1وللوقت في الصباح تشاور رؤساء الكهنة والشيوخ والكتبة والمجمع كله فأوثقوا يسوع ومضوا به واسلموه الى بيلاطس
1વહેલી સવારમાં મુખ્ય યાજકો, વડીલ યહૂદી આગેવાનો, શાસ્ત્રીઓ અને યહૂદિઓની આખી ન્યાયસભાએ ઈસુનું શું કરવું તે અંગે નિર્ણય કર્યો. તેઓએ ઈસુને પિલાતને સોંપ્યો.
2فسأله بيلاطس انت ملك اليهود. فاجاب وقال له انت تقول.
2પિલાતે ઈસુને પૂછયું, “શું તું યહૂદિઓનો રાજા છે? ઈસુએ ઉત્તર આપ્યો, હા, તે સાચું છે.”
3وكان رؤساء الكهنة يشتكون عليه كثيرا.
3મુખ્ય યાજકોએ ઈસુ પર ઘણાં તહોમત મૂક્યાં.
4فسأله بيلاطس ايضا قائلا أما تجيب بشيء. انظر كم يشهدون عليك.
4તેથી પિલાતે ઈસુને બીજો એક પ્રશ્ન પૂછયો. પિલાતે કહ્યું, “તું જોઈ શકે છે કે આ લોકોએ કેટલાં બધાં તારા પર તહોમત મૂક્યાં છે. તું ઉત્તર કેમ આપતો નથી?”
5فلم يجب يسوع ايضا بشيء حتى تعجب بيلاطس.
5પણ ઈસુએ હજી પણ ઉત્તર આપ્યો નહિ. પિલાતને ઘણું આશ્ચર્ય થયું હતું.
6وكان يطلق لهم في كل عيد اسيرا واحدا من طلبوه.
6પ્રતિવર્ષ પાસ્ખાપર્વના સમયે હાકેમ એક વ્યક્તિને કારાવાસમાંથી મુક્ત કરી શકતો હતો. લોકો જેને મુક્તિ આપવા ઈચ્છતા હોય તે વ્યક્તિને તે મુક્ત કરી શકે.
7وكان المسمى باراباس موثقا مع رفقائه في الفتنة الذين في الفتنة فعلوا قتلا.
7તે વખતે જેલમાં બરબ્બાસ નામનો માણસ હતો. તે કારાવાસમાં હુલ્લડખોરો સાથે હતો. આ હુલ્લડખોરો હુલ્લડ દરમ્યાન ખૂન માટે ગુનેગાર હતા.
8فصرخ الجمع وابتدأوا يطلبون ان يفعل كما كان دائما يفعل لهم.
8લોકો પિલાત પાસે આવ્યા. અને તેને હંમેશા તે જેમ કરતો હતો તે પ્રમાણે એક કેદીને મુક્ત કરવા કહ્યું.
9فاجابهم بيلاطس قائلا أتريدون ان اطلق لكم ملك اليهود.
9પિલાતે લોકોને કહ્યું, “તમે યહૂદિઓના રાજાને મારી પાસે મુક્ત કરાવવા ઈચ્છો છો?”
10لانه عرف ان رؤساء الكهنة كانوا قد اسلموه حسدا.
10પિલાતે જાણ્યું કે મુખ્ય યાજકોએ તેને ઈસુને સોંપ્યો હતો કારણ કે તેઓને ઈસુની ઇર્ષા હતી.
11فهيج رؤساء الكهنة الجمع لكي يطلق لهم بالحري باراباس.
11પરંતુ મુખ્ય યાજકોએ લોકોને ઉશ્કેર્યા કે તેઓ પિલાતને બરબ્બાસને મુક્ત કરવાનું કહે, ઈસુને નહિ.
12فاجاب بيلاطس ايضا وقال لهم فماذا تريدون ان افعل بالذي تدعونه ملك اليهود.
12પિલાતે લોકોને ફરીથી પૂછયું, “તેથી મારે આ માણસ જેને તમે યહૂદિઓનો રાજા કહો છો તેની સાથે શું કરવું?”
13فصرخوا ايضا اصلبه.
13તે લોકોએ ફરીથી બૂમો પાડી, “તેને વધસ્તંભ પર ચઢાવો અને મારી નાખો!”
14فقال لهم بيلاطس واي شر عمل. فازدادوا جدا صراخا اصلبه.
14પિલાતે પૂછયું, “શા માટે? તેણે શું કર્યુ છે?” પરંતુ લોકોએ મોટેથી બૂમો પાડી, “વધસ્તંભ પર તેને મારી નાખો!”
