1ઈકોનિયા શહેરમાં પાઉલ અને બાર્નાબાસ ગયા તેઓ યહૂદિઓના સભાસ્થાનમાં પ્રવેશ્યા. (તેઓએ બધાં શહેરોમાં જે કંઈ કર્યુ તે આ છે.) તેઓ ત્યાં લોકો સાથે બોલ્યા. પાઉલ અને બાર્નાબાસ એટલું સારું બોલ્યા કે ઘણા યહૂદિઓ અને ગ્રીકોએ, તેઓએ જે કહ્યું તેમાં વિશ્વાસ કર્યો.
1
در شهر قونیه نیز پولس و برنابا به كنیسه یهود وارد شدند و چنان صحبت كردند، كه گروه عظیمی از یهودیان و یونانیان ایمان آوردند.
2પરંતુ કેટલાક યહૂદિઓએ વિશ્વાસ કર્યો નહી. આ યહૂદિઓએ બિનયહૂદિ લોકોને ઉશ્કેર્યા અને ભાઈઓના વિષે મનમાં ખરાબ વસ્તુઓ વિચારતા કર્યા.
2
امّا یهودیانی كه ایمان نیاورده بودند، غیر یهودیان را تحریک كردند و افكار آنان را نسبت به این ایمانداران منحرف ساختند.
3તેથી પાઉલ અને બાર્નાબાસ લાંબા સમય સુધી ઇકોનિયામાં રહ્યા અને તેઓ પ્રભુ વિષે આશ્ચર્યથી હિંમત રાખીને બોલ્યા. પાઉલ અને બાર્નાબાસ દેવની કૃપા વિષે બોધ આપતા હતા. પ્રભુએ પૂરવાર કર્યુ, કે તેઓ જે કહેતા હતા તે સાચું હતું. પ્રેરિતોને (પાઉલ તથા બાર્નાબાસ) ચમત્કારો તથા અદભૂત કૃત્યો કરવામાં તે મદદ કરતા.
3
آن دو مدّت زیادی در آن شهر ماندند و بدون ترس دربارهٔ خداوند سخن میگفتند. خداوند نیز با اعطای قدرت به آنها برای انجام عجایب و نشانهها، پیام فیض بخش خود را تصدیق میفرمود.
4પરંતુ શહેરના કેટલાક લોકો યહૂદિઓ સાથે સંમત થયા. શહેરના બીજા લોકો પાઉલ અને બાર્નાબાસમાં વિશ્વાસ કરતા. તેથી શહેરના ભાગલા પડ્યા હતા.
4
امّا بین مردم شهر دودستگی افتاد، عدّهای طرفدار یهودیان شدند و عدّهای جانب رسولان را گرفتند.
5કેટલાક બિનયહૂદિ લોકો, કેટલાક યહૂદિઓ, અને તેઓના યહૂદિ અધિકારીઓએ પાઉલ અને બાર્નાબાસને ઇજા પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. આ લોકોની ઈચ્છા તેઓને પથ્થરોથી મારી નાખવાની હતી.
5
در این وقت یهودیان و غیر یهودیان با همدستی اولیای امور تصمیم گرفته بودند، به رسولان آزار برسانند و آنان را سنگسار نمایند.
6જ્યારે પાઉલ અને બાર્નાબાસે આ સંબંધી જાણયું. ત્યારે તેઓએ તે શહેર છોડયું, તેઓ લુસ્ત્રા અને દર્બેમાં લુકોનિયાના શહેરોમાં અને તેની આજુબાજુના શહેરોના વિસ્તારમાં ગયા.
6
به محض اینكه رسولان از این موضوع آگاه شدند، به سوی شهرهای لیكائونیه یعنی لستره و دربه و نواحی مجاور فرار كردند
7તેઓએ ત્યાં પણ સુવાર્તા પ્રગટ કરી.
7
و در آنجا به بشارت نجات ادامه دادند.
8લુસ્ત્રામાં એક માણસ હતો જેના પગમાં કંઈક ખોડ હતી. તે જન્મથી જ અપંગ હતો; તે કદી ચાલ્યો નહોતો.
8
در شهر لستره مرد مفلوجی نشسته بود، كه لنگ مادرزاد بود و هرگز با پاهای خود راه نرفته بود.
9આ માણસ બેઠો હતો અને પાઉલને ધ્યાનથી સાંભળતો હતો, પાઉલે તેના તરફ જોયું કે તે માણસને વિશ્વાસ હતો કે દેવ તેને સાજો કરી શકે તેમ છે.
9
او به سخنان پولس گوش میداد. پولس به صورت او خیره شد و چون دید ایمان آن را دارد كه شفا یابد،
10તેથી પાઉલે મોટા અવાજે કહ્યું, “તારા પગ પર ઊભો થા!” તે માણસ કૂદીને ઊભો થયો અને આજુ બાજુ ચાલવા માંડ્યો.
10
با صدای بلند به او گفت: «بلند شو و راست روی پاهای خود بایست.» او جست زد و به راه افتاد.
