1Généalogie de Jésus-Christ, fils de David, fils d'Abraham.
1આ ઈસુ ખ્રિસ્તનો કૌટુંબિક ઈતિહાસ છે. તે દાઉદના પરિવારમાંથી આવ્યો. અને દાઉદ ઈબ્રાહિમના પરિવારમાંથી આવ્યો.
2Abraham engendra Isaac; Isaac engendra Jacob; Jacob engendra Juda et ses frères;
2ઈબ્રાહિમ ઈસહાકનો પિતા હતો. ઈસહાક યાકૂબનો પિતા હતો. યાકૂબ યહૂદા અને તેના ભાઈઓનો પિતા હતો.
3Juda engendra de Thamar Pharès et Zara; Pharès engendra Esrom; Esrom engendra Aram;
3યહૂદા પેરેસ અને ઝેરાહનો પિતા હતો. (તેઓની મા તામાર હતી.) પેરેસ હેસ્રોનનો પિતા હતો. હેસ્રોન આરામનો પિતા હતો.
4Aram engendra Aminadab; Aminadab engendra Naasson; Naasson engendra Salmon;
4આરામ અમિનાદાબનો પિતા હતો. અમિનાદાબ નાહશોનનો પિતા હતો. નાહશોન સલ્મોનનો પિતા હતો.
5Salmon engendra Boaz de Rahab; Boaz engendra Obed de Ruth; Obed engendra Isaï;
5સલ્મોન બોઆઝનો પિતા હતો. (બોઆઝની માતા રાહાબ હતી.) બોઆઝ ઓબેદનો પિતા હતો. (ઓબેદની માતા રૂથ હતી.) ઓબેદ યશાઈનો પિતા હતો.
6Isaï engendra David. Le roi David engendra Salomon de la femme d'Urie;
6યશાઈ દાઉદ રાજાનો પિતા હતો. દાઉદ સુલેમાનનો પિતા હતો. (સુલેમાનની મા પહેલા ઊરિયાની પત્ની હતી.)
7Salomon engendra Roboam; Roboam engendra Abia; Abia engendra Asa;
7સુલેમાન રહાબામનો પિતા હતો. રહાબામ અબિયાનો પિતા હતો. અબિયા આસાનો પિતા હતો.
8Asa engendra Josaphat; Josaphat engendra Joram; Joram engendra Ozias;
8આસા યહોશાફાટનો પિતા હતો. યહોશાફાટ યોરામનો પિતા હતો. યોરામ ઉઝિયાનો પિતા હતો.
9Ozias engendra Joatham; Joatham engendra Achaz; Achaz engendra Ezéchias;
9ઉઝિયા યોથામનો પિતા હતો. યોથામ આહાઝનો પિતા હતો. આહાઝ હિઝકિયાનો પિતા હતો.
10Ezéchias engendra Manassé; Manassé engendra Amon; Amon engendra Josias;
10હિઝકિયા મનાશ્શાનો પિતા હતો. મનાશ્શા આમોનનો પિતા હતો. આમોન યોશિયાનો પિતા હતો.
11Josias engendra Jéchonias et ses frères, au temps de la déportation à Babylone.
11યખોન્યા અને તેના ભાઈઓના પિતા યોશિયા હતો. (યહૂદી લોકોને ગુલામ બનાવવા માટે બાબિલ મોકલવામાં આવ્યાં તે સમય દરમ્યાન તેનો જન્મ થયો.)
12Après la déportation à Babylone, Jéchonias engendra Salathiel; Salathiel engendra Zorobabel;
12બાબિલમાં તેઓને લઈ ગયા પછી: યખોન્યા શલથિયેલનો પિતા હતો. શલથિયેલ ઝરુંબ્બાબેલનો પિતા હતો.
13Zorobabel engendra Abiud; Abiud engendra Eliakim; Eliakim engendra Azor;
13ઝરુંબ્બાબેલ અબિહૂદનો પિતા હતો. અબિહૂદ એલ્યાકીમનો પિતા હતો. એલ્યાકીમ અઝોરનો પિતા હતો.
14Azor engendra Sadok; Sadok engendra Achim; Achim engendra Eliud;
14અઝોર સાદોકનો પિતા હતો. સાદોક આખીમનો પિતા હતો. આખીમ અલિહૂદનો પિતા હતો.
15Eliud engendra Eléazar; Eléazar engendra Matthan; Matthan engendra Jacob;
15અલિહૂદ એલ્યાઝરનો પિતા હતો. એલ્યાઝર મથ્થાનનો પિતા હતો. મથ્થાન યાકૂબનો પિતા હતો.
