French 1910

Gujarati: NT

Mark

8

1En ces jours-là, une foule nombreuse s'étant de nouveau réunie et n'ayant pas de quoi manger, Jésus appela les disciples, et leur dit:
1બીજી વખતે ઈસુ સાથે ત્યાં ઘણા લોકો હતા. લોકો પાસે ખાવાનું ન હતું. તેથી ઈસુએ તેના શિષ્યોને તેની પાસે બોલાવ્યા. ઈસુએ કહ્યું,
2Je suis ému de compassion pour cette foule; car voilà trois jours qu'ils sont près de moi, et ils n'ont rien à manger.
2‘મને આ લોકોની દયા આવે છે. તેઓ મારી સાથે ત્રણ દિવસથી હતા. અને હવે તેઓની પાસે કઈ ખાવાનું નથી.
3Si je les renvoie chez eux à jeun, les forces leur manqueront en chemin; car quelques-uns d'entre eux sont venus de loin.
3મારે તેઓને ઘેર ભૂખ્યા મોકલવા જોઈએ નહિ. જો તેઓ જમ્યા વિના જશે તો ઘરે જતાં તેઓ રસ્તામાં બેહોશ થઈ જશે. આ લોકોમાંના કેટલાક તો ખૂબ દૂરથી અહીં આવ્યા છે.’
4Ses disciples lui répondirent: Comment pourrait-on les rassasier de pains, ici, dans un lieu désert?
4ઈસુના શિષ્યોએ જવાબ આપ્યો, ‘પરંતુ આપણે કોઈ પણ ગામથી ઘણા દૂર છીએ. આ બધા લોકોને ખવડાવવા માટે પૂરતી રોટલી આપણે ક્યાંથી મેળવી શકીએ?’
5Jésus leur demanda: Combien avez-vous de pains? Sept, répondirent-ils.
5પછી ઈસુએ તેઓને પૂછયું, ‘તમારી પાસે કેટલી રોટલીઓ છે?’ શિષ્યોએ ઉત્તર આપ્યો, ‘અમારી પાસે સાત રોટલીઓ છે’
6Alors il fit asseoir la foule par terre, prit les sept pains, et, après avoir rendu grâces, il les rompit, et les donna à ses disciples pour les distribuer; et ils les distribuèrent à la foule.
6ઈસુએ લોકોને જમીન પર બેસવા કહ્યું, પછી ઈસુએ સાત રોટલીઓ લીધી અને દેવની સ્તુતિ કરી. ઈસુએ રોટલીના ભાગ કર્યા અને તેના શિષ્યોને તે ટુકડાઓ આપ્યા. ઈસુએ તે શિષ્યોને લોકોને રોટલી આપવા કહ્યું. શિષ્યોએ તેનું માન્યુ.
7Ils avaient encore quelques petits poissons, et Jésus, ayant rendu grâces, les fit aussi distribuer.
7તે શિષ્યો પાસે થોડી માછલીઓ હતી. ઈસુએ માછલી માટે સ્તુતિ કરી અને લોકોને માછલી આપવા શિષ્યોને કહ્યું.
8Ils mangèrent et furent rassasiés, et l'on emporta sept corbeilles pleines des morceaux qui restaient.
8બધા લોકોએ ખાધુ અને તૃપ્ત થયા. પછી શિષ્યોએ નહિ ખાધેલા ખોરાકના ટુકડાઓથી સાત ટોપલીઓ ભરી.
9Ils étaient environ quatre mille. Ensuite Jésus les renvoya.
9ત્યાં લગભગ 4,000 પુરુંષોએ ખાધુ. તેઓના ખાધા પછી ઈસુએ તેઓને ઘેર જવા માટે કહ્યું.
10Aussitôt il monta dans la barque avec ses disciples, et se rendit dans la contrée de Dalmanutha.
10ઈસુ તેના શિષ્યો સાથે હોડીમાં દલ્મનૂથાની હદમાં ગયો. : 1-4 ; લૂક 11 : 16, 29)
11Les pharisiens survinrent, se mirent à discuter avec Jésus, et, pour l'éprouver, lui demandèrent un signe venant du ciel.
