1જ્યારે હલવાને તે સાત મુદ્રામાંની પહેલી ઉઘાડી ત્યારે મેં જોયું. મેં ચાર જીવંત પ્રાણીઓમાંના એકને ગર્જના જેવા અવાજથી બોલતા સાંભળ્યું. તેણે કહ્યું કે, “આવ!”
1သိုးသငယ်သည် တံဆိပ်ခုနစ်ချက်တွင် တချက်ကိုဖွင့်သောအခါ ငါကြည့်လျှင်၊ မိုဃ်းကြိုးသံ မြည်သကဲ့သို့၊ သတ္တဝါလေးပါးတွင် တပါးက၊ လာ၍ ကြည့်လော့ဟု ဆိုသည်ကို ငါကြား၏။
2મેં જોયું તો ત્યાં મારી આગળ એક સફેદ ઘોડો હતો. ઘોડા પરના સવાર પાસે એક ધનુષ્ય હતું; તે સવારને એક મુગટ આપવામા આવ્યો હતો. તે ફરીથી વિજય મેળવવા જતો હોય તે રીતે સવાર થઈને નીકળ્યો.
2ထိုအခါငါကြည့်လျှင်၊ မြင်းဖြူတစီးရှိ၏။ မြင်းစီးသောသူသည် လေးကိုကိုင်၏။ သူ၌သရဖူကို ပေးတော်မူ၏။ အောင်မြင်လျက်၎င်း၊ အောင်မြင်ခြင်းငှါ၎င်း ထွက်သွား၏။
3હલવાને બીજી મુદ્રા ઉઘાડી. પછી મેં બીજા જીવતા પ્રાણીને કહેતાં સાંભળ્યું કે. “આવ!”
3ဒုတိယတံဆိပ်ကိုဖွင့်သောအခါ၊ ဒုတိယ သတ္တဝါ က၊ လာ၍ကြည့်လော့ဟုဆိုသည်ကို ငါကြား၏။
4પછી બીજો એક ઘોડો બહાર આવ્યો. આ એક લાલ ઘોડો હતો. તે ઘોડા પર જે સવાર હતો તેને પૃથ્વી પરથી શાંતિ લઈ લેવાની સત્તા આપવામાં આવી, જેથી લોકો એકબીજાને મારી નાખે તેવી તેને સત્તા આપવામાં આવી હતી. આ સવારને એક મોટી તલવાર આપવામાં આવી હતી.
4ထိုအခါမြင်းနီတစီးထွက်၍၊ စီးသောသူသည် ငြိမ်ဝပ်ခြင်းကို မြေကြီးကရုပ်သိမ်းခြင်းငှါ၎င်း၊ မြေကြီး သားတို့ကို အချင်းချင်းအသေသတ်စေခြင်းငှါ၎င်း အခွင့်ရ၏။ သူ၌ထားကြီးကိုပေးတော်မူ၏။
5હલવાને ત્રીજી મુદ્રા ઉઘાડી. પછી મેં ત્રીજા જીવતા પ્રાણીને કહેતા સાંભળ્યું કે, “આવ!” મે જોયું, અને ત્યાં મારી આગળ એક કાળો ઘોડો હતો. ઘોડા પર બેઠેલા સવાર પાસે તેના હાથમાં ત્રાજવાંની જોડ હતી.
5တတိယတံဆိပ်ကိုဖွင့်သောအခါ၊ တတိယ သတ္တဝါက၊ လာ၍ကြည့်လော့ဟု ဆိုသည်ကို ငါကြား၏။ ထိုအခါ ငါကြည့်လျှင် မြင်းနက်တစီးရှိ၏။ မြင်းစီးသောသူသည် ချိန်ခွင်ကိုကိုင်၏။
6પછી મેં કંઈક વાણીના જેવો અવાજ સાંભળ્યો. જ્યાં ચાર જીવતા પ્રાણીઓ હતાં ત્યાંથી તે વાણી આવી. તે વાણીએ કહ્યું કે, “એક દિવસના વેતનમાં અડધો કિલો ઘઉં, અને એક દિવસના વેતનમાં દોઢ કિલો જવ, પણ તેલ કે દ્રાક્ષારસને તું વેડફીશ નહિ!”
