Gujarati: NT

Persian

Luke

1

1ઘણા લોકોએ આપણી વચ્ચે જે ઘટનાઓ બની હતી તેનું વર્ણન કરવાનો પ્રયત્ન કર્યો છે.
1 تقدیم به عالیجناب تئوفیلوس: تا به حال نویسندگان بسیاری به نوشتن شرح وقایعی كه در بین ما رخ داده است، اقدام کرده‌اند
2જેઓએ પોતાની જાતે આરંભથી તે ઘટનાઓ નીહાળી છે125 અને જેઓ પ્રભુનો સંદેશ તે લોકોને આપતા હતા. તે લોકોએ આપણને જે રીતે કહ્યું હતું તે જ પ્રમાણે તેઓએ તે બાબતો લખી છે.
2 و آنچه را كه به وسیلهٔ شاهدان عینی اوّلیه و اعلام کنندگان آن پیام به ما رسیده است به قلم آورده‌اند.
3નેકનામદાર થિયોફિલ, શરુંઆતથી જ મેં મારી જાતે આનો ચોકસાઇપૂર્વક અભ્યાસ કર્યો અને તેથી મેં તમારા માટે પુસ્તકમાં યોગ્ય ક્રમમાં વૃતાંત લખવા વિચાર્યુ.
3 من نیز به نوبهٔ خود، به عنوان کسی‌که جریان كامل این وقایع را جزء به جزء مطالعه و بررسی كرده است، صلاح دیدم كه این پیشامدها را به ترتیب تاریخ وقوع برای تو بنویسم
4હું આ બધી બાબતો તારા માટે લખું છું જેથી તને ખાતરી થશે કે તને જે કંઈ શીખવવામાં આવ્યું છે તે સાચું છે.
4 تا به حقیقت همهٔ مطالبی كه از آن اطّلاع یافته‌ای، پی ببری.
5યહૂદિયાના રાજા હેરોદના સમયમાં ત્યાં અબિયાના વગૅ માનો ઝખાર્યા નામનો યાજક હતો. તેની પત્નિનું નામ એલિયાબેત હતું. જે હારુંનના પરિવારની હતી.
5 در زمان سلطنت هیرودیس، پادشاه یهودیه، كاهنی به نام زكریا از افراد گروه ابیا، زندگی می‌کرد. همسر او نیز از خاندان هارون بود و الیزابت نام داشت.
6ઝખાર્યા અને એલિસાબેત બંન્ને દેવની આગળ ન્યાયી હતા અને તેઓ પ્રભુની આજ્ઞાઓ અને જરુંરિયાતો પ્રમાણે બધુ કરતા હતા. તેઓ નિર્દોષ હતા.
6 این دو نفر در نظر خدا درستكار بودند و بدون کوتاهی، كلّیهٔ احكام و دستورات خداوند را رعایت می‌کردند.
7પરંતુ ઝખાર્યા અને એલિસાબેત નિ:સંતાન હતા. કારણ કે એલિસાબેત મા બનવા માટે શક્તિમાન ન હતી; અને તેઓ બંન્ને ઘણાં વૃદ્ધ હતા.
7 امّا فرزندی نداشتند زیرا الیزابت نازا بود و هر دو سالخورده بودند.
8તેના વર્ગના વતી દેવ સમક્ષ યાજક ઝખાર્યા સેવા કરતો હતો. આ વખતે તેના વર્ગને સેવા કરવા માટેનો વારો હતો.
8 چون نوبت خدمت روزانه در معبد بزرگ به گروه زكریا رسید، او به عنوان كاهن مشغول انجام وظایف خود شد.
9યાજકોના રિવાજ પ્રમાણે મંદિરમાં પ્રવેશવા માટે અને દેવ સમક્ષ વેદી પર ધૂપ સળગાવવા માટે તેની પસંદગી થઈ. તેથી ઝખાર્યા ધૂપ સળગાવવા માટે પ્રભુના મંદિરમાં દાખલ થયો.
9 ‌طبق رسوم كاهنان قرعه به نام او درآمد كه به داخل جایگاه مقدّس در معبد بزرگ وارد شود و بُخور بسوزاند.