15فبيلاطس اذ كان يريد ان يعمل للجمع ما يرضيهم اطلق لهم باراباس واسلم يسوع بعدما جلده ليصلب
15પિલાત લોકોને ખુશ કરવા ઈચ્છતો હતો. તેથી પિલાતે તેમના માટે બરબ્બાસને મુક્ત કર્યો અને પિલાતે સૈનિકોને ઈસુને ચાબખાથી મારવા કહ્યું, પછી પિલાતે ઈસુને વધસ્તંભ પર મારી નાખવા માટે સૈનિકોને હવાલે કર્યો.
16فمضى به العسكر الى داخل الدار التي هي دار الولاية وجمعوا كل الكتيبة.
16પિલાતના સૈનિકો ઈસુને હાકેમના મહેલમાં લાવ્યા (પ્રૈતોર્યુમ કહેવાતા). તેઓએ બીજા બધા સૈનિકોને સાથે બોલાવ્યા.
17وألبسوه ارجوانا وضفروا اكليلا من شوك ووضعوه عليه.
17તે સૈનિકોએ ઈસુને જાંબલી રંગનો ઝભ્ભો પહેરાવ્યો. પછી તેઓએ કાંટાનો મુગટ ગૂંથીને તેના માથા પર મૂક્યો.
18وابتدأوا يسلمون عليه قائلين السلام يا ملك اليهود.
18પછી તેઓએ ઈસુને બોલાવ્યો. અને કહ્યું, “હે યહૂદીઓના રાજા સલામ!” એમ કહીને તેઓ તેને પ્રણામ કરવા લાગ્યા.
19وكانوا يضربونه على راسه بقصبة ويبصقون عليه ثم يسجدون له جاثين على ركبهم.
19સૈનિકોએ ઈસુને તેના માથા પર લાકડી વડે ઘણી વખત માર્યો. તેઓ પણ તેના પર થૂંક્યા. પછી તેઓ ઈસુને ઘૂંટણે પડ્યા. અને નીચે પડીને નમસ્કાર કરીને તેના ઠઠ્ઠા કર્યા.
20وبعدما استهزأوا به نزعوا عنه الارجوان والبسوه ثيابه ثم خرجوا به ليصلبوه.
20તેઓએ ઈસુનાં ઠઠ્ઠા કરી રહ્યાં પછી તે સૈનિકોએ જાંબલી રંગનો ઝભ્ભો ઉતારીને તેને તેનાં કપડાં ફરીથી પહેરાવ્યા. પછી તેઓ ઈસુને મહેલમાંથી બહાર કાઢીને વધસ્તંભ પર મારી નાખવા માટે લઈ ગયા.
21فسخّروا رجلا مجتازا كان آتيا من الحقل وهو سمعان القيرواني ابو ألكسندرس وروفس ليحمل صليبه.
21ત્યાં કુરેનીનો એક માણસ શહેરમાં ચાલતો આવતો હતો. તે માણસ સિમોન આલેકસાંદર અને રૂફસનો બાપ હતો. સિમોન ખેતરોમાંથી શહેરમાં ચાલતો હતો. તે સૈનિકોએ ઈસુ માટેનો વધસ્તંભ બળાત્કારે સિમોન પાસે ઉંચકાવ્યો.
22وجاءوا به الى موضع جلجثة الذي تفسيره موضع جمجمة.
22તેઓ ગુલગુથા નામની જગાએ ઈસુને દોરી ગયા. (ગુલગુથાનો અર્થ “ખોપરીની જગ્યા.”)
23واعطوه خمرا ممزوجة بمرّ ليشرب فلم يقبل.
23ગુલગુથામાં સૈનિકોએ ઈસુને દ્રાક્ષારસ પીવા આપ્યો. આ દ્રાક્ષારસ બોળ સાથે ભેળવેલો હતો. પરંતુ ઈસુએ તે પીવાની ના પાડી.
24ولما صلبوه اقتسموا ثيابه مقترعين عليها ماذا يأخذ كل واحد.
24સૈનિકોએ ઈસુને વધસ્તંભે ખીલે જડ્યો. પછી સૈનિકોએ ઈસુના કપડાં તેમની જાતે અંદરો અંદર વહેંચી લીધા. પહેરેલા કયા કપડાંનો કયો ભાગ કયા સૈનિકે લેવો તે નક્કી કરવા માટે તેઓ પાસા વડે જુગાર રમ્યા.
25وكانت الساعة الثالثة فصلبوه.
25જ્યારે ઈસુને તેઓએ વધસ્તંભ પર જડ્યો તે વખતે સવારના નવ વાગ્યા હતા.
