Gujarati: NT

Myanmar

Hebrews

9

1જુઓ પહેલા કરારમાં પણ ભજનસેવાના નિયમો હતા. અને મનુષ્યના હાથે બનાવેલ પવિત્રસ્થાનની જગ્યા પણ હતી.
1တနည်းကား၊ ပဌမပဋိညာဉ်တရားသည် ဝတ်ပြုရာစီရင်ချက်နှင့်၎င်း၊ လောကီသန့်ရှင်းရာ ဌာနတော်နှင့်၎င်း စပ်ဆိုင်၏။
2મંડપનો પ્રથમ ભાગ પવિત્રસ્થાન તરીકે ઓળખાતો હતો. ત્યાં દીવી, મેજ અને તે પર દેવને અર્પિત રોટલી હતી.
2အဘယ်သို့နည်းဟူမူကား၊ ဟဂျာဟုခေါ်ဝေါ်သော ပဌမတဲတော်သည်၊ ဆီမီးခုံ၊ စားပွဲ၊ ရှေ့တော်မုန့်နှင့် ပြင်ဆင်လျက်ရှိ၏။
3બીજા પડદાની પાછળ અંદરનો ભાગ પરમપવિત્રસ્થાન તરીકે ઓળખતો હતો.
3ဒုတိယကုလားကာအတွင်း၌၊ ဟဂျာဟဂျုန်ဟု ခေါ်ဝေါ်သော တဲတော်ရှိ၏။
4તેમાં સૌથી વધુ પવિત્ર સુગંધિત સોનાની ધૂપવેદી અને ચારે તરફ સોનાની મઢેલી પેટી હતી અને તેમાં જૂનો કરાર હતો. તે પેટીમાં સોનાની બરણી માન્નાથી ભરેલી હતી. હારુંનની કળી ફૂટેલી લાકડી તથા શિલાપટ પર જૂના કરારની દસ આજ્ઞાઓ લખેલી હતી.
4ထိုတဲတော်၌ ရွှေလင်ပန်းနှင့် ရွှေဖြင့်မွမ်းမံသော ပဋိညာဉ်တရားသေတ္တာရှိ၏။ ထိုသေတ္တာ၌ မန္နကို ထားသောရွှေအိုး၊ အပွင့်ပွင့်သော အာရုန်၏ လှံတံ၊ ပဋိညာဉ်တရားကို ရေးထားသော ကျောက်ပြားတို့ သည်ရှိကြ၏။
5અને તેના પર મહિમાદર્શક કરૂબો હતા, જેઓની છાયા દયાસન પર પડતી હતી. હમણાં તેઓ સંબંધી અમારાથી સવિસ્તાર કહેવાય એમ નથી.
5ထိုသေတ္တာပေါ်မှာ ဘုန်းကြီးသော ခေရုဗိမ်တို့သည် အပြစ်ဖြေရာ ပလ္လင်ကို လွှမ်းမိုးလျက်ရှိကြ၏။ ထိုအရာများကို ယခု သေချာစွာ ပြောစရာအကြောင်း မရှိ။
6મંડપમાં મેં સમજાવ્યું તે પ્રમાણે દરેક વસ્તુ વ્યવસ્થિત ગોઠવી દેવામાં આવી. પછી યાજકો હંમેશા પહેલા ઓરડામાં સેવા કરવાનું કામ કરવા જતા.
6ထိုသို့ ခပ်သိမ်းသော အရာတို့သည် ပြင်ဆင်လျက် ရှိသောအခါ၊ ယဇ်ပုရောဟိတ်တို့သည် ဝတ်ပြု၍ ပဌမတဲတော်အတွင်းသို့ အစဉ်ဝင်ကြရ၏။
7પણ બીજા ઓરડામાં ફક્ત પ્રમુખયાજક જ જઇ શકતો, તે પણ વર્ષમાં એક જ વખત જતો, તે પોતાની સાથે લોહી લીધા વગર કદી તે ઓરડામાં પ્રવેશતો નહિ. પ્રમુખયાજક તે રક્ત લઈને પોતાના અને લોકો દ્ધારા અજાણથી પણ પાપકર્મ થયું હોય તેના માટે અર્પણ કરતો.