11ફરોશીઓ ઈસુ પાસે આવ્યા અને તેને પ્રશ્રો પૂછયા. તેઓ ઈસુની પરીક્ષા કરવા ઈચ્છતા હતા. તેથી તેઓએ ઈસુને આકાશમાંથી નિશાની માગીને તે દેવ તરફથી આવ્યો હતો તે બતાવવા કહ્યું.
12Jésus, soupirant profondément en son esprit, dit: Pourquoi cette génération demande-t-elle un signe? Je vous le dis en vérité, il ne sera point donné de signe à cette génération.
12ઈસુએ નિસાસો નાખ્યો. તેણે કહ્યું, ‘તમે લોકો શા માટે સાબિતી નિશાની તરીકે માગો છો? હું તમને સત્ય કહું છું. તેના જેવી કોઈ નિશાની તમને આપવામાં આવશે નહિ.’
13Puis il les quitta, et remonta dans la barque, pour passer sur l'autre bord.
13પછી ઈસુ ફરોશીઓને છોડીને હોડીમાં બેસીને પેલે પાર ગયો. : 5-12)
14Les disciples avaient oublié de prendre des pains; ils n'en avaient qu'un seul avec eux dans la barque.
14તે શિષ્યો પાસે હોડીમાં તેઓની પાસે ફક્ત રોટલીનો એક ટુકડો હતો. તેઓ વધારે રોટલી લાવવાનું ભૂલી ગયા.
15Jésus leur fit cette recommandation: Gardez-vous avec soin du levain des pharisiens et du levain d'Hérode.
15ઈસુએ તેમને ચેતવણી આપી, ‘સાવધાન રહો! ફરોશીઓના ખમીર અને હેરોદના ખમીરથી સાવધ રહો.’
16Les disciples raisonnaient entre eux, et disaient: C'est parce que nous n'avons pas de pains.
16શિષ્યોએ આના અર્થની ચર્ચા કરી. તેઓએ કહ્યું, ‘તેણે આ કહ્યું કારણ કે આપણી પાસે રોટલી નથી.’
17Jésus, l'ayant connu, leur dit: Pourquoi raisonnez-vous sur ce que vous n'avez pas de pains? Etes-vous encore sans intelligence, et ne comprenez-vous pas? Avez-vous le coeur endurci?
17ઈસુએ જાણ્યું કે તે શિષ્યો આના વિષે વાતો કરતા હતા. તેથી ઈસુએ તેઓને પૂછયું, ‘શા માટે તમે રોટલી નહિ હોવા વિષે વાત કરો છો? તમે હજુ પણ જોઈ શકતા નથી કે સમજી શકતા નથી? શું તમે સમજવા શક્તિમાન નથી?
18Ayant des yeux, ne voyez-vous pas? Ayant des oreilles, n'entendez-vous pas? Et n'avez-vous point de mémoire?
18શું તમારી પાસે જે આંખો છે તે આ જોઈ શકતી નથી? શું તમારી પાસે જે કાન છે તે સાંભળી શક્તા નથી? યાદ કરો મેં અગાઉ શું કર્યું હતુ. જ્યારે આપણી પાસે પૂરતી રોટલી ન હતી.
19Quand j'ai rompu les cinq pains pour les cinq mille hommes, combien de paniers pleins de morceaux avez-vous emportés? Douze, lui répondirent-ils.
19મેં પાંચ રોટલીમાંથી 5,000 લોકોને જમાડ્યા હતા. યાદ કરો કે તમે નહિ ખવાયેલા ખોરાકના ટુકડાઓ વડે કેટલી ટોપલીઓ ભરી હતી?’ તે શિષ્યોએ ઉત્તર આપ્યો, ‘અમે બાર ટોપલીઓ ભરી હતી.’
20Et quand j'ai rompu les sept pains pour les quatre mille hommes, combien de corbeilles pleines de morceaux avez-vous emportées? Sept, répondirent-ils.
20‘અને યાદ કરો કે મેં સાત રોટલીમાંથી 4,000 લોકોને જમાડ્યા હતા. યાદ કરો તમે નહિ ખવાયેલા ખોરાકના ટુકડાઓથી તમે કેટલી ટોપલીઓ ભરી હતી?’ તે શિષ્યોએ ઉત્તર આપ્યો, ‘અમે સાત ટોપલીઓ ભરી હતી.’
