Gujarati: NT

Persian

John

7

1આ પછી, ઈસુએ ગાલીલના પ્રદેશની આજુબાજુ મુસાફરી કરી. ઈસુ યહૂદિયામાં મુસાફરી કરવા ઈચ્છતો નહોતો, કારણ કે ત્યાંના યહૂદિઓ તેને મારી નાખવા ઈચ્છતા હતાં.
1 بعد از آن عیسی در جلیل مسافرت می‌کرد. او نمی‌خواست در یهودیه باشد چون یهودیان قصد داشتند او را بكشند.
2તે યહૂદિઓના માંડવાપર્વનો સમય પાસે હતો.
2 همین‌که عید یهودیان یعنی عید خیمه‌ها نزدیک شد،
3તેથી ઈસુના ભાઈઓએ તેને કહ્યું, “તારે અહીંથી નીકળી જવું જોઈએ અને યહૂદિયાના ઉત્સવમાં જવું જોઈએ. પછી ત્યાં તારા શિષ્યો તું જે ચમત્કારો કરે છે તે જોઈ શકશે.
3 برادران عیسی به او گفتند: «اینجا را ترک كن و به یهودیه برو تا پیروان تو كارهایی را كه می‌کنی ببینند.
4જો કોઈ વ્યક્તિ, લોકો તેને ઓળખે તેમ ઈચ્છતી હોય તો પછી તે વ્યક્તિએ તે જે કામ કરે તે છુપાવવા જોઈએ નહિ. તારી જાતને જગત સમક્ષ જાહેર કર. તું જે ચમત્કારો કરે તે તેઓને જોવા દે.”
4 کسی‌که می‌خواهد مشهور شود كارهای خود را پنهانی انجام نمی‌دهد، تو كه این كارها را می‌کنی بگذار تمام دنیا تو را ببینند.»
5(ઈસુના ભાઈઓએ પણ તેનામાં વિશ્વાસ કર્યો નહિ.)
5 چونكه برادرانش هم به او ایمان نداشتند.
66ઈસુએ તેના ભાઈઓને કહ્યું, “મારા માટેનો યોગ્ય સમય હજુ આવ્યો નથી. પરંતુ તમારા જવા માટે કોઈ પણ સમય યોગ્ય છે.
6 عیسی به ایشان گفت: «هنوز وقت من نرسیده است، امّا برای شما هروقت مناسب است.
7જગત તમને ધિક્કારી શકશે નહિ. પરંતુ જગત મને ધિક્કારે છે. શા માટે? કારણ કે હું જગતમાં લોકોને કહું છું કે તેઓ ભૂંડા કામો કરે છે.
7 دنیا نمی‌تواند از شما متنفّر باشد، امّا از من نفرت دارد، زیرا من دربارهٔ آن شهادت می‌دهم كه كارهایش بد است.
8તેથી તમે પર્વમાં જાઓ. હવે હું પર્વમાં જઈશ નહિ. મારા માટેનો યોગ્ય સમય હજુ આવ્યો નથી.”
8 شما برای این عید بروید. من فعلاً نمی‏آیم زیرا هنوز وقت من کاملاً نرسیده است.»
9ઈસુ આમ કહ્યા પછી ગાલીલમાં રહ્યો.
9 عیسی این را به آنان گفت و در جلیل ماند.
10તેથી ઈસુના ભાઈઓ પર્વમાં જવા વિદાય થયા. તેઓના વિદાય થયા પછી ઈસુ પણ ગયો. પરંતુ લોકો તેને ન જુએ તે રીતે ગયો.
10 بعد از آنكه برادرانش برای عید به اورشلیم رفتند، خود عیسی نیز به آنجا رفت ولی نه آشكارا بلكه پنهانی.
11યહૂદિઓ પર્વમાં ઈસુને શોધતા હતા. યહૂદિઓએ કહ્યું, “તે માણસ ક્યાં છે?”
11 یهودیان در روزهای عید به دنبال او می‌گشتند و می‌پرسیدند: «او كجاست؟»
12ત્યાં લોકોનો મોટો સમૂહ હતો. આ લોકોમાંના ઘણા એકબીજા સાથે અંદરોઅંદર ઈસુ વિષે ગુપ્ત રીતે વાતો કરતા હતા. કેટલાક લોકોએ કહ્યું, “તે એક સારો માણસ છે,” પણ બીજા લોકોએ કહ્યું, “ના, તે લોકોને મૂર્ખ બનાવે છે.”
