Gujarati: NT

Persian

Acts

8

1[This verse may not be a part of this translation]
1 شائول جزء كسانی بود، كه با قتل استیفان موافقت كرده بودند. در همان‌روز جفای سختی به كلیسای اورشلیم شروع شد و همهٔ ایمانداران به جز رسولان به نواحی یهودیه و سامره پراكنده شدند.
2[This verse may not be a part of this translation]
2 گروهی از نیكوكاران جسد استیفان را به خاک سپردند و سوگواری بزرگی برای او ترتیب دادند.
3[This verse may not be a part of this translation]
3 شائول سعی می‌کرد، كه بنیاد كلیسا را براندازد. او خانه به خانه می‌گشت و زنها و مردها را بیرون می‌كشید و به زندان می‌انداخت.
4વિશ્વાસીઓ સર્વત્ર વિખરાઈ ગયા. જે જે જગ્યાએ વિશ્વાસીઓ ગયા ત્યાં તેઓએ લોકોને સુવાર્તા પ્રગટ કરી.
4 و امّا آنانی كه پراكنده شده بودند به هرجا كه می‌رفتند، پیام خدا را اعلام می‌کردند.
5ફિલિપ સમારીઆના શહેરમાં ગયો ત્યાં તેણે ઈસુ વિષે બોધ આપ્યો.
5 فیلیپُس به شهری از سامره وارد شد و در آنجا به اعلام نام مسیح پرداخت
6ત્યાંના લોકોએ ફિલિપને સાંભળ્યો અને તેઓ બધાએ ફિલિપે જે કંઈ કહ્યું તે કાળજીપૂર્વક ધ્યાનથી સાંભળ્યું.
6 و مردم یک دل و با اشتیاق به سخنان او گوش می‌دادند و معجزاتی را كه انجام می‌داد می‌دیدند.
7આ લોકોમાંના ઘણાંને અશુદ્ધ આત્માઓ વળગ્યા હતા. પણ ફિલિપે અશુદ્ધ આત્માઓને તેઓમાંથી બહાર કાઢ્યા. જ્યારે તેઓ બહાર નીકળ્યા ત્યારે તેઓએ ઘણો મોટો અવાજ કર્યો. ત્યાં ઘણા લકવાગ્રસ્ત અને અપંગ માણસો પણ હતા. ફિલિપે આ લોકોને પણ સાજા કર્યા.
7 ارواح پلید با فریاد از مبتلایان بسیار خارج می‌شدند و عدّهٔ زیادی از مفلوجان و لنگان شفا می‌یافتند
8તે શહેરના લોકો આના કારણે ઘણા આનંદ વિભોર થયા.
8 و در آن شهر شادی عظیمی برپا شد.
9પણ તે શહેરમાં એક સિમોન નામનો માણસ હતો. ફિલિપના આવતા પહેલા સિમોન ત્યાં જાદુના ખેલ કરતો હતો. તે સમારીઆના બધા લોકોને તેની યુકિતોથી અચરજ પમાડતો હતો. તે તેની જાતને મહાન માણસ કહેવડાવવાનો દંભ કરતો.
9 مردی شمعون نام در آن شهر زندگی می‌کرد كه برای مدّتی سامریان را فریفتهٔ کارهای جادوگرانهٔ خود كرده و مدّعی بود كه او شخص بزرگی است.
10બધા જ લોકો ઓછા મહત્વના કે વધારે મહત્વના-સિમોન જે કહેતો તે માનતા. લોકો કહેતા, “આ માણસ પાસે દેવની સત્તા છે. ‘જે મહાન સત્તા’ કહેવાય છે!”
10 همهٔ آنان از بزرگ و كوچک با توجّه كامل به او گوش می‌دادند و می‌گفتند: «این شخص قدرت همان خدایی است كه عظیم نام دارد.»
11સિમોન તેના જાદુઇ ખેલોથી લોકોને આશ્ચર્યચકિત કરતો રહ્યો.
11 آنها احترام زیادی به او می‌گذاشتند زیرا او سالهای سال با جادوگری آنها را افسون كرده بود.
12પણ ફિલિપે લોકોને દેવના રાજ્ય અને ઈસુ ખ્રિસ્તના નામ વિષે સુવાર્તા કહી, પુરુંષો અને સ્ત્રીઓએ ફિલિપમાં વિશ્વાસ મૂક્યો. તેઓએ બાપ્તિસ્મા લીધું.
12 امّا وقتی به مژدهٔ فیلیپُس دربارهٔ پادشاهی خدا و نام عیسی مسیح ایمان آوردند مردها و زنها تعمید یافتند.