7ဒုတိယတဲတော်အတွင်းသို့ ယဇ်ပုရောဟိတ်မင်းတပါးတည်းသာ မိမိအပြစ်ကြောင့်၎င်း၊ လူများအပြစ် ကြောင့်၎င်း၊ ပူဇော်သောအသွေးကိုဆောင်၍ တနှစ်လျှင် တခါတည်းသာဝင်ရ၏။
8આ બધી બાબતો દ્ધારા પવિત્ર આત્મા બતાવે છે કે જ્યાં સુધી પ્રથમ ભાગ ત્યાં હતો, ત્યાં સુધી પરમપવિત્રસ્થાનમાં પ્રવેશવાનો માર્ગ ખુલ્લો ન હતો.
8ပဌမတဲတော်မပျက်မှီတိုင်အောင်၊ သန့်ရှင်းရာ ဌာနသို့ သွားသောလမ်းမဖွင့်သေးသော အကြောင်းကို ထိုအမှုအရာအားဖြင့် သန့်ရှင်းသော ဝိညာဉ်တော်သည် အရိပ်ပေးတော်မူ၏။
9[This verse may not be a part of this translation]
9ထိုတဲတော်ကား၊ ပူဇော်သက္ကာနှင့် ယဇ်များကို ပူဇော်သော ကာလတည်းဟူသော မျက်မှောက်ကာလ ပတ်လုံးပုံပမာဖြစ်၏။ ထိုပူဇော်သက္ကာနှင့် ယဇ်များတို့သည် ကိုယ်ကိုကိုယ် သိသောစိတ်ကိုထောက်လျှင်လည်း၊ ဝတ်ပြုသောသူအား စုံလင်ခြင်းအကျိုးကို မပေးနိုင်သည်ဖြစ်၍၊
10આ રીવાજો ફક્ત, ભોજન, પાણી અને વિવિધ પ્રકારની સ્નાનક્રિયાનો શિષ્ટાચાર, બાહ્ય વિધિઓ હતી અને જ્યાં સુધી નવો માર્ગ આવે ત્યાં સુધી તેનું પાલન કરવાનો હેતુ હતો.
10စားစရာ၊ သောက်စရာ၊ အမျိုးမျိုးသော နှစ်စရာတည်းဟူသော၊ ကိုယ်ခန္ဓာနှင့်ဆိုင်သော အထုံးအဖွဲ့များ နှင့်တကွ အသစ်ပြုပြင်ခြင်း ကာလတိုင်ရုံမျှသာ တည်ရကြ၏။
11હાલમાં અસ્તિત્વ ધરાવતી ઉત્તમ વ્યવસ્થાના પ્રમુખયાજક સારી વસ્તુઓનો પ્રમુખયાજક હતો. પ્રમુખયાજક તરીકે ખ્રિસ્ત આવ્યો. ત્યારે તેણે ખૂબજ ઉત્તમ એવા મંડપમાંથી પ્રવેશ કર્યો. અને તે સંપૂર્ણ એવા સ્વર્ગીય મંડપમાં પ્રવેશ્યો જે વધારે મોટો અને વધારે પરિપૂર્ણ હતો. તે માનવો દ્ધારા બનાવેલો ન હતો અને તે આ દુનિયામાં બનાવેલો ન હતો.
11ယခုမှာ လူလက်ဖြင့်မလုပ်၊ ဤလောကဓာတ်နှင့် မစပ်ဆိုင်၊ သာ၍ကြီးမြတ်စုံလင်သောတဲတော်၌၊ နောက်မင်္ဂလာအကျိုးတို့၏ ယဇ်ပုရောဟိတ်မင်းဖြစ်သော ခရစ်တော်သည်၊
12હંમેશને માટે એક જ વાર રક્ત લઈને ખ્રિસ્ત પરમપવિત્રસ્થાનમાં પ્રવેશ્યો. બકરાના તથા વાછરડાના રક્ત વડે નહિ, પરંતુ પોતાના જ રક્ત વડે આપણે માટે સર્વકાલિન આપણા ઉદ્ધારની પ્રાપ્તિ માટે તે પ્રવેશ્યો.