6သတ္တဝါလေးပါးအလယ်၌ ပြောသံဟူမူကား၊ ဒေနာရိတပြားနှင့် ဂျုံဆန်တခွက်ကိုရ၏။ မုယောဆန် သုံးခွက်ကိုရ၏။ ဆီနှင့်စပျစ်ရည်ကို မပျက်စေနှင့် ဟုဆိုသည်ကိုငါကြား၏။
7હલવાને ચોથી મુદ્રા ઉઘાડી. પછી મેં ચોથા જીવતા પ્રાણીની વાણી સાંભળી કે, “આવ!”
7စတုတ္ထတံဆိပ်ကိုဖွင့်သောအခါ၊ စတုတ္ထ သတ္တဝါက၊ လာ၍ ကြည့်လော့ဟုဆိုသည်ကို ငါကြား၏။
8મેં જોયું, તો ત્યાં મારી આગળ એક ફીક્કા રંગનો ઘોડો હતો. ઘોડા પરના સવારનું નામ મરણ હતું. હાદેસ તેની પાછળ પાછળ આવતું હતું. તેઓને પૃથ્વીના ચોથા હિસ્સા પર અધિકાર આપવામા આવ્યો હતો. તેઓને તલવારથી, દુકાળથી, રોગચાળાથી, અને પૃથ્વીના જંગલી પશુઓથી લોકોને મારી નાખવાનો અધિકાર આપવામાં આવ્યો હતો.
8ထိုအခါငါကြည့်လျှင်၊ မြင်းမွဲတစီးရှိ၏။ မြင်းစီးသောသူသည် မရဏာဟူသောအမည်ရှိ၏။ မရဏာ နိုင်ငံသည် ထိုသူနောက်သို့ လိုက်လေ၏။ သူသည် မြေကြီး လေးစိတ်တစိတ်ကို အစိုးရ၍ ထားဘေး၊ မွတ်သိပ်ခြင်းဘေး၊ နာ၍သေဘေး၊ မြေသားရဲဘေးအားဖြင့် သတ်ပိုင် သော အခွင့်ကိုရ၏။
9તે હલવાને પાંચમી મુદ્રા ઉઘાડી. પછી મેં કેટલાક આત્માઓને વેદી નીચે જોયા. તે એ લોકોના આત્માઓ હતા જેઓ દેવના સંદેશને વફાદાર હતા. તથા જે સત્ય તેઓને પ્રાપ્ત થયુ હતું, તેમાં તેઓ વિશ્વાસુ હતા તેથી તેઓને મારી નાખવામાં આવ્યા હતા.
9ပဥ္စမတံဆိပ်ကိုဖွင့်သောအခါ၊ ဘုရားသခင်၏ နှုတ်ကပတ်တော်ကြောင့်၎င်း၊ မိမိတို့ သက်သေခံ ချက်ကြောင့်၎င်း၊ အသေသတ်ခြင်းကိုခံရသောသူတို့၏ ဝိညာဉ်များကို ယဇ်ပလ္လင်အောက်၌ ငါမြင်၏။
10આ આત્માઓએ મોટા સાદે પોકાર કર્યો કે, “ઓ, પવિત્ર અને સત્ય પ્રભુ. તું ક્યાં સુધી ઈન્સાફ કરવાનું તથા પૃથ્વી પરનાં રહેનારાંઓની પાસેથી અમારા રક્તનો બદલો લેવાનું મુલવ્વી રાખીશ?”
10သူတို့ကလည်း၊ သန့်ရှင်းဟုတ်မှန်၍ အစိုးပိုင်တော်မူသောအရှင်၊ မြေပေါ်မှာနေသော သူတို့သည် ငါတို့အသွေးကို သွန်းကြသော အပြစ်နှင့်အလျောက် ဒဏ်မပေးဘဲ အဘယ်မျှလောက်ကာလပတ်လုံး နေ တော်မူ မည်နည်းဟုကြီးမားသော အသံနှင့် ကြွေးကြော်ကြ၏။
11તેઓમાંના દરેક આત્માને શ્વેત ઝભ્ભો આપવામાં આવ્યો. તે આત્માઓને જ્યાં સુધી આ બધા લોકોને મારી નાખવાનું પૂરું ન થાય ત્યાં સુધી રાહ જોવા કહ્યું. તમારા સાથી સેવકો તથા તમારા ભાઈઓ, જેઓ તમારી પેઠે માર્યા જવાના છે. તેઓની સંખ્યા પૂરી ન થાય, ત્યાં સુધી હજુ વિસામો લો.
