Gujarati: NT

Myanmar

1 Timothy

4

1પવિત્ર આત્મા સ્પષ્ટ રીતે કહે છે કે પાછલા સમયમાં કેટલાએક લોકો સાચા વિશ્વાસમાંથી દૂર જશે. તે લોકો ખોટું બોલનારા આત્માઓની આજ્ઞાનું પાલન કરશે. વળી તે લોકો ભૂતોના ઉપદેશને અનુસરશે.
1ဝိညာဉ်တော်သည် အတည့်အလင်းဗျာဒိတ်ထားတော်မူသည်ကား၊ နောင်ကာလ၌ ဩတ္တပ္ပစိတ်တွင် သံပူနှင့်ခတ်ခြင်းကိုခံပြီးလျှင်၊ မုသာစကားကို ပြောတတ်သော သူတို့၏ လျှို့ဝှက်ခြင်းအားဖြင့်၊ လူအချို့တို့သည် ယုံကြည်ခြင်းကို စွန့်ပယ်၍၊
2જે લોકો જૂઠું બોલીને લોકોને છેતરતા હોય તેઓના દ્વારા ખોટો ઉપદેશ પ્રચાર પામે છે. તે લોકો સારા નરસાનો ભેદભાવ પારખી શકતા નથી. ગરમ લોખંડ વડે એમની સમજ શક્તિને ડામ દઈને બાળી નાખી હોય એવી આ વાત છે.
2လှည့်ဖြားတတ်သော စိတ်ဝိညာဉ်တို့၌၎င်း၊ နတ်ဘုရားတို့နှင့်စပ်ဆိုင်သော ဩဝါဒ တို့၌၎င်း မှီဝဲဆည်းကပ်ကြလိမ့်မည်။
3એવા માણસો લોકોને કહેતા ફરે છે કે તેઓ લગ્ર કરી શકે નહિ. અને તેઓ લોકોને કહે છે કે અમુક અમુક જાતનો ખોરાક ખાવો ન જોઈએ. પરંતુ તે ખોરાક પણ દેવે જ બનાવ્યો છે. અને દેવને માનનારા તથા સત્યને જાણનારા લોકો આભારસ્તુતિ કરીને એ ખોરાક ખાઈ શકે છે.
3မင်္ဂလာဆောင်ခြင်းအမှုကို မပြုရဟူ၍၎င်း၊ ယုံကြည်၍ သမ္မာတရားကို သိသောသူတို့သည် ကျေးဇူး တော်ကို သိသောစိတ်နှင့်တကွ သုံးဘို့ရာ၊ ဘုရားသခင် ဖန်ဆင်းတော်မူသော အစာမျိုးကိုရှောင်ရမည် ဟူ၍၎င်း ပညတ်ထားကြလိမ့်မည်။
4દેવે સર્જલી દરેક વસ્તુ સારી છે. દેવની આભારસ્તુતિ કરીને સ્વીકારેલી કોઈ પણ વસ્તુનો ઈન્કાર કે અનાદર કરવો ન જોઈએ.
4ဘုရားသခင်ဖန်ဆင်းတော်မူသမျှသည် သုံးစရာကောင်း၏။
5દેવે જે કહ્યુ હોય તે કારણે પ્રાર્થના વડે દેવે બનાવેલી દરેક વસ્તુ પવિત્ર બનાવાય છે.
5ကျေးဇူးတော်ကို သိသောစိတ်နှင့်ခံယူလျှင်၊ အဘယ်အရာကိုမျှ မပယ်မရှောင်ရ။ အကြောင်းမူကား၊ ဘုရားသခင်၏ နှုတ်ကပတ်တရားတော်အားဖြင့်၎င်း၊ ဆုတောင်းခြင်းအားဖြင့်၎င်း၊ အရာရာတို့သည် စင်ကြယ် လျက်ရှိကြ၏။
6આ બધી વાતો તું તારા ભાઈઓ તથા બહેનોને કહેજે. જો તું આ કરીશ તો સાબિત થશે કે ખ્રિસ્ત ઈસુનો તું એક સારો સેવક છે. વિશ્વાસથી શબ્દો દ્વારા તથા સારા ઉપદેશના તારા અનુસરણને લીધે તું મક્કમ અને દૃઢ બન્યો છે તે તું બતાવી શકીશ.
6ဤစကားများကို သင်သည် ညီအစ်ကိုတို့အား ကြားပြောလျှင်၊ ယုံကြည်ချက်စကား၊ ကိုယ်တိုင် ရှာဖွေလေ့ကျက်သော သမ္မာဩဝါဒစကားနှင့် မွေးပြုခြင်းကို ခံသောယေရှုခရစ်၏ ဓမ္မဆရာကောင်း ဖြစ်လိမ့်မည်။
7દેવના સત્યની સાથે સુસંગત ન હોય એવી મૂર્ખાઈભરી વાતો લોકોને કહેતા ફરે છે. એવી વાતોનું શિક્ષણ તું ગ્રહણ કરતો નહિ. પરંતુ દેવની સાચી રીતે સેવા કરવા તારી જાતને તાલીમ આપ.
7မိန်းမအိုပြောတတ်သော တရားမဲ့ဖြစ်သော ဒဏ္ဍာရီစကားကို ပယ်ရှား၍ ဘုရားဝတ်၌ မွေ့လျော်ခြင်း အားဖြင့် ကိုယ်ကိုကိုယ်ဆုံးမလော့။
8શરીરને તાલીમ આપવાના કેટલાએક ફાયદા છે. પરંતુ દેવની સેવાથી તો દરેક વાતે ફાયદો જ છે. દેવની સેવાથી આ જીવનમાં તેમજ ભવિષ્યના જીવનમાં પણ એના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