26وكان عنوان علّته مكتوبا ملك اليهود.
26ત્યાં એક લેખિત નોંધ હતી જેના પર તહોમતનામુ લખેલું હતું: “યહૂદિઓનો રાજા.”
27وصلبوا معه لصين واحدا عن يمينه وآخر عن يساره.
27તેઓએ બે લૂંટારાઓને ઈસુની બાજુમાં વધસ્તંભો પર જડયા હતા. તેઓએ એક લૂંટારાને ઈસુની જમણી બાજુ મૂક્યો હતો અને તેઓએ બીજા લૂંટારાને ઈસુની ડાબી બાજુએ મૂક્યો હતો.
28فتم الكتاب القائل واحصي مع اثمة.
28તે ગુનેગારોમાં ગણાયો એવું શાસ્ત્ર વચનમાં છે તે પૂર્ણ થયું.
29وكان المجتازون يجدفون عليه وهم يهزون رؤوسهم قائلين آه يا ناقض الهيكل وبانيه في ثلاثة ايام.
29બાજુમાં ચાલતા લોકોએ ઈસુની નિંદા કરી. તેઓએ તેમના માથાં હલાવ્યાં અને કહ્યું, “તેં કહ્યું, તું મંદિરનો વિનાશ કરી શકે છે અને તેને ફરીથી ત્રણ દિવસમાં બાંધી શકે છે,
30خلّص نفسك وانزل عن الصليب.
30તો તારી જાતને બચાવ! તું વધસ્તંભ પરથી નીચે ઉતરી આવ!”
31وكذلك رؤساء الكهنة وهم مستهزئون فيما بينهم مع الكتبة قالوا خلّص آخرين واما نفسه فما يقدر ان يخلّصها.
31મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ પણ ત્યાં હતા. તેઓએ પણ બીજા લોકોની જેમ જ કર્યુ. અને ઈસુની ઠઠ્ઠા મશ્કરી કરી અને કહ્યું, “તેણે બીજા લોકોને બચાવ્યા પણ તે તેની જાતને બચાવી શકતો નથી.
32لينزل الآن المسيح ملك اسرائيل عن الصليب لنرى ونؤمن. واللذان صلبا معه كانا يعيّرانه
32જો તે ખરેખર ખ્રિસ્ત ઇસ્ત્રાએલનો રાજા (યહૂદિઓ) હોય તો પછી તેણે હમણાં વધસ્તંભ પરથી નીચે આવીને તેની જાતને બચાવવી જોઈએ. આપણે આ જોઈશું અને પછી અમે તેનામાં વિશ્વાસ મૂકીશું,” તે લૂંટારાઓ કે જેઓને ઈસુની બાજુમાં વધસ્તંભ પર મારી નાખવાના હતા, તેઓએ પણ તેની નિંદા કરી.
33ولما كانت الساعة السادسة كانت ظلمة على الارض كلها الى الساعة التاسعة.
33બપોરે આખા દેશમાં અંધકાર છવાઇ ગયો. આ અંધકાર ત્રણ વાગ્યા સુધી ચાલુ રહ્યો.
34وفي الساعة التاسعة صرخ يسوع بصوت عظيم قائلا ألوي ألوي لما شبقتني. الذي تفسيره الهي الهي لماذا تركتني.
34ત્રણ વાગે ઈસુએ મોટા સાદે પોકાર કર્યો, “એલાઇ, એલાઇ, લમા શબક્થની.” આનો અર્થ છે, “મારા દેવ, મારા દેવ, તેં મને શા માટે એકલો મૂકી દીધો?”
35فقال قوم من الحاضرين لما سمعوا هوذا ينادي ايليا.
35ત્યાં ઊભા રહેલા કેટલાક લોકોએ આ સાંભળ્યું. તે લોકોએ કહ્યું, “ધ્યાનથી સાંભળો! તે એલિયાને બોલાવે છે”
36فركض واحد وملأ اسفنجة خلا وجعلها على قصبة وسقاه قائلا اتركوا. لنر هل يأتي ايليا لينزله
36એક માણસ ત્યાં દોડ્યો અને વાદળી લીધી. તે માણસે વાદળીને સરકાથી ભરી અને વાદળીને લાકડીએ બાંધી. પછી ઈસુને તેમાંથી પાણી પીવા તે વાદળી આપવા તેણે લાકડીનો ઉપયોગ કર્યા. તે માણસે કહ્યું, “હવે આપણે રાહ જોઈએ અને જોઈએ કે એલિયા તેને વધસ્તંભથી નીચે ઉતારવા આવે છે કે કેમ.”