12ငါတို့အဘို့ထာဝရရွေးနှုတ်ခြင်း ကျေးဇူးကိုခံရ၍ ဆိတ်အသွေး၊ နွားကလေးအသွေးနှင့်မဟုတ်၊ မိမိအသွေးတော်နှင့် သန့်ရှင်းရေးဌာနထဲသို့ တခါတည်း ဝင်တော်မူ၏။
13જે લોકો પરમપવિત્રસ્થાનમાં પ્રવેશવા માટે શુદ્ધ ન હતા તેઓ પર બકરાઓનું તથા ગોધાઓનું રક્ત તથા વાછરડાંની રાખ છાંટીને તેઓના ફક્ત શરીરને શુદ્ધ કર્યા.
13အကြောင်းမူကား၊ အညစ်အကြေးရှိသော သူတို့ အပေါ်၌ ဖြန်းသောနွားအသွေး၊ ဆိတ်အသွေး၊ နွားမ ကလေး၏ပြာသည်၊ သူတို့ ကိုယ်ခန္ဓာ၌ စင်ကြယ်ခြင်းကို ပြုနိုင်သည်မှန်လျှင်၊
14ખ્રિસ્તનું લોહી આપણે જે દુષ્ટ કાર્યો કર્યા છે, તેમાંથી આપણા હ્રદયોને વિશેષ શુદ્ધ કરશે જેથી આપણે જીવંત દેવની સેવા કરી શકીએ. તેથી ખ્રિસ્તે સનાતન આત્માની સહાય વડે દોષ વગરનું બલિદાન દેવને આપ્યું અને નિષ્કલંક બન્યો.
14ထိုမျှမက၊ အပြစ်ကင်းသော ကိုယ်တော်ကို၊ ထာဝရဝိညာဉ်တော်အားဖြင့်၊ ဘုရားသခင့်ရှေ့၌ တင်လှူ ပူဇော်သော ခရစ်တော်၏ အသွေးသည်၊ သေခြင်းနှင့် စပ်ဆိုင်သောအကျင့်ကို ပယ်ရှင်း၍၊ သင်တို့သည် အသက်ရှင်တော်မူသော ဘုရားသခင်ကို ဝတ်ပြုမည်အကြောင်း၊ သင်တို့၌ ကိုယ်ကိုကိုယ်သိသော စိတ်ကို စင်ကြယ်စေခြင်းငှါ၊ သာ၍တတ်နိုင်တော်မူသည်မဟုတ်လော။
15તેથી દેવ પાસેથી ઈસુ નવો કરાર લોકો પાસે લાવ્યો. ખ્રિસ્ત નવો કરાર એવા લોકો માટે લાવ્યો કે જેઓને તેડવામાં આવ્યા છે અને જે ઉત્તરાધિકારીનો આશીર્વાદ મેળવે. દેવે આપેલાં વચન પ્રમાણે અનંતકાળનો વારસો પામે. કારણ કે પ્રથમ કરાર પ્રમાણે લોકોથી થયેલ પાપમાંથી લોકોને ઉદ્ધાર અપાવવા ખ્રિસ્ત મરણ પામ્યો.
15ထိုကြောင့် ပဌမပဋိညာဉ်တရားလက်ထက်၌ ပြစ်မှားသောအပြစ်ကိုလည်း လွတ်စေခြင်းငှါ၊ ခရစ်တော်သည် အသေခံတော်မူသည် ဖြစ်၍၊ ခေါ်တော်မူသော သူတို့သည် ဂတိတော်နှင့်ယှဉ်သော ထာဝရ အမွေကို ခံရမည်အကြောင်း၊ ထိုသခင်သည် ပဋိညာဉ်တရားသစ်၏ အာမခံဖြစ်တော်မူ၏။
16જ્યારે મનુષ્ય મરણ પામે છે ત્યારે તે પોતાની પાછળ વસિયતનામું મૂકતો જાય છે. પરંતુ લોકોએ એ સાબિત કરવું પડે છે કે વસિયતનામું લખનાર વ્યક્તિનું મરણ થયું છે કે કેમ?