11પાઉલે જે કર્યુ તે જ્યારે લોકોએ જોયું ત્યારે તેઓએ તેઓની પોતાની લુકોનિયાની ભાષામાં પોકાર કર્યો. તેઓએ કહ્યું, “દેવો, માણસોનું રૂપ લઈને આવ્યા છે. તેઓ આપણી પાસે નીચે ઉતર્યા છે!”
11
وقتی مردم كاری را كه پولس كرد دیدند، به زبان آن محل فریاد زدند: «خدایان به صورت انسان در میان ما فرود آمدهاند.»
12લોકોએ બાર્નાબાસને “ઝિયૂસ” કહ્યો. તેઓએ પાઉલને “હર્મેસ” કહ્યો, કારણ કે તે જ મુખ્ય બોલનાર હતો.
12
برنابا را مشتری و پولس را عطارد خواندند. (پولس را از آن جهت عطارد خواندند، كه سخنگوی آنان بود.)
13ઝિયૂસનું મંદિર શહેરમાં નજીકમાં હતું. આ મંદિરના યાજકે કેટલાક બળદો અને ફૂલો શહેરના દરવાજા પાસે આણ્યાં. તે યાજક અને લોકો પાઉલ અને બાર્નાબાસને ભક્તિપૂર્વક ભેટ અર્પણ કરવા ઇચ્છતા હતા.
13
آنگاه كاهن پرستشگاه مشتری كه پرستشگاهش در خارج از شهر واقع بود گاوانی با حلقههای گل به دروازهٔ شهر آورد و میخواست به اتّفاق جماعت گاوان را قربانی كند.
14પરંતુ જ્યારે પ્રેરિતો, પાઉલ અને બાર્નાબાસ લોકો શું કરતા હતા તે સમજ્યા, ત્યારે તેઓએ તેમનાં પોતાનાં વસ્ત્રો ફાડ્યાં. પછી તેઓ લોકોમાં અંદર દોડી ગયા અને તેઓને માટે સાદે કહ્યું:
14
امّا هنگامیکه آن دو رسول، یعنی برنابا و پولس از این امر مطّلع گشتند، لباسهای خود را دریدند و به میان مردم رفته فریاد میکردند:
15“સજ્જનો, તમે આ બધું શા માટે કરો છો? અમે દેવો નથી! અમારે પણ તમારા જેવી લાગણીઓ છે. અમે તમને સુવાર્તા કહેવા આવ્યા છે. અમે તમને આ નિરર્થક વસ્તુઓ તરફથી પાછા ફરવાનું કહીએ છીએ. ઉત્પન્ન કરનાર જીવતા દેવ તરફ ફરો. તેણે આકાશ, પૃથ્વી, સમુદ્ર અને તેઓના માં રહેલી પ્રત્યેક વસ્તુઓનું સર્જન કર્યુ છે.
15
«ای آقایان، چه میکنید؟ ما هم مثل شما انسان هستیم، با عواطف و احساساتی مانند خود شما. ما برای شما مژدهای داریم، كه از این کارهای بیهوده باز گردید و به خدای زندهای كه آسمان و زمین و دریا و آنچه را كه در آنهاست آفریده است، روی آورید.
16“ભૂતકાળમાં દેવે પ્રત્યેક રાષ્ટ્રોને તેઓની ઈચ્છા પ્રમાણે કરવા દીધું હતું.
16
در دوران گذشته او اجازه داد كه جمیع ملّتها به راههای خود بروند.
17પરંતુ દેવે જે કર્યુ તે ખરું છે. દેવ પોતાના વિષે સાક્ષી આપ્યા વગર રહ્યો નથી. તે તમારા માટે સારું કામ કરે છે. તે તમને આકાશમાંથી વરસાદ આપે છે. તે તમને યોગ્ય સમયે સારી ફસલ આપે છે. તે તમને પુષ્કળ પ્રમાણમાં અનાજ આપે છે અને તે તમારા હ્રદયને આનંદથી ભરે છે.”
17
در عین حال کارهای نیک او همیشه وجودش را ثابت نموده است. او به شما از آسمان باران و محصول به موقع عطا میکند، به شما غذا میدهد و دلهایتان را از شادمانی پر میسازد.»
18“પાઉલ અને બાર્નાબાસે તે લોકોને આ વાતો કરી પરંતુ હજુ સુધી પાઉલ અને બાર્નાબાસ લોકોને લગભગ તેઓની ભક્તિ અને બલિદાન કરતાં ભાગ્યે જ અટકાવી શક્યા.
18
رسولان با این سخنان به سختی توانستند مردم را از قربانی كردن برای ایشان باز دارند.
19પછી કેટલાક યહૂદિઓ અંત્યોખ અને ઈકોનિયામાંથી આવ્યા. તેઓએ લોકોને પાઉલની વિરૂદ્ધ સતાવણી કરવા સમજાવ્યા. અને તેથી લોકોએ પાઉલ પર પથ્થરો ફેંક્યા અને તેને શહેરની બહાર ઘસડી ગયા. લોકોએ ધાર્યું કે તેઓએ પાઉલને મારી નાખ્યો છે.