10તે સમયે મંદિર બહાર પ્રાર્થના માટે ઘણા લોકો ભેગા થયા હતા. જ્યારે ધૂપ સળગાવવામાં આવતો હતો ત્યારે તેઓ પ્રાર્થના કરતા હતા.
10 در وقت سوزاندن بُخور، تمام جماعت در بیرون ایستاده و دست به دعا برداشته بودند.
11તે વખતે પ્રભુનો એક દૂત ઝખાર્યાની આગળ ધૂપવેદીની જમણી બાજુએ ઊભેલો દેખાયો.
11 در آنجا فرشتهٔ خداوند به او ظاهر شد و در سمت راست آتشدان بُخور ایستاد.
12જ્યારે ઝખાર્યાએ દૂતને જોયો ત્યારે તે ચોંકી ઊઠ્યો અને ગભરાયો.
12 زكریا از دیدن این منظره تكانی خورد و ترسید.
13પરંતુ તે દૂતે તેને કહ્યું, “ઝખાર્યા, ગભરાઇશ નહિ. દેવે તારી પ્રાર્થના સાંભળી છે. તારી પત્નિ, એલિસાબેત, પુત્રને જન્મ આપશે. જેનું નામ તું યોહાન પાડશે.
13 امّا فرشته به او گفت: «ای زكریا نترس. دعاهای تو مستجاب شده و همسرت الیزابت برای تو پسری خواهد زایید و او را یحیی خواهی نامید.
14આના કારણે તને પુષ્કળ આનંદ થશે. તેના જન્મના કારણે ઘણા લોકો પણ આનંદ પામશે.
14 شادی و سرور نصیب تو خواهد بود و بسیاری از تولّد او شادمان خواهند شد.
15યોહાન પ્રભુ માટે એક મહાન માણસ થશે. તે કદી દાક્ષારસ પીશે નહિ કે બીજુ કોઈ કેફી પીણું લેશે નહિ. જન્મથી જ તે પવિત્ર આત્માથી ભરપૂર હશે.
15 زیرا او در نظر خداوند بزرگ خواهد بود و هرگز به شراب و باده لب نخواهد زد. از همان ابتدای تولّد از روح‌القدس پُر خواهد بود
16યોહાન યહૂદિઓને પાછા ફેરવશે પછી તેમના પ્રભુ તેમના દેવ તરફ ફેરવશે.
16 و بسیاری از بنی‌اسرائیل را به سوی خداوند، خدای آنان باز خواهد گردانید.
17યોહાન તેની જાતે પ્રથમ દેવ આગળ ચાલશે. તે એલિયાની જેમ સામથ્યૅવાન બનશે. એલિયા પાસે હતો તેવો આત્મા તેની પાસે હશે. તે પિતા અને બાળકો વચ્ચે શાંતિ લાવશે. ઘણા લોકો પ્રભુની આજ્ઞાઓનું પાલન કરતા નથી. યોહાન તેઓને સાચા વિચારના માર્ગે વાળશે અને પ્રભુના આગમન માટે તૈયાર કરશે.”
17 با روح و قدرت الیاس مانند پیشاهنگی در حضور خداوند قدم خواهد زد تا پدران و فرزندان را آشتی دهد و سركشان را به راه نیكان آورد و مردمانی مستعد برای خداوند آماده سازد.»
18ઝખાર્યાએ દૂતને પૂછયું, “હું એક ઘરડો છું, અને મારી પત્નિ પણ વૃદ્ધ છે. હું કેવી રીતે માની શકું કે તું જે કહે છે તે સાચું છે?”
18 زكریا به فرشته گفت: «چطور می‌توانم این را باور كنم؟ من پیر هستم و زنم نیز سالخورده است.»
19દૂતે તેને ઉત્તર આપ્યો, “હું ગાબ્રિયેલ છું. હું દેવની સમક્ષ ઊભો રહું છું. દેવે મને આ શુભ સંદેશો આપવા માટે તારી પાસે મોકલ્યો છે.