13સિમોને પોતે પણ વિશ્વાસ મૂક્યો અને બાપ્તિસ્મા પામ્યો. સિમોન ફિલિપની સાથે રહ્યો. ફિલિપે જે અદભૂત ચમત્કારો અને સાર્મથ્યવાન કાર્યો કર્યા તે જોઈ તે ઘણો નવાઈ પામ્યો.
13 حتّی خود شمعون نیز ایمان آورد و تعمید گرفت و پس از آن دیگر از فیلیپُس دور نشد و وقتی عجایب و معجزاتی را كه به وسیلهٔ فیلیپُس به عمل می‌آمد می‌دید مات و مبهوت می‌شد.
14પ્રેરિતો હજુ યરૂશાલેમમાં હતા. તેઓએ સાંભળ્યું કે સમારીઆના લોકોએ દેવની વાત સ્વીકારી છે તેથી પ્રેરિતોએ પિતર અને યોહાનને સમારીઆના લોકો પાસે મોકલ્યા.
14 همین‌که رسولان ساکن اورشلیم باخبر شدند كه در سامره هم پیام خدا با استقبال روبه‌رو شده است، پطرس و یوحنا را پیش آنان فرستادند.
15જ્યારે પિતર અને યોહાન આવી પહોંચ્યા ત્યારે, તેઓએ સમારીઆના વિશ્વાસીઓ પવિત્ર આત્મા પામે તે માટે પ્રાર્થના કરી.
15 وقتی آنها به آنجا رسیدند، برای ایمانداران دعا كردند تا روح‌القدس را بیابند،
16આ બધા લોકોને ઈસુના નામે બાપ્તિસ્મા આપ્યું. પરંતુ હજુ સુધી તેઓમાંના કોઈમાં પવિત્ર આત્મા ઉતર્યો ન હતો. તેથી પિતર અને યોહાને પ્રાર્થના કરી.
16 زیرا آنها فقط به نام عیسی خداوند تعمید گرفته بودند و تا آن زمان روح خداوند بر آنان نازل نشده بود.
17તે બે પ્રેરિતોએ તે લોકો પર હાથ મૂક્યા. પછી તે લોકો પવિત્ર આત્મા પામ્યા.
17 بنابراین پطرس و یوحنا دست بر سر آنان گذاردند و آنان روح‌القدس را یافتند.
18સિમોને જોયું કે જ્યારે પ્રેરિતોએ તેઓના પર તેઓના હાથ મૂક્યા ત્યારે જ તેઓને પવિત્ર આત્મા પ્રાપ્ત થયેલ છે. તેથી સિમોને પ્રેરિતોને પૈસા આપવાની દરખાસ્ત કરી.
18 وقتی شمعون دید كه با دستگذاری رسولان روح‌القدس عطا می‌شود، پولهای خود را پیش پطرس و یوحنا آورد
19સિમોને કહ્યું, “તમારા જેવો અધિકાર મને પણ આપો જેથી જ્યારે હું કોઇ માણસના માથે હાથ મૂકું તો તેને પવિત્ર આત્મા પ્રાપ્ત થાય.”
19 و گفت: «همان قدرت را به من هم مرحمت كنید تا بر هرکه دست بگذارم، روح‌القدس را بیابد.»
20પિતરે સિમોનને કહ્યું, “તું અને તારા પૈસા બંને બરબાદ થઈ જશે! કારણ કે તેં વિચાર્યુ કે દેવનું દાન પૈસાથી મળે છે.
20 پطرس پاسخ داد: «پولت با خودت هلاک شود، چون گمان کرده‌ای كه بخشش رایگان خدا را با پول می‌توان خرید.
21તું આ કામમાં અમારી સાથે ભાગ લઈ શકીશ નહિ. તારું હ્રદય દેવ સમક્ષ ન્યાયી નથી.
21 تو از این بابت هیچ نصیبی نداری؛ زیرا دل تو پیش خدا ناراست است.
22તું પસ્તાવો કર! તેં આ જે કંઈ ખરાબ કર્યુ છે ત્યાંથી તું પાછો વળ. પ્રભુને પ્રાર્થના કર. કદાચ તારા અંત:કરણના આ વિચારને તે માફ કરશે.
22 از این شرارت توبه كن و از خداوند بخواه تا شاید تو را برای داشتن چنین فكری ببخشد.
23હું જોઈ શકું છું કે તું અદેખાઈની કડવાશમાં અને પાપના બંધનમાં છે.”
23 من می‌بینم كه زندگی تو تلخ و زهرآگین است و در زنجیرهای شرارت گرفتاری.»
