1ભૂતકાળમાં તમારા પાપો અને દેવ વિરુંદ્ધના અનુચિત વ્યવહારને કારણે તમારું આત્મીક જીવન મરી ગયું હતું.
1
در گذشته، شما غیر یهودیان به علّت خطاها و گناهان خود مُرده بودید.
2હા, ભૂતકાળમાં તમે જગત જે રીતે જીવે છે તે રીતે જીવ્યા અને તે અપરાધોમાં તમે દુષ્ટ વાયુની સત્તાના અધિકારીને અનુસર્યા. અને જે લોકો દેવના આજ્ઞાંકિત નથી તેમને તે જ આત્મા અત્યારે પ્રભાવિત કરી રહ્યો છે.
2
و در راههای كج این جهان قدم میگذاردید و از حكمران قدرتهای هوا، یعنی همان روحی كه اكنون در اشخاص نافرمان و سركش عمل میکند، پیروی میکردید.
3ભૂતકાળમાં આપણી પાપી જાતને પ્રસન્ન કરવાના પ્રયત્નો કરીને તે લોકોની જેમ જ આપણે જીવતા હતા. આપણા શરીર અને મનની બધી જ લાલસા સંતોષવા આપણે બધું જ કરતા હતા. આપણે દુષ્ટ લોકો હતા અને તે માટે આપણે દેવના ક્રોધને યોગ્ય હતા કારણ કે બીજા બધા લોકોના જેવા જ આપણે હતા.
3
در آن زمان، ما همچون شما دستخوش شهوات جسمانی و اسیر تمایلات و افكار نفسانی خود بودیم. درست مانند سایر آدمیان، ما نیز طبیعتاً سزاوار خشم و غضب خدا بودیم.
4પરંતુ દેવની દયા મહાન છે, અને આપણા પ્રત્યેનો તેનો પ્રેમ ગાઢ છે.
4
امّا خدا آنقدر در رحمت و بخشایش ثروتمند و در محبّتش نسبت به ما كریم است كه
5આપણે દેવની વિરુંદ્ધ જે અનુચિત વ્યવહાર કરેલો તે કારણે આત્મિક રીતે આપણે મરી ચૂક્યા હતા. પરંતુ દેવે આપણને ખ્રિસ્તની સાથે નવું જીવન આપ્યું, તેની કૃપાથી તમારો ઉદ્ધાર થયો છે.
5
اگرچه به علّت خطاهای خود مرده بودیم، ما را با مسیح زنده گردانید. (از راه فیض خداست كه شما نجات یافتهاید.)
6દેવે આપણું ખ્રિસ્ત સાથે ઉત્થાન કર્યુ અને તેની સાથે સ્વર્ગીય સ્થાનોમાં આપણને સ્થાન આપ્યું. જે ખ્રિસ્તમય છે તેવા આપણા માટે દેવે આમ કર્યુ.
6
و بهخاطر اتّحادی كه با مسیح داریم، ما را سرافراز فرمود و در قلمرو آسمانی با مسیح نشانید.
7દેવે આમ કર્યુ કે જેથી બધી ભાવિ પેઢીને તેની કૃપાની મહાન સમૃદ્ધિના દર્શન કરાવી શકે. આપણને ખ્રિસ્તમય બનાવવાની કૃપા કરીને દેવે તેની ભલાઈના આપણને દર્શન કરાવ્યા.
7
تا ثروت عظیم و بیقیاس فیض خود را، با مهربانی نسبت به ما، در عیسی مسیح در زمانهای آینده نمایان سازد.
8હું એમ કહેવા માંગુ છું કે તમે કૃપાથી તારણ પામ્યા છો. અને તે કૃપા તમને વિશ્વાસથી મળેલી છે. તમે તમારી જાતે તારણ પામ્યા નથી. તે દેવનું દાન છે.
8
زیرا بهسبب فیض خداست كه شما از راه ایمان نجات یافتهاید و این كار شما نیست بلكه بخشش خداست.
