Gujarati: NT

Persian

Galatians

1

1પ્રેરિત પાઉલ તરફથી સલામ. પ્રેરિત થવા માટે હું માણસો તરફથી પસંદ નથી થયો. માણસોએ મને નથી મોકલ્યો. ના! ઈસુ ખ્રિસ્તે તથા દેવ બાપે મને પ્રેરિત બનાવ્યો છે. દેવ એક છે જેણે ઈસુને મૃત્યુમાંથી ઊઠાડયો.
1 از طرف پولس رسول كه رسالت خود را نه از جانب انسان و نه به وسیلهٔ كسی بلكه از طرف عیسی مسیح و خدای پدر كه مسیح را پس از مرگ زنده گردانید، به دست آورد.
2ખ્રિસ્તમાં જેઓ મારી સાથે છે તેઓ તરફથી ગલાતિયામાંની મંડળીઓને કુશળતા પાઠવું છું.
2 تمام ایماندارانی كه با من هستند به كلیساهای غلاطیه درود می‌فرستند.
3હું પ્રાર્થના કરું છુ કે આપણા દેવ બાપ અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા પ્રતિ સૌમ્ય રહેશે અને તમને શાંતિ પ્રદાન કરશે.
3 فیض و آرامش خدا، پدر ما و عیسی مسیح خداوند بر شما باد.
4આપણાં પાપો માટે ઈસુએ પોતાનું સ્વાર્પણ કર્યુ. આપણને આ અનિષ્ટ દુનિયા કે જેમાં આપણે જીવીએ છીએ. તેમાંથી મુક્તિ અપાવવા ઈસુએ આમ કર્યુ. આપણા દેવ પિતાની આ ઈચ્છા હતી.
4 همان عیسی كه جان خود را برای گناهان ما داد تا طبق ارادهٔ پدر ما خدا، ما را از این زمانهٔ شریر برهاند.
5તેનો મહિમા સદાસર્વકાળ હોજો. આમીન.
5 خدا را تا به ابد جلال باد! آمین.
6થોડા સમય પહેલા તેને અનુસરવાનું દેવે તમને આહવાન આપેલું. ઈસુમાંથી પ્રગટ થતી તેની કૃપા દ્વારા તેણે તમને આ આહવાન આપેલું પરંતુ હવે તમારા લોકોથી હું નવાઈ પામું છું! તમે તેનાથી વિમુખ થઈ રહ્યા છો. અને અન્ય પ્રકારની સુવાર્તાને અનુસરો છો.
6 من از این تعجّب می‌کنم كه شما به این زودی از آن کسی‌که شما را به فیض مسیح دعوت كرده است روی‌گردان شده‌اید و اكنون از انجیل دیگری پیروی می‌کنید!
7વાસ્તવમાં બીજી કોઈ સાચી સુવાર્તા નથી. પરંતુ કેટલાએક લોકો તમને ગુંચવે છે૤ તેઓ ખ્રિસ્તની સુવાર્તામાં પરિવર્તન ઈચ્છે છે૤
7 (درصورتی كه انجیل دیگری وجود ندارد) امّا عدّه‌ای هستند كه می‌خواهند شما را مضطرب سازند و انجیل مسیح را تحریف نمایند.
8અમે તમને સાચી સુવાર્તા કહી છે. જેથી અમે પોતે કે આકાશમાંના દૂત પણ તમને ભિન્ન સુવાર્તા કહે તો તે શાપિત થાઓ!
8 حتّی اگر ما یا فرشته‌ای از آسمان، انجیلی غیراز آنچه ما اعلام كردیم بیاورد، بر او لعنت باد!
9મેં અગાઉ પણ તમને આ કહેલું અને ફરીથી કહું છું: તમે સાચી સુવાર્તાને કયારની અપનાવી લીધી છે. જો કોઈ પણ વ્યક્તિ તમને ઉદ્ધાર માટેનો જુદો રસ્તો બતાવે તો તે વ્યક્તિ શ્રાપિત થાઓ.
9 چنانکه قبلاً گفته بودم باز هم تكرار می‌کنم: «هر کسی‌که انجیلی غیراز آنچه پذیرفتید، بیاورد بر او لعنت باد!»
10હવે શું તમે એમ માનો છો કે લોકો મને અપનાવે તેવો પ્રયત્ન હું કરું છું? ના! દેવ એક છે જેને પ્રસન્ન કરવાનો હું પ્રયત્ન કરું છું. શું હું માણસોને રાજી કરવાનો પ્રયત્ન કરું છું? જો હું માણસોને રાજી કરવા માંગતો હોત, તો ઈસુ ખ્રિસ્તનો હું સેવક નથી.
10 آیا این سخن می‌رساند كه من رضایت آدمیان را می‌خواهم؟ خیر! من فقط رضایت خدا را می‌خواهم. آیا قصدم خشنود ساختن مردم است؟ اگر تاكنون قصدم این بود خادم مسیح نمی‌بودم!
11પણ ભાઈઓ, હું ઈચ્છુ છું કે તમે જાણો કે જે સુવાર્તા મેં તમને પ્રગટ કરી છે તે માનવ ર્સજીત નથી.