21Et il leur dit: Ne comprenez-vous pas encore?
21પછી ઈસુએ તેઓને કહ્યું, ‘મેં જે કર્યુ તે બધું તમે યાદ કરો છો, પણ હજુ તમે સમજી શકતા નથી?’
22Ils se rendirent à Bethsaïda; et on amena vers Jésus un aveugle, qu'on le pria de toucher.
22ઈસુ અને તેના શિષ્યો બેથસૈદામાં આવ્યા. કેટલાએક લોકો એક આંધળા માણસને ઈસુ પાસે લાવ્યા. તેઓએ તે માણસને સ્પર્શ કરવા ઈસુને વિનંતી કરી.
23Il prit l'aveugle par la main, et le conduisit hors du village; puis il lui mit de la salive sur les yeux, lui imposa les mains, et lui demanda s'il voyait quelque chose.
23તેથી ઈસુએ તે આંધળા માણસનો હાથ પકડ્યો અને તેને ગામની બહાર દોરી ગયા. પછી ઈસુ તે માણસની આંખો પર થૂંક્યો. ઈસુએ તેના હાથ આંધળા માણસ પર મૂક્યા અને તેને કહ્યું, ‘હવે તું જોઈ શકે છે?’
24Il regarda, et dit: J'aperçois les hommes, mais j'en vois comme des arbres, et qui marchent.
24આંધળા માણસે ઊંચુ જોયું અને કહ્યું, ‘હા, હું લોકોને જોઈ શકું છું. તેઓ આજુબાજુ ચાલતા વૃક્ષો જેવા દેખાય છે.’
25Jésus lui mit de nouveau les mains sur les yeux; et, quand l'aveugle regarda fixement, il fut guéri, et vit tout distinctement.
25ફરીથી ઈસુએ તેનો હાથ આંધળા માણસની આંખો પર મૂક્યો. પછી તે માણસે તેની આંખો પહોળી કરીને ખોલી. તેની આંખો સાજી થઈ ગઈ, અને તે દરેક વસ્તુ સ્પષ્ટતાપૂર્વક જોઈ શકતો હતો.
26Alors Jésus le renvoya dans sa maison, en disant: N'entre pas au village.
26ઈસુએ તેને ઘેર જવા કહ્યું. ઈસુએ કહ્યું, ‘ગામમાં જઈશ નહિ.’ : 13-20 ; લૂક 9 : 18-21)
27Jésus s'en alla, avec ses disciples, dans les villages de Césarée de Philippe, et il leur posa en chemin cette question: Qui dit-on que je suis?
27ઈસુ અને તેના શિષ્યો કૈસરિયા ફિલિપ્પીનાં ગામડાઓમાં ગયા. જ્યારે તેઓ મુસાફરી કરતા હતા, ઈસુએ શિષ્યોને પૂછયું, ‘હું કોણ છું, એ વિષે લોકો શું કહે છે?’
28Ils répondirent: Jean Baptiste; les autres, Elie, les autres, l'un des prophètes.
28શિષ્યોએ ઉત્તર આપ્યો, ‘કેટલાક લોકો તને યોહાન બાપ્તિસ્ત કહે છે. બીજા કેટલાક લોકો તને એલિયા કહે છે. અને બીજા કેટલાક લોકો કહે છે કે તું પ્રબોધકોમાંનો એક છે.’
29Et vous, leur demanda-t-il, qui dites-vous que je suis? Pierre lui répondit: Tu es le Christ.
29પછી ઈસુએ પૂછયું, ‘હું કોણ છું એ વિષે તમે શું કહો છો?’ પિતરે ઉત્તર આપ્યો, ‘તુ તો ખ્રિસ્ત છે.’
30Jésus leur recommanda sévèrement de ne dire cela de lui à personne.
30ઈસુએ તેના શિષ્યોને કડકાઇથી કહ્યું: ‘હું કોણ છું તે કોઈને કહેવું નહિ.’ : 21-28 ; લૂક 9 : 22-27)
31Alors il commença à leur apprendre qu'il fallait que le Fils de l'homme souffrît beaucoup, qu'il fût rejeté par les anciens, par les principaux sacrificateurs et par les scribes, qu'il fût mis à mort, et qu'il ressuscitât trois jours après.
