1પાછળથી યહૂદિઓના પર્વોમાંના એક પર્વ માટે ઈસુ યરૂશાલેમ કયો.
1
بعد از آن عیسی برای یکی از عیدهای یهود به اورشلیم رفت.
2યરૂશાલેમમાં ત્યાં પાંચ પરસાળથી ઢંકાયેલો કુંડ છે. યહૂદિ ભાષામાં તેને બેથઝાથા કહે છે. આ કુંડ ઘેટાંઓના દરવાજા પાસે છે.
2
در اورشلیم نزدیک دروازهای معروف به دروازهٔ گوسفند استخری با پنج رواق وجود دارد كه به زبان عبری آن را بیت حسدا میگویند.
3ઘણા માંદા લોકો કુંડ નજીક પરસાળોમાં પડેલા હતા. કેટલાક લોકો આંધળા હતા, કેટલાક લંગડા હતા, કેટલાક લકવાગ્રસ્ત હતા.
3
در آنجا عدّهٔ زیادی از بیماران، نابینایان لنگان و مفلوجان دراز كشیده [و منتظر حركت آب بودند
4[This verse may not be a part of this translation]
4
زیرا هر چند وقت یکبار فرشتهٔ خداوند به استخر داخل میشد و آب را به حركت در میآورد و اولین بیماری كه بعد از حركت آب به استخر داخل میگردید از هر مرضی كه داشت، شفا مییافت.]
5એક માણસ ત્યાં પડેલો હતો જે 38 વરસથી માંદો હતો.
5
در میان آنها مردی دیده میشد كه سی و هشت سال بیمار بود.
6ઈસુએ ત્યાં તે માણસને પડેલો જોયો. ઈસુએ જાણ્યું કે તે માણસ ઘણા લાંબા સમયથી માંદો હતો. તેથી ઈસુએ તે માણસને પૂછયું, “શું તું સાજો થવા ઈચ્છે છે?”
6
وقتی عیسی او را در آنجا خوابیده دید و دانست كه مدّت درازی است كه بیمار میباشد، از او پرسید: «آیا میخواهی خوب و سالم شوی؟»
7તે માંદા માણસે ઉત્તર આપ્યો, “પ્રભુ, જ્યારે તે પાણી હાલે ત્યારે તે પાણીમાં ઊતરવા માટે મને મદદ કરનાર મારી પાસે કોઈ નથી. પાણીમાં સૌથી પહેલાં ઊતરવા માટે પ્રયત્ન કરું છું. પરંતુ જ્યારે હું પ્રયત્ન કરું છું, ત્યારે બીજો માણસ હંમેશા મારી અગાઉ ઊતરી પડે છે.”
7
آن مریض پاسخ داد: «ای آقا، وقتی آب به حركت میآید کسی نیست كه به من كمک كند و مرا در استخر بیاندازد؛ تا من از جایم حركت میکنم، شخص دیگری پیش از من به داخل میرود.»
8પછી ઈસુએ કહ્યું, “ઊભો થા! તારી પથારી ઉપાડ અને ચાલ.”
8
عیسی به او گفت: «بلند شو، بسترت را بردار و برو.»
9પછી તરત જ તે માણસ સાજો થઈ ગયો. તે માણસે તેની પથારી ઉપાડીને ચાલવાનું શરું કર્યુ. જે દિવસે આ બધું બન્યું તે વિશ્રામવારનો દિવસ હતો.
9
آن مرد فوراً شفا یافت و بستر خود را برداشت و به راه افتاد. آن روز، روز سبت بود.
10તેથી તે યહૂદિઓએ તે માણસને જે સાજો થઈ ગયો હતો તેને કહ્યું, “આજે વિશ્રામવાર છે, વિશ્રામવારને દિવસે તારા માટે પથારી ઊચકવી તે નિયમની વિરૂદ્ધ છે.”
10
به همین علّت یهودیان به مردی كه شفا یافته بود گفتند: «امروز روز سبت است، تو اجازه نداری بستر خود را حمل نمایی.»