19 فرشته به او پاسخ داد: «من جبرائیل هستم كه در حضور خدا می‌ایستم و فرستاده شده‌ام تا با تو صحبت كنم و این مژده را به تو برسانم.
20તેથી ધ્યાનથી સાંભળ! જ્યાં સુધી આ બનાવ ના બને ત્યાં સુધી તું મૂંગો રહેશે. તું તારી બોલવાની શક્તિ ગુમાવીશ. શા માટે? કારણ કે મેં તને જે કહ્યું તેમાં તેં વિશ્વાસ કર્યો નથી. પરંતુ આ શબ્દો ચોક્કસ સમયે સાચા ઠરશે.”
20 پس توجّه كن: تو تا هنگام وقوع این امور لال خواهی شد و نیروی تكلّم را از دست خواهی داد زیرا سخنان مرا كه در وقت مقرّر به حقیقت خواهد پیوست باور نكردی.»
21બહાર લોકો હજુ પણ ઝખાર્યાની રાહ જોતા હતા. તેઓ નવાઇ પામ્યા હતા કે શા માટે મંદિરમાં તે આટલા લાંબા સમય સુધી રહ્યો.
21 جماعتی كه منتظر زكریا بودند از اینكه او آن‌همه در داخل جایگاه مقدّس در معبد بزرگ ماند، متعجّب گشتند.
22જ્યારે ઝખાર્યા બહાર આવ્યો. તે તેની સાથે બોલી શક્યો નહિ. તેથી લોકોએ વિચાર્યુ કે ઝખાર્યાને મંદિરની અંદર કોઈ દર્શન થયું છે, ઝખાર્યા તે કઈ બોલી શક્યો નહિ, ઝખાર્યા લોકોને ફક્ત ઇશારા કરતો હતો.
22 وقتی بیرون آمد و یارای سخن گفتن نداشت، آنان فهمیدند كه در داخل جایگاه مقدّس در معبد بزرگ رؤیایی دیده است و چون نمی‌توانست حرف بزند ایما و اشاره می‌کرد.
23જ્યારે તેનો સેવા કરવાનો સમય પૂરો થયો. ત્યારે ઝખાર્યા ઘેર પાછો ગયો.
23 زكریا وقتی‌که دورهٔ خدمت كهانت خود را در معبد بزرگ به انجام رسانید به خانه بازگشت.
24થોડા સમય બાદ ઝખાર્યાની પત્નિ એલિસાબેતને ગર્ભ રહ્યો. પાંચ મહીના સુધી તે ઘરની બહાર નીકળી નહિ. એલિસાબેતે કહ્યું:
24 بعد از آن همسرش الیزابت حامله شد و مدّت پنج ماه در خلوت به سر برد و با خود می‌گفت:
25“જુઓ, પ્રભુએ મારા માટે શું કર્યુ છે! અગાઉ લોકો મને મહેણાં મારતા હતા. પણ હવે નિઃસંતાનનું અપમાન દૂર થયું છે.”
25 «این كار را خداوند برای من كرده است و با این لطف خود، رسوایی مرا پیش مردم از میان برداشته است.»
26[This verse may not be a part of this translation]
26 در ماه ششم، جبرائیل فرشته از جانب خدا به شهری به نام ناصره، كه در استان جلیل واقع است
27[This verse may not be a part of this translation]
27 به نزد دختر باکره‌ای كه در عقد مردی به نام یوسف -‌از خاندان داوود- بود، فرستاده شد. نام این دختر مریم بود.
28દૂત તેની આગળ દેખાયો અને કહ્યું: “અભિનંદન! પ્રભુ તારી સાથે છે અને તને આશીર્વાદ આપવા ઈચ્છે છે.”
28 فرشته وارد شد و به او گفت: «سلام، ای کسی‌که مورد لطف هستی، خداوند با توست.»
29પરંતુ મરિયમ દૂતની વાત સાંભળ્યા પછી ગભરાઇ ગઇ. તે નવાઇ પામી હતી. “આ અભિનંદનનો અર્થ શો?”
29 امّا مریم از آنچه فرشته گفت بسیار مضطرب شد و ندانست كه معنی این سلام چیست.
