1યહૂદિઓના પાસ્ખાપર્વનો લગભગ સમય હતો. ઈસુએ જાણ્યું કે આ જગત છોડવાનો તેના માટેનો સમય હતો. હવે તે સમય ઈસુ માટે પિતા પાસે પાછા જવાનો હતો. ઈસુએ હંમેશા જગતમાં જે તેના હતા તે લોકોને પ્રેમ કરતો હતો. તેનો પ્રેમ સંપૂર્ણ શ્રેષ્ઠ હતો. હવે ઈસુનો તેનો પ્રેમ તેઓને બતાવવાનો સમય હતો.
1
یک روز قبل از عید فصح بود. عیسی فهمید كه ساعتش فرا رسیده است و میبایست این جهان را ترک كند و پیش پدر برود. او كه همیشه متعلّقان خود را در این جهان محبّت مینمود، آنها را تا به آخر محبّت كرد.
2ઈસુ અને તેના શિષ્યો સાંજના ભોજનમાં સાથે હતા. શેતાને અગાઉથી યહૂદા ઈશ્કરિયોતને ઈસુની વિરૂદ્ધ થવા સમજાવ્યો હતો. (યહૂદા સિમોનનો દીકરો હતો.)
2
وقت شام خوردن بود و شیطان قبلاً دل یهودای اسخریوطی را برانگیخته بود كه عیسی را تسلیم نماید.
3પિતાએ ઈસુને બધી વસ્તુઓ પરની સત્તા સોંપી હતી. ઈસુએ આ જાણ્યું. ઈસુએ તે પણ જાણ્યું કે તે દેવ પાસેથી આવ્યો છે. અને એમ પણ જાણ્યું કે હવે તે દેવ પાસે પાછો જતો હતો.
3
عیسی كه میدانست پدر همهچیز را به دست او سپرده و از جانب خدا آمده است و به سوی او میرود،
4યારે તેઓ જમતા હતા, ઈસુએ ઊભા થઈને પોતાનો ઝભ્ભો ઉતારી નાખ્યો. ઈસુએ રુંમાલ લીધો અને તેને પોતાની કમરે બાંધ્યો.
4
از سر سفره برخاسته، لباس خود را كنار گذاشت و حولهای گرفته به كمر بست.
5પછી ઈસુએ વાસણમાં પાણી રેડ્યું. તેણે શિષ્યોના પગ ધોવાની શરુંઆત કરી. તેણે રુંમાલ વડે તેમના પગ લૂછયા. જે રુંમાલ તેની કમરે વીંટાળેલો હતો.
5
بعد از آن در لگنی آب ریخت و شروع كرد به شستن پاهای شاگردان و خشکكردن آنها با حولهای كه به كمر بسته بود.
6ઈસુ સિમોન પિતર પાસે આવ્યો. પરંતુ પિતરે ઈસુને કહ્યું, “પ્રભુ, તારે મારા પગ ધોવા જોઈએ નહિ.”
6
وقتی نوبت به شمعون پطرس رسید او به عیسی گفت: «ای خداوند، آیا تو میخواهی پاهای مرا بشویی؟»
7ઈસુએ ઉત્તર આપ્યો, “હમણા હું શું કરું છું તે તું જાણતો નથી. પરંતુ પાછળથી તું સમજી શકીશ.”
7
عیسی در جواب گفت: «تو اكنون نمیفهمی من چه میکنم ولی بعداً خواهی فهمید.»
8પિતરે કહ્યું, “ના! હું કદાપિ મારા પગ ધોવા દઈશ નહિ.” ઈસુએ ઉત્તર આપ્યો, “જો હું તારા પગ નહિ ધોઉ, તો પછી તું મારા લોકોમાંનો એક થશે નહિ.”
8
پطرس گفت: «هرگز نمیگذارم پاهای مرا بشویی.»
عیسی به او گفت: «اگر تو را نشویم، تو در من سهمی نخواهد داشت.»
9સિમોન પિતરે કહ્યું, “પ્રભુ, મારા પગ ધોયા પછી તું મારા હાથ અને મારું માથું પણ ધો!”
9
شمعون پطرس گفت: «پس ای خداوند، نه تنها پاهای مرا بلكه دستها و سرم را نیز بشوی.»