11પણ તે માણસે ઉત્તર આપ્યો, “તે માણસ (ઈસુ) જેણે મને સાજો કર્યો, તેણે મને કહ્યું, ‘તારી પથારી ઊચકીને ચાલ.”‘
11
او در جواب ایشان گفت: «آن کسیکه مرا شفا داد به من گفت: 'بسترت را بردار و برو.'»
12યહૂદિઓએ તે માણસને પૂછયું, “તારી પથારી ઊચકીને ચાલ એમ જેણે તને કહ્યું તે માણસ કોણ છે?”
12
از او پرسیدند: «چه شخصی به تو گفت بسترت را بردار و برو؟»
13પરંતુ તે માણસ કોણ છે, એ પેલો સાજો થયેલો માણસ જાણતો નહોતો; ત્યાં તે જગ્યાએ ઘણા લોકો હતા અને ઈસુ ત્યાંથી ખસી ગયો હતો.
13
ولی آن مردی كه شفا یافته بود، او را نمیشناخت؛ زیرا آن محل پر از جمعیّت بود و عیسی از آنجا رفته بود.
14પાછળથી ઈસુ મંદિરમાં તે માણસને મળ્યો. ઈસુએ તેને કહ્યું, “જો, તું હવે સાજો થયો છે હવેથી પાપ ન કર. કદાચ તારું કંઈક વધારે ખરાબ થાય!”
14
بعد از این جریان عیسی او را در معبد بزرگ یافته به او گفت: «اكنون كه شفا یافتهای دیگر گناه نكن، مبادا به وضع بدتری دچار شوی.»
15પછી તે માણસ ત્યાંથી ખસી જઈને પેલા યહૂદિઓ પાસે પાછો ગયો. તે માણસે તેઓને કહ્યું કે, “તે ઈસુ હતો જેણે તેને સાજો કર્યો હતો.”
15
آن مرد رفت و به یهودیان گفت: «کسیکه مرا شفا داد عیسی است.»
16ઈસુ આ કાર્યો વિશ્રામવારે કરતો હતો. માટે યહૂદિઓએ ઈસુનું ખરાબ કરવાનું શરું કર્યું.
16
چون عیسی در روز سبت این كارها را میکرد، یهودیان به اذیّت و آزار او پرداختند.
17પરંતુ ઈસુએ યહૂદિઓને કહ્યું, “મારા પિતાએ કદી કામ કરવાનું બંધ કર્યુ નથી અને તેથી હું પણ કામ કરું છું.”
17
امّا عیسی به آنان گفت: «پدرم هنوز كار میکند و من هم كار میکنم.»
18તેથી યહૂદિઓએ તેને મારી નાખવાનો વધારે પ્રયત્ન કર્યો. તે યહૂદિઓએ કહ્યું, “પહેલા ઈસુ વિશ્રામવારના કાયદાનો ભંગ કરતો હતો પછી તે એવો દાવો કરે છે કે દેવ તેનો પિતા છે, આ રીતે તે પોતાની જાતને દેવ સાથે સમાન બનાવે છે!”
18
این سخن، یهودیان را در كشتن او مصمّمتر ساخت. چون او نه تنها سبت را میشکست، بلكه خدا را پدر خود میخواند و به این طریق خود را با خدا برابر میساخت.
19પરંતુ ઈસુએ ઉત્તર આપ્યો, “હું તમને સત્ય કહું છું. દીકરો તેની જાતે કંઈ કરી શકે નહિ. દીકરો બાપને જે કંઈ કરતા જુએ છે, તે જ માત્ર કરે છે. પિતા જે કરે છે તે જ કામ દીકરો કરે છે.