30દૂતે કહ્યું, “ગભરાઇશ નહિ, મરિયમ, દેવ તારા પર અત્યંત પ્રસન્ન થયો છે.
30 فرشته به او گفت: «ای مریم، نترس زیرا خداوند به تو لطف فرموده است.
31ધ્યાનથી કાળજીપૂર્વક સાંભળ! તને ગર્ભ રહેશે અને તું દીકરાને જન્મ આપશે. તેનું નામ તું ઈસુ પાડશે.
31 تو آبستن خواهی شد و پسری خواهی زایید و نام او را عیسی خواهی گذارد.
32તે બાળક એક મોટો માણસ થશે અને લોકો તેને પરાત્પરનો દીકરો કહેશે. દેવ પ્રભુ તેને તેના પિતા દાઉદનું રાજ્યાસન આપશે.
32 او بزرگ خواهد بود و به پسر خدای متعال ملقّب خواهد شد. خداوند، خدا تخت پادشاهی جدّش داوود را به او عطا خواهد فرمود.
33ઈસુ હંમેશા યાકૂબના લોકો પર શાસન કરશે. ઈસુના રાજ્યનો અંત કદી આવશે નહિ.”
33 او تا به ابد برخاندان یعقوب فرمانروایی خواهد كرد و پادشاهی او هرگز پایانی نخواهد داشت.»
34મરિયમે દૂતને પૂછયું, “તે કેવી રીતે બનશે? હું તો હજી એક કુંવારી કન્યા છું!”
34 مریم به فرشته گفت: «این چگونه ممكن است؟ من باکره هستم.»
35દૂતે મરિયમને ઉત્તર આપ્યો, “પવિત્ર આત્મા તારી પાસે આવશે અને પરાત્પરનું પરાક્રમ તારા પર આચ્છાદન કરશે. જે બાળકનો જન્મ થશે તે પવિત્ર થશે. તે દેવનો દીકરો કહેવાશે.
35 فرشته به او پاسخ داد: «روح‌القدس بر تو خواهد آمد و قدرت خدای متعال بر تو سایه خواهد افكند و به این سبب آن نوزاد مقدّس، پسر خدا نامیده خواهد شد.
36જો એલિસાબેત જે તારી સબંધી છે તે પણ સગર્ભા છે અને તેની વૃધ્ધાવસ્થામાં તે એક દીકરાને જન્મ આપશે. દરેક વ્યક્તિ તેને વાંઝણી માનતા હતા. પણ તે છ માસથી સગર્ભા છે!
36 بدان كه خویشاوند تو الیزابت در سن پیری پسری در رحم دارد و آن کسی‌که نازا به حساب می‌آمد اكنون شش ماه از حاملگی او می‌گذرد.
37દેવ માટે કશું જ અશક્ય નથી!”
37 زیرا برای خدا هیچ چیز محال نیست.»
38મરિયમે કહ્યું, “હું તો ફક્ત પ્રભુની દાસી છું. તેથી તેં મારા માટે જે કહ્યું છે તે થવા દે!” પછી તે દૂત તેની પાસેથી ચાલ્યો ગયો.
38 مریم گفت: «باشد، من كنیز خداوند هستم، همان‌طور كه تو گفتی بشود.» و فرشته از پیش او رفت.
39પછી મરિયમ ઉઠીને ઉતાવળથી ઈસ્ત્રાએલના પહાડી પ્રદેશના શહેરમાં પહોંચી ગઇ.
39 در آن روزها مریم عازم سفر شد و باشتاب به شهری واقع در كوهستان یهودیه رفت.
40ઝખાર્યાના ઘરમાં પ્રવેશીને તેણે એલિસાબેતને શુભેચ્છા પાઠવી.
40 او به خانهٔ زكریا وارد شد و به الیزابت سلام كرد.
41મરિયમની શુભેચ્છા સાંભળીને એલિસાબેતના પેટમાં બાળક કૂદયું. પછી એલિસાબેત પવિત્ર આત્માથી ભરપૂર થઈ.