10ઈસુએ કહ્યું, “વ્યક્તિના સ્નાન કર્યા પછી તેનું આખું શરીર ચોખ્ખું થાય છે. તેને ફક્ત તેના પગ ધોવાની જ જરુંર છે. અને તમે માણસો ચોખ્ખા છો, પરંતુ તમારામાંના બધા નહિ.”
10
عیسی گفت: «کسیکه غسل كرده است احتیاجی به شستوشو ندارد، به جز شستن پاهایش. او از سر تا پا تمیز است و شما پاک هستید، ولی نه همه.»
11ઈસુએ જાણ્યું કે, કોણ તેની વિરૂદ્ધ થશે. તે જ કારણે ઈસુએ કહ્યું, “તમારામાંથી દરેક ચોખ્ખા નથી.”
11
چون او میدانست چه کسی او را تسلیم خواهد نمود، به همین دلیل گفت همهٔ شما پاک نیستید.
12ઈસુએ તેમના પગ ધોવાનું પૂરું કર્યુ. પછી તેણે પોતાનાં કપડાં પહેર્યા અને ફરીથી મેજ પર બેઠો. ઈસુએ પૂછયું, “તમે સમજો છો મેં તમારા માટે શું કર્યું?
12
بعد از آنکه پاهای آنان را شست و لباس خود را پوشید و دوباره سر سفره نشست، از آنها پرسید: «آیا فهمیدید برای شما چه كردم؟
13તમે મને ગુરું તથા પ્રભુ કહો છો. એ ખરું છે, કારણ કે હું એ જ છું.
13
شما مرا استاد و خداوند خطاب میکنید و درست هم میگویید زیرا كه چنین هستم.
14હું જ તમારો ‘ગુરું’ અને ‘પ્રભુ’ છું. પણ મેં તમારા પગ સેવકની જેમ ધોયા. તેથી તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ.
14
پس اگر من كه استاد و خداوند شما هستم پاهای شما را شستهام، شما هم باید پاهای یكدیگر را بشویید.
15મેં તમારા માટે એક નમૂના તરીકે આ કર્યુ. તેથી મેં તમારા માટે જે કર્યુ તેવું તમારે એકબીજા માટે કરવું જોઈએ.
15
به شما نمونهای دادم تا همانطور كه من با شما رفتار كردم شما هم رفتار كنید.
16હું તમને સત્ય કહું છું. એક સેવક તેના ધણી કરતાં મોટો નથી. અને જે વ્યક્તિને કંઈક કરવા મોકલાયેલો છે તે પોતાના મોકલનાર કરતાં મોટો નથી.
16
یقین بدانید كه هیچ غلامی از ارباب خود و هیچ قاصدی از فرستندهٔ خویش بزرگتر نیست.
17જો તમે આ વાતો જાણો અને તેઓને પાળો તો તમે સુખી થશો.
17
هرگاه این را فهمیدید، خوشا به حال شما اگر به آن عمل نمایید.
18“હું તમારા બધા વિષે બોલતો નથી. જેઓને મેં પસંદ કર્યા છે તેઓને હું જાણું છું. પરંતુ શાસ્ત્રલેખમાં જે કહ્યું છે તે થવું જોઈએ. ‘જે માણસ મારા ભોજનમાં ભાગીદાર બન્યો છે તે મારી વિરૂદ્ધ થયો છે.’
18
«آنچه میگویم مربوط به همهٔ شما نیست. من کسانی را كه برگزیدهام میشناسم. امّا این پیشگویی کتابمقدّس باید تحقّق یابد: 'آنکس كه با من نان میخورد، برضد من برخاسته است.'
19હું તમને તે બનતા પહેલા આ કહું છું. જેથી જ્યારે એ બને, ત્યારે તમે વિશ્વાસ કરો કે હું તે છું.
19
اكنون پیش از وقوع این را به شما میگویم تا وقتی واقع شود ایمان آورید كه من او هستم.
20હું તમને સત્ય કહું છું. જે કોઈને હું મોકલું છું તેનો સ્વીકાર જે કરે છે તે મારો સ્વીકાર કરે છે અને જે મારો સ્વીકાર કરે છે તે મારા મોકલનારનો પણ સ્વીકાર કરે છે.”
