1વહાલા ભાઈઓ અને બહેનો, તમારામાંના ઘણા ઉપદેશકો બનાવાનું પસંદ ન કરે. કેમ કે ઉપદેશકો થઇને તો બીજાઓ કરતાં કડક શિક્ષાને પાત્ર ઠરીએ છીએ.
1
ای دوستان من، درست نیست كه بسیاری از شما در كلیسا معلّم دیگران باشید، چون میدانید كه روز داوری برای ما معلّمین سختتر خواهد بود.
2આપણે બધા ઘણીજ ભૂલો કરીએ છીએ. જો કોઈ એવો માણસ હોય કે બોલવામાં કોઈ પણ ભૂલ ન કરે, ખરાબ ન બોલે, તો એ એક સંપૂર્ણ વ્યક્તિ છે અને તે તેની જીભ ઉપર અંકુશ રાખવા શક્તિમાન છે, તે સાબિત થાય છે.
2
همهٔ ما اغلب مرتكب خطاهایی میشویم و كسیكه در سخن گفتن خطا نكند، مرد كاملی است و میتواند تمام وجود خود را مهار كند.
3ઘોડા જેવા પ્રાણીના મોંમા એક નાની લગામ રાખીને આપણે આપણી ઈચ્છા પ્રમાણે તેના આખા શરીરને ફેરવીએ છીએ.
3
ما به دهان اسبان دهنه میزنیم تا مطیع ما شوند و به این وسیله تمام بدن آنها را به هر طرف كه بخواهیم برمیگردانیم.
4એજ પ્રમાણે એક સુકાની ગમે તેટલા મોટા વહાણને એક નાના સુકાન વડે પોતે ધારે તે નિશ્ચિત માર્ગે, ધારે તે દિશામાં ચલાવી શકે છે. પછી ભલેને ભારે પવન ફુંકાતો હોય.
4
همچنین میتوان كشتیهای بسیار بزرگ را كه از بادهای سخت رانده میشوند، با استفاده از سكّان بسیار كوچكی مهار كرد و به هر جا كه ناخدا بخواهد، هدایت نمود.
5એજ પ્રમાણે જીભ પણ એક નાનો અવયવ છે, છતાં તે મોટી વાતો કરવા બડાશ મારે છે. અજ્ઞિની નાની ચીનગારી મોટા જંગલને સળગાવી શકે છે.
5
زبان هم همینطور است، گرچه عضو كوچكی است ولی ادّعاهای بسیار بزرگی مینماید. چه جنگلهای بزرگ كه با جرقّهای، آتش میگیرند.
6જીભ એક અજ્ઞિની જવાળા જેવી છે. તે આપણા શરીરના અવયવોમાં દુષ્ટતાના જગત જેવી છે. અને આપણા અસ્તિત્વને અસર કરે છે તથા આપણા આખા શરીરને પ્રદુષિત કરે છે, તે નરકમાંથી અજ્ઞિ પ્રાપ્ત કરીને આગની શરુંઆત કરે છે, જે આપણા સમગ્ર જીવનચક્રને અસર કરે છે.
6
زبان هم آتش است! در میان تمام اعضای بدن ما زبان دنیایی از شرارت است كه همهٔ وجودمان را میآلاید و دوران زندگی را به جهنّم سوزانی مبدّل میکند.
7માણસ પ્રત્યેક પ્રકારના પશુઓ, પક્ષીઓ, પેટે ચાલનારાં અને જળચર પ્રાણીઓને વશ કરી શકે છે અને વશ કર્યા છે પણ ખરાં.
7
انسان توانسته است و باز هم میتواند تمام حیوانات وحشی و پرندگان و خزندگان و ماهیان را رام كند.
8પણ કોઈ પણ માણસ એવો નથી કે જેણે જીભને કાબુમાં રાખી હોય. તે અંકુશ વિનાની ફેલાતી મરકી છે. જીભ પ્રાણઘાતક ઝેરથી ભરપૂર છે જે મારી શકે છે.
8
ولی هیچکس هرگز نتوانسته است زبان را تحت فرمان خود نگاه دارد. زبان، شرور و رام نشدنی و پر از زهر كشنده است.