37فصرخ يسوع بصوت عظيم واسلم الروح.
37પછી ઈસુએ મોટે સાદેથી બૂમ પાડીને પ્રાણ છોડ્યો.
38وانشق حجاب الهيكل الى اثنين من فوق الى اسفل.
38જ્યારે ઈસુ મરણ પામ્યો, તે જ વખતે મંદિરનો પડદો બે ભાગમાં ફાટી ગયો હતો. તે ઉપરથી શરું થયો અને છેક નીચે સુધી ફાટી ગયો.
39ولما رأى قائد المئة الواقف مقابله انه صرخ هكذا واسلم الروح قال حقا كان هذا الانسان ابن الله.
39લશ્કરનો અમલદાર જે ત્યાં વધસ્તંભ આગળ ઉભો હતો તેણે ઈસુનું મરણ થતાં શું બન્યું તે જોયું. તે અમલદારે કહ્યું, “આ માણસ ખરેખર દેવનો પુત્ર હતો!”
40وكانت ايضا نساء ينظرن من بعيد بينهنّ مريم المجدلية ومريم ام يعقوب الصغير ويوسي وسالومة.
40કેટલીક સ્ત્રીઓ વધસ્તંભથી દૂર ઊભી રહીને જોતી હતી. આ સ્ત્રીઓમાં મરિયમ માગ્દલાની, ઈસુકો નાનો ભાઈ યાકૂબ તથા યોસેની મા મરિયમ અને શલોમી હતી. (યાકૂબ તેનો સૌથી નાનો પુત્ર હતો.)
41اللواتي ايضا تبعنه وخدمنه حين كان في الجليل. وأخر كثيرات اللواتي صعدن معه الى اورشليم
41ગાલીલમાં ઈસુની પાછળ આવનારી અને તેની સંભાળ રાખનારી આ સ્ત્રીઓ હતી. બીજી ઘણી સ્ત્રીઓ ત્યાં હતી. આ સ્ત્રીઓ યરૂશાલેમમાં ઈસુની સાથે આવી હતી.
42ولما كان المساء اذ كان الاستعداد. اي ما قبل السبت.
42આ દિવસ સિદ્ધિકરણનો કહેવાય છે. (આનો અર્થ વિશ્રામવારના આગળનો દિવસ.) ત્યાં અંધારું થઈ રહ્યું હતું.
43جاء يوسف الذي من الرامة مشير شريف وكان هو ايضا منتظرا ملكوت الله فتجاسر ودخل الى بيلاطس وطلب جسد يسوع.
43યૂસફ નામનો અરિમથાઇનો માણસ પિલાત પાસે જઇને ઈસુનો મૃતદેહ લેવા જવા માટે પૂરતો બહાદૂર હતો. યૂસફ યહૂદિઓની સભાનો સન્માનનીય સભ્ય હતો. દેવના રાજ્યનું આગમન ઈચ્છનારા લોકોમાંનો તે એક હતો.
44فتعجب بيلاطس انه مات كذا سريعا فدعا قائد المئة وسأله هل له زمان قد مات.
44પિલાતને સાંભળીને આશ્ચર્ય થયું કે ઈસુ હંમેશ માટે મરણ પામ્યો હતો. પિલાતે લશ્કરી અમલદારને બોલાવ્યો, જે ઈસુની ચોકી કરતો હતો. પિલાતે અમલદારને પૂછયું; શું ઈસુ મરણ પામ્યો છે?
45ولما عرف من قائد المئة وهب الجسد ليوسف.
45તે અમલદારે પિલાતને કહ્યું કે ઈસુ મરણ પામ્યો છે તેથી પિલાતે યૂસફને કહ્યું, “તે શબ મેળવી શકશે”
46فاشترى كتانا فانزله وكفنه بالكتان ووضعه في قبر كان منحوتا في صخرة ودحرج حجرا على باب القبر.
46યૂસફે કેટલુંક શણનું કાપડ ખરીધ્યું. તેણે વધસ્તંભ પરથી મૃતદેહ ઉતાર્યો. અને તે મૃતદેહને શણના કાપડમાં વીંટાળ્યું. પછી યૂસફે શબને કબરમાં મૂક્યું. જે ખડકની દિવાલમાં ખોદી હતી. પછી યૂસફે તે કબરના પ્રવેશદ્ધારને એક મોટો પથ્થર ગબડાવી બંધ કરી દીધું.
47وكانت مريم المجدلية ومريم ام يوسي تنظران اين وضع
47મરિયમ મગ્દલાની અને યોસેની માએ ઈસુને જે જગ્યાએ મૂક્યો હતો તે જગ્યા જોઈ.