1જ્યારે મુશ્કેલીનો અંત આવ્યો ત્યારે પાઉલે શિષ્યોને તેની પાસે બોલાવ્યા, તેમને પ્રોત્સાહિત કર્યા. પછી તેઓને તેણે છેલ્લી સલામ પાઠવી અને મકદોનિયાનો પ્રવાસ શરૂ કર્યો.
1ထိုရုန်ရင်းခတ်သော အမှုငြိမ်းသောအခါ ပေါလုသည်၊ တပည့်တော်တို့ကိုခေါ်၍ နှုတ်ဆက်ပြီးမှ မာကေဒေါနိပြည်သို့သွား လေ၏။
2મકદોનિયાના માર્ગમાં જુદા જુદા સ્થળોએ તેણે ઈસુના શિષ્યોને દ્રઠ કરવા પાઉલ જ્યાં સુધી ગ્રીસ પહોંચ્યો નહિ ત્યાં સુધી સતત લોકોને પ્રોત્સાહિત કર્યા. પછી તે ગ્રીસ દેશમાં આવ્યો.
2ထိုအရပ်များကိုရှောင်သွား၍ တပည့်တော်တို့ကို စကားများနှင့် ဆုံးမပြီးမှ ဟေလသပြည်သို့ ရောက်လာ၏။
3ત્યાં તે ત્રણ માસ રહ્યો. તે સિરિયા હોડી હંકારવાની તૈયારીમાં હતો. પરંતુ કેટલાક યહૂદિઓ તેની વિરૂદ્ધ યોજનાઓ કરતા હતા. તેથી પાઉલે મકદોનિયાના દ્ધારા સિરિયા પાછા જવાનો નિર્ણય કર્યો.
3သုံးလနေပြီးလျှင် ပင်လယ်ကိုကူး၍ ရှုရိပြည်သို့ သွားမည်ပြုသော်၊ ယုဒလူတို့သည် မကောင်းသောအကြံ ကို ကြံသောကြောင့်၊ မာကေ ဒေါနိပြည်လမ်းဖြင့် ပြန်မည်ဟု အကြံရှိပြန်၏။
4કેટલાક માણસો તેની સાથે હતા. તેઓમાં બરૈયાના પૂરસનો દીકરો સોપાત્રસ થેસ્સાલોનિકીઓમાંના અરિસ્તાર્ખસ અને સકુંદસ, દર્બેનો ગાયસ, તિમોથી અને આશિયાના બે માણસો તુખિકસ અને ત્રોફિમસ હતા.
4ပေါလုနှင့်အတူအာရှိပြည်သို့ လိုက်သောသူ ဟူမူကား၊ ဗေရိ မြို့သားဖြစ်သော ပုရု၏သား သောပ တရု၊ သက်သာလောနိတ်မြို့သား အာရိတ္တာခုနှင့် သေ ကုန္ဒု၊ ဒေရဗေမြို့သားဂါယု၊ လုတ္တရမြို့သား တိမောသေ၊ အာရှိပြည်သား၊ တုခိတ်နှင့် တရောဖိမ်တည်း။
5પાઉલની આગળ આ માણસો પહેલા ગયા. તેઓ ત્રોઆસ શહેરમાં અમારી રાહ જોતા હતા.
5ဤသူတို့သည် ငါတို့အရင်သွား၍ တရောမြို့၌ ငံ့လင့်လျက် နေကြ၏။
6બેખમીરની રોટલીના દિવસ પછી અમે વહાણમાં બેસીને ફિલિપ્પી શહેરમાંથી નીકળ્યા. અમે ત્રોઆસમાં આ માણસોને પાંચ દિવસ પછી મળ્યા અને સાત દિવસ રોકાયા.
6အဇုမပွဲနေ့ရက်လွန်ပြီးမှ ငါတို့သည် ဖိလိပ္ပိမြို့မှ သင်္ဘောနှင့် လွှင့်၍ ငါးရက်အတွင်းတွင် သူတို့ရှိရာ တရောမြို့သို့ ရောက်၍ခုနစ်ရက် နေကြ၏။
7સપ્તાહના પહેલા દિવસે, અમે બધા રોટલી ભાંગવાને એકઠા થયા હતા. પાઉલે સમૂહને વાત કરી. તે બીજે દિવસે વિદાય થવાની યોજના કરતો હતો. પાઉલે મધરાત સુધી વાતો ચાલુ રાખી.