31પછી ઈસુએ તેમને ઉપદેશ આપવાનું શરું કર્યુ. કે માણસના પુત્રે ઘણું બધું સહન કરવું જોઈએ. ઈસુએ બોધ આપ્યો કે માણસનો પુત્ર, વડીલ યહૂદિ આગેવાનો મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ દ્ધારા નાપસંદ થશે. ઈસુએ બોધ આપ્યો કે માણસના પુત્રને મારી નંખાશે અને પછી મૃત્યુમાંથી ત્રણ દિવસો પછી તે ઊભો થશે.
32Il leur disait ces choses ouvertement. Et Pierre, l'ayant pris à part, se mit à le reprendre.
32ઈસુએ તેઓને દરેક જે બનવાનું હતું તે કહ્યું. તેણે કશુંય ગુપ્ત રાખ્યું નહિ. પિતર ઈસુને બાજુમાં લઈ ગયો અને વાતો કહેવા માટે તેને ઠપકો આપવા લાગ્યો.
33Mais Jésus, se retournant et regardant ses disciples, réprimanda Pierre, et dit: Arrière de moi, Satan! car tu ne conçois pas les choses de Dieu, tu n'as que des pensées humaines.
33પણ ઈસુ પાછો ફર્યો અને તેના શિષ્યો તરફ જોયું. પછી તેણે પિતરને ઠપકો આપ્યો. ઈસુએ પિતરને કહ્યું, ‘શેતાન! મારી પાસેથી દૂર જા, તું દેવની વાતોની પરવા કરતો નથી. તું ફક્ત લોકો જેને મહત્વ આપે છે તેની જ કાળજી રાખે છે.’
34Puis, ayant appelé la foule avec ses disciples, il leur dit: Si quelqu'un veut venir après moi, qu'il renonce à lui-même, qu'il se charge de sa croix, et qu'il me suive.
34પછી ઈસુએ લોકોને તેની પાસે બોલાવ્યા. તેના શિષ્યો પણ ત્યાં હતા. પછી ઈસુએ કહ્યું, ‘જો કોઈ વ્યક્તિ મને અનુસરવા ઈચ્છે તો તેણે જે વસ્તુઓ તે ઈચ્છે છે તેની ‘ના’ કહેવી જોઈએ. તે વ્યક્તિએ વધસ્તંભ (પીડા) સ્વીકારવો જોઈએ જે તેને આપવામાં આવેલ છે, અને તેણે મને અનુસરવું જોઈએ.
35Car celui qui voudra sauver sa vie la perdra, mais celui qui perdra sa vie à cause de moi et de la bonne nouvelle la sauvera.
35જે વ્યક્તિ તેનું જીવન બચાવવા ઈચ્છે છે તે ગુમાવશે. અને પ્રત્યેક વ્યક્તિ જે મારા માટે અને સુવાર્તા માટે તેનું જીવન આપે છે, તે હંમેશને માટે તેનું જીવન બચાવશે.
36Et que sert-il à un homme de gagner tout le monde, s'il perd son âme?
36જો કોઈ વ્યક્તિ આખું જગત જીતે છે પણ તેનું જીવન ગુમાવે છે તો તેને કઈ રીતે લાભદાયી છે?
37Que donnerait un homme en échange de son âme?
37લોકો ખરેખર નવાઇ પામ્યા. લોકોએ કહ્યું, ‘ઈસુ દરેક વસ્તુ સારી રીતે કરે છે. ઈસુ બહેરાં માણસોને સાંભળતાં કરે છે. અને જે લોકો વાત કરી શકતા નથી, તેઓને વાત કરવા શક્તિમાન કરે છે.’ : 32-39)
38Car quiconque aura honte de moi et de mes paroles au milieu de cette génération adultère et pécheresse, le Fils de l'homme aura aussi honte de lui, quand il viendra dans la gloire de son Père, avec les saints anges.
38જે લોકો હમણા જીવે છે; તેઓ પાપી અને દુષ્ટ સમયમાં જીવે છે. જે કોઈ મારે લીધે તથા મારી વાતોને લીધે શરમાશે તેને લીધે હું જ્યારે મારા પિતાના મહિમામાં પવિત્ર દૂતો સાથે આવીશ, ત્યારે તે વ્યક્તિથી શરમાઈશ.’