41 وقتی الیزابت سلام مریم را شنید، بچّه در رَحمش تكان خورد. الیزابت از روح‌القدس پُر شد
42પછી તેણે મોટા અવાજે કહ્યું, “બીજી સ્ત્રીઓની સરખામણીમાં તું દેવથી વધારે આશીર્વાદિત છે. અને જે બાળક તારી કૂંખમાંથી જન્મ લેશે તેને પણ ધન્ય છે.
42 و با صدای بلند گفت: «تو در بین زنها متبارک هستی و مبارک است ثمرهٔ رحم تو.
43તું મારા પ્રભુની મા છે, અને તું મારી પાસે આવી છે! આવું સારું મારી સાથે કેવી રીતે બન્યું?
43 من كیستم كه مادر خداوندم به دیدنم بیاید؟
44જ્યારે મેં તારો અવાજ સાંભળ્યો, મારા પેટમાંનું બાળક આનંદથી કૂદ્યું.
44 همین‌که سلام تو به گوش من رسید، بچّه از شادی در رحم من تكان خورد.
45તને ધન્ય છે કારણ કે પ્રભુએ જે તને કહ્યું છે તે ચોક્કસ થશે જ એવું તું દઢ વિશ્વાસથી માને છે.”
45 خوشا به حال آن زنی كه باور می‌کند که وعدهٔ خداوند برای او به انجام خواهد رسید.»
46પછી મરિયમે કહ્યું,
46 مریم گفت: «جان من خداوند را می‌‌ستاید
47“મારો આત્મા પ્રભુની સ્તુતિ કરે છે મારું હ્રદય આનંદ કરે છે કારણ કે દેવ મારો તારનાર છે.
47 و روح من در نجات‌دهندهٔ من، خدا، شادی می‌کند،
48દેવે તેની સામાન્ય અને દીન સેવિકા પર કૃપાદષ્ટિ કરી છે. હવે પછી, બધા લોકો કહેશે કે હું આશીર્વાદીત છું,
48 چون او به كنیز ناچیز خود نظر لطف داشته است. از این پس همهٔ نسلها مرا خوشبخت خواهند خواند،
49કારણ કે સર્વસમર્થ દેવે મારા માટે મહાન કાર્યો કર્યા છે. તેનું નામ પવિત્ર છે.
49 زیرا آن قادر مطلق كارهای بزرگی برای من كرده است. نام او مقدّس است.
50જે લોકો તેની સ્તુતિ કરે છે તેના ઉપર દેવ હંમેશા તેની દયા દર્શાવે છે.
50 رحمت او پشت در پشت برای كسانی است كه از او می‌ترسند.
51દેવે તેના હાથોનું સામથ્યૅ બતાવ્યું છે તેણે અહંકારીઓને તેઓના મનની યોજનાઓ સાથે વેર વિખેર કરી નાખ્યા છે.
51 دست خداوند با قدرت كار كرده است، متكبّران را با خیالات دلشان تارومار كرده
52દેવે રાજ્યકર્તાઓને રાજ્યશાસન પરથી ઉતારી પાડ્યા છે, અને તેણે દીન માણસોને ઊંચા કર્યા છે.
52 و زورمندان را از تختهایشان به زیر افكنده و فروتنان را سربلند كرده است.
53પ્રભુએ ભૂખ્યાં લોકોને સારા વાનાંથી તૃપ્ત કર્યા છે. પણ તેણે જે લોકો ધનવાન અને સ્વાર્થી છે તેઓને ખાલી હાથે પાછા કાઢ્યા છે.
53 گرسنگان را با چیزهای نیكو سیر نموده و ثروتمندان را تهی‌دست روانه كرده است.
54દેવ ઈસ્ત્રાએલના બચાવ માટે આવ્યો છે. દેવે તેની સેવા માટે ઈસ્ત્રાએલના લોકોને પસંદ કર્યા છે. દેવે તેમને મદદ કરી છે અને એમના પર દયા બતાવી છે.
54 به‌خاطر محبّت پایدار خود، از بندهٔ خود اسرائیل حمایت كرده است،
55દેવે આપણા પૂર્વજ ઈબ્રાહિમ અને તેનાં સંતાનોને આપેલું વચન હંમેશા પાળ્યું છે.”
