1આ પછી મેં આકાશમાં ઘણા લોકોના સમૂહના જેવો મોટો અવાજ સાંભળ્યો. તે લોકો કહેતા હતા કે: “હાલેલુયા! આપણા દેવને તારણ, મહિમા અને પરાક્રમ છે.
1ထိုနောက်မှ ကောင်းကင်ဘုံ၌ စည်းဝေးသော သူအများတို့၏ အသံကြီးကား၊ ဟာလေ လုယ၊ ငါတို့ဘုရားသခင်၏ ကယ်တင်တော်မူခြင်း ချမ်းသာ၊ ဘုန်းအသရေတန်ခိုးတော်ပေတည်း။
2તેના ન્યાય ચૂકાદા સત્ય તથા બરાબર છે. આપણા દેવે વેશ્યાને શિક્ષા કરી છે. તેણે દુનિયાને તેનાં વ્યભિચારનાં પાપથી ભ્રષ્ટ કરી. આપણા દેવે વેશ્યાને શિક્ષા કરી છે અને તેના સેવકોના લોહીનો બદલો તેની પાસેથી લીધો છે.”
2စီရင်တော်မူခြင်းအရာတို့သည် ဟုတ်မှန် ဖြောင့်မတ်ကြ၏။ မိမိမတရားသော မေထုန်အားဖြင့် မြေကြီးကို ပုပ်ပျက်စေသော ပြည်တန်ဆာကြီးကို စစ်ကြောစီရင်တော်မူပြီ။ ကိုယ်တော် ကျွန်တို့၏ အသွေး ကို သူ၏ လက်ဖြင့်သွန်းသော အပြစ်နှင့်အလျောက် ဒဏ်ပေးတော်မူပြီဟု ပြောဆိုကြသည်ကို ငါကြား၏။
3આકાશમાં તે લોકોએ પણ કહ્યું કે: “હાલેલુયા! તે સળગે છે અને તેનો ધુમાડો સદા-સર્વકાળ ઊચે ચડે છે.”
3တဖန်တုံ၊ ဟာလေလုယဟူ၍၎င်း၊ သူ၏ မီးခိုးသည် ကမ္ဘာအဆက်ဆက် တက်သည်ဟူ၍၎င်း ပြောဆိုကြ၏။
4પછી 24 વડીલો અને તે ચાર જીવતા પ્રાણીઓ નીચા નમ્યા. તેઓએ દેવની આરાધના કરી. જે રાજ્યાસન પર બેસે છે. તેઓએ કહ્યું કે: “આમીન, હાલેલુયા!”
4အသက်ကြီးသူ နှစ်ဆယ်လေးပါးနှင့် သတ္တဝါ လေးပါးတို့သည် ပြင်ဝပ်၍၊ ပလ္လင်တော်ပေါ်မှာ ထိုင်တော် မူသော ဘုရားသခင်ကို ကိုးကွယ်လျက်၊ အာမင်၊ ဟာလေလုယဟု လျှောက်ဆိုကြ၏။
5પછી રાજ્યાસનમાંથી એક વાણી આવી, તે વાણી એ કહ્યું કે: “બધા લોકો જે તેની સેવા કરે છે, આપણા દેવની સ્તુતિ કરો. તમે બધા લોકો નાના અને મોટા જે તેને માન આપો છો, દેવની સ્તુતિ કરો.”
5ပလ္လင်တော်ပေါ်က ထွက်သောအသံကား၊ ဘုရားသခင်၏ ကျွန်အပေါင်းတို့နှင့် ဘုရားသခင်ကို ကြောက်ရွံ့သောသူ အကြီးအငယ်အပေါင်းတို့၊ ငါတို့ ဘုရားသခင်ကို ချီးမွမ်းကြလော့ဟု ဆိုသတည်း။
6પછી મેં જનસમૂહના અવાજના જેવું કંઈક સાંભળ્યું. તે પાણીના પૂરના જેવી અને ભારે ગર્જનાઓ જેવી વાણી હતી. લોકો કહેતા હતા કે: “હાલેલુયા! આપણો પ્રભુ દેવ સર્વશક્તિમાન રાજ કરે છે.