19
عیسی در جواب آنان گفت: «یقین بدانید كه پسر نمیتواند از خود کاری انجام دهد مگر آنچه كه میبیند پدر انجام میدهد. هرچه پدر میکند پسر هم میکند،
20પિતા દીકરા પર પ્રેમ કરે છે, અને પિતા પોતે જે કઈ કરે છે તે બધું જ દીકરાને દેખાડે છે; આ માણસ સાજો થયો હતો, પરંતુ પિતા દીકરાને આના કરતાં વધારે મોટાં કામ કરવાનાં દેખાડશે. પછી તમે બધા નવાઈ પામશો.
20
زیرا پدر پسر را دوست دارد و هرچه انجام دهد، به پسر نیز نشان میدهد و كارهای بزرگتر از این هم به او نشان خواهد داد تا شما تعجّب كنید،
21પિતા મૂએલાઓને ઊઠાડે છે અને તેઓને સજીવન કરે છે. તે જ રીતે દીકરો પણ તેની ઈચ્છા હોય તો મૂએલાઓને સજીવન કરે છે.
21
زیرا همانطور كه پدر مردگان را زنده میکند و به آنان حیات میبخشد، پسر هم هرکه را بخواهد زنده میکند.
22“કેમ કે પિતા કોઈનો ન્યાય ચૂકવતો નથી. પરંતુ પિતાએ ન્યાય કરવાની સર્વ સત્તા દીકરાને આપી છે.
22
پدر بر هیچکس داوری نمیکند، او تمام داوری را به پسر سپرده است،
23દેવે આમ કર્યુ છે કારણ કે બધા લોકો જેમ પિતાને માન આપતા તેમ દીકરાને પણ માન આપે. જો કોઈ વ્યક્તિ દીકરાને માન આપતો નથી તો પછી તે વ્યક્તિ પિતાને પણ માન આપતો નથી. જેણે દીકરાને મોકલ્યો છે તે પિતા એક જ છે.
23
تا آنكه همه، همانطور كه پدر را احترام میکنند، پسر را نیز احترام نمایند. کسیکه به پسر بیحرمتی كند، به پدر كه فرستندهٔ اوست بیحرمتی كرده است.
24“હું તમને સત્ય કહું છું, જો કોઈ વ્યક્તિ હું જે કહું છું તે સાંભળે છે અને જેણે મને મોકલ્યો છે, તેમાં વિશ્વાસ કરે છે તેને અનંતજીવન મળે છે. તે વ્યક્તિ અપરાધી નહિ ઠરે. તેણે મૃત્યુંમાંથી નીકળીને જીવનમાં પ્રવેશ કર્યો છે.
24
«یقین بدانید، هرکه سخنان مرا بشنود و به فرستندهٔ من ایمان آورد، حیات جاودانی دارد و هرگز محكوم نخواهد شد، بلكه از مرگ گذشته و به حیات رسیده است.
25હું તમને સત્ય કહું છું, હવે મહત્વનો સમય આવે છે, તે સમય અહીં આવી ચુક્યો છે. જે લોકો પાપમાં મૃત્યું પામ્યા છે, તેઓ દેવના દીકરાની વાણી સાંભળશે, અને તે લોકો એ જે કહે છે તેનો સ્વીકાર કરશે તેઓને અનંતજીવન પ્રાપ્ત થશે.
25
یقین بدانید كه زمانی خواهد آمد، و در واقع آن زمان شروع شده است، كه مردگان صدای پسر خدا را خواهند شنید و هرکه بشنود زنده خواهد شد.
26કારણ કે પિતા (દેવ) ના પોતાનામાંથી જીવન આવે છે. તેથી પિતાએ દીકરા (ઈસુ) ને પણ જીવન આપવાનો અધિકાર આપ્યો છે.
26
زیرا همانطور كه پدر منشأ حیات است، به پسر هم این قدرت را بخشیده است تا منشاء حیات باشد.
27અને પિતાએ દીકરાને બધા લોકોનો ન્યાય ચુકવવાનો અધિકાર પણ આપ્યો છે. શા માટે? કારણ કે તે દીકરો માણસનો દીકરો છે.
27
و به او اختیار داده است كه داوری نماید، زیرا پسر انسان است.
