વખતે ખરેખર તમે બોલશો નહિ પણ તે પવિત્ર આત્મા બોલનાર છે.
12وسيسلم الاخ اخاه الى الموت والاب ولده. ويقوم الاولاد على والديهم ويقتلونهم.
12‘ભાઈઓ પોતાના ભાઈઓની વિરૂદ્ધ થશે અને તેઓને મારી નાખવા સોંપશે. પિતા પોતાના બાળકોની વિરૂદ્ધ થશે અને તેઓને મારી નાખવા સોંપશે. બાળકો તેમના માતાપિતાની વિરૂદ્ધ થશે અને તેમના માબાપને મારી નંખાવવાના રસ્તા શોધશે.
13وتكونون مبغضين من الجميع من اجل اسمي. ولكن الذي يصبر الى المنتهى فهذا يخلص.
13બધા લોકો તમને ધિક્કારશે. કારણ કે તમે મને અનુસરો છો. પણ જે વ્યક્તિ અંત સુધી ટકશે તેનું તારણ થશે.
14فمتى نظرتم رجسة الخراب التي قال عنها دانيال النبي قائمة حيث لا ينبغي. ليفهم القارئ. فحينئذ ليهرب الذين في اليهودية الى الجبال.
14‘જેનાં કારણે વિનાશ થશે એવી ભયંકર વસ્તુ તમે જોશો. જ્યાં તેને ન હોવું જોઈએ, તે જગ્યાએ તે ઊભી રહેલી હશે.’ (જે આ વાંચે છે તેમણે સમજવું.) ‘તે સમયે, યહૂદિયામાંથી લોકોએ પહાડો તરફ નાસી જવું જોઈએ.
15والذي على السطح فلا ينزل الى البيت ولا يدخل ليأخذ من بيته شيئا.
15કોઈ પણ વસ્તુ માટે રોકાયા વિના સમય બગાડ્યા વિના લોકોએ ભાગી જવું જોઈએ. જો કોઈ વ્યક્તિ તેના ઘરના છાપરા ઉપર હોય તો તેણે તેના ઘરમાંથી કઈ પણ લેવા સારું નીચે જવું જોઈએ નહિ.
16والذي في الحقل فلا يرجع الى الوراء ليأخذ ثوبه.
16જો કોઈ વ્યક્તિ ખેતરમાં હોય તો તેણે તેનો ડગલો લેવા પાછા જવું ન જોઈએ.
17وويل للحبالى والمرضعات في تلك الايام.
17“તે સમયે સ્ત્રીઓ જે ગર્ભવતી છે અથવા જેને ધાવણાં બાળકો છે, તેઓ માટે ઘણું ખરાબ હશે.
18وصلّوا لكي لا يكون هربكم في شتاء.
18અને (તમારું નાસવુ) શિયાળામાં ન થાય તે માટે પ્રાર્થના કરો.
19لانه يكون في تلك الايام ضيق لم يكن مثله منذ ابتداء الخليقة التي خلقها الله الى الآن ولن يكون.
19શા માટે? કારણ કે તે દિવસો દરમ્યાન ઘણી મુશ્કેલીઓ હશે. શરૂઆતમાં દેવે જ્યારે આ જગત બનાવ્યું ત્યારે જે કંઈ બન્યું હતું તેના કરતા વધારે મુશ્કેલીઓ ઊભી થશે અને આવી મુશ્કેલીઓ ફરીથી ક્યરેય બનશે નહિ.
20ولو لم يقصّر الرب تلك الايام لم يخلص جسد. ولكن لاجل المختارين الذين اختارهم قصّر الايام.
20તે ભયંકર સમયને ટૂંકો કરવાનો નિર્ણય દેવે કર્યો છે. જો તે સમયને ટૂંકો કરવામાં ન આવ્યો હોત તો પછી કોઈ વ્યક્તિ જીવતી રહી શકી ના હોત. પણ દેવે તેણે પસંદ કરેલા તેના ખાસ લોકોને માટે તે સમય ટૂંકો કર્યો છો.
21حينئذ ان قال لكم احد هوذا المسيح هنا او هوذا هناك فلا تصدقوا.
21“તે સમયે કેટલીક વ્યક્તિઓ તમને કહેશે, ‘જુઓ, અહીં ખ્રિસ્ત છે! અથવા બીજી એક વ્યક્તિ કહેશે, તે ત્યાં છે! પણ તેમનું માનશો નહિ.
22لانه سيقوم مسحاء كذبة وانبياء كذبة ويعطون آيات وعجائب لكي يضلوا لو امكن المختارين ايضا.
22જૂઠા ખ્રિસ્તો અને જૂઠા પ્રબોધકો આવશે અને મહાન કામો અને અદભૂત ચમત્કારો કરશે. તેઓ આ કામો દેવે પસંદ કરેલા લોકો આગળ કરશે, જો શક્ય હશે તો તેઓ આ કામો કરીને તેના લોકોને છેતરવાનો પ્રયત્ન કરશે.