8ကိုယ်ကာယကိုဆုံးမခြင်းသည် များစွာသော အကျိုးကို မပေးတတ်။ ဘုရားဝတ်၌ မွေ့လျော်ခြင်း မူကား၊ ယခုဘဝ၊ နောင်ဘဝနှင့် စပ်ဆိုင်သော ဂတိတော်ကို ရသည်ဖြစ်၍၊
9હુ જે કહું છું તે સાચું છે. અને તારે સંપૂર્ણ રીતે એનો સ્વીકાર કરવો જોઈએ.
9အရာရာ၌ အကျိုးကိုပေးတတ်သည်ဟူသော စကားသည် သစ္စာစကားဖြစ်၏။ အကြွင်းမဲ့ခံယူအပ် သော စကားလည်းဖြစ်၏။
10એ કારણે જ આપણે સખત મહેનત તથા પરિશ્રમ કરી રહ્યા છીએ. આપણે જીવતા દેવમાં આશા રાખીએ છીએ. સર્વ લોકોનો તે તારનાર છે. વિશેષ કરીને જેઓ તેનામાં વિશ્વાસ કરે છે તે સર્વ લોકોનાં તારનાર છે.
10ထိုကြောင့်၊ အသက်ရှင်တော်မူထသော၊ လူအပေါင်းတို့ကို အထူးသဖြင့် ကယ်မတော်မူသော ဘုရား သခင်၌ ငါတို့သည်ကိုးစားသည်နှင့်အညီ၊ ပင်ပန်းစွာ အမှုဆောင်ရွက်ကြ၏။ ကဲ့ရဲ့ခြင်းကိုလည်း ခံရကြ၏။
11આ બધી બાબતોની તું આજ્ઞા આપજે તથા શીખવજે.
11ယခုဆိုခဲ့ပြီးသည်အတိုင်း ပညတ်ထားခြင်း၊ ဆုံးမဩဝါဒပေးခြင်းကို ပြုလော့။
12તને જુવાન જાણીને તારું કઈ મહત્વ ન હોય એ રીતે કોઈ પણ વ્યક્તિને તારી સાથે વર્તવા ન દઈશ. વિશ્વાસીઓએ કેવી રીતે જીવવું જોઈએ તે બતાવવા તારી વાણી વડે, તારા વિશ્વાસ વડે, અને તારા સ્વચ્છ જીવન વડે જીવવાને લીધે તું લોકોને નમૂનારુંપ થજે.
12သင်၏ အသက်အရွယ်နုပျိုသည်ကို အဘယ်သူမျှ မထီမဲ့မြင် မပြုစေနှင့်။ စကားပြောခြင်း၊ ကျင့်ကြံပြုမူ ခြင်း၊ သူတပါးကိုချစ်ခြင်း၊ ဝိညာဉ်သဘောရှိခြင်း၊ သစ္စာစောင့်ခြင်း၊ စင်ကြယ်ခြင်းအရာမှာ၊ ယုံကြည်သောသူတို့အား ပုံသက်သေကို ပြလော့။
13લોકોની આગળ પવિત્રશાસ્ત્ર વાચવાનું તું ચાલુ રાખ, તેઓને વિશ્વાસમાં દૃઢ કર, અને તેઓને ઉપદેશ આપ. હુ ત્યાં આવી પહોંચું ત્યા સુધી તું એ કાર્યો કરતો રહેજે.
13ငါမလာမှီတိုင်အောင်၊ ကျမ်းစာကိုဘတ်ခြင်း၊ တိုက်တွန်းသွေးဆောင်ခြင်း၊ ဆုံးမဩဝါဒပေးခြင်းကို ကြိုးစား၍ ပြုလော့။
14તારી પાસે જે કૃપાદાન છે તેનો ઉપયોગ કરતા રહેવાનું યાદ રાખજે. જ્યારે વડીલોએ તારા પર તેઓના હાથ મૂક્યા તે વખતે થયેલ પ્રબોધ દ્વારા એ કૃપાદાન તને આપવામાં આવ્યુ હતુ.
14ဗျာဒိတ်တော်ကို ခံ၍၊ သင်းအုပ်များတို့သည် လက်တင်ခြင်းနှင့်တကွ၊ သင်၌အပ်ပေးသော ဆုကျေးဇူး ကို မပြုစုဘဲမနေနှင့်။
15એ બધી પ્રવૃત્તિઓ તું ચાલુ રાખજે. તે પ્રવૃત્તિઓ કરવા તું તારું જીવન આપી દે. પછી બધા લોકો જોઈ શકશે કે તારું કાર્ય પ્રગતિ સાધી રહ્યું છે.
15သင်၏တိုးပွါးခြင်းကို လူအပေါင်းတို့အား ထင်ရှားစေခြင်းငှါ။ ဤအရာများကို စိတ်စွဲလမ်း၍ ကြိုးစားအားထုတ်လော့။
16તારા જીવનમાં અને તારા ઉપદેશમાં સાવધ રહેજે. યોગ્ય રીતે જીવતો રહેજે અને ઉપદેશ આપતો રહેજે. આમ, તારો ઉપદેશ સાંભળનારા લોકોને તથા તારી જાતને તૂં તારીશ.
16ကိုယ်ကို၎င်း၊ ကိုယ်ဆုံးမဩဝါဒကို၎င်း သတိပြု၍ အမြဲတည်နေလော့။ ထိုသို့ပြုလျှင်၊ ကိုယ်ကို၎င်း၊ နားထောင်သောသူတို့ကို၎င်းကယ်တင်လိမ့်မည်။