24સિમોને જવાબ આપ્યો, “તમે બંને પ્રભુને મારા માટે પ્રાર્થના કરો. પ્રાર્થના કરો કે તમે જે કહ્યું છે તે હવે મારી સાથે બનશે નહિ!”
24 شمعون در پاسخ خواهش كرده گفت: «برای من به درگاه خداوند دعا كنید تا هیچ‌یک از چیزهایی را كه دربارهٔ من گفتید عملی نشود.»
25પછી તે બે પ્રેરિતોએ ઈસુની જે વાતો જોઈ હતી તે કહી. પ્રેરિતોએ લોકોને પ્રભુનો તે સંદેશ કહ્યો. પછી તેઓ યરૂશાલેમ પાછા ફર્યા. રસ્તામાં જતાં જતાં સમરૂનીઓમાંનાં ઘણાં ગામોમાં લોકોને સુવાર્તા પ્રગટ કરી.
25 پس از آنكه پطرس و یوحنا شهادت‌های خود را دادند و پیغام خداوند را اعلام كردند، به اورشلیم بازگشتند و در بین راه مژدهٔ نجات را به بسیاری از دهكده‌های سامره رسانیدند.
26પ્રભુના દૂતે ફિલિપને કહ્યું. તે દૂતે કહ્યું, “તૈયાર થઈ જા અને દક્ષિણમાં જા. યરૂશાલેમથી ગાઝા જવાના રસ્તેથી જા. આ રસ્તો રેતીના રણમાં થઈને જાય છે.”
26 فرشتهٔ خداوند به فیلیپُس گفت: «برخیز به طرف جنوب، به آن جاده‌ای كه از اورشلیم به غزه می‌رود برو.» (این جاده یک راه بیابانی است.)
27તેથી ફિલિપ તૈયાર થઈને ગયો. રસ્તામાં તેણે એક ઈથિઓપિયાના માણસને જોયો. તે એક ખોજો હતો. તે ઈથિઓપિયા (હબશીઓ) ની રાણી કંદિકાના હાથ નીચે એક મહત્વનો અમલદાર હતો. તે તેણીના બધા ધનભંડારની કાળજી રાખવા માટે જવાબદાર હતો. આ માણસ યરૂશાલેમ ભજન કરવા ગયો હતો.
27 او بلند شد و به طرف آنجا حركت كرد. یک خواجه سرای حبشی كه در دربار ملكهٔ حبشه به نام كندا مقام مهمی داشت و خزانه‌دار او بود برای عبادت به اورشلیم آمده بود.
28હવે તે તેના ઘર તરફના રસ્તે પાછો ફરી રહ્યા હતો. ત્યાં તે તેના રથમાં બેસીને યશાયા પ્રબોધકનું પુસ્તક વાંચતો હતો.
28 در این هنگام در راه بازگشت به وطن در كالسكه‌ای نشسته بود و كتاب اشعیای نبی را می‌خواند.
29આત્માએ ફિલિપને કહ્યું, “પેલા રથ પાસે જા અને તેની નજીકમાં ઊભો રહે.”
29 روح خدا به فیلیپُس گفت: «نزدیک برو و خود را به آن كالسكه برسان.»
30તેથી ફિલિપ રથ નજીક ગયો. અને તે માણસને વાંચતા સાંભળ્યો. તે યશાયા પ્રબોધકનું પુસ્તક વાંચતો હતો. ફિલિપે તેને કહ્યું, “તું જે વાંચે છે તે શું તું સમજે છે?”
30 پس فیلیپُس به سوی آن دوید و شنید كه او كتاب اشعیا را می‌خواند و پرسید: «آیا آنچه می‌خوانی می‌فهمی؟»
31તે માણસે કહ્યું, “હું કેવી રીતે સમજી શકું? મને કોઇ માર્ગદર્શન આપનારની જરુંર છે.” પછી તેણે રથમાં આવીને તેની સાથે બેસવા નિમંત્રણ આપ્યું.
31 او پاسخ داد: «تا كسی مرا راهنمایی نكند، چطور می‌توانم آن را بفهمم؟» خواجه سرا از فیلیپُس خواهش كرد كه سوار كالسكه بشود و پهلوی او بنشیند.
32શાસ્ત્રનું જે પ્રકરણ વાંચતો હતો તે આ પ્રમાણે હતું કે: “ઘેટાંની જેમ તેને મારી નાંખવા માટે લઈ જવામાં આવ્યો. તે એક હલવાન જેમ જ્યારે કોઇ તેનું ઊન કાતરે ત્યારે મૌન રહે છે. તેમ તેણે પોતાનું મોંઢું ખોલ્યું નહિ. તે કંઈ જ બોલ્યો નહિ.