12 در میان مردم دربارهٔ او گفت‌وگوی زیادی وجود داشت. بعضی می‌گفتند: «او آدم خوبی است» و دیگران می‌گفتند: «نه، او مردم را گول می‌زند.»
13પરંતુ લોકોમાંથી કોઈની પણ જાહેરમાં ઈસુ વિષે બોલવાની હિંમત ન હતી. લોકો યહૂદિ આગેવાનોથી ડરતા હતા.
13 امّا به علّت ترس از یهودیان، هیچ‌کس دربارهٔ او به طور علنی چیزی نمی‌گفت.
14પર્વ લગભગ અડધુ પૂરું થયુ હતુ. પછી ઈસુ મંદિરમાં ગયો અને બોધ શરું કર્યો.
14 در اواسط روزهای عید، عیسی به معبد بزرگ آمد و به تعلیم دادن پرداخت.
15યહૂદિઓ આશ્ચર્ય પામ્યા. તેઓએ કહ્યું, “આ માણસે શાળામાં કદી અભ્યાસ કર્યો નથી. આટલી બધી વિધા તે કેવી રીતે શીખ્યો?”
15 یهودیان با تعجّب می‌گفتند: «این شخص كه هرگز تعلیم نیافته است، چگونه كتب مقدّس را می‌داند؟»
16ઈસુએ ઉત્તર આપ્યો, “હું જે બોધ આપું છું તે મારો પોતાનો નથી પણ જેણે મને મોકલ્યો છે તેનો (દેવ) છે.
16 عیسی در جواب ایشان گفت: «آنچه من تعلیم می‌دهم از خود من نیست، بلكه از طرف فرستندهٔ من است.
17જો કોઈ માણસ દેવ જે ઈચ્છે છે તે કરવા ઈચ્છે તો પછી તે વ્યક્તિ જાણશે કે મારો બોધ દેવ પાસેથી આવે છે. અથવા
17 کسی‌که مایل باشد ارادهٔ او را انجام دهد خواهد دانست كه تعالیم من از جانب خداست یا من فقط از خود سخن می‌گویم.
18કોઈ વ્યક્તિ તેના વિચારનો બોધ આપે છે તેના પોતાના માટે માન મેળવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ જે વ્યક્તિ તેને મોકલનાર માટે માન મેળવવા પ્રયત્ન કરે છે તે વ્યક્તિ સાચું કહે છે. તેનામાં કશું ખોટું હોતું નથી.
18 هرکه از خود سخن بگوید طالب جاه و جلال برای خود می‌باشد. امّا کسی‌که طالب جلال فرستنده خود باشد، آدمی است صادق و در او ناراستی نیست.
19તમને નિયમશાસ્ત્ર આપ્યુ. ખરું ને? પરંતુ તમારામાંના કોઈએ તેનું પાલન કર્યુ નથી. તમે શા માટે મને મારી નાખવા પ્રયત્ન કરો છો?”
19 مگر موسی شریعت را به شما نداد شریعتی كه هیچ‌یک از شما به آن عمل نمی‌کند؟ چرا می‌خواهید مرا بكشید؟»
20લોકોએ ઉત્તર આપ્યો, “તારામાં અશુદ્ધ આત્મા પ્રવેશેલો છે અને તને ગાંડો બનાવ્યો છે! અમે તને મારી નાખવાનો પ્રયત્ન કરતા નથી.”
20 مردم در جواب گفتند: «تو دیو داری. چه کسی می‌خواهد تو را بكشد؟»
21ઈસુએ તેઓને કહ્યું, “મેં એક ચમત્કાર કર્યો અને તમે બધા અચરજ પામ્યા.
21 عیسی جواب داد: «من یک كار کرده‌ام و همهٔ شما از آن تعجّب کرده‌اید.
22મૂસાએ તમને સુન્નતનો નિયમ આપ્યો છે. (પરંતુ ખરેખર મૂસાએ તમને સુન્નતનો નિયમ આપ્યો નથી. મૂસાના પહેલા જે લોકો જીવી ગયા તેઓની પાસેથી સુન્નતનો નિયમ આવ્યો છે.) તેથી કેટલીક વાર વિશ્રામવારે શિશુની સુન્નત કરવામાં આવે છે.
22 موسی قانون مربوط به ختنه را به شما داد (هرچند از موسی شروع نشد بلكه از اجداد قوم) و شما در روز سبت پسران خود را ختنه می‌کنید.