20
یقین بدانید هرکه، کسی را كه من میفرستم بپذیرد مرا پذیرفته است و هرکه مرا بپذیرد فرستندهٔ مرا پذیرفته است.»
21ઈસુએ આ વાતો કહ્યા પછી તેણે ભારે વ્યાકુળતા અનુભવી. ઈસુએ જાહેરમાં કહ્યું, “હું તમને સત્ય કહું છું. તમારામાંનો એક મારી વિરૂદ્ધ થશે.”
21
وقتی عیسی این را گفت، روحاً سخت مضطرب شد و به طور آشكار فرمود: «یقین بدانید كه یکی از شما مرا تسلیم دشمنان خواهد كرد.»
22ઈસુના બધા શિષ્યો એકબીજા સામે જોવા લાગ્યા. ઈસુ જેના વિષે વાત કરતો હતો, તે વ્યક્તિ કોણ હતી તે તેઓ સમજી શક્યા નહિ.
22
شاگردان با شک و تردید به یكدیگر نگاه میکردند زیرا نمیدانستند این را دربارهٔ کدامیک از آنها میگوید.
23શિષ્યોમાંનો એક ઈસુની બાજુમાં છાતીને અઢેલીને બેઠો હતો. ઈસુ જેને પ્રેમ કરતો હતો તે આ શિષ્ય હતો.
23
یکی از شاگردان كه عیسی او را دوست میداشت، پهلوی او نشسته بود.
24સિમોન પિતરે આ શિષ્યને ઈશારો કરીને ઈસુને પૂછયું કે જેના વિષે વાત કરતો હતો તે વ્યક્તિ કોણ હતી.
24
پس شمعون پطرس با اشاره از او خواست از عیسی بپرسد كه او دربارهٔ کدامیک از آنها صحبت میکند.
25તે શિષ્ય ઈસુની છાતીને અઢેલીને બેઠો હતો અને પૂછયું, “પ્રભુ, તે કોણ છે જે તારી વિરૂદ્ધ થશે?”
25
بنابراین آن شاگرد به عیسی نزدیكتر شده از او پرسید: «ای خداوند، او كیست؟»
26ઈસુએ ઉત્તર આપ્યો, “હું આ રોટલી થાળીમાં બોળીશ. હું જે માણસને તે આપીશ તે માણસ મારી વિરૂદ્ધ થશે.” તેથી ઈસુએ રોટલીનો ટુકડો લીધો. તેણે તે બોળ્યો ને યહૂદા ઈશ્કરિયોત જે સિમોનનો દીકરો છે તેને આપ્યો.
26
عیسی پاسخ داد: «من این تکهٔ نان را به داخل كاسه فرو میبرم و به او میدهم، او همان شخص است.» پس وقتی تكهٔ نان را به داخل كاسه فرو برد، آن را به یهودا پسر شمعون اسخریوطی داد.
27જ્યારે યહૂદાએ ટુકડો લીધો, શેતાન તેનામાં પ્રવેશ્યો. ઈસુએ યહૂદાને કહ્યું, “તું જે બાબત કરે, તે જલ્દીથી કર!”
27
همینکه یهودا لقمه را گرفت شیطان وارد وجود او شد. عیسی به او گفت: «آنچه را میکنی زودتر بكن.»
28મેજ પાસેનો કોઈપણ માણસ સમજયો નહિ કે શા માટે ઈસુએ યહૂદાને આમ કહ્યું.
28
ولی از کسانیکه بر سر سفره بودند هیچکس نفهمید منظور او از این سخن چه بود.
29યહૂદા સમૂહ માટે પૈસાની પેટી રાખનાર માણસ હતો. તેથી કેટલાક શિષ્યોએ વિચાર્યુ કે યહૂદા જઈને કેટલીક જરુંરી વસ્તુઓ પર્વ માટે ખરીદે એવું ઈસુ સમજતો હતો. અથવા તેઓએ વિચાર્યુ કે ઈસુ ઈચ્છતો હતો કે યહૂદા ગરીબ લોકોને જઈને કઈક આપે.