6တဖန်တုံ၊ ဟာလေလုယ၊ အနန္တတန်ခိုးနှင့် ပြည့်စုံတော်မူသော ထာဝရအရှင်၊ ငါတို့ဘုရားသခင် သည် စိုးစံတော်မူ၏။
7આપણે આનંદ કરીએ અને ખુશ થઈએ અને દેવનો મહિમા ગાઇએ! દેવને મહિમા આપીએ, કારણ કે હલવાન (ઈસુ) ના લગ્નનો દિવસ આવ્યો છે, હલવાનની કન્યા (મંડળી) તેની જાતે તૈયાર થઈ છે.
7ငါတို့သည် ဝမ်းမြောက်ရွှင်လန်းကြကုန်အံ့၊ ဂုဏ်တော်ကို ချီးမွမ်းကြကုန်အံ့၊ အကြောင်းမူကား၊ သိုးသငယ်၏ မင်္ဂလာတောင်ပွဲကို ခံချိန်ရှိပြီ။ သူ၏ မိန်းမသည် ကိုယ်ကို တန်ဆာဆင်ပြီဟု စည်းဝေးသော သူအများတို့၏ အသံ၊ သမုဒ္ဒရာသံ၊ ပြင်းစွာသော မိုဃ်းကြိုးသံကဲ့သို့ ငါကြား၏။
8સુંદર શણનું વસ્ત્ર વધૂને તેણે પહેરવા માટે આપ્યું છે. તે શણનું વસ્ત્ર તેજસ્વી અને સ્વચ્છ છે.” (તે સુંદર શણનું વસ્ત્ર સંતોના સત્કર્મો રૂપ છે. જે સારી વસ્તુઓ કરી છે તે.)
8ထိုမိန်းမသည် စင်ကြယ်ပြောင်လက်သော ပိတ်ချောကို ဝတ်ဆင်ရသောအခွင့်ကို ရ၏။ ထိုပိတ်ချော မူကား၊ သန့်ရှင်းသူတို့၏ ဖြောင့်မတ်ခြင်း ဖြစ်သတည်း။
9પછી તે દૂતે મને કહ્યું કે, “આ લખ: પેલા લોકો કે જેઓને હલવાનના લગ્નમાં ભોજન માટે નિમંત્રણ અપાયાં છે, તે લોકોને ધન્ય છે!” પછી તે દૂતે કહ્યું કે, “આ દેવના ખરાં વચનો છે.”
9ကောင်းကင်တမန်ကလည်း၊ သိုးသငယ်၏ မင်္ဂလာဆောင်ပွဲသို့ ခေါ်ဘိတ်ခြင်းကို ခံရသောသူတို့သည် မင်္ဂလာရှိကြ၏ဟု ရေးထားလော့ဟူ၍၎င်း၊ ဤစကား သည် ဘုရားသခင်၏ နှုတ်တော်ထွက်စင်စစ်ဖြစ်၏ ဟူ၍၎င်း ငါ့အားပြောဆို၏။
10પછી હું દૂતના ચરણોમાં તેની આરાધના કરવા તેને પગે પડ્યો. પણ તે દૂતે મને કહ્યું કે, “મારી આરાધના ન કર. હું તો તારા જેવો અને તારા ભાઇઓ, જેઓની પાસે ઈસુનું સત્ય છે તેમના જેવો સેવક છું. કારણ કે ઈસુનું સત્ય પ્રબોધનો આત્મા છે, તેથી દેવની આરાધના કર.”
