Gujarati: NT

Persian

Colossians

2

1તમને મદદ કરવા માટે હું ઘણી જહેમત ઉઠાવી રહ્યો છું તે તમે જાણો એમ હું ઈચ્છુ છું. અને લાવદિકિયાના લોકોને જેઓ મને કદાપિ મળ્યા નથી તેઓને પણ હું મદદ કરવા પ્રયાસ કરી રહ્યો છું.
1 می‌خواهم بدانید كه چقدر برای شما و ایمانداران «لائودیکیه» و برای همهٔ آنانی كه تا به حال روی مرا ندیده‌اند زحمت می‌کشم،
2તેઓ વિશ્વાસમાં સમૃદ્ધ અને શક્તિશાળી બને જે સમજશક્તિ દ્વારા આવે છે અને પ્રેમ વડે એકબીજા સાથે જોડાય તેમ હું ઈચ્છુ છું. સમજશક્તિ દ્વારા જે દ્રઢ વિશ્વાસ ઉદભવે છે, તેમાં તેઓ સમૃદ્ધ બને તેમ હું ઈચ્છુ છું. દેવે જેને જાહેર કર્યુ છે તે મર્મથી તેઓ સંપૂર્ણપણે વાકેફ થાય તેમ હું ઈચ્છુ છું. તે સત્ય સ્વયં ખ્રિસ્ત જ છે.
2 تا آنان دلگرم شوند و در محبّت متّحد گردند و از بركاتِ سرشارِ اطمینانِ كامل كه از راه درک حقیقت به دست می‌آید، بهره‌مند شوند و از این راه به راز خدا كه خود مسیح است، پی خواهند برد.
3ખ્રિસ્તમાં બધા જ જ્ઞાન તથા બુદ્ધિનો ખજાનો સુરક્ષિત રખાયેલો છે.
3 تمام گنجینه‌های حكمت و معرفت الهی، در مسیح نهفته است.
4હું તમને આ બાબતો એટલા માટે જણાવું છું કે કોઈ પણ વ્યક્તિ તમને એવા ખ્યાલોથી મૂર્ખ ન બનાવે કે જે સારા લાગે ખરાં, પણ હોય ખોટા.
4 این را می‌گویم تا مبادا كسی شما را با دلایل مجذوب كننده گمراه سازد،
5હું સદેહે તમારી સાથે નથી, પરંતુ મારું હૃદય તો તમારી સાથે જ છે. તમારું સારું જીવન અને ખ્રિસ્ત પ્રત્યેનો દ્રઢ વિશ્વાસ જોઈને મને આનંદ થાય છે.
5 زیرا اگرچه جسماً غایب هستم ولی در روح حضور دارم و از دیدن نظم و ترتیبی كه در میان شما وجود دارد و از ثبات ایمانتان به مسیح خوشحالم.
6તમે ખ્રિસ્ત ઈસુ પ્રભુને સ્વીકાર્યો છે. તેથી કોઈ પણ પરિવર્તન લાવ્યા વિના તેને અનુસરવાનું ચાલુ રાખો.
6 پس همان طوری که روزی مسیح عیسی را به عنوان خداوند خود پذیرفتید، اكنون همیشه در اتّحاد با او زندگی كنید.
7તમારે ફક્ત ખ્રિસ્ત પર જ આધારિત રહેવું. જીવન અને સાર્મથ્ય તેના તરફથી આવે છે, તમને સત્ય શીખવવામાં આવ્યુ છે. તમારે તે સત્ય ઉપદેશ અંગે દ્રઢ રહેવાનું ચાલુ જ રાખવું જોઈએ. અને હંમેશા આભારસ્તુતિ કરવી જોઈએ.
7 در او ریشه بگیرید و رشد كنید. همان‌گونه كه تعلیم یافتید در ایمان استوار باشید و در ستایش خدا برای دیگران نمونه باشید.
8જે અર્થહીન હોય તેવા વ્યર્થ ખ્યાલો કે શબ્દો વડે કોઈ વ્યક્તિ તમને દોરે નહિ તે અંગે સાવધ રહો. તેવા ખ્યાલો ખ્રિસ્ત તરફથી નહિ, પરંતુ લોકો તરફથી આવતા હોય છે.
8 مواظب باشید مبادا كسی با دلایل پوچ و فلسفه‌ای كه متّکی به سنّتهای انسانی و عقاید بچّگانهٔ این جهان است، شما را اسیر خود سازد. این تعالیم از مسیح نیست.
9દેવ સંપૂર્ણપણે ખ્રિસ્તમાં નિવાસ કરે છે.