55 همان‌طور كه به اجداد ما یعنی به ابراهیم و به فرزندان او تا به ابد وعده داد.»
56લગભગ ત્રણ માસ એલિસાબેત સાથે રહ્યા પછી મરિયમ ઘેર પાછી ફરી.
56 مریم در حدود سه ماه پیش الیزابت ماند و بعد به منزل خود بازگشت.
57યોગ્ય સમયે એલિસાબેતે પુત્રને જન્મ આપ્યો.
57 وقت زایمان الیزابت فرا رسید و پسری به دنیا آورد.
58તેણીના પડોશીઓ તથા સગાસબંધીઓએ જ્યારે સાંભળ્યું કે પ્રભુએ તેણી પર ખૂબ દયા દર્શાવી છે ત્યારે તેઓ તેની સાથે ખૂબ પ્રસન્ન થયા.
58 وقتی همسایگان و خویشاوندان او باخبر شدند كه خداوند چه لطف بزرگی در حق او كرده است مانند او شاد و خوشحال گشتند.
59જ્યારે તે બાળક આઠ દિવસનો થયો ત્યારે તેઓ તેની સુન્નત કરવા આવ્યા. તેના પિતાનું નામ ઝખાર્યા હોવાથી તેઓની ઈચ્છા તેનું નામ ઝખાર્યા રાખવાની હતી.
59 پس از یک هفته آمدند تا نوزاد را ختنه نمایند و در نظر داشتند نام پدرش زكریا را بر او بگذارند.
60પણ તેની માતાએ કહ્યું, “ના! તેનું નામ યોહાન રાખવામાં આવશે.”
60 امّا مادرش گفت: «خیر، نام او باید یحیی باشد.»
61લોકોએ એલિસાબેતને કહ્યું, “પણ તમારા કુટુંબમાં કોઈનું નામ યોહાન નથી.”
61 آنها گفتند: «امّا در خاندان تو هیچ‌کس چنین نامی ندارد.»
62પછીથી તેઓએ પિતાને ઇશારો કરીને પૂછયું, “તને કયું નામ ગમશે?”
62 و با اشاره از پدرش پرسیدند كه تصمیم او دربارهٔ نام طفل چیست.
63ઝખાર્યાએ લખવા માટે કંઈક માંગ્યુ. પછી તેણે લખ્યું, “તેનું નામ યોહાન છે.” દરેક જણને આશ્ચયૅ થયું.
63 او تخته‌ای خواست و در برابر تعجّب همگی نوشت: «نام او یحیی است.»
64પછી ઝખાર્યા બોલવા લાગ્યો. તે દેવની સ્તુતિ કરવા લાગ્યો.
64 ناگهان زبانش باز شد و به ستایش خدا پرداخت.
65અને તેના બધા પડોશીઓ ગભરાઇ ગયા. યહૂદિયાના આખા પહાડી પ્રદેશમાં લોકો આ બાબતો વિષે વાતો કરતા હતા.
65 تمام همسایگان ترسیدند و كلّیهٔ این اخبار در سرتاسر كوهستان یهودیه انتشار یافت.
66આ બધા લોકો જ્યારે તેઓએ આ બાબતો વિષે સાંભળ્યું. ત્યારે અચરત પામ્યા હતા. તેઓએ વિચાર્યુ, “આ બાળક કેવો થશે?” તેઓએ આ પ્રમાણે કહ્યું કારણ કે બાળક સાથે પ્રભુનું સામથ્યૅ હતું.
66 همهٔ کسانی‌که این موضوع را می‌شنیدند دربارهٔ آن فكر می‌کردند و می‌گفتند: «این كودک چه خواهد شد؟ در واقع دست خداوند با اوست.»
67પછી યોહાનનો પિતા, ઝખાર્યા પવિત્ર આત્માથી ભરપૂર હતો. તેણે લોકોને પ્રબોધ કર્યો.
67 پدر او زكریا، از روح‌القدس پُر شد و چنین نبوّت كرد:
68“ઇઝરાએલના દેવ પ્રભુની સ્તુતિ કરો. તે તેમના લોકો પાસે તેઓનો ઉદ્ધાર કરવા આવ્યા છે.
