1પાઉલ, સિલ્વાનુસ અને તિમોથી તરફથી થેસ્સલોનિકામાં રહેતી મંડળીને કુશળતા હો. તમે લોકો આપણા દેવ બાપ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને આઘિન છો.
1
از طرف پولس و سیلوانس و تیموتاؤس به كلیسای تسالونیكیان كه به پدر ما خدا و عیسی مسیح خداوند تعلّق دارد.
2દેવ બાપ તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમારા પર કૃપા તથા શાંતિ થાઓ.
2
خدای پدر و عیسی مسیح خداوند، فیض و آرامش به شما عنایت فرمایند.
3અમે તમારા માટે હમેશા દેવની આભારસ્તુતિ કરીએ છીએ. અને અમારે તેમ કરવું જોઈએ કારણ કે તેમ કરવું યથાર્થ છે. તે યથાર્થ છે કારણ કે તમારા બધાનો વિશ્વાસ અને એકબીજા માટેનો પ્રેમ દિનપ્રતિદિન વધી રહ્યો છે.
3
ای دوستان، ما موظّفیم همواره خدا را بهخاطر شما سپاس گوییم. آری، شایسته است چنین كنیم؛ زیرا ایمان شما به طور عجیبی رشد میکند و محبّت شما به یكدیگر روز افزون است.
4તેથી બીજી દેવની મંડળીઓ આગળ અમે તમારાં વખાણ કરીએ છીએ. અમે કહીએ છીએ કે કઈ રીતે તમે તમારા વિશ્વાસમાં દૃઢ બનવાનું ટકાવી રાખ્યું છે. તમારી ઘણી રીતે સતાવણી કરવામાં આવી છે, અને ઘણી મુશ્કેલીઓ તમે સહન કરી છે પરંતુ નિષ્ઠા પ્રતિ તમે અચળ રહ્યાં છો.
4
ما در كلیساهای خدا بهخاطر بردباری و ایمانتان در تحمّل آزارها و رنجها به وجود شما افتخار میکنیم.
5એ સાબિત થઈ ચૂક્યું છે કે દેવ તેના ન્યાયમાં યથાર્થ છે. દેવ તેના રાજ્ય માટે તમે યોગ્ય ગણાઓ તેવા બનાવવા માંગે છે. તમારે ભોગવવી પડતી વેદના તે રાજ્ય માટે છે.
5
این آزارها ثابت میکند كه خدا از روی انصاف داوری میکند و میخواهد كه شما شایستهٔ پادشاهی خدا كه بهخاطر آن رنج میبرید، بشوید.
6દેવ જે વાજબી છે તે કરશે. જેઓ તમને કષ્ટ આપે છે, તેઓને તે કષ્ટ આપશે.
6
خدا عادل است و به کسانیکه به شما آزار میرسانند، جزا خواهد داد
7અને તમે કે જે હેરાન થયા છો તેમને દેવ વિસામો આપશે. દેવ અમને પણ વિસામો આપશે. જ્યારે પ્રભુ ઈસુ પ્રગટ થશે. ઈસુ સ્વર્ગમાંથી તેના પરાક્રમી દૂતો સાથે આવશે.
7
و به شما كه رنج و آزار میبینید و همچنین به ما آسودگی خواهد بخشید. این كار در روزی كه عیسی خداوند از آسمان با فرشتگان توانای خود
8તે આકાશમાંથી જવાળામય અગ્નિ સહિત જેઓ દેવને જાણતા નથી તેવા લોકોને શિક્ષા કરવા આવશે. જે લોકો આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુર્વાતા માનતા નથી તેઓને દેવ શિક્ષા કરશે.
8
در آتشی فروزان ظهور كند، انجام خواهد گرفت و به آنانی كه خدا را نمیشناسند و انجیل خداوند ما عیسی را رد میکنند، كیفر خواهد داد.
9તે લોકો અનંતકાળ સુધી ચાલતા વિનાશથી દંડાશે અને પ્રભુનું સાનિધ્ય તેઓને માટે અલભ્ય બનશે. તેઓ તેના મહિમાવાન સાર્મથ્યથી દૂર રખાશે.
9
آنان كیفر هلاكت جاودانی و دوری از حضور خداوند و محرومیّت از جلال قدرت او را خواهند دید.
10જે દિવસે પ્રભુ ઈસુ આવશે ત્યારે આમ બનશે. ઈસુ તેના સંતો સાથે મહિમાને સ્વીકારવા આવશે. અને દરેક વિશ્વાસીઓ ઈસુ દર્શનથી મુગ્ધ બની જશે. અમે તમને જે કહ્યું તેમાં તમે વિશ્વાસ રાખ્યો છે તેથી તમે એ વિશ્વાસુઓના સમૂહમાં સામેલ થશો.
10
در آن روزی كه او میآید، از مقدّسین خود جلال خواهد یافت و تمام ایمانداران از دیدن او متعجّب خواهند شد و شما نیز جزء آنها خواهید بود، زیرا به شهادت ما ایمان آوردید.
11તેથી અમે હમેશા તમારા માટે પ્રાર્થના કરીએ છીએ કે તમને જીવવા મળેલ તેડાને યોગ્ય થઈ ચાલો માટે દેવ તમને સહાય કરે. તમારામાં રહેલું સૌજન્ય તમને સારું કાર્ય કરવા પ્રેરે છે અને તમારો વિશ્વાસ તમને કર્તવ્યનિષ્ઠ બનાવે છે. અને અમે પ્રાર્થના કરીએ છીએ કે દેવનું સાર્મથ્ય તમને આમ વધુ ને વધુ કરવા માટે મદદરૂપ બનો.
11
به این سبب است كه ما همیشه برای شما دعا میکنیم كه خدای ما، شما را شایستهٔ دعوت خود گرداند و همهٔ آرزوهای نیكوی شما را برآورد و فعالیّتهای شما را كه از ایمان سرچشمه میگیرد، با قدرت خود به كمال رساند،
تا نام خداوند ما عیسی مسیح در شما جلال یابد و شما نیز بر طبق فیض خدای ما و عیسی مسیح خداوند در او جلال یابید.
12અમે આ બધા માટે પ્રાર્થના કરીએ છીએ કે જેથી આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ તમારામાં મહિમાવાન થાય. અને તેના થકી તમે મહિમાવાન બનો. આ મહિમા આપણા દેવ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપાથી પ્રાપ્ત થાય છે.
12
تا نام خداوند ما عیسی مسیح در شما جلال یابد و شما نیز بر طبق فیض خدای ما و عیسی مسیح خداوند در او جلال یابید.