9ના! તમારા કાર્યોથી તમારું તારણ થયું નથી. અને તેથી કોઈ પણ વ્યક્તિ પોતાની જાતે તારણ પામી છે તેવી બડાઈ ન મારી શકે.
9
این نجات، نتیجهٔ کارهای شما نیست، پس هیچ دلیلی وجود ندارد كه كسی به خود ببالد.
10દેવે આપણને જેવા બનાવ્યા, તેવા આપણે છીએ. કારણ કે આપણે તેની કૃતિ છીએ, અને સારી કરણીઓ કરવાને ખ્રિસ્ત ઈસુમાં આપણને ઉત્પન્ન કરવામાં આવ્યા છે. તે સારી કરણીઓ વિષે દેવે અગાઉથી એમ ઠરાવ્યું કે આપણે તે પ્રમાણે ચાલીએ.
10
زیرا ما ساختهٔ دست او هستیم و خدا ما را در مسیح عیسی از نو آفریده است تا آن كارهای نیكویی را كه او قبلاً برای ما مقدّر فرمود كه انجام دهیم، بجا آوریم.
11તમે બિનયહૂદિ તરીકે જન્મ્યા છો કે જેમને યહૂદિઓ “સુન્નત વગરના” કહે છે. તે યહૂદિઓ કે જે તમને “સુન્નત વગરના” કહે છે તો પોતાની જાતને “સુન્નતવાળા” કહે છે. (તેમની સુન્નત તેઓ પોતે પોતાના શરીર પર કરે છે.)
11
بنابراین بهخاطر داشته باشید كه شما در گذشته جسماً جزء كافران بودید و به وسیلهٔ اهل ختنه (یعنی یک عمل جسمانی كه به دست انسان صورت میگیرد.) «نامختون» نامیده میشدید.
12યાદ રાખજો કે ભૂતકાળમાં તમે ખ્રિસ્ત વિહીન હતા. તમે ઈસ્રાએલના નાગરિક નહોતા. અને દેવે લોકોને જે વચન આપ્યું હતું, તેની સાથે તમે કરારબદ્ધ નહોતા. તમે દેવને ઓળખતા નહોતા અને તમારી પાસે કોઈ આશા નહોતી.
12
در آن زمان، از مسیح دور بودید و از مزایای قوم اسرائیل محروم و از پیمانهایی كه بر وعدههای خدا متّکی بود، بیبهره بودید. شما در این جهان، بدون امید و بدون خدا به سر میبردید.
13હા, કોઈ એક સમયે તમે દેવથી ઘણા દૂર હતા પરંતુ હવે ખ્રિસ્ત ઈસુ થકી તમે દેવની નજીક આવ્યા છો. ખ્રિસ્તના રક્તથી તમે દેવની સાનિધ્યમાં આવ્યા.
13
امّا اكنون شما كه دور بودید به وسیلهٔ اتّحاد با مسیح عیسی و ریختن خون او نزدیک شدهاید.
14ખ્રિસ્તને કારણે હવે આપણને શાંતિ પ્રદાન થઈ છે. યહૂદી અને બિનયહૂદીઓ અત્યાર સુધી એકબીજાથી વિમુખ હતા જાણે કે તેઓની વચ્ચે એક દીવાલ ઊભી ના હોય! પરંતુ ખ્રિસ્તે આ બને લોકોને (યહૂદી અને બિનયહૂદી) એકતાનો અનુભવ કરાવ્યો. ખ્રિસ્તે પોતાના શરીરનું બલિહાન આપી આ બને પ્રજા વચ્ચેની ધિક્કારની દીવાલનો નાશ કર્યો.
14
زیرا مسیح صلح و صفا را بین یهود و غیر یهود به وجود آورده و این دو را با هم متّحد ساخته است. او با بدن جسمانی خود، دیواری كه آنان را از هم جدا میکرد و دشمنان یكدیگر میساخت، درهم شكست.