23فانظروا انتم. ها انا قد سبقت واخبرتكم بكل شيء
23તેથી સાવધાન રહો, હવે મેં તમને આ બધું બનતા પહેલા તે વિષે ચેતવણી આપી છે.’
24واما في تلك الايام بعد ذلك الضيق فالشمس تظلم والقمر لا يعطي ضوءه.
24“તે દિવસો દરમ્યાન આ વિપત્તિઓ પછી, ‘સૂર્ય અંધકારરૂપ થઈ જશે, અને ચંદ્ર તેનો પ્રકાશ આપશે નહિ.’
25ونجوم السماء تتساقط والقوات التي في السموات تتزعزع.
25આકાશના તારાઓ ખરવા લાગશે, અને આકાશના પરાક્રમો હલાવાશે.”‘ યશાયા13:10; 34:4
26وحينئذ يبصرون ابن الانسان آتيا في سحاب بقوة كثيرة ومجد
26“પછી લોકો માણસના પુત્રને ઘણાં પરાક્રમ તથા મહિમા સહિત વાદળામાં આવતો જોશે.
27فيرسل حينئذ ملائكته ويجمع مختاريه من الاربع الرياح من اقصاء الارض الى اقصاء السماء.
27માણસનો પુત્ર પૃથ્વીની ચારેબાજુ તેના દૂતોને મોકલશે. દૂતો પૃથ્વી પરના દરેક ભાગોમાંથી તેના પસંદ કરેવા લોકોને ભેગા કરશે.’
28فمن شجرة التين تعلّموا المثل. متى صار غصنها رخصا واخرجت اوراقا تعلمون ان الصيف قريب.
28“અંજીરીનું વૃક્ષ આપણને એક બોધપાઠ શીખવે છે. જ્યારે અંજીરીના વૃક્ષની ડાળીઓ લીલી અને નરમ બને છે અને નવા પાંદડાં ઊગવાની શરુંઆત થાય છે ત્યારે તમે જાણો છો કે ઉનાળો નજીક છે.
29هكذا انتم ايضا متى رأيتم هذه الاشياء صائرة فاعلموا انه قريب على الابواب.
29આ વસ્તુઓ સાથે એવું જ છે જે મેં તમને કહ્યું તે બનશે જ. જ્યારે તમે આ બધું બનતું જોશો, ત્યારે તમે જાણશો કે તે સમય નજીક છે.
30الحق اقول لكم لا يمضي هذا الجيل حتى يكون هذا كله.
30હું તમને સત્ય કહું. જ્યારે આ સમયના લોકો જીવતા હશે ત્યારે જ આ બધી વસ્તુઓ બનશે.
31السماء والارض تزولان ولكن كلامي لا يزول.
31આખી પૃથ્વી અને આકાશનો વિનાશ થશે. પણ જે વાતો મેં કહી છે તે કદાપિ નાશ પામશે નહિ.”
32واما ذلك اليوم وتلك الساعة فلا يعلم بهما احد ولا الملائكة الذين في السماء ولا الابن الا الآب.
32“કોઈ વ્યક્તિ જાણતી નથી કે કયા દિવસે કયા સમયે તે થશે. તે પુત્ર અને આકાશના દૂતો પણ તે જાણતા નથી. ફક્ત પિતા જ જાણે છે.
33انظروا. اسهروا وصلّوا لانكم لا تعلمون متى يكون الوقت.
33સાવધાન રહો! હંમેશા તૈયાર રહો! તમને ખબર નથી તે સમય ક્યારે આવશે.
34كانما انسان مسافر ترك بيته واعطى عبيده السلطان ولكل واحد عمله واوصى البواب ان يسهر.
34“એક માણસ તેનું ઘર છોડીને પ્રવાસમાં જાય છે તેના જેવું આ છે. તે માણસ તેના ઘરની સંભાળ લેવાનું તેના સેવકોને સોંપે છે. તે દરેક સેવકને દરવાજાની ચોકી કરવાનું કામ સોંપે છે. તે માણસ આ સેવકને હંમેશા તૈયાર રહેવાનું કહે છે. હમણા હું તમને કહું છું તે એ જ છે.
35اسهروا اذا. لانكم لا تعلمون متى يأتي رب البيت أمساء ام نصف الليل أم صياح الديك ام صباحا.
35તેથી તમારે હંમેશા તૈયાર રહેવું જોઈએ, તમે જાણતા નથી, ઘરનો ધણી સાંજે, મધરાતે કે વહેલી સવારે કે જ્યારે સૂર્ય ઊગે છે ત્યારે કદાચ આવે.
36لئلا يأتي بغتة فيجدكم نياما.
36રખેને તે ધણી એકાએક પાછો ઝડપથી પણ આવે. જો તમે હંમેશા તૈયાર રહો તો પછી તે તમને ઊંઘતા જોશે નહિ.
37وما اقوله لكم اقوله للجميع اسهروا
37[This verse may not be a part of this translation]