Bulgarian

Gujarati: NT

2 Corinthians

7

1И тъй, възлюбени, като имаме тия обещания, нека очистим себе си от всяка плътска и духовна нечистота, като се усъвършенствуваме в светост със страх от Бога.
1પ્રિય મિત્રો, દેવ તરફથી આપણને આ વચનો મળ્યાં છે. તેથી આપણે આપણી જાતને નિર્મળ બનાવવી જોઈએ-કોઈ પણ વસ્તુ જે શરીર કે આત્માને મલિન બનાવે, આપણે તેનાથી મુક્ત જીવન પદ્ધતિમાં યથાર્થ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ, કારણ કે આપણે દેવનો આદર કરીએ છીએ.
2Сторете място [в сърцата си] за нас; никого не сме онеправдали, никого не сме развратили, никого не сме изкористили.
2તમારા હૃદય અમારા પ્રતિ ખોલો. અમે કોઈ વ્યક્તિનું કશું ખરાબ નથી કર્યુ. અમે કોઈ પણ વ્યક્તિના વિશ્વાસનો ધ્વંસ નથી કર્યો, અને અમે કોઈ વ્યક્તિને છેતરી નથી.
3Не казвам това за да [ви] осъдя; защото по-напред казах, че сте в сърцата ни, така щото да бъдем заедно и като умрем и като живеем.
3હું તમારા પર આક્ષેપ મૂકવા આ કહેતો નથી. મેં તમને પહેલા કહ્યું છે તેમ. અમે તમને એટલો બધો પ્રેમ કરીએ છીએ કે તમારી સાથે જીવવા કે મરવા અમે તૈયાર છીએ.
4Голяма е моята увереност към вас, много се хваля с вас, напълно се утешавам; [даже] във всяка наша скръб радостта ми е преизобилна.
4તમારા માટે હું નિશ્ચિતતા અનુભવું છું. હું તમારા માટે ઘણો ગર્વ અનુભવું છું. તમે મને ઘણી હિંમત આપી છે. અને અમારી બધી જ મુશ્કેલીઓમાં મને ઘણો આનંદ મળ્યો છે.
5Защото откак дойдохме в Македония, плътта ни нямаше никакво спокойствие, но отвсякъде [бяхме] в утеснение: отвън борби, отвътре страхове.
5જ્યારે અમે મકદોનિયા આવ્યા ત્યારે અમને આરામ મળ્યો નહિ, અમે મુશ્કેલીઓથી ઘેરાયેલા હતા. બાહ્ય રીતે લડાઈઓ હતી, પરંતુ આંતરીક રીતે અમે ભયભીત હતા.
6Но Бог, Който утешава смирените, утеши ни с дохождането на Тита;
6પરંતુ જે લોકો મુશ્કેલીમાં હોય છે તેમને દેવ સહારે આપે છે. અને જ્યારે તિતસ આવ્યો ત્યારે દેવે અમને સહારો આપ્યો.
7и не просто с дохождането му, но и поради утехата, с която вие го бяхте утешили, като ни извести копнежа ви, плача ви, ревността ви за мене; така щото още повече се зарадвах.
7તેના આવવાથી અને તમે એને જે દિલાસો આપેલો તેનાથી અમને આશ્વાસન મળ્યું હતું. મને મળવાની તમારી ઈચ્છા વિષે તિતસે મને કહ્યું. તેણે કહ્યું કે તમે જે કર્યુ છે, તે માટે તમે ખૂબ જ દિલગીર છો અને તમે મારી ખૂબ જ દરકાર કરો છો. તે વિષે તિતસે મને કહ્યું. મેં જ્યારે આ સાંભળ્યું ત્યારે, હું વધુ રાજી થયો.
8Защото, при все че ви наскърбих с посланието си, не се разкайвам; ако и да бях се поразкаял, когато видях, че онова писмо ви наскърби, макар за малко време.
8મારા પત્રથી તમને દુઃખ થાય તો પણ તે લખવા માટે હું દિલગીર નથી. મને ખબર છે કે તે પત્રએ તમને દુઃખ આપ્યું છે. અને તે માટે હું દિલગીર છું. પરંતુ તેનાથી તમને દુઃખ થયું માટે જ વ્યથિત થયા.