9એનાથી આપણે પ્રભુની અને આપણા પિતાની (દેવ) સ્તુતિ કરીએ છીએ, અને એજ જીભ વડે દેવની પ્રતિમા પ્રમાણે ઉત્પન્ન થયેલાં માણસોને શાપ પણ આપીએ છીએ.
9
ما با آن هم خداوند و پدر را حمد و سپاس میگویم و هم انسان را كه به صورت خدا آفریده شده است، دشنام میدهیم.
10એક જ મુખમાથી સ્તુતિ તથા શાપ બંન્ને નીકળે છે. ભાઈઓ અને બહેનો, આવું ન જ થવું જોઈએે.
10
از یک دهان هم شكر و سپاس شنیده میشود و هم دشنام! ای دوستان، این كار درست نیست.
11શું ઝરણ એક જ મુખમાંથી મીઠું તથા ખાંરું પાણી આપી શકે? ના!
11
آیا یک چشمه میتواند از یک شكاف هم آب شیرین و هم آب شور جاری سازد؟
12મારા ભાઈઓ અને બહેનો, શું અંજીરી પરથી જૈતફળો અને દ્ધાક્ષાવેલા પરથી અંજીરી મેળવી શકાય છે! ના! અને એ રીતે તમે ખારા પાણીના કૂવામાંથી મીઠું પાણી કદી મેળવી શકો નહિ.
12
ای دوستان، آیا درخت انجیر میتواند زیتون و یا درخت انگور، انجیر به بار آورد، همینطور چشمهٔ آب شور هم نمیتواند از خود آب شیرین جاری سازد.
13તમારામાંથી કોઈ ખરેખર જ્ઞાની અને સમજુક માણસ છે? જો એમ હોય તો, તેણે ન્યાયી જીવન જીવીને તેનું સાચું જ્ઞાન બતાવવું જોઈએે. જ્ઞાની માણસ અભિમાન કરતો નથી.
13
در میان شما چه كسی عاقل و فهیم است؟ او باید با زندگی و کارهای نیک خود كه با تواضع حكمت همراه باشد، آن را نشان دهد.
14તમે સ્વાર્થ અને હ્રદયમાં કડવી અદેખાઇ કરવાનું રાખશો તો તમારે અભિમાનનું કોઈજ કારણ નથી. તમારું અભિમાન જૂઠાણું છે જે સત્યને ઢાકી દે છે.
14
امّا اگر شما حسود و تندخو و خودخواه هستید، از آن فخر نكنید و برخلاف حقیقت دروغ نگویید.
15આ એવી જાતનું “જ્ઞાન” નથી કે જે દેવ પાસેથી પ્રાપ્ત થતું હોય, તેને બદલે તે જ્ઞાન જગતમાંથી પ્રાપ્ત થાય છે. તે ઐહિક, વિષયી, શેતાન પ્રેરિત છે.
15
این حكمت از عالم بالا نیست. این حكمتی است دنیوی، نفسانی و شیطانی.
16જ્યાં અદેખાઇ તથા સ્વાર્થી મહત્વાકાંક્ષા છે, ત્યાં અવ્યવસ્થા તથા સર્વ પ્રકારની ભૂડાઇ પ્રવર્તતી રહેશે.
16
چون هرجا حسد و خودخواهی هست، در آنجا بینظمی و شرارت است.
17પણ દેવ તરફથી આવતું જ્ઞાન નિર્મળ, શાંતિપ્રિય, નમ્ર અને ખુલ્લા મનનું, દયા અને ભલાઈથી ભરપૂર છે. સારાં ફળોથી ભરપૂર નિષ્પક્ષપાત તથા દંભરહિત છે.
17
امّا حكمتی كه از عالم بالاست اول پاک، بعد صلحجو، باگذشت، مهربان، پر از شفقت و ثمرات نیكو، بیغرض و بیریاست.
نیكی و عدالت، میوهٔ بذرهایی است كه به دست صالحان در صلح و صفا كاشته میشود.
18જે લોકો શાંતિ માટે કાર્ય કરે છે તેઓ ન્યાયી જીવનમાંથી આવતાં સારાં વાનાં પ્રાપ્ત કરે છે.
18
نیكی و عدالت، میوهٔ بذرهایی است كه به دست صالحان در صلح و صفا كاشته میشود.