16အမွေခံစေခြင်းငှါ အခွင့်ပေး၍ စာချုပ်သည် အမှုမှာလည်း စာချုပ်တည်လျှင် စာချုပ်သောသူသည် ဧကန်သေရမည်မှန်ပြီ။
17વસિયતનામું કરનાર વ્યક્તિ મરણ પામે પછી જ વસિયતનામાંનો અમલ થઈ શકે. જ્યાં સુધી તે વ્યક્તિ જીવે છે, ત્યાં સુધી તેનો અમલ થઈ શકે નહિ (વ્યક્તિના મરણ પછી જ તેનો અમલ થઈ શકે).
17အကယ်၍မသေလျှင်၊ ထိုစာချုပ်သည်မတည်၊ သေမှသာတည်၏။
18પહેલા કરાર માટે દેવ અને લોકો વચ્ચે આવું જ કઈક છે. તેનાં રક્ત દ્ધારા પહેલાં કરારની પ્રતિષ્ઢા થાય એ જરુંરી હતું.
18ထို့ကြောင့်ပဌမပဋိညာဉ်တရားကို စီရင်သောအခါ၊ အသွေးနှင့် ကင်း၍မစီရင်။
19લોકોને બધીજ આજ્ઞાઓ કહી સંભળાવ્યા પછી મૂસાએ વાછરડા અને બકરાનાં રક્ત સાથે પાણી મેળવ્યું. તે રકેત લઈને તેણે ઝૂફાની ડાળી અને કિરમજી ઊન વડે નિયમના પુસ્તક પર તથા બધા લોકો પર નિશાની માટે લોહી છાંટ્યું.
19တရားတော်၌ ပါသမျှသော ပညတ်တို့ကို မောရှေသည် လူအပေါင်းတို့အား ဟောပြောပြီးမှ၊ ရေနှင့်ရောနှောသောနွား၊ ဆိတ်၏အသွေးကိုယူ၍၊ အနီဆိုးသော သိုးမွေးတပ်သောဟုဿုပ်ပင်ညွန့်နှင့်၊ ကျမ်းစာကို၎င်းလူအပေါင်းတို့ကို၎င်း ဖြန်းလျက်၊
20પછી મૂસાએ કહ્યું, “આ લોહી એવા કરારનું છે જેને અનુસરવા દેવે તમને આદેશ આપ્યો છે.”
20ဤအသွေးကား၊ သင်၌ဘုရားသခင် ဝန်ခံတော်မူသော ပဋိညာဉ်၏ အသွေးဖြစ်သည်ဟု ပြောဆို၏။
21એ જ રીતે મૂસાએ પવિત્ર મંડપ પર રક્ત છાંટ્યું અને જે કોઈ વસ્તુઓનો સેવામાં ઉપયોગ કરવામાં આવે છે તે બધા પર રક્ત છાંટ્યું.
21တဲတော်နှင့်ဝတ်ပြုသော တန်ဆာများကိုလည်း ထိုနည်းတူ သွေးနှင့်ဖြန်းရ၏။
22નિયમશાસ્ત્ર કહે છે કે દરેક વસ્તુ રક્તના છંટકાવથી પવિત્ર થાય છે. રક્ત વહેવડાવ્યા વગર પાપની માફી મળતી નથી.
22ပညတ်တရားအတိုင်း ခပ်သိမ်းသောအရာတို့ကို ကုန်မတတ် အသွေးအားဖြင့် စင်ကြယ်စေတတ်၏။ အသွေးမသွန်းလောင်းဘဲ အပြစ်လွတ်ခြင်းမရှိ ။
23આ બધી વસ્તુઓ આકાશમાં છે તે જ સાચી વસ્તુઓની નકલ હતી. અને તે બધાને પશુઓના રક્ત વડે શુદ્ધ કરવામાં આવતી હતી. પરંતુ આકાશની વસ્તુઓને વધારે સારા બલિદાન વડે શુદ્ધ કરવાની જરુંર હતી.
