Gujarati: NT

Persian

1 Thessalonians

2

1ભાઈઓ અને બહેનો, તમે જાણો છો કે અમારી તમારી સાથેની મુલાકાત નિષ્ફળ નહોતી નીવડી.
1 خود شما ای دوستان می‌دانید كه آمدن ما به نزد شما بی‌نتیجه نبود.
2અમે તમારી પાસે આવ્યા તે પહેલા, ફિલિપ્પીમાં અમારે ઘણું સહન કરવું પડયું હતું, ત્યાંના લોકો અમારા વિષે ઘણા કટુવચનો બોલ્યા. તમે આ બધા વિષે જાણો છો. અને અમે જ્યારે તમારી પાસે આવ્યા ત્યારે, ઘણા લોકો અમારી વિરૂદ્ધ હતા. પરંતુ આપણા દેવે અમને હિંમતવાન બનાવ્યા અને દેવ તેની સુવાર્તા તમને કહેવામાં અમને મદદરુંપ થયો.
2 برعکس، پس از آن‌همه بدرفتاری و اهانت كه در شهر فیلیپی دیدیم (چنانکه اطّلاع دارید) و با وجود مخالفت‌های شدید، با كمک خدا، دل و جرأت یافتیم كه انجیل خدا را به شما برسانیم.
3અમે લોકોને બોધ આપીએ છીએ. કોઈએ પણ અમને મૂર્ખ બનાવ્યા નથી. અમે દુષ્ટ નથી. અમે લોકોને છેતરવાનો પ્રયત્ન કરતાં નથી. અમે જે કરીએ છીએ તે માટે અમારા કારણો નથી.
3 اصرار ما به شما از روی ایمان غلط و یا ناپاک نبود و ما سعی نداشتیم كسی را فریب دهیم،
4ના. અમે સુવાર્તા આપીએ છીએ કારણ કે સુવાર્તા આપવા માટે દેવે અમારી પરીક્ષા કરી છે અને અમારા પર વિશ્વાસ મૂક્યો છે. તેથી જ્યારે અમે બોલીએ છીએ ત્યારે દેવને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરીએ છીએ, નહિ કે માણસોને. દેવ એ એક છે જે અમારાં હૃદયોનો પારખનાર છે.
4 امّا چون خدا ما را لایق دانست و انتشار انجیل را به عهدهٔ ما گذاشت، سخن می‌گوییم. منظور ما جلب رضایت انسان نیست، بلكه ما می‌خواهیم خدایی را خشنود كنیم كه دلهای ما را می‌آزماید.
5તમે જાણો છો કે તમારા વિષે સારું બોલીને તમારી પ્રશંસા કરવાનો અમે કદ્દી પ્રયત્ન કર્યો નથી. અમારે તમારા પૈસા નથી જોઈતા કે તમારા થકી અમારે અમારો કોઈ સ્વાર્થ છુપાવાનો નથી. દેવ જાણે છે કે આ સત્ય છે.
5 شما خوب می‌دانید و خدا شاهد است كه ما چاپلوسی نکردیم و سخنان ما از روی طمع نبود.
6અમે લોકો તરફથી, તમારા તરફથી, કે બીજા કોઈ તરફથી પ્રસંશાની અપેક્ષા નથી રાખતા.
6 و به هیچ وجه ما جویای احترام و ستایش مردم -‌خواه شما و خواه دیگران- نبودیم،
7અમે ખ્રિસ્તના પ્રેરિતો છીએ. અને તેથી અમે જ્યારે તમારી પાસે હતા ત્યારે, તમારી પાસે અમુક કામ કરાવવા માટે અમે અમારી સત્તાનો ઉપયોગ કરી શક્યા હોત. પરંતુ જે રીતે એક મા પોતાના બાળકનું જતન કરે છે, તે રીતે અમે તમારા પ્રત્યે વિનમ્ર વર્તાવ કરેલો.
