Gujarati: NT

Persian

Hebrews

11

1વિશ્વાસ એટલે આપણે જે વસ્તુની આશા રાખીએ છીએ તેની ખાતરી છે. જે વસ્તુઓ આપણે જોઈ શકતા નથી છતાં આપણે જાણીએ છીએ કે તે સત્ય છે, તેનો જ અર્થ વિશ્વાસ .
1 ایمان، اطمینانی است به چیزهایی كه به آن امیدواریم و اعتقادی است به چیزهایی كه نمی‌بینیم.
2પુરાતન સમયમાં જીવતા લોકો પર દેવ ખૂબ જ ખુશ હતો કારણ તેઓને દેવમાં વિશ્વાસ હતો.
2 از راه ایمان بود كه مردم در زمان گذشته مقبول خدا شدند.
3વિશ્વાસના આધારથી જ આપણે જાણીએ છીએ કે સમગ્ર જગતની રચના દેવની આજ્ઞા પ્રમાણે થઈ છે એનો અર્થ એ થયો કે આપણે જે કાંઇ જાણીએ છીએ તે કોઈ અદશ્ય શક્તિ દ્ધારા બનાવવામાં આવેલું છે.
3 از راه ایمان، ما پی می‌بریم كه كاینات چگونه با كلام خدا خلقت یافت به طوری که آنچه دیدنی است از آنچه نادیدنی است به وجود آمد.
4કાઇન અને હાબેલ દેવને અર્પણ ચઢાવ્યું પણ હાબેલને વિશ્વાસ હતો તેથી વિશ્વાસથી તે કાઇનના અર્પણ કરતાં વધુ સાંરું એટલે દેવને પસંદ પડે તેવું અર્પણ લાવ્યો. દેવે હાબેલના અર્પણનો સ્વીકાર કર્યો અને હાબેલને ન્યાયી ઠરાવતી સાક્ષી આપી. હાબેલ મરણ પામ્યો, પણ આજે પણ તે પોતાના વિશ્વાસ દ્ધારા આપણને કહી રહ્યો છે.
4 و ایمان باعث شد كه قربانی هابیل بیشتر از قربانی قائن مقبول خدا گردد و او با آن ایمان در حضور خدا کاملاً نیک محسوب شد، زیرا خدا هدایای او را قبول فرمود و اگرچه او مرده است، ولی هنوز به وسیلهٔ ایمان خود با ما سخن می‌گوید.
5હનોખે પણ દેવ પર વિશ્વાસ રાખ્યો, તેથી તે મરણનો અનુભવ કરે તે પહેલા દેવે તેને પૃથ્વી પરથી લઈ લીધો. તેથી તે મારણનો અનુભવ કરી શક્યો નહિ. શાસ્ત્રમાં લખ્યું છે કે હનોખ મનુષ્ય હતો, ત્યારે તેણે ખરેખર દેવને પ્રસન્ન કર્યો હતો. તે એકાએક અદશ્ય થઈ ગયો કેમ કે દેવે તેને ઉપર લઈ લીધો હતો.
5 از راه ایمان، «خنوخ» بدون چشیدن طعم مرگ به حیات دیگر انتقال یافت. اثری از او یافت نشد، زیرا خدا او را بُرده بود چون پیش از آنكه به حیات دیگر انتقال یابد، كلام خدا دربارهٔ او شهادت داده گفته بود كه او خدا را خشنود كرده است
6વિશ્વાસ રાખ્યા વગર તમે તેને પ્રસન્ન કરી શકો નહિ. દેવ પાસે આવનાર વ્યક્તિએ વિશ્વાસ રાખવો જોઈએ કે તેનું અસ્તિસ્વ છે, અને સાચા હ્રદયથી શોધનારને તે મળે છે દેવ તેનો બદલો આપશે.
6 و بدون ایمان محال است كه انسان خدا را خشنود سازد، زیرا هركس به سوی خدا می‌آید، باید ایمان داشته باشد كه او هست و به جویندگان خود پاداش می‌دهد.
7નૂહે પણ દેવમાં વિશ્વાસ રાખ્યો અને જે વસ્તુ તેણે જોઈ નહોતી એવી બાબતોની ચેતવણી તેને આપવામાં આવી, ત્યારે તેણે પોતાના પરિવારને બચાવવા માટે દેવનો ડર રાખીને વિશ્વાસથી પોતાના પરિવારના તારણ માટે વહાણ તૈયાર કર્યુ. તેથી તેણે જગતને દોષિત ઠરાવ્યું અને વિશ્વાસથી જે ન્યાયીપણું મળે છે તેનો તે વારસો થયો.
