Gujarati: NT

Persian

Luke

10

1આ પછી, પ્રભુએ બીજા વધારે 72 માણસો પસંદ કર્યા અને જે દરેક શહેર અને જગ્યાએ જવાનું તેણે આયોજન કર્યુ હતું, ત્યાં બબ્બેના સમૂહમાં પોતાના પહેલાં મોકલ્યા.
1 بعد از این عیسی خداوند، هفتاد نفر دیگر را تعیین فرمود و آنان را دو نفر دو نفر پیشاپیش خود به شهرها و نقاطی كه در نظر داشت از آنها دیدن نماید فرستاد.
2ઈસુએ તેઓને કહ્યું, “પાક ઘણો સારો છે, પણ પાકના કામમાં મજૂરો બહુ થોડા છે, પાકના (લોકો) ધણીને પ્રાર્થના કરો કે તેના પાકને ભેગો કરવામાં મદદ માટે વધારે મજૂરોને મોકલે.
2 به آنان فرمود: «محصول فراوان است امّا كارگر كم، پس باید از صاحب محصول تقاضا كنید كه كارگرانی برای جمع‌آوری محصول بفرستد.
3“તમે હમણા જઇ શકો છે. પણ ધ્યાનથી સાંભળો! હું તમને મોકલું છું અને તમે વરુંઓમાં ઘેટાંનાં બચ્ચાં જેવા હશો.
3 بروید و بدانید كه من شما را مثل برّه‌ها در بین گرگها می‌فرستم.
4પૈસા, ઝોળી કે જોડાં કંઈ પણ તમારી સાથે લઈ જશો નહિ. રસ્તામાં કોઈની સાથે વાત કરવા રોકાશો નહિ.
4 هیچ كیسه یا کوله‌بار یا كفش با خود نبرید و در بین راه به كسی سلام نگویید.
5કોઈ પણ ઘરમાં પ્રવેશ કરતા પહેલા કહો કે, ‘આ ઘરનાંને શાંતિ થાઓ.’
5 به هر خانه‌ای كه وارد می‌شوید اولین كلام شما این باشد: 'سلام بر این خانه باد.'
6જો શાંતિનો દીકરો ત્યાં રહેતો હોય તો તમારા આશીર્વાદની શાંતિ તેમની સાથે રહેશે. પણ જો, માણસ શાંતિ નહિ રાખતો હોય તો પછી તમારા આશીર્વાદની શાંતિ તમારી પાસે પાછી આવશે.
6 اگر كسی اهل صلح و صفا در آنجا باشد: سلام شما بر او قرار خواهد گرفت وگرنه آن سلام به خود شما باز خواهد گشت.
7શાંત ઘરમાં જ રહો. લોકો તમને ત્યાં જે કંઈ આપે તે ખાઓ અને પીઓ. કારણ કે મજૂર તેના વેતનને પાત્ર છે. તેથી એક ઘેરથી બીજા ઘેર જશો નહિ.
7 در همان خانه بمانید و از آنچه پیش شما می‌گذارند بخورید و بنوشید زیرا كارگر مستحق مزد خود است. خانه به خانه نگردید.
8“જો તમે કોઈ શહેરમાં પ્રવેશો અને લોકો તમને આવકારે તો તેઓ તમને જે ખાવાનું આપે તે ખાઓ.
8 وقتی به شهری وارد می‌شوید و از شما استقبال می‌کنند، غذایی را كه برای شما تهیّه می‌کنند، بخورید.
9ત્યાં રહેતા માંદા લોકોને સાજા કરો, પછી તેઓને કહો, ‘દેવનું રાજ્ય જલદીથી તમારી પાસે આવે છે!’
9 بیماران آنجا را شفا دهید و بگویید 'پادشاهی خدا به شما نزدیک شده است.'
10“પણ જો તમે કોઈ શહેરમાં જાઓ અને લોકો તમને આવકારે નહિ તો પછી તે શહેરની શેરીઓમાં જાઓ. અને કહો;
10 وقتی به شهری وارد می‌شوید و روی خوش به شما نشان نمی‌دهند به داخل کوچه‌های آن شهر بروید و بگویید:
11‘તમારા શહેરની જે ધૂળ અમારા પગ પર છે તે પણ અને તમારી સામે ખંખેરી નાખીએ છીએ. પણ એટલું યાદ રાખજો કે દેવનું રાજ્ય જલદી આવે છે.’