7 اگرچه ما به عنوان رسولان مسیح حقّی به گردن شما داشتیم، ولی مانند مادری كه فرزندان خود را پرورش می‌دهد با شما به ملایمت رفتار كردیم
8અમે તમને બહુ પ્રેમ કર્યો. તેથી અમે દેવની સુવાર્તામાં તમારી સાથે સહભાગી થતા હતા તે એક આનંદ હતો એટલું જ નહિ; અમે અમારા જીવનની સાથે તમારા જીવનમાં સહભાગી તથા પ્રસન્ન થયા હતા.
8 و با احساسات و به‌خاطر علاقه‌ای كه نسبت به شما داشتیم، حاضر بودیم نه فقط انجیل خدا را به شما برسانیم بلكه جان خود را نیز در راه شما فدا سازیم، چون شما برای ما بسیار عزیز بودید!
9ભાઈઓ અને બહેનો, તમને યાદ છે કે રાત અને દિવસ અમે કેટલો કઠોર પરિશ્રમ કર્યો હતો. જ્યારે અમે દેવની સુવાર્તા તમને આપતા હતા ત્યારે તમારી પાસેથી વળતર લઈને તમને અમે બોજારૂપ બનવા નહોતા ઈચ્છતા.
9 ای دوستان، به‌خاطر دارید كه ما چگونه كار می‌كردیم و زحمت می‌کشیدیم و شب و روز مشغول كار بودیم تا در موقع اعلام انجیل خدا در میان شما بر هیچ‌کس تحمیل نشویم.
10જ્યારે તમો વિશ્વાસીઓની સાથે અમે હતા ત્યારે, અમે પવિત્ર અને સત્યનિષ્ઠ જીવન નિષ્કલંક રીતે જીવ્યા હતા, તમે જાણો છો કે આ સત્ય છે અને દેવ જાણે છે કે આ સત્ય છે.
10 هم شما شاهد هستید و هم خدا كه رفتار ما نسبت به شما ایمانداران تا چه اندازه پاک، درست و بی‌عیب بود.
11તમે જાણે છો કે જેમ બાપ પોતાનાં બાળકો સાથે જેવું વર્તન કરે, તેવું વર્તન અમે તમારી સાથે કર્યુ હતું.
11 شما خوب می‌دانید كه رفتار ما با فرد فرد شما درست مانند رفتار یک پدر با فرزندان خود بود.
12અમે તમને પ્રોત્સાહિત કર્યા, અમે તમને રાહત પહોંચાડી, અને અમે તમને દેવ માટે સારું જીવન જીવવા માટે કહ્યું. દેવ તેના રાજ્ય અને મહિમા માટે તમને તેડે છે.
12 ما شما را تشویق می‌کردیم، دلداری می‌دادیم و موظّف می‌ساختیم كه زندگی و رفتار شما پسندیدهٔ خدا باشد، آن خدایی كه شما را به پادشاهی و جلال خود دعوت می‌کند.
13જે રીતે, તમે દેવનો સંદેશો સ્વીકાર્યો તે માટે અમે દેવની સતત આભારસ્તુતિ કરીએ છીએ. તમે અમારી પાસેથી તે વચન સાંભળ્યુ, અને તમે તેને માણસોનું નહિ પરંતુ દેવના વચનોની જેમ સ્વીકાર્યુ અને તે ખરેખર દેવનું વચન જ છે. અને જે લોકો તેનામાં વિશ્વાસ રાખે છે તેનામાં તે કાર્યશીલ બને છે.
13 پیوسته خدا را برای این نیز شكر می‌كنم كه وقتی پیام خدا را از ما شنیدید، آن را به عنوان پیامی از جانب بشر نپذیرفتید، بلكه آن را از طرف خدا دانستید و در حقیقت همین‌طور هم هست و اكنون در میان شما ایمانداران عمل می‌کند.