10ငါသည် ထိုသူကို ကိုးကွယ်ခြင်းငှါ သူ၏ ခြေရင်း၌ ပြပ်ဝပ်၏ သူကလည်း၊ မပြုပါနှင့်၊ ငါကား သင်၏ လုပ်ဘော်ဆောင်ဘက်ဖြစ်၏။ ယေရှု၏ သက်သေခံတော်မူချက်ကို ဆောင်သော သင်၏ ညီအစ်ကိုတို့၏ လုပ်ဘော်ဆောင်ဘက်လည်းဖြစ်၏။ ဘုရားသခင်ကို ကိုးကွယ်လော့။ အကြောင်းမူကား၊ ပရောဖက်ဟောသော စကားချက်သဘောသည် ယေရှု၏ သက်သေဖြစ်သတည်းဟု ငါ့အားပြောဆို၏။
11પછી મેં ઊઘડેલું આકાશ જોયું. ત્યાં મારી આગળ એક શ્વેત ઘોડો હતો. ઘોડા પરનો સવાર વિશ્વાસુ તથા સાચો કહેવાય છે. તે તેના ન્યાયમાં તથા લડાઇ કરવામાં ન્યાયી છે.
11ထိုအခါ ကောင်းကင်ဘုံ ဖွင့်လှစ်လျက်ရှိသည်ကို ငါမြင်လျှင်၊ မြင်းဖြူရှိ၏။ မြင်းစီးသော သူသည် သစ္စာ ဟူသောမည်၊ သမ္မာဟူသော အမည်ရှိသတည်း။ ထိုသူ သည် တရားသဖြင့် စီရင်တတ်၏။ တရားသဖြင့် စစ်တိုက်တတ်၏။
12તેની આંખો અગ્નિની જવાળા જેવી છે. તેના માથાં પર ઘણા મુગટ છે. તેના પર નામ લખેલું છે. પણ કેવળ તે જ એક છે જે નામ જાણે છે.
12မျက်စိတော်သည် မီးလျှံကဲ့သို့ဖြစ်၏။ ခေါင်း တော်ပေါ်၌ သရဖူများကို ဆောင်း၏။ ကိုယ်တိုင်မှတပါး၊ အဘယ်သူမျှမသိသော နာမတော်သည် ရေးထားလျက် ရှိ၏။
13તેણે રક્તથી છંટાયેલો ઝભ્ભો પહેરેલો છે. તેનું નામ દેવનો શબ્દ છે.
13အသွေး၌နှစ်ပြီးသောအဝတ်ကို ဝတ်၏။ ဘုရားသခင်၏ နှုတ်ကပတ်တော်ဟူသော အမည်ရှိ၏။
14આકાશનાં સૈન્યો તેની પાછળ આવતાં હતાં. તેઓ શ્વેત ઘોડાઓ પર સવારી કરતા હતા. તેઓ સ્વચ્છ શ્વેત અને શણનાં વસ્ત્રો પહેરેલા હતા.
14ကောင်းကင်ဗိုလ်ခြေတို့သည် မြင်းဖြူကို စီးလျက်၊ စင်ကြယ်သော ပတ်ချောဖြူကို ဝတ်လျက်၊ နောက်တော်သို့ လိုက်ကြ၏။
15એક અણીદાર બેધારી તલવાર સવારના મોંમાંથી બહાર આવી. તે આ તલવારનો ઉપયોગ રાષ્ટ્રોને હરાવવા માટે કરશે. તે લોઢાના દંડથી રાષ્ટ્રો પર શાસન કરશે. તે સર્વશક્તિમાન દેવના ભયંકર કોપનો દ્રાક્ષકુંડ ખૂંદે છે.
15လူမျိုးတို့ကို ဒဏ်ခတ်စရာဘို့၊ ထက်သော သန်လျင်သည် ခံတွင်းတော်ထဲကထွက်၏။ သူတို့ကို သံလှံတံနှင့် အုပ်စိုးတော်မူမည်။ အနန္တတန်ခိုးနှင့် ပြည့်စုံတော်မူသော ဘုရားသခင်၏ ဒေါသအမျက်တော် ၏ စပျစ်သီးနယ်ရာ တန်ဆာကို ဖိနင်းတော်မူမည်။
16તેના ઝભ્ભા પર તથા તેની જાંધ પર આ નામ લખેલું હતું:
16ဘုရင်တို့၏ဘုရင်၊ သခင်တို့၏သခင်ဟု ဘွဲ့နာမ တော်သည် အဝတ်တော်၌၎င်း၊ ပေါင်တော်၌၎င်း ရေးထားလျက်ရှိ၏။
17પછી મેં એક દૂતને સૂર્યમાં ઊભેલો જોયો. તે દૂતે આકાશમાં ઊંચે ઊડતાં બધાં પક્ષીઓને મોટા સાદે કહ્યું કે, “દેવના સાંજના મહાન જમણ માટે સાથે મળીને આવો.