7ခုနစ်ရက်တွင် ပဌမနေ့ရက်၌ မုန့်ကိုဖဲ့ခြင်းငှါ စည်းဝေးကြသောအခါ၊ ပေါလုသည် နက်ဖြန်နေ့၌ ထွက်သွားမည်ဖြစ်၍၊ သန်းခေါင် တိုင်အောင် ဟောပြော လျက် နေလေ၏။
8અમે બધા મેડા પર ઓરડામાં એક સાથે હતા, અને ત્યાં ઓરડામાં ઘણી બત્તીઓ હતા.
8စည်းဝေးရာအထက်ခန်း၌ မီးခွက်များရှိ၏။
9ત્યાં યુતુખસ નામનો યુવાન માણસ બારીમાં બેઠો હતો. પાઉલે વાતો કરવાનું ચાલુ રાખ્યુ. અને યુતુખસને ઝોકા આવતા હતા. આખરે યુતુખસ ગાઢ નિંદ્રામાં ગયો અને બારીમાંથી નીચે પડ્યો. તે ત્રીજે માળથી જમીન પર પટકાયો. જ્યારે લોકો ત્યાં ગયા અને તેને ઊચક્યો, ત્યારે તે મૃત્યુ પામ્યો હતો.
9ဥတုခုအမည်ရှိသော လုလင်တယောက်သည် ပြတင်းပေါက် နားမှာထိုင်၍ အိပ်ပျော် ကျူးလွန်လျက် နေ၏။ ပေါလုသည် ကြာမြင့်စွာ ဟောပြောသည်တွင်၊ ထိုသူသည် အိပ်ပျော်လျက် အိမ်သုံးဆင့်အထက်မှ အောက်သို့လျော့ကျ၍ သေသည်ကို သူတို့သည်ချီ ကြွကြ၏။
10પાઉલ નીચે યુતુખસ પાસે ગયો. તે ઘૂંટણે પડ્યો અને યુતુખસને બાથમાં લીધો. પાઉલે બીજા વિશ્વાસીઓને કહ્યું, “ચિંતા કરશો નહિ. હવે તે જીવે છે.”
10ပေါလုသည်လည်းအောက်သို့ ဆင်း၍သူ၏ အပေါ်သို့ကိုယ်ကို လှဲလျက် ဖက်ယမ်းပြီးမှ၊ အုတ်အုတ် သဲသဲ မပြုကြနှင့်။ သူသည် အသက်ရှိ၏ ဟုဆို၍ တက်ပြန် လေ၏။
11પાઉલ ફરીથી મેડા પર ગયો. તેણે રોટલીનો ટુકડો કર્યો અને ખાધો. પાઉલે તેઓને લાંબો સમય સુધી બોધ આપ્યો. જ્યારે તેણે વાત કરવાનું બંધ કર્યુ, તે વહેલી સવાર હતી. પછી પાઉલે વિદાય લીધી.
11မုန့်ကိုဖဲ့၍စားကြသည်နှင့် မိုဃ်းလင်းသည် တိုင်အောင် ကြာမြင့်စွာ စကားပြောပြီးမှထွက်သွား၏။
12લોકો યુતુખસ ને ઘરે લઈ ગયા. તે જીવતો હતો, તેથી લોકો ઘણો આનંદ પામ્યા.
12အသက်ရှင်လျက်ရှိသောထိုလုလင်ကို ဆောင်ယူခဲ့၍၊ အလွန်သက်သာခြင်းရှိကြ၏။
13અમે આસસ શહેર જવા માટે વહાણ હંકાર્યુ. અમે પાઉલની આગળ પહેલા ગયા. તેની ઈચ્છા અમને આસસમાં મળવાની અને ત્યાં વહાણમાં અમારી સાથે જોડાવાની હતી. પાઉલે અમને આ કરવા માટે કહ્યું. કારણ કે તે જમીન માર્ગે આસસ જવા ઇચ્છતો હતો.
