French 1910

Gujarati: NT

1 Timothy

2

1J'exhorte donc, avant toutes choses, à faire des prières, des supplications, des requêtes, des actions de grâces, pour tous les hommes,
1હુથી પ્રથમ તો સર્વ લોકો માટે પ્રાર્થના કરવાનું હું તમને કહું છુ. સર્વ લોકો માટે તમે દેવ સાથે વાત કરો. લોકોને જે વસ્તુઓની જરુંર છે તે દેવ પાસે માગો અને તેનો આભાર માનો.
2pour les rois et pour tous ceux qui sont élevés en dignité, afin que nous menions une vie paisible et tranquille, en toute piété et honnêteté.
2રાજાઓ તેમજ સત્તા ભોગવતા બધા લોકો માટે તમારે પ્રાર્થના કરવી જોઈએ. દેવ માટે ભક્તિભાવ અને માનથી છલકાતું તથા પરમ શાંતિ પ્રદ જીવન આપણને પ્રાપ્ત થાય તે માટે એવા અધિકારીઓ સારું પ્રાર્થના કરો.
3Cela est bon et agréable devant Dieu notre Sauveur,
3આ સારી વાત છે અને એનાથી આપણા તારનાર દેવ પ્રસન્ન થાય છે.
4qui veut que tous les hommes soient sauvés et parviennent à la connaissance de la vérité.
4દેવ ઈચ્છે છે કે દરેક જાણનું તારણ થાય. અને તેની ઈચ્છા છે કે સર્વ લોકો આ સત્ય જાણે.
5Car il y a un seul Dieu, et aussi un seul médiateur entre Dieu et les hommes, Jésus-Christ homme,
5દેવ તો માત્ર એક જ છે. અને લોકો દેવ સુધી પહોંચે એ માટે પણ એક જ મધ્યસ્થ છે. તે મધ્યસ્થ ઈસુ ખ્રિસ્ત છે જે એક માનવ પણ છે.
6qui s'est donné lui-même en rançon pour tous. C'est là le témoignage rendu en son propre temps,
6બધા જ લોકોના પાપ માટે ઈસુએ પોતાની જાતનું સ્વાર્પણ કર્યુ. ઈસુ એ વાતની સાબિતી છે કે દેવ સર્વ લોકોને બચાવી લેવા માગે છે. અને યોગ્ય સમયે જ તે (ઈસુ) આવ્યો.
7et pour lequel j'ai été établi prédicateur et apôtre, -je dis la vérité, je ne mens pas, -chargé d'instruire les païens dans la foi et la vérité.
7તેથી જ તો સુવાર્તા કહેવા સારું મારી પસંદગી કરવામાં આવી હતી. તેથી જ તો પ્રેરિત તરીકે મને પસંદ કરવામાં આવ્યો હતો. (હુ તમને સત્ય જ કહુ છું. હુ કઈ જૂઠુ બોલતો નથી.) બિનયહૂદિ લોકોને શીખવનાર થવા માટે મારી પસંદગી કરવામાં આવી હતી. તેઓ વિશ્વાસ કરી શકે અને સત્યને જાણે એવું હું તેઓને શિક્ષણ આપું છુ.
8Je veux donc que les hommes prient en tout lieu, en élevant des mains pures, sans colère ni mauvaises pensées.
8દરેક જગ્યાએ રહેતા માણસો પ્રાર્થના કરે એમ હુ ઈચ્છુ છું. પ્રાર્થનામાં જેઓ હાથ ઊંચા કરતા હોય તેઓ પવિત્ર હોવા જોઈએ. તે માણસો એવા ન હોવા જોઈએ કે જે ગુસ્સે થતા હોય અને દલીલબાજી કરતા હોય.
9Je veux aussi que les femmes, vêtues d'une manière décente, avec pudeur et modestie, ne se parent ni de tresses, ni d'or, ni de perles, ni d'habits somptueux,
9હુ એ પણ ઈચ્છું છું કે સ્ત્રીઓ એવાં કપડાં પહેરે કે જે એમના માટે યોગ્ય હોય. સન્માનનીય અને ઉચ્ચ વિચારો જળવાય એ રીતે સ્ત્રીઓએ કપડા ધારણ કરવાં જોઈએ. તેમણે પોતાના વાળ કલાત્મક અને આકર્ષક રીતે ગૂંથેલા હોવા ન જોઈએ. તેમજ પોતાને સૌદર્યવાન બનાવવા માણેક-મોતી કે સોનાના આભૂષણો કે કિમતી પોષાકોનો ઉપયોગ નહિ કરવો જોઈએ.
10mais qu'elles se parent de bonnes oeuvres, comme il convient à des femmes qui font profession de servir Dieu.
10પરંતુ સારા કાર્યો કરીને તેમણે સુંદર બનવું જોઈએ. જે સ્ત્રીઓ એમ કહેતી હોય કે તેઓ દેવને ભજે છે તેમણે એ રીતે પોતાને સુંદર બનાવવી જોઈએ.
11Que la femme écoute l'instruction en silence, avec une entière soumission.
11સ્ત્રીએ કોઈપણ વાત શાંતિથી સાંભળીને અને આજ્ઞાનું પાલન કરવા સંપૂર્ણ રીતે તૈયાર રહીને શીખવાનો પ્રયાસ કરવો જોઈએ.
12Je ne permets pas à la femme d'enseigner, ni de prendre de l'autorité sur l'homme; mais elle doit demeurer dans le silence.
12સ્ત્રી પુરુંષને ભણાવે એ માટે હું મંજૂરી આપતો નથી. અને પુરુંષ પર સ્ત્રીની સત્તા ચાલે એની પણ હું છૂટ આપતો નથી. સ્ત્રીએ શાંતિથી પોતાનું કામકાજ કરતા રહેવું. આવું શા માટે?
13Car Adam a été formé le premier, Eve ensuite;
13કારણ કે પ્રથમ આદમની ઉત્પત્તિ થઈ. ત્યારબાદ હવાનું સર્જન થયું.
14et ce n'est pas Adam qui a été séduit, c'est la femme qui, séduite, s'est rendue coupable de transgression.
14શેતાને આદમની છેતરપીંડી કરી નહિ, તેણે હવાને છેતરી અને તેથી તે પાપી બની.
15Elle sera néanmoins sauvée en devenant mère, si elle persévère avec modestie dans la foi, dans la charité, et dans la sainteté.
15પરંતુ સ્ત્રીઓને બાળકો હોવાને કારણે બચાવવામાં આવશે. જો તેઓ યોગ્ય રીતે આત્મસંયમ રાખી પવિત્ર જીવન જીવશે તથા વિશ્વાસ અને પ્રેમ ચાલુ રાખશે તો તેઓ તારણ પામશે.