23ထို့ကြောင့်ကောင်းကင်ဘုံ၌ရှိသော အရာတို့၌ ပုံများကိုထိုသို့သောယဇ်ပူဇော်ခြင်းအားဖြင့် စင်ကြယ်စေ ရသည်ဖြစ်၍၊ ကောင်းကင် အရာတို့ကိုသာ၍မြတ်သော ယဇ်ပူဇော်ခြင်းအားဖြင့် စင်ကြယ်စေရ၏။
24વળી ખરેખર નમૂના પ્રમાણે માનવે બનાવેલ પવિત્રસ્થાનમાં ખ્રિસ્ત પ્રવેશ્યો નહિ, પરંતુ ખ્રિસ્ત આકાશમાં દેવની હજૂરમાં ગયો જેથી આપણને મદદ કરી શકે.
24ထိုသို့နှင့်အညီ၊ မှန်သောသန့်ရေးဌာနတို့၏ ပုံဖြစ်သော၊ လူတို့လက်ဖြင့်လုပ်သော သန့်ရှင်းရာဌာန ထဲသို့ ခရစ်တော်သည်မဝင်ဘဲ၊ ငါတို့ အတွက်ကြောင့် ယခုဘုရားသခင်၏ ရှေ့တော်၌ကိုယ်ကိုပြခြင်းငှါ၊ ကောင်းကင်ကိုယ်ထဲသို့ ဝင်တော်မူပြီ၊
25આ સૌથી વધુ પવિત્રસ્થાનમાં પ્રમુખયાજક વર્ષમાં એક જ વાર પ્રવેશે છે. તે પોતાની સાથે દેવને અર્પણ કરવા રક્ત લાવે છે. પરંતુ ખ્રિસ્તની માફક તે પોતાનું રક્ત અર્પણ કરતો નથી. ખ્રિસ્ત તો આકાશમાં સીધાવ્યો પણ તેને બીજા પ્રમુખ યાજકની માફક વારંવાર રક્ત અર્પણ કરવાની જરૂર રહી નહી.
25သို့သော်လည်း၊ ယဇ်ပုရောဟိတ်မင်းသည် သန့်ရှင်းရာဌာနထဲသို့ သူတပါးအသွေးနှင့် နှစ်တိုင်း အစဉ်ဝင်ရသကဲ့သို့ ခရစ်တော်သည် အဖန်များစွာ ကိုယ်ကို ပူဇော်ရသည်မဟုတ်။
26જો એમ હોત તો ખ્રિસ્તને જગતની શરુંઆતથી વારંવાર મરણ સહન કરવું પડ્યું હોત. પરંતુ સદાને માટે પાપનું સામથ્યૅ નષ્ટ કરવા તેણે એક જ વાર પોતાનું બલિદાન આપ્યું.
26ထိုသို့ပူဇော်ရသည်မှန်လျှင်၊ ကမ္ဘာဦးမှစ၍ အဖန်များစွာ အသေခံတော်မူရ၏။ ယခုမူကား၊ ဤကပ် ကာလအဆုံး၌ တခါတည်း ကိုယ်ကိုပူဇော်သောအားဖြင့် အပြစ်များကို သုတ်သင်ပယ်ရှင်းခြင်းငှါ ပေါ်ထွန်းတော်မူ၏။
27જેમ માણસ એક જ વાર મરણ પામે છે અને પછી તેનો ન્યાયથાય તેવું નિર્માણ થયેલું છે.
27လူသည် တခါတည်းသေ၍ ထိုနောက်မှ တရား စီရင်တော်မူ ခြင်းကိုခံရသကဲ့သို့၊
28તેમ ખ્રિસ્તે પણ ઘણા લોકોના પાપ પોતાને માથે લેવા એક જ વખતે બલિદાન આપ્યું અને હવે તે લોકોના પાપ માટે નહિ પરંતુ જેઓ આતુરતાથી તેની રાહ જોઈ રહ્યા છે તેમનો ઉદ્ધાર કરવા ખ્રિસ્ત બીજી વખત આવનાર છે.
28ထိုနည်းတူ၊ ခရစ်တော်သည် လူများအပြစ်တို့ကို ခံခြင်းငှါ တခါတည်းကိုယ်ကိုပူဇော်ပြီးမှ၊ နောက်တဖန် ထိုသခင်ကို မြော်လင့်လျက် နေသောသူတို့ကို ကယ်တင်ခြင်းအလိုငှါ၊ အပြစ်နှင့်မဆိုင်ဘဲ ပေါ်ထွန်းတော်မူလတံ့။