11 'خاكی را هم كه از شهر شما به پاهای ما چسبیده است پیش روی شما از پای خود می‌تکانیم ولی این را بدانید كه پادشاهی خدا نزدیک شده است.'
12હું કહું છું કે ન્યાયના દિવસે તે શહેરના લોકોની હાલત સદોમના લોકો કરતાં વધારે ખરાબ થશે.
12 بدانید كه آن روز برای سدوم بیشتر قابل تحمّل خواهد بود تا برای آن شهر.
13“ઓ ખોરાઝીન, તે તારે માટે ખરાબ છે, ઓ બેથસૈદા, તે તારા માટે ખરાબ છે. મેં તમારામાં ઘણા ચમત્કારો કર્યા છે. તે જો તૂર તથા સિદાનમાં થયા હોય તો, તે શહેરના લોકોએ તેઓનાં જીવનમાં પરિવર્તન કર્યુ હોત અને ઘણા વખત રહેલાં પાપો કરવાનું બંધ કર્યુ હોત. તેઓએ તાટના વસ્ત્રો પહેર્યા હોત અને તેમની જાતે રાખ ચોળીને તેઓએ તેઓનાં પાપો માટે પશ્ચાતાપ દર્શાવ્યો હોત.
13 «وای بر تو ای خورزین، وای بر تو ای بیت‌صیدا، اگر معجزاتی كه در شما انجام شد، در صور و صیدون می‌شد، مدّتها پیش از این، پلاس‌پوش و خاكسترنشین، توبه می‌کردند.
14પરંતુ ન્યાયના દિવસે તૂર અને સિદોન કરતાં તમારા માટે વધારે ખરાબ થશે.
14 ولی روز داوری برای صور وصیدون بیشتر قابل تحمّل خواهد بود تا برای شما.
15અને ઓ કફર-નહૂમ, શું તને આકાશ સુધી ઊંચુ કરાશે? ના! તને તો નરકમાં ફેંકી દેવામાં આવશે!
15 و امّا تو ای كفرناحوم، می‌خواستی سر به آسمان بكشی؟ به دوزخ سرنگون خواهی شد.
16“જ્યારે કોઈ વ્યક્તિ તમને ધ્યાનથી સાંભળે છે, તે વ્યક્તિ ખરેખર મને પણ ધ્યાનથી સાંભળે છે અને જ્યારે કોઈ વ્યક્તિ તમને સ્વીકારવાની ના પીડે, ત્યારે તે મને પણ સ્વીકારવાની ના પાડે છે. અને જે મને સ્વીકારવાની ના પાડે છે, તે જેણે મને અહીં મોકલ્યો છે તેને સ્વીકારવાની ના પાડે છે.”
16 «ای شاگردانم: هرکه به شما گوش دهد، به من گوش داده است هرکه شما را رد كند مرا رد كرده است و هرکه مرا رد كند فرستندهٔ مرا رد كرده است.»
17જ્યારે 72 માણસો તેઓનો પ્રવાસ કરીને પાછા ફર્યા ત્યારે તેઓ ઘણા પ્રસન્ન હતા. તેઓએ કહ્યું, “પ્રભુ, જ્યારે અમે તારા નામનો ઉપયોગ કર્યો ત્યારે ભૂતો પણ અમને તાબે થયા.”
17 آن هفتاد شاگرد، خوش و خرّم بازگشتند و عرض كردند: «خداوندا، با ذكر نام تو حتّی دیوها تسلیم ما می‌شوند!»
18ઈસુએ તે માણસોને કહ્યું, “મેં શેતાનને આકાશમાંથી વીજળીની પેઠે પડતો જોયો.
18 عیسی پاسخ داد: «من دیدم چطور شیطان مانند برق از آسمان سقوط كرد.
19ધ્યાનથી સાંભળો! મેં તમને સર્પો અને વીંછીઓ પર ચાલવાનો અધિકાર આપ્યો છે. મેં તમને શત્રુંની બધી જ તાકાત કરતાં વધારે તાકાત આપી છે. તમને કશાથી ઇજા થનાર નથી.