16Jacob engendra Joseph, l'époux de Marie, de laquelle est né Jésus, qui est appelé Christ.
16યાકૂબ યૂસફનો પિતા હતો. યૂસફ મરિયમનો પતિ હતો. અને મરિયમ ઈસુની મા હતી. ઈસુ ખ્રિસ્ત તરીકે ઓળખાવા લાગ્યો.
17Il y a donc en tout quatorze générations depuis Abraham jusqu'à David, quatorze générations depuis David jusqu'à la déportation à Babylone, et quatorze générations depuis la déportation à Babylone jusqu'au Christ.
17આમ ઈબ્રાહિમથી દાઉદ સુધીની ચૌદ પેઢી થઈ દાઉદથી યહૂદી લોકોને બાબિલમાં લઈ ગયા ત્યાં સુધીની પણ યૌદ પેઢી થઈ અને એ લોકોને બાબિલમાં લઈ ગયા તે સમયથી ખ્રિસ્તના જન્મ સુધીની યૌદ પેઢી થઈ.
18Voici de quelle manière arriva la naissance de Jésus-Christ. Marie, sa mère, ayant été fiancée à Joseph, se trouva enceinte, par la vertu du Saint-Esprit, avant qu'ils eussent habité ensemble.
18ઈસુ ખ્રિસ્તની મા મરિયમ હતી. ઈસુના જન્મ વિષેની હકીકત આ પ્રમાણે છે. તેની મા મરિયમની સગાઈ યૂસફ સાથે થઈ હતી. લગ્ન પહેલા મરિયમને ખબર પડી કે તે પવિત્ર આત્માથી ગર્ભવતી થઈ છે.
19Joseph, son époux, qui était un homme de bien et qui ne voulait pas la diffamer, se proposa de rompre secrètement avec elle.
19મરિયમનો પતિ યૂસફ, ખૂબજ ભલો માણસ હતો, તે જાહેરમાં મરિયમને લજ્જિત કરવા ઈચ્છતો ન હતો તેથી તેણે છૂટાછેડા આપવાનું ગુપ્ત રીતે નક્કી કર્યુ.
20Comme il y pensait, voici, un ange du Seigneur lui apparut en songe, et dit: Joseph, fils de David, ne crains pas de prendre avec toi Marie, ta femme, car l'enfant qu'elle a conçu vient du Saint-Esprit;
20જયારે તે આ બાબતનો વિચાર કરતો હતો ત્યારે તેને પ્રભુનો દૂત દેખાયો. દૂતે કહયું કે, “યૂસફ દાઉદના દીકરા તું મરિયમને તારી પત્ની તરીકે સ્વીકીરવામાં જરા પણ અચકાઈશ નહિ કારણ કે તેને જે ગર્ભ રહેલો છે તે પવિત્ર આત્માથી છે.
21elle enfantera un fils, et tu lui donneras le nom de Jésus; c'est lui qui sauvera son peuple de ses péchés.
21તે દીકરાને જન્મ આપશે અને તું તેનું નામ ઈસુ પાડશે. તેને એવું નામ આપજે કારણ કે તે પોતાના લોકોને તેમના પાપોમાંથી મુક્ત કરશે.”
22Tout cela arriva afin que s'accomplît ce que le Seigneur avait annoncé par le prophète:
22આ બધુ તેને થશે કારણ કે પ્રબોધકો દ્વારા પ્રભુએ કહેલું ભવિષ્ય કથન પરિપૂર્ણ થાય.
23Voici, la vierge sera enceinte, elle enfantera un fils, et on lui donnera le nom d'Emmanuel, ce qui signifie Dieu avec nous.
23જુઓ, કુંવારી ગર્ભવતી થશે, તેને એક દીકરો જન્મશે અને તેનું નામ ઈમ્માનુએલ પાડવામાં આવશે.” (ઈમ્માનુએલ એટલે “દેવ આપણી સાથે છે.”)
24Joseph s'étant réveillé fit ce que l'ange du Seigneur lui avait ordonné, et il prit sa femme avec lui.
24જયારે યૂસફ જાગ્યો, ત્યારે પ્રભુના દૂતના આદેશને અનુસર્યો અને મરિયમને તેની પત્ની તરીકે સ્વીકારી ઘરે તેડી લાવ્યો.
25Mais il ne la connut point jusqu'à ce qu'elle eût enfanté un fils, auquel il donna le nom de Jésus.
25પરંતુ મરિયમે દીકરાને જન્મ આપ્યો ત્યાં સુધી યૂસફે તેને જાણી નહિ. તેણે તેનું નામ ઈસુ પાડ્યું.