13ငါတို့သည် ပေါလုအရင်သင်္ဘောသို့သွား၍၊ အဿုမြို့၌ သူ့ကို ခံယူမည်အကြံနှင့် ထိုမြို့သို့ လွှင့်ကြ၏။ ပေါလုသည်ထိုမြို့သို့ ကုန်းကြောင်းသွားမည်အကြံရှိ၍ ထိုသို့စီရင်လေ၏။
14પાછળથી, અમે આસસમાં પાઉલને મળ્યા, અને પછી તે અમારી સાથે વહાણ પર આવ્યો. અમે બધા મિતુલેની શહેરમાં આવ્યા.
14အဿုမြို့၌ သူသည်ငါတို့နှင့်တွေ့မိလျှင်၊ သူ့ကိုခံယူ၍ မိတုလင်မြို့သို့သွားကြ၏။
15બીજે દિવસે અમે મિતુલેનીથી દૂર વહાણ હંકારી ગયા. અમે ખિયોસ ટાપુ નજીકની જગ્યાએ આવ્યા. પછી બીજે દિવસે અમે સામોસ ટાપુ તરફ હંકારી ગયા. એક દિવસ પછી અમે મિલેતસ શહેર આવ્યા.
15ထိုမြို့မှလွှင့်ပြန်လျှင် နက်ဖြန်နေ့၌ ခိအုကျွန်းနားမှာရှောက်သွား၍ နောက်တနေ့၌ သာမုကျွန်းသို့ ရောက်သဖြင့်၊ တရောဂုလိအငူစွန်း၌နေကြ၏။ နောက်တနေ့၌လည်း မိလက်မြို့သို့ရောက်ကြ၏။
16પાઉલે એફેસસ નહિ રોકાવવાનો નિર્ણય કરી જ લીધો. તેની ઈચ્છા આસિયામાં લાંબો સમય રોકાવવાની ન હતી. તેને ઉતાવળ હતી કારણ કે શક્ય હોય તો પચાસમાના પર્વને દિવસે તેની ઈચ્છા યરૂશાલેમમાં હાજર રહેવાની હતી.
16ပေါလုသည် ပင်တေကုတ္တေပွဲနေ့မလွန်မှီ ယေရုရှလင်မြို့သို့ ရောက်နိုင်လျှင်ရောက်ခြင်းငှါ ကြိုးစား သည်ဖြစ်၍ အာရှိပြည်၌ တာရှည်စွာ မနေလိုသဖြင့် ဧဖက်မြို့မှာ မဆိုက်ဘဲ လွှင့်သွားမည်ဟု စိတ်ပြဋ္ဌာန်း လျက်ရှိနှင့်သတည်း။
17પાઉલે મિલેતસથી પાછો એક સંદેશો એફેસસમાં મોકલ્યો. પાઉલે એફેસસના વડીલોને પોતાની પાસે આવવા નિમંત્રણ પાઠવ્યું.
17မိလက်မြို့သို့ရောက်မှ ပေါလုသည် ဧဖက်မြို့သို့ စေလွှတ်၍ သင်းအုပ်များကို ခေါ်လေ၏။
18જ્યારે વડીલો આવ્યા, ત્યારે પાઉલે તેઓને કહ્યું, “આશિયામાં હું આવ્યો તેના પ્રથમ દિવસથી તમે મારા જીવન વિષે જાણો છો. હું તમારી સાથે હતો ત્યારે આટલો બધો સમય તમારી સાથે કેવી રીતે રહ્યો હતો તે તમે જાણો છો.
18သူတို့သည် ရောက်ကြသောအခါ၊ ပေါလုက၊ ငါသည်အာရှိ ပြည်သို့ရောက်သော နေ့မှစ၍ ယခုတိုင် အောင် သင်တို့ရှေ့မှာ အဘယ်သို့ ကျင့်နေသည်ကို သင်တို့သိကြ၏။
19યહૂદિઓ મારી વિરૂદ્ધ કાવતરું ધડી રહ્યા હતા. તેથી મને બહુ મુશ્કેલી પડી અને તેથી હું ઘણી વાર રડ્યો. પણ તમે જાણો છો કે મેં હંમેશા પ્રભુની સેવા કરી છે. મેં કદી મારા વિષે પહેલા વિચાર્યુ નથી.