11ထိုသူတို့၌ဖြူသောဝတ်လုံကို ပေးတော်မူ၏။ သူတို့နည်းတူ အသေသတ်ခြင်းကိုခံရလတံ့သော မိမိ လုပ်ဘော်ဆောင်ဘက်ညီအစ်ကိုတို့သည် ပြည့်စုံခြင်းသို့မရောက်မှီ၊ ခဏငြိမ်သက်စွာ နေရကြဦးမည်ဟု သူတို့အားမိန့်တော်မူ၏။
12જ્યારે તે હલવાને છઠી મુદ્રા તોડી પછી મેં જોયું. તો ત્યાં મોટો ધરતીકંપ થયો હતો. વાળમાંથી બનાવેલા કાળા કામળા જેવો સૂર્ય કાળો બની ગયો. આખો ચંદ્ર લોહી જેવો લાલ થઈ ગયો.
12ဆဋ္ဌမတံဆိပ်ကိုဖွင့်သောအခါ ငါကြည့်လျှင် ကြီးစွာသော မြေလှုပ်ခြင်းဖြစ်၏။ နေသည်အမွေးဖြင့် ရက်သောအဝတ်ကြမ်းကဲ့သို့ မည်း၏။ လအလုံးသည် အသွေးကဲ့သို့ဖြစ်၏။
13જેમ ભારે તોફાન પવનથી અંજીરના કોમળ ફળો તૂટી પડે છે, તેમ આકાશમાંના તારાઓ પૃથ્વી પર પડ્યા.
13သင်္ဘောသဖန်းပင်ကို ပြင်းစွာသော လေတိုက်လျှင်၊ အချိန်မတန်သော အသီးကြွေသကဲ့သို့၊ ကောင်းကင်ကြယ်တို့သည် မြေပေါ်သို့ ကျကြ၏။
14આકાશના ભાગલા પડ્યા હતા. તે ઓળિયાની પેઠે વીંટાઇ ગયું અને દરેક પહાડ અને ટાપુને તેની જગ્યાએથી ખસેડવામા આવ્યાં.
14မိုဃ်းကောင်းကင်သည် စာစောင်လိပ်သကဲ့သို့ လွင့်သွား၏။ တောင်များ၊ ကျွန်းများအပေါင်းတို့သည် မိမိတို့နေရာအရပ်မှ ရွေ့ကြ၏။
15પછી બધાં લોકો ગુફાઓમાં અને ખડકોની પાછળ છુપાઇ ગયા. ત્યાં જગતના રાજાઓ, શાસકો, સેનાપતિઓ, ધનવાન લોકો તથા પરાક્રમી લોકો હતાં. દરેક વ્યક્તિ ગુલામ કે સ્વતંત્ર સંતાઇ ગયા.
15လောကီဘုရင်၊ မှူးမတ်၊ စစ်သူကြီး၊ သူဌေး၊ သူကြွယ်၊ ခွန်အားကြီးသောသူမှစ၍ ကျွန်များ၊ လူလွတ် များအပေါင်းတို့သည် မြေတွင်း၌၎င်း၊ တောင်ပေါ်မှာ ရှိသော ကျောက်များ၌၎င်း၊ ပုန်းရှောင်လျက်နေ၍၊ ထိုတောင်များ၊ ကျောက်များတို့ကို ခေါ်လျက်၊
16તે લોકોએ પહાડો અને ખડકોને કહ્યું કે; “અમારા પર પડો, રાજ્યાસન પર બેઠેલાની નજર આગળથી તથા હલવાનના કોપથી અમને છુપાવી દો!
16ငါတို့အပေါ်သို့ကျကြပါ။ ပလ္လင်ပေါ်မှာ ထိုင်တော်မူသောသူ၏ မျက်နှာနှင့် သိုးသငယ်၏ အမျက်တော်ကို ကွယ်ကာ၍၊ ငါတို့ကိုဖုံးအုပ်ကြပါ။
17કારણ કે તેઓના મહાન કોપનો દિવસ આવ્યો છે. તેની સામે કોઈ વ્યક્તિ ઊભો રહી શકશે નહિ.”
17အမျက်တော် ထင်ရှားသောနေ့ကြီး ရောက်ပါပြီ တကား။ အဘယ်သူသည် ခံရပ်နိုင်မည်နည်းဟု ပြောဆိုကြ၏။