19
در این هنگام یهودیان از انطاكیه و قونیه رسیدند و مردم را با خود متّحد ساخته و پولس را سنگسار كردند و به گمان اینكه مرده است، او را از شهر بیرون كشیدند.
20ઈસુના શિષ્યો પાઉલની આજુબાજુ ભેગા થયા અને તે ઊભો થયો અને શહેરમાં પાછો ગયો. બીજે દિવસે, તે અને બાર્નાબાસ આ શહેર છોડીને દર્બેના શહેરમાં ગયા.
20
امّا وقتی شاگردان دور او جمع شدند او برخاست و به داخل شهر آمد و روز بعد به اتّفاق برنابا به دربه عزیمت كرد.
21પાઉલ અને બાર્નાબાસે દર્બેના શહેરમાં પણ સુવાર્તા પ્રગટ કરી. ઘણા લોકો ઈસુના શિષ્યો બન્યા. પાઉલ અને બાર્નાબાસ લુસ્ત્રા, ઈકોનિયા અને અંત્યોખ શહેરોમાં પાછા પર્યા.
21
پس از اینكه در آن شهر هم بشارت دادند و پیروان بسیاری یافتند، به لستره و قونیه و انطاكیه بازگشتند
22તે શહેરોમાં પાઉલ અને બાર્નાબાસે ઈસુના શિષ્યોને વધારે બળવાન બનાવ્યા. તેઓએ તેઓને વિશ્વાસમાં રહેવામાં મદદ કરી. પાઉલ અને બાર્નાબાસે કહ્યું, “દેવના રાજ્યમાં આપણે પ્રવેશવા માટે ઘણાં સંકટોનો સામનો કરવો પડે છે.”
22
و در بین راه شاگردان را تقویت میکردند و آنان را تشویق مینمودند كه در ایمان خود پایدار بمانند و به آنان میگفتند: «برای داخل شدن به پادشاهی خدا ما باید از راههای بسیار سختی بگذریم.»
23પાઉલ અને બાર્નાબાસે પ્રત્યેક મંડળી માટે વડીલોને પસંદ કર્યા. તેઓએ ઉપવાસ કર્યા અને આ વડીલો માટે પ્રાર્થના કરી. આ વડીલો એ માણસો હતા, જેઓને પ્રભુ ઈસુમાં વિશ્વાસ હતો. તેથી પાઉલ અને બાર્નાબાસે તેઓને પ્રભુની સંભાળ હેઠળ રાખ્યા.
23
در هر یک از كلیساها مشایخی را تعیین كردند و با نیایش و روزه ایشان را به دست آن خداوندی كه به او گرویده بودند، سپردند.
24પાઉલ અને બાર્નાબાસ પિસીદિયા થઈને આવ્યા. પછી તેઓ પમ્ફુલિયા દેશમાં આવ્યા.
24
سپس از سرزمین پیسیدیه گذشتند و به سرزمین پمفیلیه رسیدند.
25તેઓએ પર્ગે શહેરમાં દેવની વાતનો બોધ આપ્યો, અને પછી તેઓ અત્તાલિયા શહેરમાં આવ્યા,
25
وقتی پیام را در پرجه هم اعلام كردند به اتالیه وارد شدند
26અને ત્યાંથી પાઉલ અને બાર્નાબાસ સિરિયાના અંત્યોખ તરફ હોડી હંકારી ગયા. આ એ જ શહેર છે, જ્યાં વિશ્વાસીઓએ તેઓને દેવની કૃપામાં રાખ્યા. અને આ કામ કરવા માટે તેઓને મોકલ્યા જે કાર્ય તેણે હવે પૂર્ણ કર્યુ છે.
26
و از آنجا با کشتی به سوی انطاكیه رفتند. یعنی همان جاییکه بهخاطر خدمتی كه انجام داده بودند، به فیض الهی سپرده شده بودند.
27જ્યારે પાઉલ અને બાર્નાબાસ આવ્યા, તેઓએ મંડળીને ભેગી કરી. પાઉલ અને બાર્નાબાસે દેવે તેમની સાથે કરેલી પ્રત્યેક બાબતો વિષે જણાવ્યું. તેઓએ કહ્યું, “દેવે દરવાજો ઉઘાડ્યો છે, તેથી બીજા રાષ્ટ્રોના લોક (બિનયહૂદિઓ) પણ વિશ્વાસ ધરાવે છે!”
27
وقتی به آنجا رسیدند، اعضای كلیسا را جمع كردند و ایشان را از هرچه خدا به اتّفاق آنان انجام داده بود، مطّلع ساختند و نیز گفتند، كه چگونه خدا راه ایمان را به روی ملل غیر یهود گشوده است
و در آنجا مدّتی پیش شاگردان ماندند.
28પાઉલ અને બાર્નાબાસ ઈસુ ખ્રિસ્તના શિષ્યોની સાથે લાંબો સમય ત્યાં રહ્યા.
28
و در آنجا مدّتی پیش شاگردان ماندند.