19အလွန်နှိမ့်ချသောစိတ်ရှိလျက်၊ မျက်ရည်ကျလျက်၊ ယုဒလူတို့၏ မကောင်းသောအကြံအားဖြင့် စုံစမ်းနှောင့်ရှက်ခြင်းကိုခံလျက်၊ သခင်ဘုရား၏ အမှုတော်ကို ငါဆောင်ရွက်သည် အကြောင်းအရာကို သင်တို့သိကြ၏။
20મેં હંમેશા તમારા માટે જે ઉત્તમ હતું તે જ કર્યુ છે. મેં લોકોની સમક્ષ જાહેરમાં ઈસુ વિષેની સુવાર્તા તમને કહી. અને તમારા ઘરોમાં પણ બોધ કર્યો.
20သင်တို့အကျိုးတစုံတခုကိုမျှ ငါမထိမ်မဝှက်။ လူစုဝေးရာ၌၎င်း၊ အိမ်များ၌၎င်း၊ သင်တို့အားဟောပြော ၍ ဆုံးမဩဝါဒ ပေးသဖြင့်၊
21મેં બધા લોકોને કહ્યું, યહૂદિ લોકો અને ગ્રીક લોકો તેઓ પસ્તાવો કરે અને દેવ પાસે આવે. મેં તેઓ બધાને આપણા પ્રભુ ઈસુમાં વિશ્વાસ કરવા કહ્યું.
21ဘုရားသခင့်ရှေ့တော်၌ နောင်တရခြင်းတရားကို၎င်း၊ ယုဒလူ၊ ဟေလသလူတို့အား သက်သေခံသည် အကြောင်းအရာကို သင်တို့ သိကြ၏။
22“પણ હવે મારે પવિત્ર આત્માને માન આપીને યરૂશાલેમ જવું જોઈએ. ત્યાં મારું શું થશે તે હું જાણતો નથી.
22ယခုမှာငါသည် ဝိညာဉ်တော်အားဖြင့် ချည်နှောင်ခြင်းကိုခံ၍၊ ယေရုရှလင်မြို့သို့သွားရ၏။ ထိုမြို့၌ အဘယ်အမှုရောက်မည်ကိုမသိ။
23હું ફક્ત એટલું જાણું છું કે પવિત્ર આત્મા મને કહે છે કે પ્રત્યેક શહેરમાં મારે માટે મુશ્કેલીઓ અને યરૂશાલેમમાં બંદીખાનાં રાહ જોઈ રહ્યા છે.
23သို့သော်လည်းချည်နှောင်ခြင်း၊ ညှဉ်းဆဲနှိပ်စက်ခြင်းအမှုတို့သည် ငါ့ကိုဆိုင်းလင့်သည်ဟု သန့်ရှင်းသော ဝိညာဉ်တော်သည် ခပ်သိမ်းသောမြို့တို့၌ ငါ့အား သက်သေခံတော်မူ၏။
24હું મારા પોતાના જીવનની જરા પણ ચિંતા કરતો નથી. પણ ખૂબ મહત્વની વસ્તુ એ છે કે હું મારું કામ પૂર્ણ કરું. પ્રભુ ઈસુએ મને દેવની કૃપાની સુવાર્તા લોકોને કહેવાનું કાર્ય સોંપ્યુ છે તે પણ મારે પૂર્ણ કરવું છે.
24သို့ရာတွင် ဘုရားသခင်၏ ကျေးဇူးတော်နှင့်ယှဉ်သော ဧဝံဂေလိတရားကို သက်သေခံစေခြင်းငှါ၊ သခင်ယေရှု၏လက်မှ ငါခံခဲ့ပြီးသောဓမ္မဆရာ အမှုတည်း ဟူသော ငါဆောင်ရွက်ရသောအမှုကို ဝမ်းမြောက် စွာ ပြီးစီးစေမည်အကြောင်း၊ ထိုညှဉ်းဆဲခြင်းအမှု တစုံတခုကိုမျှ ငါသည်ပမာဏမပြု၊ ကိုယ်အသက်ကိုလည်း နှမြောခြင်းမရှိ၊
25“અને હવે મને ધ્યાનથી સાંભળો. હું જાણું છે કે તમારામાંનું કોઈ પણ મને ફરીથી જોઈ શકશે નહિ. હું બધો જ સમય તમારી સાથે હતો. મેં તમને દેવના રાજ્ય વિષેની સુવાર્તા કહી છે.