7 وقتی نوح اخطارهای خدا را دربارهٔ امور آینده كه او هنوز نتوانسته بود ببیند، شنید، از روی ایمان از خدا اطاعت كرد و برای نجات خانوادهٔ خویش كشتی‌ای ساخت. به این وسیله جهان را محكوم کرد و نیكی مطلق را كه از راه ایمان حاصل می‌شود به دست آورد.
8વિશ્વાસથી ઇબ્રાહિમ જે સ્થળ વારસામાં પોતાને મળવાનું હતું ત્યાં જવાનું તેડું મળ્યાથી આજ્ઞાધીન થયો; એટલે પોતે ક્યાં જાય છે, એનાથી અજ્ઞાત હોવા છતાં તે પોતાનું વતન છોડી ચાલી નીકળ્યો.
8 ایمان، باعث شد كه وقتی ابراهیم دستور خدا را دایر بر اینکه او باید به سرزمینی برود كه قرار بود بعدها مالک آن بشود، شنید، اطاعت كرد و بدون آنکه بداند كجا می‌رود، حركت كرد.
9દેવે જે દેશમાં જવાનું વચન આપ્યું હતું ત્યાં જઈને રહ્યો. ઇબ્રાહિમ ત્યાં એક મુસાફરની માફક રહ્યો. કારણ કે તેને વિશ્વાસ હતો. ઈસહાક અને યાકૂબને પણ તે જ વચન મળ્યું હતું. તેઓ પણ તંબુમાં રહ્યા હતા.
9 او از روی ایمان مثل یک بیگانه در سرزمینی كه خدا به او وعده داده بود، سرگردان شد و با اسحاق و یعقوب كه در آن وعده با او شریک بودند، در چادر زندگی كرد.
10ઈબ્રાહિમ તે શહેરની રાહ જોતો હતો. જેનો પાયો દઢ હોય, એવું શહેર કે જેનો શિલ્પી અને બાંધનાર દેવ હોય.
10 ابراهیم چنین كرد، چون در انتظار شهری بود با بنیاد استوار كه معمار و سازنده‌اش خداست.
11ઈબ્રાહિમ ખૂબ ઘરડો હોવાથી બાળકોને પેદા કરવા અસમર્થ હતો. અને સારા માતા બની શકે તેમ નહતી પરંતુ દેવે ઇબ્રાહિમને વચન આપ્યું હતું તેમાં તેને પૂર્ણ વિશ્વાસ હતો. છેવટે સારા ગર્ભવતી થઈ અને ઈબ્રાહિમ પિતા બન્યો.
11 از روی ایمان، ساره با وجود این كه از سن باروری گذشته بود، قدرت تولید نسل یافت، زیرا مطمئن بود كه خدا به قول خود وفا می‌کند
12આ માણસ એટલો બધો વૃદ્ધ હતો કે તે મૃત અવસ્થામાં હતો. પણ એ એક જ વ્યક્તિમાંથી અનેક પ્રજા ઉત્પન્ન થઈ. તેનાં સંતાન આકાશના તારા અને સમુદ્રકિનારાની રેતીના કણ જેટલા અસંખ્ય હતા.
12 و به این سبب از یک مرد، آن هم مردی تقریباً مرده، نسلهای بی‌شماری مثل ستارگان آسمان و یا شنهای ساحل دریا پدید آمدند.
13આ બધાજ માણસો મરણ પામ્યા ત્યાં સુધી દેવે વચનો આપ્યાં તેમાંથી કાંઇજ મેળવી શક્યા નહિ છતાં વિશ્વાસથી જીવ્યા, તેઓએ પેલાં વચનો દુરથી જોયા. અને તેમનું સ્વાગત કર્યુ અને તેઓએ એ પણ જાણ્યું કે આ પૃથ્વી અમારું કાયમી ઘર નથી, અહીં તો અમે માત્ર મુસાફરો જ છીએ.
13 تمامی این اشخاص در ایمان مردند، بدون اینکه صاحب بركات موعود شوند، امّا انجام وعده‌ها را از دور دیده و با شادی در انتظار آنها بودند و به این حقیقت شهادت دادند كه در این جهان، غریب و بیگانه‌اند.
14આ પરથી સ્પષ્ટ થાય છે કે તેઓ એક દેશની શોધમાં છે જે તેમનો પોતાનો દેશ છે.