29
بعضی گمان كردند كه چون یهودا مسئول كیسهٔ پول بود عیسی به او میگوید كه هرچه برای عید لازم دارند، خریداری نماید و یا چیزی به فقرا بدهد.
30ઈસુએ આપેલી રોટલી યહૂદાએ સ્વીકારી પછી યહૂદા બહાર ગયો. તે રાત હતી. ઈસુ તેના મૃત્યુ વિષે વાત કરે છે
30
به محض اینكه یهودا لقمه را گرفت بیرون رفت و شب بود.
31જ્યારે યહૂદા બહાર ગયો, ઈસુએ કહ્યું, “હવે માણસના દીકરાએ તેનો મહિમા પ્રાપ્ત કર્યો છે અને માણસના દીકરા દ્વારા દેવ મહિમા પ્રાપ્ત કરશે.
31
وقتی یهودا بیرون رفت، عیسی گفت: «اكنون پسر انسان جلال مییابد
32જો દેવ તેના મારફત મહિમા પ્રાપ્ત કરે છે પછી દેવ પોતાના મારફત માણસના દીકરાને મહિમા આપશે.
32
و اگر خدا به وسیلهٔ او جلال یابد، خدا نیز او را جلال خواهد داد و این جلال بزودی شروع میشود.
33ઈસુએ કહ્યું, “મારા બાળકો, હવે હું ફક્ત થોડા સમય માટે તમારી સાથે હોઈશ. તમે મને શોધશો અને મેં જે યહૂદિઓને કહ્યું તે હવે હું તમને કહ્યું છું. જ્યાં હું જઈ રહ્યો છું ત્યાં તમે આવી શકશો નહિ.
33
ای فرزندان من، زمانی كوتاه با شما هستم. آنگاه به دنبال من خواهید گشت و همانطور كه به یهودیان گفتم اكنون به شما هم میگویم، آن جاییکه من میروم شما نمیتوانید بیایید.
34“હું તમને નવી આજ્ઞા આપું છું કે એકબીજાને પ્રેમ કરો. જે રીતે મેં તમને પ્રેમ કર્યો છે તેમ તમે એકબીજા પર પ્રેમ રાખો.
34
به شما فرمان تازهای میدهم: یكدیگر را دوست بدارید، همانطور که من شما را دوست داشتهام شما نیز یکدیگر را دوست بدارید.
35જો તમે એકબીજા પર પ્રેમ રાખશો તો બધા લોકો જાણશે કે તમે મારા શિષ્યો છો.”
35
اگر نسبت به یكدیگر محبّت داشته باشید، همه خواهند فهمید كه شاگردان من هستید.»
36સિમોન પિતરે ઈસુને પૂછયું, “પ્રભુ, તું ક્યાં જાય છે?” ઈસુએ ઉત્તર આપ્યો, “હું જ્યાં જાઉં છું ત્યાં હવે તું મારી પાછળ આવી શકીશ નહિ, પણ તું પાછળથી અનુસરીશ.”
36
شمعون پطرس به او گفت: «ای خداوند، كجا میروی؟» عیسی پاسخ داد: «جاییکه میروم تو حالا نمیتوانی به دنبال من بیایی، امّا بعدها خواهی آمد.»
37પિતરે પૂછયું, “પ્રભુ, હવે હું શા માટે તારી પાછળ આવી શકું નહિ? હું તારા માટે મરવા પણ તૈયાર છું.”
37
پطرس گفت: «ای خداوند چرا نمیتوانم همین حالا به دنبال تو بیایم؟ من حاضرم جان خود را بهخاطر تو بدهم.»
عیسی به او جواب داد: «آیا حاضری جان خود را بهخاطر من بدهی؟ یقین بدان كه پیش از بانگ خروس سه بار خواهی گفت كه مرا نمیشناسی.»
38ઈસુએ ઉત્તર આપ્યો, “શું તું ખરેખર મારા માટે તારોં જીવ આપીશ? હું તને સાચું કહું છું. મરઘો બોલે તે પહેલા તું ત્રણ વાર કહીશ કે તું મને ઓળખતો નથી.”
38
عیسی به او جواب داد: «آیا حاضری جان خود را بهخاطر من بدهی؟ یقین بدان كه پیش از بانگ خروس سه بار خواهی گفت كه مرا نمیشناسی.»