9 زیرا الوهیّت به طور كامل در مسیح مجسم شد
10અને ખ્રિસ્તમાં તમે સંપૂર્ણ છો. તમારે બીજા કશાની આવશ્યકતા જ નથી. બધા જ શાસકો અને સત્તાઓના ઈસુ જ શાસક છે.
10 و شما نیز به وسیلهٔ اتّحاد با او كه بالاتر از همهٔ قدرتها و ریاستهاست، كامل شده‌اید.
11ખ્રિસ્તમાં તમને વિવિધ પ્રકારની સુન્નત મળી હતી. જે સુન્નત કેટલાક માણસોના હાથથી કરવામાં આવી ન હતી. મારો મતલબ છે કે તમારી પાપી જાતના સાર્મથ્યથી તમને મુક્ત કરવામાં આવેલા. ખ્રિસ્ત તો આ જ પ્રકારની સુન્નત કરે છે.
11 شما نیز در اتّحاد با او ختنه شده‌اید، ختنه‌ای كه به دست انسان صورت نگرفته است بلكه به وسیلهٔ ختنهٔ مسیح كه قطع طبیعت نفسانی است.
12જ્યારે તમે બાપ્તિસ્મા પામ્યા, ત્યારે તમારી ર્જીણજાત મૃત્યુ પામી અને ખ્રિસ્તની સાથે તમે દટાયા. અને તે બાપ્તિસ્મામાં ખ્રિસ્તની સાથે તમને ઉઠાડવામાં આવ્યા, કારણ કે દેવના સાર્મથ્યમાં તમને વિશ્વાસ હતો. જ્યારે તેણે ખ્રિસ્તને મૂએલામાંથી ઉઠાડયો ત્યારે દેવના સાર્મથ્યને દર્શાવ્યું.
12 وقتی شما تعمید گرفتید با مسیح مدفون شدید و نیز در تعمید خود به وسیلهٔ ایمان با قدرت خدا كه مسیح را پس از مرگ زنده گردانید، با او قیام كردید.
13તમે તમારા પાપી સ્વભાવ અને તમારી પાપી કાયાની તાકાતથી બંધાયેલા હતા, તેથી તમે આત્મિક રીતે મૂએલા હતા. પરંતુ ખ્રિસ્ત સાથે દેવે તમને જીવતા કર્યા અને દેવે આપણા પાપોની માફી આપી.
13 خدا شما را كه به علّت خطاهای خود مُرده و در جسم خود نامختون بودید، با مسیح زنده كرد و همهٔ گناهان ما را بخشیده است.
14આપણે દેવના નિયમનો ભંગ કર્યો તેથી આપણે દેવાદાર બન્યા. જે નિયમોને અનુસરવામાં આપણે નિષ્ફળ રહ્યાં, તેને કરજની યાદી દર્શાવે છે. પરંતુ દેવે આપણું બધું જ કરજ માફ કર્યુ. દેવે આપણું કરજ લઈ લીધું અને તેને વધસ્તંભ પર ખીલાથી જડી દીધું.
14 او سند محکومیّت ما را همراه با تمام مقرّراتی كه علیه ما بود، لغو كرد و آن را به صلیب خود میخكوب نموده، از بین برد.
15આત્મિક શાસકો અને સત્તાઓને દેવે પરાજીત કર્યો. વધસ્તંભ વડે દેવે જય મેળવ્યો અને તે શાસકો અને સત્તાઓને પરાજીત કર્યા. દેવે જગતને બતાવ્યું કે તેઓ સાર્મથ્યહીન હતા.
15 مسیح بر روی صلیب، تمام قدرتهای آسمانی و فرمانروایان را خلع سلاح كرد و بر آنها پیروز شد و آنها را پیش همه رسوا ساخت.
16તેથી કોઈ પણ વ્યક્તિને તમારા માટે ખાવાપીવા અંગેના કે યહૂદી રિવાજો. (ઉત્સવો, ચાંદરાત, કે વિશ્રામવાર) વિષે કોઈ તમને દોષિત ન ઠરાવે. કોઈ પણ વ્યક્તિને આ વિષે તમારા માટે નિયમો ન ઘડવા દો.
16 بنابراین در مورد خوراکی یا آشامیدنی یا رعایت عید یا ماه نو یا روز سبت، به هیچ وجه تحت تأثیر انتقاد دیگران قرار نگیرید.
17ભૂતકાળમાં, આ બાબતો પડછાયારૂપ હતી કે જેનું આગમન થઈ રહ્યું છે તે દર્શાવતી હતી. પરંતુ નૂતન બાબતો કે જેનું આગમન થવાનું હતું તે ખ્રિસ્તમાં દેખાઈ છે.