14 آنها كه خود را غریب و بیگانه می‌دانند صریحاً نشان می‌دهند كه هنوز به دنبال وطنی برای خود می‌گردند.
15જો તેઓ એવા દેશ વિષે વિચારતા હોય કે જેને તેમણે છોડી દીધો છે, તો તે એ દેશમાં ફરી પાછા આવી શક્યા હોત.
15 اگر آنها هنوز برای زمینی كه ترک كرده بودند، دلتنگ می‌بودند، فرصت كافی داشتند كه به آنجا بازگردند.
16પણ એ માણસો એક વધુ સારા દેશની કે જે સ્વર્ગીય દેશ હશે તેની રાહ જોઈને બેઠા હતા. એટલે દેવને તેમનો દેવ કહેવામાં કોઈ સંકોચ ન હતો. તેણે એ લોકો માટે એક શહેર તૈયાર કરી રાખ્યું છે.
16 امّا در عوض می‌بینیم كه آنها مشتاق مملكتی بهتر -‌یعنی مملكتی آسمانی- هستند. به این جهت خدا عار ندارد كه خدای آنان خوانده شود، زیرا شهری برای آنان آماده كرده است.
17[This verse may not be a part of this translation]
17 از روی ایمان، ابراهیم در وقت آزمایش اسحاق را به عنوان قربانی به خدا تقدیم نمود. آری، این مرد كه وعده‌های خدا را پذیرفته بود، حاضر شد یگانه فرزند خود را به خدا تقدیم نماید،
18[This verse may not be a part of this translation]
18 با اینکه خدا به او گفته بود نسل او از اسحاق خواهد بود.
19ઈબ્રાહિમ માનતો હતો કે દેવ મૂએલાંઓને પાછા ઉઠાડી શકે છે, અને ખરેખર દેવે જ્યારે ઈબ્રાહિમને ઈસહાકનું બલિદાન આપતા રોક્યો, ત્યારે તે તેને મૂએલામાંથી પાછા બોલાવવા જેવું હતું.
19 ابراهیم خاطرجمع بود كه خدا قادر است اسحاق را حتّی پس از مرگ زنده گرداند. به عبارت دیگر او را به صورت نمونه‌ای از مردگان باز یافت.
20વિશ્વાસના કારણે જ ઈસહાકે તેના દીકરા યાકૂબ અને એસાવને ભવિષ્ય સબંધી આશીર્વાદ આપ્યો.
20 ایمان باعث شد كه اسحاق یعقوب و عیسو را بركت دهد و از امور آینده سخن گوید.
21વિશ્વાસના કારણે જ મરણની ઘડીએ યાકૂબે લાકડીના ટેકે ઊભા થઈને યૂસફના બંને પુત્રોને આશીર્વાદ આપ્યો અને તેણે ઉપાસના કરી.
21 ایمان باعث شد كه یعقوب وقتی مشرف به موت بود، هر دو فرزند یوسف را بركت دهد و درحالی‌که بر عصای خود تكیه زده بود، خدا را عبادت نماید.
22વિશ્વાસના કારણે જ યૂસફે પોતાના અંતકાળે ઇજીપ્તના ઇસ્ત્રાએલના લોકોના છૂટા પડવાની વાત કરી, અને તેના શબ વિષે સૂચનો કર્યા.
22 از راه ایمان، یوسف در پایان عمر خویش دربارهٔ رفتن اسرائیل از مصر سخن گفت و به آنان دستور داد با استخوانهای او چه كنند.
23વિશ્વાસના કારણે જ મૂસાના મા બાપે તેના જન્મ્યા પછી તેને ત્રણ મહિના સુધી સંતાડી રાખ્યો, કેમ કે તેઓએ જોયું કે તે બાળક સુંદર છે અને તેઓ રાજાની આજ્ઞાથી ડર્યા નહિ.
23 وقتی موسی متولّد شد و والدینش دیدند كه او كودک زیبایی بود، آنها از روی ایمان او را مدّت سه ماه در منزل پنهان كردند و از نافرمانی از دستور پادشاه نترسیدند.
24વિશ્વાસથી મૂસા મોટો થયો અને મોટા થયા પછી પોતાને ફારુંન રાજાની દીકરીનો પુત્ર ગણાવવાની ના પાડી.