15યહૂદી નિયમમાં ઘણી આજ્ઞાઓ અને નિયંત્રણો હતાં. પરંતુ ખ્રિસ્તે આ નિયમનો જ અંત આણ્યો, ખ્રિસ્તનો હેતુ બે ભિન્ન પ્રકારના જનસમૂહને (યહૂદી અને બિનયહૂદી) એક નૂતન જનસમૂહના રૂપે તેનામાં પ્રસ્થાપિત કરવાનો હતો. અને આમ કરીને ખ્રિસ્તે શાંતિ સ્થાપી.
15
زیرا شریعت را با مقرّرات و احكامش منسوخ كرد تا از این دو دسته، در خود یک انسانیّت تازهای به وجود آورد و صلح و صفا را میسّر سازد.
16વધસ્તંભના બલિદાનથી ખ્રિસ્તે બે સમૂહ વચ્ચેના ધિક્કારનો અંત આણ્યો. અને બે સમૂહને એક અંગભૂત બનાવ્યા, તેથી તે તેઓને દેવ સમક્ષ લાવી શકે. અને વધસ્તંભ ઉપરના પોતાના મૃત્યુથી ખ્રિસ્તે આમ કર્યુ.
16
مسیح با مرگ خود بر روی صلیب، این دو را در یک بدن واحد، دوستان خدا گردانید تا دشمنی دو جانبه یهود و غیر یهود را نیز از میان بردارد.
17તમે લોકો જે દેવથી ઘણા જ વિમુખ હતા, તેઓને ખ્રિસ્તે શાંતિની સુવાર્તા આપી, અને જે લોકો દેવની નજીક હતા તેઓને પણ શાંતિની સુવાર્તા આપી.
17
به این سبب بود كه مسیح آمد و مژدهٔ صلح را به شما كه دور بودید و به آنانی كه نزدیک بودند، اعلام كرد.
18હા, ખ્રિસ્ત થકી જ આપણને બન્નેને એક આત્મા વડે બાપના સાનિધ્યમાં આવવાનો અધિકાર છે.
18
اكنون هر دو به وسیلهٔ مسیح اجازه داریم كه در یک روح یعنی روحالقدس به حضور پدر بیاییم.
19તો હવે તમે બિનયહૂદીઓ, દેવના પવિત્રો માટે મહેમાન કે અજાણ્યા નથી. હવે તમે દેવના પવિત્રો સાથે નાગરિક છો. દેવના કુટુંબના સભ્ય છો.
19
پس شما غیر یهودیان، دیگر غریب و بیگانه نیستید بلكه با مقدّسین خدا هموطن و اعضاء خانوادهٔ خدا هستید.
20તમે વિશ્વાસીઓ, પ્રેરિતો અને પ્રબોધકોના પાયા પર કંડારી કાઢેલી આધારશીલા પર રચાયેલા દેવના આવાસ જેવા છો. ખ્રિસ્ત પોતે ખૂણાનો મુખ્ય પથ્થર છે.
20
شما بر شالودهای كه به دست رسولان و انبیا نهاده شده است، بنا شدهاید و عیسی مسیح سنگ اصلی آن است.
21આ આખો આવાસ ખ્રિસ્તમાં એકબીજાની સાથે સંયોજિત છે. અને ખ્રિસ્તના પ્રયત્નોથી તેનો વિકાસ થાય છે અને પ્રભૂમાં વધતાં વધતાં પવિત્ર મંદિર બને છે.
21
در اتّحاد با اوست كه تمام عمارت به هم متّصل میگردد و رفتهرفته در خداوند به صورت یک معبد مقدّس در میآید.
شما نیز در اتّحاد با او و همراه دیگران به صورت مكانی بنا خواهید شد كه خدا به وسیلهٔ روح خود در آن زندگی میکند.
22અને ખ્રિસ્તમાં તમે લોકો અન્ય બીજા સાથે જોડાઈ ગયા છો. તમને તે જગ્યાએ સ્થાન પ્રાપ્ત થયું છે. જ્યાં આત્મા દ્વારા દેવનો વાસ છે.
22
شما نیز در اتّحاد با او و همراه دیگران به صورت مكانی بنا خواهید شد كه خدا به وسیلهٔ روح خود در آن زندگی میکند.