9Сега се радвам не за наскърбяването ви, но защото наскърбяването ви доведе до покаяние; понеже скърбяхте по Бога, та да се не повредите от нас в нищо.
9હવે મને આનંદ થયો છે કારણ કે તમારા દુઃખે તમને તમારું હૃદય પરિવર્તન કરાવ્યું છે. દેવ ઈચ્છતો હતો તે રીતે તમે દિલગીર થયા. ગમે તેમ પણ અમારા કારણે તમને કોઈ નુક્સાન થયું નહિ.
10Защото скръбта по Бога докарва спасително покаяние, което не причинява разкаяние; но светската скръб докарва смърт.
10દિલગીલ થવું એટલે કે જેમ દેવ ઈચ્છે છે તેમ કોઈ એક વ્યક્તિને પસ્તાવો થાય તેના જેવું છે. આ વ્યક્તિને તારણ તરફ લઈ જાય છે, અને તે માટે અમે દિલગીર થઈ શકીએ નહિ, પરંતુ જે પ્રકારની વ્યથા દુનિયાની છે, તે મૃત્યુ લાવશે.
11Защото, ето, това гдето се наскърбихте по Бога, какво усърдие породи във вас, какво себеочистване, какво негодувание, какъв страх, какво ожидане, каква ревност, какво мъздовъздаване! Във всичко вие показахте, че сте чисти в това нещо.
11જેવી દેવની ઈચ્છા હતી તેવી વ્યથા તમારી હતી. હવે જુઓ કે તે વ્યથા તમને શું પ્રદાન કરે છે: તે વ્યથા તમારામાં ઘણી ગંભીરતા લાવી. તમે ખોટા ન હતા તેવું પૂરવાર કરવાની તેણે તમને પ્રેરણા આપી. તેણે તમને ક્રોધિત તેમજ ભયભીત બનાવ્યા. મને મળવા માટે તેણે તમને પ્રેરણા આપી. તેણે તમને વધારે સમર્પિત બનાવ્યા. તેણે તમને ન્યાયી બાબત કરવાની ઈચ્છાવાળા બનાવ્યા. તમે સાબિત કર્યુ કે તમે આ બાબતમાં સંપૂર્ણ નિર્દોષ હતા.
12И тъй, ако и да ви писах това, не [го писах] заради обидника, нито заради обидения, но за да ви се яви пред Бога до колко имате усърдие спрямо нас.
12કોઈ એકે ખોટું કર્યુ, તેના કારણે મેં એ પત્ર નહોતો લખ્યો. અને જે વ્યક્તિ વ્યથિત થયેલી તેના માટે પણ તે નહોતો લખાયો. પરંતુ મેં તે પત્ર લખ્યો કે જેથી, દેવની સમક્ષ તમે જોઈ શકો કે તમે અમારા માટે ઘણી કાળજી રાખી છે.
13Затова се утешихме; и в тая наша утеха още повече се зарадвахме поради радостта на Тита, за гдето вие всички сте успокоили духа му.
13અને તેથી જ અમને દિલાસો મળ્યો. અમને ઘણો જ દિલાસો પ્રાપ્ત થયો અને અમને એ જોઈને ખરેખર વધુ આનંદ થયો. કે તિતસ ઘણો જ આનંદિત હતો. તમે બધાએ એને ખૂબ જ સારી લાગણી કરાવી.
14Защото, ако му съм се похвалил малко с вас, не се засрамих; но както всичко, що ви говорихме, беше истинно, така и похвалата ни [с вас] пред Тита излезе истинска.
14તિતસ આગળ મેં તમારા વખાણ કર્યા હતાં. અને તમે સાબિત કરી આપ્યું કે હું સાચો હતો. બધી જ વસ્તુ અમે જે તમને કહી તે સત્ય હતી. અને તમે તે સાબિત કરી આપ્યું કે અમે જે બધી બડાશો તિતસ આગળ મારી હતી તે સાચી છે.
15И той още повече милее за вас, като си спомня послушността на всички ви, как сте го приели със страх и трепет.
15અને જ્યારે એ યાદ કરે છે કે તમે બધા પાલન કરવા તૈયાર છો ત્યારે તેનો તમારા પ્રત્યેનો પ્રેમ વધુ સુદૃઢ બને છે. તમે તેને માન અને ભયથી આવકાર્યો.
16Радвам се, че във всичко съм насърчен за вас.
16મને ઘણો આનંદ છે કે હું તમારામાં સંપૂર્ણ વિશ્વાસ મૂકી શકું તેમ છું.