19 من به شما قدرت داده‌ام كه مارها و عقربها و تمام قوای دشمن را زیر پا لگدمال نمایید و هرگز هیچ چیز به شما صدمه‌ای نخواهد رسانید،
20પણ આનંદ કરો. આત્માઓ તમને તાબે થયા તેથી આનંદી થશો નહિ. એટલે નહિં કે તમારી પાસે સામથ્યૅ છે, તેને બદલે તમારા નામ આકાશમાં લખેલાં છે તેથી આનંદ પામો.”
20 ولی از اینکه ارواح تسلیم شما می‌شوند شادی نكنید، بلكه شاد باشید كه اسامی شما در عالم بالا ثبت شده است.»
21પછી પવિત્ર આત્માથી ઈસુને વધારે આનંદનો અનુભવ થયો. ઈસુએ કહ્યું, “હે બાપ આકાશ અને પૃથ્વીના ધણી, હું તારો આભાર માનુ છું. હું તારી સ્તુતી કરું છું કારણ કે તેં ડાહ્યા અને બુદ્ધીશાળી લોકોથી આ વાતો ગુપ્ત રાખી છે. પણ તેં એ વાતો એવા લોકો કે જે નાનાં બાળકો જેવા છે તેમને તેં પ્રગટ કરી છે. હા બાપ, તેં આ કર્યુ છે કારણ કે તું ખરેખર જે કરવા ઈચ્છતો હતો તે આ જ છે.
21 در آن لحظه روح‌القدس شادی عظیمی به عیسی بخشید و عیسی گفت: «ای پدر، ای خداوند آسمان و زمین، تو را سپاس می‌گویم كه این چیزها را از خردمندان و دانایان پنهان نموده، به كودكان آشكار ساختی. آری ای پدر، ارادهٔ تو چنین بود.»
22“મારા બાપે મને બધી વસ્તુઓ આપી છે. દીકરો કોણ છે એ માણસ જાણતો નથી. ફક્ત બાપ જ જાણે છે અને દીકરો જાણે છે કે બાપ કોણ છે. ફક્ત તે લોકો જ જાણશે કે બાપ કોણ છે. તે એ લોકો છે જેને દીકરો તેમને પ્રગટ કરવા પસંદ કરે છે.”
22 «پدر همه‌چیز را در اختیار من گذاشته است. فقط پدر می‌داند كه پسر كیست و همچنین فقط پسر و کسانی‌که پسر بخواهد پدر را به آنان مكشوف سازد، می‌دانند پدر كیست.»
23ઈસુ તેના શિષ્યો સાથે પાછો ફર્યો. તેઓ ત્યાં ઈસુની સાથે એકલા જ હતાં. ઈસુએ કહ્યું, “તમે હમણા જે જુઓ છો તે જોવા તમને ધન્ય છે!
23 عیسی رو به شاگردان خود كرد و به طور خصوصی گفت: «خوشا به حال آن چشمانی كه آنچه را شما می‌‌بینید، می‌بینند.
24હું તમને કહું છું કે તમે હમણા જે જુઓ છો તે જોવા માટે પ્રબોધકો અને રાજા ઈચ્છતા હતા. પણ તેઓ આ વસ્તુઓ જોઈ શક્યા નથી. અને ઘણા પ્રબોધકો અને રાજાઓ તમે જે હમણા સાંભળો છો તે સાંભળવા ઈચ્છતા હતા, પણ તેઓ આ બાબતો સાંભળી શક્યા નહિ.”
24 بدانید انبیا و پادشاهان بسیاری آرزو می‌کردند كه آنچه را شما می‌‌بینید ببینند، امّا ندیدند و آنچه را شما می‌شنوید، بشنوند امّا نشنیدند.»
25પછી એક કાયદાનો પંડિત ઊભો થયો. તે ઈસુનું પરીક્ષણ કરવા પ્રયત્ન કરતો હતો. તેણે કહ્યું, “ઉપદેશક, અનંતજીવનની પ્રાપ્તિ માટે મારે શું કરવું જોઈએ?”
25 روزی یكی از معلّمین شریعت آمد و از راه امتحان از او پرسید: «ای استاد، چه باید بكنم تا وارث حیات جاودان شوم؟»
26ઈસુએ તેને કહ્યું, “નિયમશાસ્ત્રમાં શું લખ્યું છે? તેમાં તું શું વાંચે છે?”
