1હું ફરીથી તમારી પાસે આવીશ આ ત્રીજી વખત હશે. અને યાદ રાખજો, “દરેક ફરિયાદ માટે બે કે ત્રણ વ્યક્તિ હોવી જોઈએ જે કહે કે તેઓ જાણે છે કે ફરિયાદ સાચી છે.”
1ဤတတိယအကြိမ်တွင် သင်တို့ဆီသို့ ငါလာမည်ဖြစ်၍၊ သက်သေခံနှစ်ဦးသုံးဦးအားဖြင့် စကားရှိသမျှ တို့သည် တည်ရလိမ့်မည်။
2હું જ્યારે બીજીવાર તમારી સાથે હતો, ત્યારે જે લોકોએ પાપકર્મો કરેલા તેમને ચેતવણી આપી હતી. અત્યારે હું તમારાથી દૂર છું, અને બીજા બધા લોકો જેમણે પાપ કર્યા છે તેમને ચેતવણી આપું છું: જ્યારે ફરીથી હું તમારી પાસે આવીશ, ત્યારે તમારા પાપીકર્મો માટે હું તમને શિક્ષા કરીશ.
2တဖန်ငါရောက်လာလျှင် သင်တို့ကိုမသနားရဟု ပြစ်မှားသော သူမှစ၍ကြွင်းသော သူအပေါင်းတို့အား အထက်က ငါပြောသည်သာမက၊ ယခုပင်သင်တို့နှင့်အတူ မရှိသော်လည်း၊ တဖန်ရှိဘိသကဲ့သို့ငါပြောနှင့်၏။
3ખ્રિસ્ત મારા થકી બોલે છે તેની સાબિતી જોઈએ છે. મારી સાબિતી એ છે કે તમને શિક્ષા કરવામાં ખ્રિસ્ત નિર્બળ નથી. પરંતુ તમારી વચ્ચે ખ્રિસ્ત સર્વશક્તિમાન છે.
3သင်တို့တွင်အားနည်းတော်မမူ၊ အားကြီးတော်မူသော ခရစ်တော်သည် ငါ၌ဗျာဒိဏ်ပြတော်မူခြင်း သက်သေကို သင်တို့သည် ရှာသောကြောင့်၊ ငါရောက် လာသောအခါ မသနားရ။
4તે સાચું છે કે જ્યારે ખ્રિસ્તને વધસ્તંભ પર મારી નાંખ્યો ત્યારે તે નિર્બળ હતો. પરંતુ અત્યારે તે દેવના સાર્મથ્ય વડે જીવિત છે. અને તે સાચું છે કે ખ્રિસ્તમય આપણે નિર્બળ છીએ. પરંતુ તમારા માટે, દેવના સાર્મથ્ય વડે અમે ખ્રિસ્તમાં જીવિત હોઈશું.
4အကြောင်းမူကား၊ ထိုခရစ်တော်သည် အားနည်းခြင်းနှင့်လက်ဝါးကပ်တိုင်မှာ အသေခံသော်လည်း၊ ဘုရားသခင်၏တန်ခိုးတော်နှင့် အသက်ရှင်တော်မူ၏။ ငါတို့သည်လည်း ခရစ်တော်၏နည်းတူ အားနည်း သော်လည်း၊ သင်တို့တွင်ပြသော ဘုရားသခင်၏ တန်ခိုး တော်အားဖြင့် ခရစ်တော်နှင့်အတူ အသက်ရှင်ခြင်း ရှိကြလိမ့်မည်။
5તમે પોતાને ધ્યાનથી જુઓ. તમે વિશ્વાસમાં છો કે નહિ તેની પરીક્ષા કરો. તમે જાણો છો કે ઈસુ ખ્રિસ્ત તમારામાં જીવે છે. પરંતુ જો તમે પરીક્ષામાં નિષ્કળ જશો, તો ખ્રિસ્ત તમારામાં સમાવિષ્ટ નથી.
5သင်တို့သည်ယုံကြည်ခြင်း၌တည်သလော၊ မတည်လောဟု ကိုယ်ကိုကိုယ်စစ်ကြောကြလော့။ ကိုယ်ကို ကိုယ်စုံစမ်းကြလော့။ အစစ်မခံနိုင်သော သူမမှန်လျှင်၊ ယေရှုခရစ်သည် သင်တို့၌ တည်တော်မူသည်ဟု ကိုယ် အကြောင်းကိုယ်မသိကြလော။
6પરંતુ મને આશા છે કે તમે જોશો કે અમે પરીક્ષામાં નિષ્કળ નથી ગયા.
6ငါတို့သည် အစစ်ခံနိုင်သောသူဖြစ်သည်ကို သင်တို့သိကြလိမ့်မည်ဟု ငါထင်မှတ်မြော်လင့်ခြင်းရှိ၏။
7અમે દેવને પ્રાર્થના કરીએ છીએ કે તમે કોઈ દુષ્કર્મો ન કરો. તે મહત્વનું નથી કે અમારી પરીક્ષણની સફળતા લોકો જુએ. પરંતુ એ મહત્વનું છે કે તમે જે યોગ્ય છે તે જ કરો, પછી ભલેને લોકો વિચારે કે અમે પરીક્ષણ માં નિષ્ફળ ગયા છીએ.