25ယခုမူကား၊ ငါလှည့်လည်၍ ဘုရားသခင်၏ နိုင်ငံတော်အကြောင်းကို ဟောပြောရာ၊ သင်တို့ရှိသမျှ သည် နောက်တဖန်ငါ့ မျက်နှာကို မမြင်ရကြဟုငါသိ၏။
26તેથી આજે હું તમને એક વાત કહીશ કે મને ખાતરી છે કે જો તમારામાંના કેટલાકનો બચાવ ન થાય તો દેવ મને દોષ દેશે નહિ!
26ထိုကြောင့်၊ လူအပေါင်းတို့၏အသွေးနှင့် ငါကင်းလွတ် သည်ဟု ယနေ့၌ သင်တို့အား ငါသက်သေခံ ၏။
27હું આ કહી શકું છું કારણ કે હું જાણું છું કે દેવ તમને જે જણાવવા ઈચ્છતો હતો તે બધું મેં તમને કહ્યું છે.
27ဘုရားသခင်၏အလိုတော်ကိုသင်တို့အား အကုန်အစင် ဟောပြောပြသခြင်းအမှုကို ငါသည်မလွှဲ မရှောင်ဘဲပြုခဲ့ပြီ။
28તમારી જાત માટે તથા દેવ જે બધા લોકો તમને આપ્યા છે તેઓને માટે સાવધાન રહો. પવિત્ર આત્માએ આ ઘેટાં જેવા ટોળાની (દેવનાં લોકો) કાળજી રાખવાનું કામ તમને સોંપ્યું છે. તમારે દેવની મંડળી માટે ભરવાડો જેવા બનવું જોઈએ. આ તે મંડળી છે જે દેવે તેના પોતાના લોહીથી ખરીદી છે.
28ထိုကြောင့် သင်တို့သည် ကိုယ်ကို သတိနှင့် ကြည့်ရှုကြလော့။ ဘုရားသခင်သည် မိမိအသွေးနှင့် ဝယ်တော်မူသောအသင်းတော်ကို လုပ်ကျွေးစေခြင်းငှါ၊ သန့်ရှင်းသောဝိညာဉ်တော်သည် သင်တို့ကို အအုပ် အချုပ် ခန့်ထားတော်မူသော သိုးစုတစုလုံးကိုလည်း သတိနှင့် ကြည့်ရှုကြလော့။
29હું જાણું છું કે મારા વિદાય થયા પછી કેટલાક માણસો તમારા સમૂહમાં આવશે. તેઓ જંગલી વરુંઓ જેવા હશે. તેઓ ઘેટાં જેવા ટોળાનો વિનાશ કરવા પ્રયત્ન કરશે.
29အကြောင်းမူကား၊ ငါမရှိသည်နောက်၊ ကြမ်းတမ်းသော တောခွေးတို့သည် သိုးများကို မသနားဘဲ သင်တို့အထဲသို့ဝင်မည်ကို၎င်း၊
30અને તમારા સમૂહના માણસો પણ ખરાબ આગેવાનો બનશે. તેઓ જે ખોટી વાતો છે તે શીખવવાની શરુંઆત કરશે. તેઓ ઈસુના કેટલાક શિષ્યોને સત્યથી દૂર દોરી જશે.
30တပည့်တော်များကိုသွေးဆောင်ခြင်းငှါ၊ မှားသောစကားကို ပြောတတ်သောလူတို့သည် သင်တို့အထဲ၌လည်း ပေါ်လာမည်ကို၎င်း ငါသိ၏။
31તેથી સાવધાન રહો! હંમેશા આ યાદ રાખો. હું તમારી સાથે ત્રણ વર્ષ માટે હતો. આ સમય દરમ્યાન મેં તમને કદાપિ ચેતવણી આપવાનું બંધ કર્યુ નથી. મેં તમને રાત અને દિવસ શીખવ્યું છે. મેં વારંવાર તમારા માટે આંસુઓ પાડ્યા છે.