26 عیسی به او فرمود: «در تورات چه نوشته شده؟ آن را چطور تفسیر می‌کنی؟»
27તે માણસે ઉત્તર આપ્યો, “તારે પ્રભુ તારા દેવ પર પૂર્ણ હ્રદયથી તથા તારા પૂરા જીવથી તથા તારા પૂર્ણ સામથ્યૅથી તથા તારા પૂર્ણ મનથી પ્રીતિ કરવી જોઈએ.’ તથા, ‘તમે તમારી જાતને જેવો પ્રેમ કરો છો તેવો જ તમારા પડોશી પર પ્રેમ રાખવો.’ “
27 او جواب داد: «خدای خود را با تمام دل و تمام جان و تمام قدرت و تمام ذهن خود دوست بدار و همسایه‌ات را مانند جان خود دوست بدار.»
28ઈસુએ તેને કહ્યું, “તારો ઉત્તર ખરો છે. એ જ કરો તેથી તને અનંત જીવન મળશે.”
28 عیسی فرمود: «درست جواب دادی. این كار را بكن كه حیات خواهی داشت.»
29પણ તે માણસ તેની જાતને ન્યાયી ઠરાવવા, પ્રશ્રો પૂછતો હતો. તેથી તેણે ઈસુને કહ્યું, “પણ આ બીજા લોકો કોણ છે જેમને મારે પ્રેમ કરવો જોઈએ?”
29 امّا او برای اینكه نشان دهد آدم بی‌غرضی است به عیسی گفت: «همسایهٔ من كیست؟»
30આ પ્રશ્રનો ઉત્તર આપતા ઈસુએ કહ્યું, “એક માણસ યરૂશાલેમથી યરેખોના રસ્તેથી જતો હતો. કેટલાએક લૂંટારાઓએ તેને ઘેર્યો. તેઓએ તેનાં વસ્ત્રો ઉતારી લીધાં અને માર્યો. પછી તે લૂંટારાઓ તે માણસને જમીન પર પડેલો છોડીને ચાલ્યા ગયા. તે લગભગ મરી ગયો હતો.
30 عیسی چنین پاسخ داد: «مردی كه از اورشلیم به اریحا می‌رفت، به دست راهزنان افتاد. راهزنان او را لخت كردند و كتک زدند و به حال نیم‌مرده انداختند و رفتند.
31“એવું બન્યું કે એક યહૂદિ યાજક તે રસ્તા પરથી પસાર થતો હતો. જ્યારે યાજકે તે માણસને જોયો તે તેને મદદ કરવા રોકાયો નહિ, તે દૂર ચાલ્યો ગયો.
31 اتّفاقاً كاهنی از همان راه می‌گذشت، امّا وقتی او را دید از طرف دیگر جاده رد شد.
32પછી, લેવી નજીક આવ્યો. લેવીએ ઇજાગ્રસ્ત માણસને જોયો. પણ તેને જોઈને તે પણ બીજી બાજુ ચાલ્યો ગયો. તે પણ તેને મદદ કરવા રોકાયા વગર જ ચાલ્યો ગયો.
32 همچنین یک لاوی به آن محل رسید و وقتی او را دید از طرف دیگر عبور كرد.
33“પછી એક સમરૂની તે રસ્તેથી પસાર થતો હતો. તે તે જગ્યાએ આવ્યો જ્યાં પેલો ઇજાગ્રસ્ત માણસ પડ્યો હતો. સમરૂનીએ તે માણસને જોયો. તે ઇજાગ્રસ્ત માણસને જોઈ તેને કરૂણા ઉપજી.
33 پس از آن یک مسافر سامری به او رسید و وقتی او را دید، دلش به حال او سوخت.
34તે સમરૂની તેની પાસે ગયો અને તેને ઘા પર ઓલિવનું તેલ અને દ્ધાક્ષારસ રેડ્યો. પછી તેણે તે માણસના ઘા પર પાટો બાંધ્યો. સમરૂની પાસે એક ગધેડા હતો. તેણે તે ઇજાગ્રસ્ત માણસને તેના ગધેડા પર બેસાડ્યો અને તેને ધર્મશાળામાં લઈ ગયો. ધર્મશાળામાં સમરૂનીએ તેની માવજત કરી.