17 این چیزها فقط سایهٔ آن واقعیّتی است كه قرار است بیاید و آن واقعیّت، خود مسیح است.
18કેટલાક લોકો નમ્રતા અને દૂતોની સેવા કરવા ઈચ્છતા હોય, એવું વર્તન કરે છે. તે લોકો હમેશા જે દર્શનો તેઓએ જોયા હોય તેના વિષે કહેતા રહે છે. તે લોકોને ન કહેવા દો કે, “તમે આમ કરતા નથી, તેથી તમે ખોટા છો.” તે લોકો મૂર્ખ અભિમાનથી ભરપૂર છે. કારણ કે તેઓ ફક્ત માનવ વિચારોને જ વિચારી શકે, દેવના વિચારોને નહિ.
18 نگذارید كسی با تظاهر به فروتنی و پرستش فرشتگان، شما را از ربودن تاج پیروزی باز دارد. زیرا چنین شخصی با اتّكاء به رؤیاهایی كه دیده است و به‌خاطر افكار دنیوی خود، بی‌جهت مغرور می‌شود.
19તે લોકો તેમની જાતને શિરનાં નિયંત્રણ હેઠળ રાખતા નથી. સમગ્ર શરીર ખ્રિસ્ત પર આધારિત હોય છે. ખ્રિસ્તને (શિર) લીધે જ શરીરનાં બધા જ અવયવો એકબીજાની દરકાર રાખે છે અને એકબીજાને મદદ કરે છે. આ શરીરને મજબૂત બનાવે છે. અને તેને સંગઠિત કરે છે. અને તેથી દેવ જે રીતે ઈચ્છે છે તે રીતે શરીર વિકાસ પામે છે.
19 این قبیل اشخاص رابطهٔ خود را با سر یعنی با مسیح قطع کرده‌اند. تحت فرمان مسیح تمام بدن نیرو می‌گیرد و به توسط مفاصل و رشته‌‌ها به هم متّصل می‌شود و همان‌طور كه خدا می‌خواهد، نمو می‌كند.
20તમે ખ્રિસ્ત સાથે મૂઆ અને દુન્યવી નિરર્થક નિયમોથી મુક્ત થયેલા છો. તેથી તમે હજુ પણ આ દુનિયા સાથે સંકળયેલા હોય તમે વર્તો છો? મારો આ મતલબ છે, કે શા માટે આવા નિયમો પાળો છો:
20 وقتی شما با مسیح مُردید، با عقاید بچّگانهٔ این جهان قطع رابطه كرده‌اید. پس چرا طوری زندگی می‌کنید كه گویا هنوز به دنیا بستگی دارید؟ چرا مطیع مقرّراتی از قبیل:
21“આ ખાશો નહિ,” “પેલું ચાખવું નહિ,” “પેલી વસ્તુને અડકશો નહિ?”
21 «این را لمس نكن، به آن لب نزن و به این دست نزن» می‌شوید؟!
22આ નિમયો એવી દુન્યવી વસ્તુઓ વિષે વાતચીત કરી રહ્યાં છે કે જેનો ઉપયોગ કર્યા પછી જેનું કોઈ અસ્તિત્વ જ રહેતું નથી. આ નિયમો તો ફક્ત લોકોથી મળેલ આજ્ઞા તથા શિક્ષણ છે, દેવથી નહિ.
22 اینها همه در اثر مصرف از بین می‌روند و این دستورات فقط قوانین و تعالیم انسان هستند! البتّه این کارها در عبادتهایی كه آنها بر خود تحمیل کرده‌اند و فروتنی و ریاضت‌كشی، ظاهراً معقول به نظر می‌رسد، ولی در واقع نمی‌توانند مانع ارضای شهوات نفسانی شوند!
23આ નિયમો સારા લાગે છે. પરંતુ આ નિયમો તો બસ માનવ નિર્મિત ધર્મના ભાગરૂપ છે કે જે માણસોને નમ્રતાનો ઢોંગ રચવા પ્રેરે છે, અને તેઓને દેહદમન માટે પ્રેરે છે. પરંતુ આ નિયમો લોકોને તેઓનો પાપી સ્વભાવ જે દુષ્કર્મો ઈચ્છે તે કરાવે છે, તેને અટકાવવામાં મદદકર્તા નથી.
23 البتّه این کارها در عبادتهایی كه آنها بر خود تحمیل کرده‌اند و فروتنی و ریاضت‌كشی، ظاهراً معقول به نظر می‌رسد، ولی در واقع نمی‌توانند مانع ارضای شهوات نفسانی شوند!