24 ایمان باعث شد كه وقتی موسی به سن بلوغ رسید، از مقام و لقب «پسر دختر فرعون» بودن صرف‌نظر نموده آن را رد كند
25મૂસાએ પાપનું ક્ષણિક સુખ ભોગવવાને બદલે તેણે વિશ્વાસથી દેવના લોકોની સાથે મુશ્કેલીઓ વેઠવાનું આનંદથી પસંદ કર્યું.
25 و تحمّل سختی‌ها با اقوام خدا را به لذّتهای زودگذر گناه ترجیح دهد.
26ઈજીપ્ત દેશની સંપતિના ધણી બનવા કરતાં તેણે ખ્રિસ્તનું અપમાન સહન કરવાનું વધારે પસંદ કર્યુ, કેમ કે ભવિષ્યમાં દેવના તરફથી તેને જે મહાન ખજાનો મળવાનો હતો તેના તરફ તેણે લક્ષ રાખ્યું.
26 ننگ و خاری به‌خاطر مسیح را ثروتی عظیم‌تر از گنجهای مصر دانست، زیرا او به پاداش عالم آینده چشم دوخته بود.
27વિશ્વાસના કારણે મૂસાએ રાજાના ક્રોધની બીક રાખ્યા વગર ઇજીપ્ત દેશનો ત્યાગ કર્યા. તેણે દૃઢ વિશ્વાસ ચાલું રાખ્યો; જેમ કે અદશ્ય દેવને તે જોતો હોય.
27 ایمان باعث شد كه موسی مصر را ترک كند و از خشم پادشاه نهراسد، زیرا او مانند کسی‌که خدای نادیده را همیشه در جلوی چشمان خود می‌بیند ثابت قدم بود.
28મૂસાએ પાસ્ખા તૈયાર કર્યુ અને દરવાજાની બારસાખ ઉપર રક્ત છાંટ્યું. દરવાજા પર રક્ત એટલા માટે છાંટ્યું જેથી મરણનો દૂત ઈસ્રાએલ લોકોના પ્રથમ જન્મેલ બાળકોને મારી ના નાખે. આમ કરવાનું કારણ મૂસાએ વિશ્વાસ (દેવમાં) હતો.
28 به وسیلهٔ ایمان، موسی فصح را برقرار نمود و خون را پاشید تا فرشتهٔ مرگ، نخستزادگان اسرائیل را نكشد.
29વિશ્વાસથી ઈસ્રાએલી લોકો મૂસાની પાછળ કોરી જમીન પર ચાલતા હોય તેમ લાલ સમુદ્ર પસાર કરી ગયા તેમની પાછળ પડેલા ઈજીપ્તના લોકો તેમ કરવા જતાં ડૂબી (સમુદ્રમાં) ગયા.
29 از راه ایمان بود كه قوم اسرائیل از دریای سرخ عبور كرد، چنانکه گویی از زمین خشک می‌گذرد، امّا وقتی مصریان سعی كردند از آن بگذرند، غرق شدند.
30લોકો વિશ્વાસથી દેવની આજ્ઞા મુજબ યરીખોના કોટની આગળ પાછળ સાત દિવસ ફર્યા અને અંતે તે કોટ તૂટી પડ્યો.
30 ایمان باعث شد كه دیوارهای شهر اریحا پس از آنكه قوم اسرائیل هفت روز دور آن رژه رفتند، فرو ریزد.
31રાહાબ વેશ્યાએ ઇસ્ત્રાએલી જાસૂસ લોકોને આવકાર્યા અને મિત્રની માફક મદદ કરી. કારણ કે તેને વિશ્વાસ હતો એટલે તે અવજ્ઞા કરનાર લોકો સાથે મરણ પામી નહોતી.
31 ایمان باعث شد كه راحاب فاحشه برخلاف افراد سركشی كه كشته شدند جان سالم بدر برد، زیرا از جاسوس‌ها با صلح و سلامتی استقبال نمود.
32આથી વિશેષ હું શું કહું? ગિદિયોન, બારાક, સામસૂન, યફતા, દાઉદ, શમુએલ તથા પ્રબોધકોના વિશ્વાસની વાત કરવા બેસું તો મને એટલો સમય પણ નથી.
32 دیگر چه بگویم؟ وقت كافی ندارم كه داستانهای زندگی جدعون، باراق، سامسون، یفتاح، داوود، سموئیل و انبیا را نقل كنم.