68 «خداوند، خدای اسرائیل را سپاس باد. زیرا به یاری قوم خود آمده و آنان را رهایی داده است.
69દેવના સેવક દાઉદના કુળમાંથી સમર્થ ઉદ્ધારક આપણા માટે આપ્યો છે.
69 از خاندان بندهٔ خود داوود، رهانندهٔ نیرومندی بر افراشته است.
70તેના પવિત્ર પ્રબોધકો દ્ધારા લાંબા સમય પહેલા આપેલું વચન દેવે પાળ્યું છે.
70 او از قدیم از زبان انبیای مقدّس خود وعده داد
71દેવ આપણને આપણા દુશ્મનો તથા આપણને ધિક્કારનાર સર્વની સત્તામાંથી બચાવશે.
71 كه ما را از دست دشمنانمان رهایی بخشد و از دست همهٔ کسانی‌که از ما نفرت دارند، آزاد سازد
72દેવે કહ્યું છે કે, તે આપણા પૂર્વજો પ્રત્યે દયા દર્શાવશે. અને આ રીતે તેણો તેનું પવિત્ર વચન યાદ કર્યુ.
72 و با نیاکان ما به رحمت رفتار نماید و پیمان مقدّس خود را به‌خاطر آورد.
73દેવે આપણા પિતા ઈબ્રાહિમને વચન આપ્યું છે કે તે આપણને આપણા
73 برای پدر ما ابراهیم سوگند یاد كرد
74દુશ્મનોની સત્તામાંથી બચાવશે. તેથી આપણે નિર્ભયપણે તેની સેવા કરી શકીએ.
74 كه ما را از دست دشمنان نجات دهد و عنایت فرماید كه او را بدون ترس
75જ્યાં સુધી અમે જીવીએ ત્યાં સુધી દેવ સમક્ષ ન્યાયી અને પવિત્ર થઈશું.
75 با پاكی و نیكی تا زنده‌ایم، عبادت نماییم.
76અને, ઓ! નાના છોકરા! હવે તું પરાત્પર દેવનો પ્રબોધક કહેવાશે. તું પ્રભુની આગળ ચાલશે, તેને માટે માર્ગ તૈયાર કરશે.
76 و تو، ای فرزند، نبیِ خدای متعال نامیده خواهی شد، زیرا جلوی قدمهای خداوند خواهی رفت تا راه او را آماده سازی
77તું લોકોને કહીશ કે તેઓને પાપોની માફી મળશે. અને તેઓને બચાવી લેવામાં આવશે.
77 و به قوم او خبر دهی كه با آمرزش گناهانشان رستگار می‌شوند،
78આપણા દેવની દયા વડે આકાશમાંથી નૂતન દિવસનું પ્રભાત આપણા પર પ્રગટશે.
78 زیرا از رحمت و دلسوزی خدای ماست كه خورشید صبحگاهی از آسمان بر ما طلوع خواهد كرد
79જે લોકો અંધકાર અને મૃત્યુના ભય નીચે જીવી રહ્યા છે તે લોકોને દેવ મદદ કરશે. તે આપણા પગને શાંતિના માર્ગમાં દોરી જશે.”
79 تا بر کسانی‌که در تاریكی و در سایهٔ مرگ به سر می‌برند بتابد و قدمهای ما را به راه صلح و سلامتی هدایت فرماید.» و امّا طفل بزرگ می‌شد و در روح قوی می‌گشت و تا روزی كه علناً به قوم اسرائیل ظاهر شد در بیابان به سر می‌برد.
80આમ તે નાનો છોકરો મોટો થતો ગયો અને આત્મામાં વધારે સામથ્યૅવાન થતો ગયો. ઇઝરાએલના યહૂદિઓ સમક્ષ જાહેર થવાનો સમય આવતા સુધી તે બીજા લોકોથી દૂર રહ્યો.
80 و امّا طفل بزرگ می‌شد و در روح قوی می‌گشت و تا روزی كه علناً به قوم اسرائیل ظاهر شد در بیابان به سر می‌برد.