14ભાઈઓ અને બહેનો, તમે યહૂદિયામાં ખ્રિસ્ત ઈસુમાં બનેલી દેવની મંડળીઓ જેવા છો. યહૂદિયામાં દેવના લોકોએ ત્યાંના બીજા યહૂદીઓ દ્વારા ઘણી અનિષ્ટ બાબતો સહન કરી હતી. અને તમે પણ તે જ અનિષ્ટ બાબતો તમારા પોતાના દેશવાસીઓ દ્વારા સહન કરી રહયાં છો.
14 ای دوستان، شما درست به همان راهی می‌روید كه كلیساهای یهودیه در اتّحاد با مسیح عیسی خداوند رفته‌اند، زیرا شما از هموطنان خود همان زحماتی را دیده‌اید كه آنان از یهودیان دیدند
15તે યહૂદિઓએ પ્રભુ ઈસુને મારી નાખ્યો. અને તેઓએ પ્રબોધકોને પણ મારી નાખ્યા. અને તે યહૂદિઓએ આપણને તે પ્રદેશ યહૂદિયાં છોડી જવા દબાણ કર્યુ, દેવ તેઓનાથી પ્રસન્ન નથી. તેઓ તો બધાજ લોકોની વિરૂદ્ધ છે.
15 -‌یهودیانی كه هم عیسی خداوند و هم انبیا را كشتند و ما را بیرون راندند- آنها خدا را خشنود نمی‌سازند و با همهٔ مردم دشمنی می‌کنند.
16હા, તેઓ આપણને બિનયહૂદિઓને શિક્ષણ આપતા રોકવા માગે છે. અમે બિનયહૂદિઓને શિક્ષણ આપીએ છીએ, જેથી તેઓનું તારણ થઈ શકે. પરંતુ પેલા યહૂદિઓ તો તેઓનાં કરેલાં જ પાપમાં એક પછી એક પાપ ઉમેરતાં જાય છે. દેવનો કોપ હવે તેઓના પર છવાઈ ચૂક્યો છે.
16 آنها حتّی می‌كوشند كه ما را از موعظه به غیر یهودیان باز دارند، درصورتی‌که این گفت‌وگو سبب نجات غیر یهودیان می‌شود. آنها دایماً پیمانهٔ گناهان خود را پر می‌سازند، ولی غضب خدا سرانجام آنان را گرفتار كرده است.
17ભાઈઓ અને બહેનો, અલ્પ સમય માટે અમે તમારાથી વિખૂટા પડયા. (અમે ત્યાં તમારી સાથે ન હતા, પરંતુ વિચારોથી તો અમે તમારી સાથેજ હતા.) તમને મળવાની અમારી ઉત્કટ ઈચ્છા હતી, અને તમને મળવા ખૂબ પ્રયત્નો પણ કર્યા.
17 امّا ای دوستان، چون برای مدّت كوتاهی (البتّه جسماً، نه قلباً) از شما جدا شدیم، چقدر برای شما دلتنگ گشتیم و اكنون بسیار کوشش می‌کنیم که دوباره شما را ببینیم.
18હા, અમે તમારી પાસે આવવા માંગતા હતા. ખરેખર મેં, પાઉલે ત્યાં આવવા ઘણા પ્રયાસો કર્યા, પણ શેતાને અમને અટકાવ્યા.
18 آری، مایل بودیم پیش شما بیاییم و من پولس، یكی دو بار خواستم بیایم، امّا شیطان مانع ما می‌شد.
19તમે જ અમારી આશા, અમારો આનંદ, અને મુગટ છો જેના માટે ઈસુ ખ્રિસ્તના આવવાના સમયે તેની સમક્ષ અમને અભિમાન થશે.
19 برای ما چه امیدی یا شادمانی‌ای یا تاج افتخاری در حضور خداوند ما عیسی مسیح به هنگام آمدن او وجود دارد؟ مگر شما نیستید؟ البتّه مایهٔ افتخار و شادمانی ما شما هستید!
20ખરેખર તમેજ અમારો મહિમા અને આનંદ છો.
20 البتّه مایهٔ افتخار و شادمانی ما شما هستید!