33આ બધા લોકોને ઘણોજ વિશ્વાસ હતો અને તે વિશ્વાસને કારણે તેમણે રાજ્યોને હરાવ્યા. અને જે કાર્યો ન્યાયયુક્ત હતા તે તેમણે કર્યા અને દેવના વચનોનાં ફળ પ્રાપ્ત કર્યા, વળી તેઓએ વિશ્વાસ સાથે સિંહના જડબા બંધ કરી દીધા.
33 از راه ایمان، آنها سلطنت‌ها را برانداختند و عدل و داد را برقرار ساختند و آنچه را كه خدا به آنها وعده داده بود، به دست آورند. آنها دهان شیران را بستند.
34આ રીતે કેટલાક લોકોએ શક્તિશાળી અજ્ઞિને રોક્યો. કેટલાક તલવારની ધારથી બચ્યા, તો કેટલાકને નિર્બળતાઓ હતી જે તાકાતમાં પરિવર્તન થઈ. કેટલાકે લડાઈમાં શૂરવીરતા દાખવી અને દુશ્મનોના સૈન્યને ભગાડી મૂક્યા.
34 آتش سوزان را خاموش كردند. از دَمِ شمشیر رهایی یافتند. در عین ضعف و ناتوانی قدرت یافتند. در جنگ شجاع گشتند و لشکریان دشمن را تارومار نمودند.
35સ્ત્રીઓના વિશ્વાસને કારણે કેટલાક પુરુંષો મૃત્યુ પામેલા સજીવન થયા અને તેઓને પાછા મળ્યા. કેટલાક રિબાઈને માર્યા ગયા, મુક્ત થવાને બદલે તેઓએ મરવાનું પસંદ કર્યુ તેમને વિશ્વાસ હતો કે પુનરુંત્થાન દ્ધારા તેઓ વધું સારું જીવન પ્રાપ્ત કરશે.
35 زنها، مردگان خود را زنده یافتند. دیگران تا سرحدّ مرگ، شكنجه دیدند و آزادی را نپذیرفتند تا سرانجام به حیاتی بهتر نایل شوند.
36કેટલાકની મશ્કરી કરવામાં આવી અને તેમને અસહ્ય માર મારવામાં આવ્યો. બીજા (કેટલાએક) ને બેડીઓ બાંધીને કારાવાસમાં પૂરવામાં આવ્યા.
36 دیگران با سختی‌های بسیار مانند استهزاها، تازیانه‌ها و حتّی زنجیر و زندان آزموده شدند.
37તેઓને પત્થરોથી મારી નાખવામાં આવ્યા અને બે ટુકડા કરી નાખવામાં આવ્યા. તેઓને તલવારથી મારી નાખવામાં આવ્યા, કેટલાકએક ઘેંટા બકરાના ચામડાં પહેરી રખડ્યા. જે ગરીબો હતા તેમને ખુબજ દુ:ખ આપવામાં આવ્યું અને તેમની સાથે અઘટિત વ્યવહાર કર્યો.
37 سنگسار گردیدند و با ارّه دو پاره گشتند و با شمشیر كشته شدند. آنها ملبّس به پوست گوسفند و بُز، آواره و سرگردان بودند و متحمّل فقر و تنگدستی و ظلم و جور می‌شدند.
38આ દુનિયા આવા માણસો માટે યોગ્ય નહોતી, આ માણસો રણમાં, પર્વતો પર, ગુફાઓમાં અને જમીનના ભોયરાઓમાં ભટકતા રહ્યા.
38 جهان لیاقت آنها را نداشت. آنها در بیابانها و كوهستان‌ها آواره بودند و در غارها و سوراخهای زمین پنهان می‌شدند.
39પણ આપણે એ પ્રકારના માણસો નથી, જે પીછે હઠ કરે અને ખોવાઇ જાય. ના. આપણે એવા લોકો છીએ કે દેવમાં આપણને દઢ વિશ્વાસ છે અને તેનામાં આપણે ઉદ્ધાર પામેલાં છીએ. વિશ્વાસ
39 با اینکه آنها همه به‌خاطر ایمانشان مشهور شدند ولی وعده‌های خدا برای هیچ‌یک از آنها کاملاً انجام نیافته بود، زیرا خدا برای ما نقشهٔ بهتری داشت و آن اینکه آنها بدون ما به كمال نرسند.
40કેમ કે દેવે આપણને કઈક વધારે સારું આપવા નક્કી કર્યુ છે જેથી તેઓ ફક્ત આપણી સાથે જ પરિપૂર્ણ થઈ શકે.
40 زیرا خدا برای ما نقشهٔ بهتری داشت و آن اینکه آنها بدون ما به كمال نرسند.