31ထိုကြောင့် စောင့်ရှောက်၍နေကြလော့။ ငါသည်သုံးနှစ်ပတ် လုံးနေ့ညမပြတ်လူအပေါင်းတို့ကို မျက်ရည်နှင့်တကွ ဆုံးမ၍ နေကြောင်းကို အောက်မေ့ကြ လော့။
32“હવે હું તમને દેવને સોપું છું. હું તમને ઉન્નતિ કરવાને દેવની કૃપાના વચન પર આધાર રાખું છું. તે વચનો તમને વારસો આપવા સમર્થ છે જે દેવ તેના બધા લોકોને આપે છે.
32ညီအစ်ကိုတို့၊ ယခုငါသည်သင်တို့ကို ဘုရားသခင်၌ အပ်နှံ၏။ သင်တို့ကို တည်ဆောက်ခြင်းငှါ၎င်း၊ သန့်ရှင်းသောသူအပေါင်းတို့နှင့် အတူသင်တို့အား အမွေပေးခြင်းငှါ၎င်း၊ တတ်နိုင်သောဘုရားသခင်၏ ကျေးဇူးတော်တရား၌လည်း သင်တို့ကိုငါအပ်နှံ၏။
33જ્યારે હું તમારી સાથે હતો, ત્યારે મેં કદાપિ કોઇના પૈસા કે સુંદર વસ્ત્રોની ઈચ્છા કરી નથી.
33သူ့ရွှေငွေ အဝတ်တန်ဆာတို့ကို ငါသည်တပ်မက်ခြင်းမရှိပြီ။
34તમે જાણો છો કે મેં તારી તથા મારી સાથે જે લોકો, તેમની જરૂરિયાત પૂરી પાડવા માટે મારી જાતે જે મહેનત કરી છે.
34ဤလက်တို့သည် ငါ့ကို၎င်း၊ ငါ့အပေါင်းအဘော် တို့ကို၎င်း၊ လုပ်ကျွေးပြီဟု သင်တို့သည် ကိုယ်တိုင်သိကြ၏။
35મેં હંમેશા તમને બતાવ્યું છે કે મેં જે કર્યુ તેવું કામ તમારે કરવું જોઈએ. અને જે લોકો નબળા છે તેમને મદદ કરવી જોઈએ. મેં તમને પ્રભુ ઈસુનું વચન યાદ રાખવા શીખવ્યું છે. ઈસુએ કહ્યું છે, ‘જ્યારે તમે પ્રાપ્ત કરો છો તેના કરતાં તમે આપો છો ત્યારે વધારે સુખી થશો.”‘
35ထိုသို့သင်တို့သည်လည်း အလုပ်လုပ်၍ အားနည်းသော သူတို့ကို မစရမည်ကို၎င်း၊ အစွန့်အကြဲ ခံခြင်း အရာထက် စွန့်ကြဲခြင်း အရာသည်သာ၍ မင်္ဂလာရှိသည်ဟု သခင်ယေရှုမိန့်တော်မူသော စကားတော်ကို အောက်မေ့ရမည်ကို၎င်း၊ အရာရာ၌ သင်တို့အား ငါပြသပြီဟု၊
36જ્યારે પાઉલે આ વાતો કરવાની પૂરી કરી, તે ઘૂંટણે પડ્યો અને તેઓ બધાએ સાથે પ્રાર્થના કરી.
36ပေါလုဆိုပြီးလျှင်၊ ဒူးထောက်၍ ထိုသူအပေါင်း တို့နှင့်တကွ ဆုတောင်းလေ၏။
37[This verse may not be a part of this translation]
37ထိုသူအပေါင်းတို့သည် အလွန်ငိုကြွေး၍၊ ပေါလု၏ လည်ပင်းကို ဘက်ယမ်းလျက် သူ့ကိုနမ်းကြ၏။
38[This verse may not be a part of this translation]
38နောက်တဖန် သူ၏မျက်နှာကို မမြင်ရဟူသော စကားကြောင့် သာ၍ ကြေကွဲသောစိတ်နှင့် ပေါလုကို သင်္ဘောသို့ ပို့လိုက်ကြ၏။