7ငါတို့သည် အစစ်ခံနိုင်ကြောင်းကို ထင်ရှားစေခြင်းငှါ ငါအလိုရှိသည်မဟုတ်။ အစစ်မခံနိုင်သော သူကဲ့သို့ထင်သော်လည်း၊ သင်တို့သည် ကောင်းမွန်စွာ ကျင့်စေခြင်းငှါ၊ မကောင်းသောအကျင့်တစုံတခုကိုမျှ မကျင့်မည်အကြောင်း၊ ငါသည် ဘုရားသခင်ကို ဆုတောင်းပဌနာပြု၏။
8અમે સત્યની વિરુંધ્ધ કશું જ કરી શકીએ નહિ. અમે માત્ર એ જ કરી શકીએ જે સત્ય માટે છે.
8ငါတို့သည်သမ္မာတရားကို ဆီးတားခြင်းငှါ အလျှင်းမတတ်နိုင်ကြ။
9જો તમે શક્તિશાળી છો તો, નિર્બળ થવામાં અમને આનંદ છે. અને અમે પ્રાર્થના કરીએ છીએ કે તમે વધુ ને વધુ પ્રબળ બનો.
9သမ္မာတရားဘက်၌နေ၍သာ တတ်နိုင်ကြ၏။ ငါတို့သည်အားနည်း၍ သင်တို့သည်အားကြီးသောအခါ၊ ငါတို့သည် ဝမ်းမြောက်ခြင်းရှိကြ၏။ သင်တို့သည် စုံလင်မည်အကြောင်းကိုသာ အလိုရှိကြ၏။
10હું જ્યારે તમારી સાથે નથી ત્યારે આ વાતો લખું છું. હું લખું છું જેથી જ્યારે હું આવું ત્યારે તમને શિક્ષા કરવા માટે મારા સાર્મથ્યનો ઉપયોગ ના કરવો પડે. પ્રભુએ મને તે સાર્મથ્ય તમને પ્રબળ કરવા આપ્યું છે નહિ કે તમારો ધ્વંશ કરવા.
10ထိုကြောင့် ပယ်ရှင်းဖျက်ဆီးခြင်းအလိုငှါမဟုတ်၊ တည်ဆောက်ခြင်းအလိုငှါ သခင်ဘုရားသည် ငါ၌ အပ်ပေးတော်မူသော တန်ခိုးရှိသည်အတိုင်း ငါသည် ရောက်လာသောအခါ ပြင်းစွာသောဒဏ်ကို မပေးလို၍၊ ယခုသင်တို့နှင့် ကွာဝေးသေးသည်ကာလ ဤသို့ ငါရေးလိုက်၏။
11હવે, ભાઈઓ અને બહેનો, હું વિદાય લઈશ. સંપૂર્ણ થવાનો પ્રયત્ન કરજો. મેં તમને જે કરવાનું કહ્યું છે તે કરજો. એકબીજા સાથે માનસિક રીતે સહમત થાઓ અને શાંતિમાં રહો. પછી પ્રેમ અને શાંતિનો દેવ તમારી સાથે રહેશે.
11ကြွင်းသေးသောစကားဟူမူကား၊ ညီအစ်ကိုတို့၊ သင်တို့၌ မင်္ဂလာရှိပါစေသော။ စုံလင်ခြင်း၊ သက်သာ ဝမ်းမြောက်ခြင်းရှိကြလော့။ စိတ်တညီတညွတ်တည်း ဖြစ်၍၊ အချင်းချင်းအသင့်အတင့်နေကြလော့။ သို့ဖြစ်၍ မေတ္တာကို၎င်း၊ အသင့်အတင့်နေခြင်း ချမ်းသာကို၎င်း ပေးတော်မူသော ဘုရားသခင်သည် သင်တို့နှင့်အတူ ရှိတော်မူလတံ့။
12જ્યારે તમે એકબીજાને સલામ કહો ત્યારે એકબીજાને પવિત્ર ચુંબન આપો.
12အချင်းချင်းတယောက်ကိုတယောက် သန့်ရှင်းသော နမ်းခြင်းနှင့် နှုတ်ဆက်ကြလော့။
13દેવના બધા જ પવિત્ર લોકો તમને સલામ કહે છે.
13သန့်ရှင်းသူအပေါင်းတို့သည် သင်တို့ကို နှုတ်ဆက်ကြ၏။
14પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવની પ્રીતિ, અને પવિત્ર આત્માની સંગત તમો સર્વની સાથે રહો.
14သခင်ယေရှုခရစ်၏ ကျေးဇူးတော်၎င်း၊ ဘုရားသခင်၏ မေတ္တာတော်၎င်း၊ သန့်ရှင်းသော ဝိညာဉ်တော်၏ မိဿဟာယတော်၎င်း၊ သင်တို့အပေါင်း၌ရှိစေသတည်း။ အာမင်။