28આથી તમે આશ્ચર્ય પામશો નહિ. એ સમય આવે છે જ્યારે જે લોકો મૃત્યુ પામ્યા છે અને તેઓની કબરોમાં છે તેઓ તેની વાણી સાંભળશે.
28
از این تعجّب نكنید، زیرا زمانی خواهد آمد كه همهٔ مردگان صدای او را خواهند شنید
29જે લોકોએ જીવનમાં સારા કામો કર્યા છે તેઓ સજીવન થશે અને અનંતજીવન મેળવશે. પરંતુ જે લોકોએ ભૂંડા કામ કર્યા છે તેઓને ન્યાયની સામે ઊભા કરવામાં આવશે.
29
و از قبرهای خود بیرون خواهند آمد: نیكوكاران برای حیات خواهند برخواست و گناهكاران برای محکومیّت.
30“હું એકલો કંઈ કરી શક્તો નથી. જે પ્રમાણે મને કહેવામાં આવ્યું છે તે જ રીતે હું ફક્ત ન્યાય કરું છું. તેથી મારો ન્યાય અદલ છે. શા માટે? કેમ કે હું મારી જાતને ખુશ કરવા પ્રયત્ન કરતો નથી. પરંતુ જેણે મને મોકલ્યો છે, તેને (દેવને) હું ખુશ કરવા પ્રયત્ન કરું છું.
30
«من از خود نمیتوانم کاری انجام دهم بلكه طبق آنچه كه میشنوم قضاوت میکنم و قضاوت من عادلانه است، زیرا در پی انجام خواستههای خود نیستم، بلكه انجام میل پدری كه مرا فرستاده است.
31“જો હું મારા વિષે લોકોને કહું, તો પછી લોકો મારા વિષે હું જે કઈ કહું છું તે સ્વીકારશે નહિ.
31
«اگر من دربارهٔ خودم شهادت بدهم، شهادت من اعتباری ندارد،
32પરંતુ ત્યાં બીજી એક વ્યક્તિ છે જે લોકોને મારા વિષે કહે છે અને હું જાણું છું કે તે મારા વિષે જે કઈ કહે છે તે સાચું છે.
32
ولی شخص دیگری هست كه دربارهٔ من شهادت میدهد و میدانم كه شهادت او دربارهٔ من معتبر است.
33“તમે યોહાન પાસે માણસો મોકલ્યા છે અને તેણે તમને સત્ય વિષે કહ્યું છે.
33
شما قاصدانی پیش یحیی فرستادید و او به حقیقت شهادت داد.
34મારા વિષે લોકોને કહેવા માટે મારે માણસની જરૂર નથી. પણ હું તમને આ બાબતો કહું છું તેથી તમારો ઉદ્ધાર થઈ શકે છે.
34
من به شهادت انسان نیازی ندارم بلكه بهخاطر نجات شما این سخنان را میگویم.
35યોહાન એક દીવા જેવો હતો જે સળગતો અને પ્રકાશ આપતો અને તમે ઘડીભર તેના અજવાળામાં આનંદ પામતા હતા.
35
یحیی مانند چراغی بود كه میسوخت و میدرخشید و شما مایل بودید، برای مدّتی در نور او شادی كنید.
36“પણ મારી પાસે મોટી સાબિતી છે જે યોહાનના કરતાં મોટી છે. જે કામો હું કરું છું તે મારી સાબિતી છે. આ તે કામો છે જે મારા પિતાએ મને કરવા માટે આપ્યાં હતાં. આ કામો બતાવે છે કે મને પિતાએ મોકલ્યો હતો.
36
امّا من شاهدی بزرگتر از یحیی دارم: كارهایی كه پدر به من سپرده است تا انجام دهم، بر این حقیقت شهادت میدهند كه پدر مرا فرستاده است.
37અને જે પિતાએ મને મોકલ્યો તેણે તેની જાતે મારા વિષે સાબિતી આપેલ છે. પરંતુ તમે કદી તેની વાણી સાંભળી નથી. તે કોના જેવો દેખાય છે તે તમે કદી જોયું નથી.