32 آن قسمتی را كه می‌خواند چنین بود: «او مانند گوسفندی كه به كشتارگاه می‌برند، یا مثل برّه‌ای كه پیش پشم‌چینان زبان نمی‌گشاید، كلامی به زبان نیاورد.
33તે શરમાળ હતો, અને તેના બધા હક્કો છિનવાઈ ગયા હતા. પૃથ્વી પરના તેના જીવનનો અંત આવ્યો; તેના પરિવારના સંદર્ભમાં હવે કોઇ વર્ણન મળશે નહિ.” યશાયા 53:7-8
33 بدین‌گونه او را حقیر شمردند و حقانیّتش را نادیده گرفتند. چه كسی دربارهٔ فرزندان او سخن خواهد گفت؟ زیرا حیات او از روی زمین منقطع شده است.»
34તે અમલદારે ફિલિપને કહ્યું, “કૃપા કરીને મને કહે. તેના સંદર્ભમાં કહેનારો પ્રબોધક કોણ છે? તે તેના પોતા વિષે કહે છે કે બીજા કોઇ માટે કહે છે?”
34 آن خواجه سرا به فیلیپُس گفت: «تمنّا دارم به من بگو كه نبی در اینجا دربارهٔ چه كسی سخن می‌گوید، دربارهٔ خودش یا كسی دیگر.»
35ફિલિપે બોલવાનું શરું કર્યુ. તેણે આ શાસ્ત્રથી જ શરુંઆત કરીને પેલા માણસને ઈસુના સંદર્ભમાં સુવાર્તા કહી
35 آنگاه فیلیپُس شروع كرده و از همان قسمت كتاب‌مقدّس، مژدهٔ عیسی را به او رسانید.
36જ્યારે તેઓ રસ્તા પરથી પસાર થતા હતા ત્યારે તેઓ એક જગ્યાએ આવ્યા જ્યાં પાણી હતું. તે અમલદારે કહ્યું, “જુઓ! અહી પાણી છે! અહી બાપ્તિસ્મા લેવામાં મને કોઈ અડચણ પડે તેમ નથી.”
36 همان‌طور كه می‌رفتند به آبی رسیدند. خواجه سرا گفت: «نگاه كن، در اینجا آب هست؛ چه چیزی مانع تعمید گرفتن من است؟»
37ફિલિપે જવાબ આપ્યો, “જો તું તારા સંપૂર્ણ હ્રદયથી વિશ્વાસ કરતો હોય તો તું કરી શકે. તે અમલદારે કહ્યું, “મને વિશ્વાસ છે કે ઈસુ ખ્રિસ્ત તે દેવનો દીકરો છે.”
37 فیلیپُس گفت: «اگر با تمام دل ایمان آوری هیچ مانعی وجود ندارد.» خواجه سرا پاسخ داد: «من ایمان دارم كه عیسی مسیح، پسر خداست.»
38પછી અમલદારે રથને ઊભો રાખવા આજ્ઞા કરી. ફિલિપ અને અમલદાર બંને પાણીમાં નીચે ઉતર્યા. અને ફિલિપે તેને બાપ્તિસ્મા આપ્યું.
38 خواجه سرا دستور داد كالسكه را نگه دارند. او و فیلیپُس داخل آب رفتند و فیلیپُس او را تعمید داد.
39જ્યારે તેઓ પાણીમાંથી બહાર આવ્યા ત્યારે પ્રભુનો આત્મા ફિલિપને લઈ ગયો. અમલદારે પછી તેને ફરીથી કદી જોયો નહિ. અમલદારે તેના ઘર તરફ ચાલવા માંડ્યું. તે ખુશ હતો.
39 وقتی از آب بیرون آمدند، روح خداوند ناگهان فیلیپُس را در ربود و خواجه سرا دیگر او را ندید و شادی‌كنان به راه خود رفت. امّا فیلیپُس در اشدود دیده شد كه در همهٔ شهرهای آن ناحیه می‌گشت و بشارت می‌داد تا سرانجام به قیصریه رسید.
40ફિલિપ અશ્દોદ નામના શહેરમાં જોવામાં આવ્યો. તે અશ્દોદથી કૈસરિયા સુધીના માર્ગમાં બધા શહેરમાં સુવાર્તા પ્રગટ કરતો ગયો.
40 امّا فیلیپُس در اشدود دیده شد كه در همهٔ شهرهای آن ناحیه می‌گشت و بشارت می‌داد تا سرانجام به قیصریه رسید.