23આ બતાવે છે કે વ્યક્તિ વિશ્રામવારે મૂસાના નિયમનું પાલન કરવા સુન્નત કરાવી શકે છે. તેથી વિશ્રામવારના દિવસે માણસના આખા શરીરને સાજા કરવા માટે મારા પર શા માટે ગુસ્સે થયા છો?
23 پس اگر پسران خود را در روز سبت ختنه می‌کنید تا قانون موسی شكسته نشود، چرا به این دلیل كه من در روز سبت به یک انسان سلامتی كامل بخشیدم بر من خشمگین شده‌اید؟
24વસ્તુઓ જે રીતે દેખાય છે તેના આધારે ન્યાય કરવાનું બંધ કરો. ન્યાયી બનો અને જે સાચું છે તેનો યથાર્થ ન્યાય કરો.”
24 از روی ظاهر قضاوت نكنید، بلكه در قضاوتهای خود با انصاف باشید.»
25પછી કેટલાક લોકો જે યરૂશાલેમમાં રહે છે તેઓએ કહ્યું, “આ તે માણસ છે જેને તેઓ મારી નાખવાનો પ્રયત્ન કરે છે.
25 پس بعضی از مردم اورشلیم گفتند: «آیا این همان کسی نیست كه می‌خواهند او را بكشند؟
26પરંતુ તે જ્યાં બધા જોઈ શકે અને તેને સાંભળી શકે ત્યાં બોધ આપે છે. અને કોઈ પણ વ્યક્તિ તેને બોધ આપતા અટકાવવાનો પ્રયત્ન કરતા નથી. અધિકારીઓએ શું ખરેખર નિર્ણય કર્યો હશે કે તે ખરેખર ખ્રિસ્ત જ છે?
26 ببینید او در اینجا به طور علنی صحبت می‌کند و آنها چیزی به او نمی‌گویند. آیا حكمرانان ما واقعاً قبول دارند كه او مسیح موعود است؟
27પણ અમે જાણીએ છીએ કે આ માણસનું ઘર ક્યાં છે. પણ ખરેખર ખ્રિસ્ત જ્યારે આવશે ત્યારે કોઈ વ્યક્તિ જાણશે નહિ કે તે ક્યાંથી આવે છે?”
27 با وجود این ما همهٔ می‌دانیم كه این مرد اهل كجاست، امّا وقتی مسیح ظهور كند هیچ‌کس نخواهد دانست كه او اهل كجاست.»
28ઈસુ હજી મંદિરમાં શીખવતો હતો. ઈસુએ કહ્યું, “હા, તમે મને જાણો છો અને હું ક્યાંનો છું એ પણ તમે જાણો છો. પણ હું મારી પોતાની સત્તાથી આવ્યો નથી. જેણે મોકલ્યો છે તે (દેવ) સત્ય છે. તમે તેને ઓળખતા નથી.
28 از این رو وقتی عیسی در معبد بزرگ تعلیم می‌داد با صدای بلند گفت: «شما مرا می‌شناسید و می‌دانید كه اهل كجا هستم. ولی من به دلخواه خود نیامده‌ام زیرا فرستنده من حق است و شما او را نمی‌شناسید.
29પણ હું તેને ઓળખું છું અને હું તેની પાસેથી આવ્યો છું. તેણે મને મોકલ્યો છે.”
29 امّا من او را می‌شناسم زیرا از جانب او آمده‌ام و او مرا فرستاده است.»
30જ્યારે ઈસુએ આ કહ્યું, લોકોએ તેની ધરપકડ કરવા પ્રયત્ન કર્યો. પણ કોઈ વ્યક્તિએ ઈસુ પર હાથ નાખ્યો નહિ. હજુ ઈસુને મારી નાખવા માટેનો યોગ્ય સમય ન હતો.
30 در این وقت آنها خواستند او را دستگیر كنند، امّا هیچ‌کس دست به طرف او دراز نكرد، زیرا وقت او هنوز نرسیده بود.
31પરંતુ લોકોમાંના ઘણા ઈસુમાં વિશ્વાસ રાખતા હતા. લોકોએ કહ્યું, “અમે ખ્રિસ્તની આવવાની રાહ જોઈએ છીએ. જ્યારે ખ્રિસ્ત આવશે, ત્યારે તે શું આ માણસ (ઈસુ) કરતા વધારે ચમત્કારો કરશે? ના! આથી આ માણસ જ ખ્રિસ્ત હોવો જોઈએ.”