37
پدری كه مرا فرستاد خودش بر من شهادت داده است. شما هرگز نه او را دیدهاید و نه صدایش را شنیدهاید
38પિતાની વાત તમારામાં રહેલી નથી. શા માટે? કારણ કે પિતાએ જેને મોકલ્યો છે તેમાં તમને વિશ્વાસ નથી.
38
و كلام او در دلهای شما جایی ندارد، زیرا به آن کسیکه فرستاده است، ایمان نمیآورید.
39શાસ્ત્રોને તમે કાળજીપૂર્વક તપાસી જુઓ. તમે ઘારો છો કે તે શાસ્ત્રો તમને અનંતજીવન આપે છે. પેલા એ જ શાસ્ત્રો મારા વિષે પણ કહે છે!
39
کتابمقدّس را مطالعه مینمایید، چون خیال میکنید كه در آن حیات جاودان خواهید یافت. درحالیکه كتاب دربارهٔ من شهادت میدهد،
40પરંતુ તમે તે જીવન પામવા માટે મારી પાસે આવવાનું ઈચ્છતા નથી.”
40
شما نمیخواهید پیش من بیایید تا حیات بیابید.
41“મારે માણસો પાસેથી પ્રસંશા જોઈતી નથી.
41
«من از مردم توقّع احترام ندارم.
42પણ હું તમને જાણું છું-હું જાણું છું કે દેવ પરની પ્રીતિ તમારામાં નથી.
42
من شما را میشناسم و میدانم كه خدا را از دل دوست ندارید.
43હું મારા પિતા પાસેથી આવ્યો છું. હું તેના માટે બોલું છું. પણ જો બીજી કોઈ એક વ્યક્તિ ફક્ત પોતાના માટે જ બોલતો આવે છે ત્યારે તમે તેને સ્વીકારશો.
43
من به نام پدر خود آمدهام و شما مرا نمیپذیرید، ولی اگر کسی خودسرانه بیاید از او استقبال خواهید كرد.
44એકબીજાની પ્રસંશા થાય તે ગમે છે. પણ દેવ પાસેથી પ્રસંશા મેળવવા તમે કદી પ્રયત્ન કરતા નથી. તેથી તમે કેવી રીતે વિશ્વાસ કરશો?
44
شما كه طالب احترام از یكدیگر هستید و به عزّت و احترامی كه از جانب خدای یكتا میآید توجّهی ندارید، چگونه میتوانید ایمان بیاورید؟
45એમ ના માનશો કે હું પિતા આગળ ઊભો રહીને કહીશ કે તમે ખોટા છો. મૂસા એ વ્યક્તિ છે જે કહે છે કે તમે ખોટા છો. અને મૂસા એ તે જ છે જે તમને બચાવશે એવી તમે આશા રાખી હતી.
45
گمان نكنید كه من در پیشگاه پدر، شما را متّهم خواهم ساخت، کسی دیگر، یعنی همان موسی كه به او امیدوار هستید، شما را متّهم مینماید.
46જો તમે ખરેખર મૂસામાં વિશ્વાસ કર્યો હતો તો, તમે મારા પર વિશ્વાસ કર્યો હોત. શા માટે? કારણકે મૂસાએ મારા વિષે લખ્યું છે.
46
اگر شما به موسی ایمان میداشتید به من نیز ایمان میآوردید، زیرا او دربارهٔ من نوشته است.
امّا اگر به نوشتههای او ایمان ندارید، چگونه گفتار مرا باور خواهید كرد؟»
47પરંતુ તમે મૂસાએ જે લખ્યું છે તેનો વિશ્વાસ કરતા નથી. તેથી હું જે વાતો કહું છું તેના પર તમે વિશ્વાસ કરી શકશો નહિ.”
47
امّا اگر به نوشتههای او ایمان ندارید، چگونه گفتار مرا باور خواهید كرد؟»