17ကောင်းကင်တမန်တပါးသည် နေထဲမှာ ရပ် လျက်ရှိသည်ကို ငါမြင်၏။
18જેથી તમે રાજાઓનું, સેનાપતિઓનું, શૂરવીરોનું, ઘોડાઓનું, અને સવારોનું, સર્વ સ્વતંત્ર તથા દાસોનું, નાના તથા મોટાનું માંસ ખાઓ.”
18သူသည် မိုဃ်းကောင်းကင်အလယ်၌ ပျံတတ် သော ငှက်အပေါင်းတို့ကို ကြီးသောအသံနှင့်ခေါ်၍၊ လာကြလော့။ ရှင်ဘုရင်အသား၊ စစ်သူကြီးအသား၊ သူရဲအသား၊ မြင်းအသား၊ မြင်းစီးသောသူ အသား၊ အစေခံကျွန်၊ လူလွှတ်၊ အကြီးအငယ် အမျိုးမျိုးသော လူတို့၏ အသားကို စားအံ့သောငှါ ၊ ကြီးမြတ်တော်မူသော ဘုရားသခင်၏ ပွဲတော်သို့ စည်းဝေးကြလော့ဟု ဟစ်ကြော်၏။
19પછી મેં શ્વાપદ અને પૃથ્વીના રાજાઓને જોયા. તેઓના સૈન્યોના ઘોડેસવારો અને તેઓનાં લશ્કરો ભેગાં થયા હતાં અને લડવા તૈયાર હતા. તે જોયું.
19သားရဲမှစ၍ လောကီရှင်ဘုရင်တို့နှင့် သူတို့၏ ဗိုလ်ခြေများတို့သည်၊ မြင်းစီးတော်မူသောသူနှင့် ဗိုလ်ခြေတော်ကို စစ်တိုက်ခြင်းငှါ စည်းဝေးကြသည်ကို ငါမြင်၏။ သားရဲကို ဘမ်းမိကြ၏။ သားရဲ၏တံဆိပ် လက်မှတ်ကိုခံ၍၊ သူ၏ရုပ်တုကို ကိုးကွယ်သောသူတို့ကို လှည့်ဖြား၍ သားရဲရှေ့၌ နိမိတ်များကို ပြတတ်သော မိစ္ဆာပရောဖက်ကိုလည်း ဘမ်းမိကြ၏။ အသက်ရှင် လျက်ရှိသော ထိုသူနှစ်ဦးကို ကန်နှင့်လောင်သော မီးအိုင်ထဲသို့ ချပစ်ကြ၏။ ကြွင်းသောသူတို့သည်၊ မြင်းစီးတော်မူသော သူ၏ခံတွင်းတော်ထဲက ထွက်သော သန်လျက်နှင့် ကွပ်မျက်ခြင်းကို ခံရကြ၏။ သူတို့၏ အသားကို ငှက်အပေါင်းတို့သည် ဝစွာစားရကြ၏။
20પણ તે શ્વાપદ પકડાયું, અને તેની સમક્ષ જે જૂઠા પ્રબોધકો ચમત્કારો દેખાડીને શ્વાપદની છાપ લેનારાઓને તથા તેની મૂર્તિ પૂજનારાઓને ભમાવ્યા હતા, તે જૂઠા પ્રબોધક અને તે પ્રાણીને ગંધકથી બળનારા અગ્નિના સરોવરમાં જીવતા ફેંકી દેવામાં આવ્યાં.
21તેમનાં સૈન્યોને ઘોડા પરના સવારના મોંઢામાથી બહાર નીકળેલી તલવાર વડે મારી નંખાયા. બધાં પક્ષીઓએ તૃપ્ત થતાં સુધી આ મૃત શરીરોને ખાધાં.