31 ولی عدّهٔ زیادی به او ایمان آوردند و می‌گفتند: «آیا وقتی مسیح ظهور كند از این شخص بیشتر معجزه می‌نماید؟»
32ઈસુ વિષે લોકો જે ગણગણાટ કરતા હતા તે ફરોશીઓએ સાંભળ્યું. તેથી મુખ્ય યાજકો અને ફરોશીઓએ કેટલાક મંદિરના ભાલદારોને ઈસુની ધરપકડ કરવા મોકલ્યા.
32 فریسیان آنچه را كه مردم دربارهٔ او به طور پنهانی می‌گفتند شنیدند. پس آنها و سران كاهنان پاسبانانی فرستادند تا عیسی را بازداشت كنند.
33પછી ઈસુએ કહ્યું, “હજુ થોડો સમય હું તમારી સાથે રહીશ. પછી હું જેણે (દેવ) મને મોકલ્યો છે તેની પાસે પાછો જઈશ.
33 آنگاه عیسی گفت: «فقط مدّت كوتاهی با شما خواهم بود و بعد به نزد فرستندهٔ خود خواهم رفت.
34તમે મારી શોધ કરશો, પણ તમે મને શોધી શકશો નહિ. અને જ્યાં હું છું ત્યાં તમે આવી શકશો નહિ.”
34 شما به دنبال من خواهید گشت، امّا مرا نخواهید یافت و به جایی‌که من خواهم بود شما نمی‌توانید بیایید.»
35યહૂદિઓએ એકબીજાને કહ્યું, “આ માણસ ક્યાં જશે કે આપણે શોધી શકીશું નહિ. જ્યાં આપણા લોકો રહે છે તે ગ્રીક શહેરમાં તે જશે? શું તે ગ્રીક લોકોને ત્યાં બોધ આપશે?
35 پس یهودیان به یكدیگر گفتند: «كجا می‌خواهد برود كه ما نتوانیم او را پیدا كنیم، آیا می‌خواهد پیش كسانی برود كه در میان یونانیان پراكنده هستند و به یونانیان تعلیم دهد؟ او می‌گوید:
36માણસ (ઈસુ) કહે છે, ‘તમે મને શોધશો પણ તમે મને શોધી શકશો નહિ.’ અને તે એમ પણ કહે છે, ‘હું જ્યાં છું ત્યાં તમે આવી શકશો નહિ’ તેનો અર્થ શો?”
36 'به دنبال من خواهید گشت امّا مرا نخواهید یافت و به جایی‌که من خواهم بود شما نمی‌توانید بیایید.' مقصود او از این حرف چیست؟»
37પર્વનો છેલ્લો દિવસ આવ્યો. તે ઘણો જ અગત્યનો દિવસ હતો. તે દિવસે ઈસુ ઊભો થયો અને મોટા સાદે કહ્યું, “જો કોઈ માણસ તરસ્યો હોય તો તે મારી પાસે આવે અને પીએ.
37 در آخرین روز كه مهمترین روز عید بود، عیسی ایستاد و با صدای بلند گفت: «اگر کسی تشنه است پیش من بیاید و بنوشد.
38જો કોઈ માણસ મારામાં વિશ્વાસ મૂકે છે તો તેના હૃદયમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે. શાસ્ત્ર જે કહે છે તે એ જ છે.”
38 چنانکه كلام خدا می‌فرماید: 'نهرهای آب زنده از درون آن کسی‌که به من ایمان بیاورد جاری خواهد گشت.'»
39ઈસુ પવિત્ર આત્મા વિષે કહેતો હતો. પવિત્ર આત્મા હજુ લોકોને આપવામાં આવ્યો ન હતો કારણ કે હજુ ઈસુ મૃત્યુ પામીને મહિમાવાન થયો ન હતો. પણ પાછળથી પેલા લોકો જે ઈસુમાં વિશ્વાસ રાખશે તેઓ આત્માને પ્રાપ્ત કરશે.
39 این سخنان را دربارهٔ روح‌القدس، كه می‌باید به مؤمنین او داده شود می‌گفت و چون هنوز عیسی جلال نیافته بود روح‌القدس عطا نشده بود.
40લોકોએ ઈસુએ જે બધી બાબતો કહી તે સાંભળી. કેટલાક લોકોએ કહ્યું, “આ માણસ ખરેખર પ્રબોધક જ છે.”
40 بسیاری از کسانی‌که این سخن را شنیدند گفتند: «این مرد واقعاً همان نبی موعود است»
41બીજા કેટલાક લોકોએ કહ્યું, “તે જ ખ્રિસ્ત છે.” બીજા લોકોએ કહ્યું, “ખ્રિસ્ત ગાલીલમાંથી આવશે નહિ.