34 نزد او رفت، زخمهایش را با شراب شست و بر آنها روغن مالید و بست. بعد او را برداشته، سوار چارپای خود كرد و به كاروانسرایی برد و در آنجا از او پرستاری كرد.
35બીજે દિવસે, સમરૂની બે ચાંદીના સિક્કા લાવ્યો અને ધર્મશાળામાં જે માણસ કામ કરતો હતો તેને આપ્યા. સમરૂનીએ કહ્યું, ‘આ ઇજા પામેલા માણસની માવજત કરજે. જો તેના માટે તું વધારે ખર્ચ કરીશ તો હું જ્યારે ફરી પાછો આવીશ ત્યારે તે આપીશ.”‘
35 روز بعد دو سکّهٔ نقره درآورد و به صاحب كاروانسرا داد و گفت: 'از او مواظبت كن و اگر بیشتر از این خرج كردی، وقتی برگردم به تو می‌دهم.'
36પછી ઈસુએ કહ્યું, “હવે લૂંટારાઓથી ઇજા પામેલા પેલા માણસ પર આ ત્રણ માણસોમાંથી (યાજક, લેવી, સમરૂની) ક્યા માણસે પ્રેમ દર્શાવ્યો. તું શું વિચારે છે?”
36 به عقیدهٔ تو کدام‌یک از این سه نفر همسایهٔ آن مردی كه به دست دزدان افتاد به حساب می‌آید؟»
37કાયદાના પંડિતે ઉત્તર આપ્યો, “તે એક કે જેણે તને મદદ કરી,” ઈસુએ તેને કહ્યું, “તો પછી તું જા અને જઇને બીજા લોકો માટે એ પ્રમાણે કર.”
37 جواب داد: «آن کسی‌که به او ترحّم كرد.» عیسی فرمود: «برو مثل او رفتار كن.»
38જ્યારે ઈસુ અને તેના શિષ્યો યાત્રા કરતા હતા. ત્યારે ઈસુ એક શહેરમાં ગયો. માર્થા નામની એક સ્ત્રીએ ઈસુને પોતાને ઘેર રાખ્યો.
38 در جریان سفر آنها، عیسی به دهکده‌ای آمد و در آنجا زنی به نام مرتا او را در خانهٔ خود پذیرفت.
39માર્થાને મરિયમ નામની બહેન હતી. મરિયમ ઈસુના પગ પાસે બેઠી હતી અને તેને ઉપદેશ ધ્યાનથી સાંભળતી હતી. પણ તેની બહેન માર્થા ઘરકામમાં વ્યસ્ત હતી.
39 آن زن خواهری به نام مریم داشت كه پیش پاهای عیسی خداوند نشست و به تعالیم او گوش می‌داد.
40માર્થા ઘણા કામોમાં વ્યસ્ત હતી ઘણું કામ કરવાનું હતું, માર્થા અંદર ગઇ અને કહ્યું, “પ્રભુ, મારી બહેને મને કામ કરવાને એકલી મૂકી છે, તેની શું તને ચિંતા નથી? મને મદદ કરવા માટે તેને કહે!”
40 در این هنگام مرتا به علّت كارهای زیادی كه داشت نگران و دلواپس بود. پس پیش عیسی آمد و عرض كرد: «خداوندا، هیچ در فكر این نیستی كه خواهر من مرا رها كرده تا دست تنها پذیرایی كنم! آخر به او بفرما بیاید به من كمک كند.»
41પણ પ્રભુએ તેને ઉત્તર આપ્યો, “માર્થા, માર્થા, તું ઘણી બધી બાબતોમાં ચિંતા કરે છે અને ગભરાય છે.
41 امّا عیسی خداوند جواب داد: «ای مرتا، ای مرتا، تو برای چیزهای بسیاری دلواپس و ناراحت هستی. امّا فقط یک چیز لازم است: آنچه مریم اختیار كرده از همه بهتر است و از او گرفته نخواهد شد.»
42ફક્ત એક જ વાત મહત્વની છે, મરિયમે યોગ્ય પસંદગી કરી છે; અને તે તેની પાસેથી કદાપિ લઈ લેવામાં આવશે નહિ.”
42 امّا فقط یک چیز لازم است: آنچه مریم اختیار كرده از همه بهتر است و از او گرفته نخواهد شد.»