11 ای دوستان من، می‌خواهم بدانید انجیلی كه من به شما دادم، ساخته و پرداختهٔ دست انسان نیست.
12માનવ તરફથી મને સુવાર્તા પ્રાપ્ત નથી થઈ. કોઈ માનવીએ મને સુવાર્તા નથી શીખવી. ઈસુ ખ્રિસ્તે મને એ પ્રદાન કરી છે. તેણે મને એ સુવાર્તાના દર્શન કરાવ્યા કે જેથી તેનું કથન હું લોકોને કરું.
12 من آن را از كسی نگرفتم و كسی هم آن را به من نیاموخت. بلكه عیسی مسیح به وسیلهٔ الهام آن را به من آشكار ساخت.
13તમે મારા પાછલા જીવન વિષે સાંભળ્યુ છે. હું યહૂદી ધર્મ પાળતો હતો. મેં દેવની મંડળીને ખૂબ સતાવી છે. મેં મંડળીનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો છે.
13 سرگذشت و کارهای سابق مرا در دین یهود شنیده‌اید كه چگونه با بی‌رحمی به كلیسای خدا آزار می‌رسانیدم و در نابود ساختن آن می‌كوشیدم.
14મારી ઉમરના બીજા યહૂદીઓ કરતાં હું યહૂદી ધર્મની વધારે પ્રગતિ કરી રહ્યો હતો૤ બીજા યહૂદીઓ કરતા તે પરંપરાને અનુસરવા મેં વધારે પ્રયત્ન કર્યો છે.
14 و در رعایت دیانت یهود از تمام یهودیان هم سن خود سبقت می‌گرفتم و خیلی بیشتر از آنها در اجرای تعالیم نیاكانمان متعصّب بودم.
15પરંતુ મારા જન્મ પહેલા દેવની યોજના મારા માટે કોઈ ખાસ હતી. તેથી તેની કૃપાથી દેવે મને આહવાન આપ્યું. દેવ ઈચ્છતો હતો
15 امّا وقتی خدا كه مرا قبل از تولّد برگزیده و به وسیلهٔ فیض خود مرا دعوت كرده بود، صلاح دانست
16કે તેના દીકરા (ઈસુ) વિષેની સુવાર્તા હું બિનયહૂદી લોકોને કહું. તેથી દેવે મને તેના દીકરા વિષે દર્શાવ્યું. જ્યારે દેવે મને બોલાવ્યો ત્યારે મેં કોઈ પણ માણસની સલાહ કે મદદ લીધી નહોતી.
16 كه پسر خود را در من ظاهر سازد تا بشارت او را به ملل غیر یهود برسانم، به عوض اینکه با كسی مشورت كنم
17હું યરૂશાલેમમાં પ્રેરિતોને મળવા નહોતો ગયો. આ લોકો મારા પહેલા પ્રેરિતો હતા. પરંતુ રાહ જોયા વગર, હું અરબસ્તાન ગયો. પાછળથી હું દમસ્ક શહેરમાં પાછો ફર્યો.
17 یا به اورشلیم نزد آنانی كه قبل از من رسول بودند بروم، فوراً به عربستان رفتم و بعد به دمشق باز گشتم.
18ત્રણ વરસ પછી હું યરૂશાલેમ ગયો; મારે પિતરને મળવું હતું. હું પિતર સાથે 15 દિવસ રહ્યો.
18 بعد از سه سال به اورشلیم برگشتم تا با پطرس آشنا شوم و مدّت پانزده روز نزد او ماندم.
19હું પ્રભુના ભાઈ યાકૂબ સિવાય, બીજા કોઈ પ્રેરિતોને મળ્યો નહિ.
19 هیچ رسول دیگری را به جز یعقوب، برادر خداوند ندیدم.
20દેવ જાણે છે કે આજે હું જે લખુ છું, તે અસત્ય નથી.
20 آنچه به شما می‌نویسم عین حقیقت است و خدا شاهد است كه دروغ نمی‌گویم.
21પાછળથી હું સિરિયા અને કિલકિયાના પ્રદેશોમાં ચાલ્યો ગયો.
21 بعداً به نواحی سوریه و قلیقیه رفتم
22યહૂદિયામાંની ખ્રિસ્તની મંડળીઓ પહેલા કદી મને મળી નહોતી.
22 و كلیساهای مسیح در یهودیه مرا شخصاً نمی‌شناختند.
23તેઓએ માત્ર મારા વિષે આ સાંભળ્યું હતું કે: “આ માણસ આપણને ખૂબ સતાવતો હતો. પરંતુ હવે તે લોકોને તે જ વિશ્વાસ વિષે વાત કહે છે કે જેનો એક વખત નાશ કરવાનો તેણે પ્રયત્ન કરેલો.”
23 فقط می‌شنیدند كه: «آن کسی‌که به ما آزار می‌رسانید، اكنون همان ایمانی را بشارت می‌دهد كه زمانی می‌کوشید آن را از بین ببرد.» و خدا را به‌خاطر من سپاس می‌گفتند.
24આ વિશ્વાસીઓએ મારા કારણે દેવની સ્તુતિ કરી.
24 و خدا را به‌خاطر من سپاس می‌گفتند.