41 دیگران گفتند: «او مسیح است.» و عدّه‌ای هم گفتند: «آیا مسیح از جلیل ظهور می‌کند؟
42શાસ્ત્ર કહે છે, ખ્રિસ્ત દાઉદના વંશમાંથી આવનાર છે, અને શાસ્ત્ર કહે છે કે ખ્રિસ્ત બેથલેહેમમાંથી આવનાર છે, જે શહેરમાં દાઉદ હતો.”
42 مگر کتاب‌مقدّس نمی‌گوید كه مسیح باید از خاندان داوود و اهل دهكدهٔ داوود یعنی بیت‌لحم باشد؟»
43તેથી લોકો ઈસુ વિષે એકબીજા સાથે સંમત થયા નહિ.
43 به این ترتیب دربارهٔ او در میان جمعیّت دودستگی به وجود آمد.
44કેટલાક લોકો ઈસુની ધરપકડ કરવા ઈચ્છતા હતા. પણ આમ કરવાનો કોઈએ પ્રયત્ન કર્યો નહિ. યહૂદિ અધિકારીઓએ વિશ્વાસ કરવાની ના પાડી
44 عدّه‌ای خواستند او را دستگیر كنند، امّا هیچ‌کس به طرف او دست دراز نكرد.
45મંદિરના ભાલદારો મુખ્ય યાજકો અને ફરોશીઓ પાસે પાછા ગયા. યાજકો અને ફરોશીઓએ પૂછયું, “તમે ઈસુને શા માટે લાવ્યા નથી?”
45 بعد از آن پاسبانان پیش سران كاهنان و فریسیان برگشتند. آنها از پاسبان پرسیدند: «چرا او را نیاوردید؟»
46મંદિરના ભાલદારોએ ઉત્તર આપ્યો, “તે જે બાબતો કહે છે તે કોઈ પણ માણસના શબ્દો કરતા મહાન છે.”
46 پاسبان جواب دادند: «تا به حال هیچ‌کس مانند این مرد سخن نگفته است.»
47ફરોશીઓએ ઉત્તર આપ્યો, “ઈસુએ તમને પણ મૂર્ખ બનાવ્યા શું!
47 فریسیان در پاسخ گفتند: «آیا او شما را هم گمراه كرده است؟
48અધિકારીઓમાંથી કોઈએ તેનામાં વિશ્વાસ કર્યો? ના! શું આપણા ફરોશીઓમાંથી કોઈને તેનામાં વિશ્વાસ હતો? ના!
48 آیا کسی از رؤسا و فریسیان به او گرویده است؟
49પણ પેલા લોકો બહાર છે તેઓ નિયમશાસ્ત્ર વિષે જાણતા નથી. તેઓ દેવના શાપિત છે!”
49 و امّا این آدمهایی كه از شریعت بی‌خبرند، ملعون هستند!»
50નિકોદેમસ ત્યાં તે સમૂહમાં હતો. નિકોદેમસ તેઓમાંનો એક જે અગાઉ ઈસુ પાસે આવ્યો હતો. નિકોદેમસે કહ્યું,
50 نیقودیموس، كه در شب به دیدن عیسی آمده بود و یکی از آنها بود، از آنها پرسید:
51“માણસને પહેલા સાંભળ્યા વિના શું આપણું નિયમશાસ્ત્ર આપણને તેનો ન્યાય કરવા દે છે? જ્યાં સુધી તેણે શું કર્યું છે તે આપણે જાણીએ નહિ ત્યાં સુધી આપણે તેનો ન્યાય કરી શકતા નથી.”
51 «آیا شریعت به ما اجازه می‌دهد کسی را محكوم كنیم بدون آنكه به سخنان او گوش دهیم و بدانیم چه كار كرده است؟»
52યહૂદિ અધિકારીઓએ ઉત્તર આપ્યો, “શું તું પણ ગાલીલનો છે? શાસ્ત્રોનો અભ્યાસ કર, તું વાંચી શકીશ કે કોઈ પ્રબોધક ગાલીલમાંથી આવનાર નથી.” (યોહાનની કેટલીક પ્રાચીન નકલોમાં 7:53-8:11 કલમો ઉમેરેલ નથી)
52 در پاسخ به او گفتند: «مگر تو جلیلی هستی؟ بررسی كن و ببین كه هیچ نبی‌ای از جلیل ظهور نكرده است.» پس آنها همه به خانه‌های خود رفتند.
53બધા યહૂદિ અધિકારીઓ તેને છોડીને ગયા.
53 پس آنها همه به خانه‌های خود رفتند.