1એક વખત વિશ્રામવારના દિવસે ઈસુ અનાજના ખેતરોમાંથી પસાર થતો હતો. ત્યારે તેના શિષ્યો અનાજના કણસલાં તોડીને હાથમાં મસળીને ખાતા હતાં.
1
یک روز سبت عیسی از میان كشتزارهای گندم میگذشت. شاگردان او خوشههای گندم را میچیدند و در كف دستهای خود پاک میکردند و میخوردند.
2કેટલાએક ફરોશીઓએ પૂછયું, “વિશ્રામવારના દિવસે મૂસાના નિયમાનુસાર જે કાર્ય કરવું મંજૂર કરેલ નથી તે શા માટે કરો છો?”
2
بعضی از فریسیان گفتند: «چرا شما كاری را كه در روز سبت جایز نیست انجام میدهید؟»
3ઈસુએ પ્રત્યુત્તર આપ્યો, “દાઉદે શું કર્યું જ્યારે તે અને તેની સાથેનાં માણસો ભૂખ્યા હતા. તે શું તમે વાંચ્યું નથી?
3
عیسی پاسخ داد: «مگر نخواندهاید داوود در وقتیکه خود و یارانش گرسنه بودند چه كرد؟
4દાઉદ દેવના મંદિરમાં ગયો અને દેવને અર્પિત થયેલી રોટલી મૂસાના નિયમ પ્રમાણે યાજકો સિવાય બીજો કોઈ ખાઇ શકે નહિ તે રોટલી તેણે ખાધી હતી અને તેમાંથી રોટલીનો થોડો થોડો ટૂકડો તેની સાથેના લોકોને આપ્યો હતો.”
4
او به خانهٔ خدا وارد شد و نان تقدیس شده را برداشت و خورد و به یاران خود نیز داد، درصورتیکه خوردن آن نانها برای هیچکس جز كاهنان جایز نیست.»
5પછી ઈસુએ ફરોશીઓને કહ્યું કે, “માણસનો દીકરો વિશ્રામવારનો પણ પ્રભુ છે.”
5
همچنین به ایشان فرمود: «پسر انسان صاحب اختیار روز سبت است.»
6બીજા એક વિશ્રામવારે ઈસુ જ્યારે સભાસ્થાનમાં બોધ આપતો હતો ત્યારે જેનો જમણો હાથ સુકાઈ ગયો હતો તેવો માણસ ત્યાં હતો.
6
عیسی در روز سبت دیگری به كنیسه رفت و مشغول تعلیم شد. از قضا مردی در آنجا حضور داشت كه دست راستش خشک شده بود.
7વિશ્રામવાર હોવાથી ઈસુ તેને સાજો કરે છે કે નહિ, તે જોવા માટે શાસ્ત્રીઓ અને ફરોશીઓ આતુર હતા. તેઓ ધ્યાનથી જોઈ રહ્યાં હતા જેથી તેઓને ઈસુને દોષિત ઠરાવવા માટે કારણ મળે.
7
علما و فریسیان مواظب بودند كه ببینند آیا عیسی او را در روز سبت شفا خواهد داد تا مدركی علیه او به دست آورند.
8પણ સુ તે લોકોના વિચારો જાણતો હતો. તેથી તેણે જેનો હાથ સુકાઈ ગયેલો હતો તે માણસને બોલાવીને કહ્યું, “ઊઠ અને વચમાં જઇને ઊભો રહે.” તેથી તે ઊઠ્યો અને વચમાં જઇને ઊભો રહ્યો.
8
امّا عیسی به افكار آنان پی برد و به مردی كه دستش خشک شده بود فرمود: «بلند شو و در وسط بایست.» او برخاست و آنجا ایستاد.
9ત્યારે ઈસુએ તેઓને કહ્યું, “હું તમને પૂછું છું કે વિશ્રામવારના દિવસે કોઈનું, ભલું કરવું યોગ્ય છે કે માઠું કરવું, કોઈની જીવન બચાવવું કે તેનો નાશ કરવો, એ બેમાંથી શું યોગ્ય છે?”
9
عیسی به ایشان فرمود: «سؤالی از شما دارم: آیا در روز سبت، نیكی كردن رواست یا بدی كردن؟ جان انسان را نجات دادن یا نابود كردن؟»
10ઈસુએ ત્યારબાદ ચારેબાજુ લોકો પર નજર ફેરવીને તે માણસને કહ્યું કે, “તારો હાથ લંબાવ,” તેણે ઈસુની આજ્ઞાનું પાલન કર્યુ અને તેનો હાથ ફરીથી સાજો થઈ ગયો.
10
دور تا دور به همهٔ آنها نگاه كرد و به آن مرد فرمود: «دستت را دراز كن.» او دست خود را دراز كرد و دستش خوب شد.
11પરંતુ આ જોઈને શાસ્ત્રીઓ અને ફરોશીઓ ગુસ્સે થયા. તેઓ એકબીજાને કહેવા લાગ્યા કે, “હવે ઈસુનું આપણે શું કરીએ?”
11
امّا آنان بسیار خشمگین شده در میان خودشان به گفتوگو پرداختند كه با عیسی چه میتوانند بكنند.
12તે દિવસો દરમ્યાન ઈસુ પ્રાર્થના કરવા માટે પહાડ પર ગયો. અને તેણે આખી રાત દેવની પ્રાર્થનામાં વિતાવી.
12
در آن روزها عیسی برای دعا به كوهستان رفت و شب را با دعا به درگاه خدا به صبح رسانید.
13અને પછી જ્યારે પ્રભાત થયું ત્યારે તેણે પોતાના શિષ્યોને બોલાવીને ચેઓનામાંથી બારની પસંદગી કરી અને તેઓને “પ્રેરિતો” નામ આપ્યું.
13
وقتی سپیدهٔ صبح دمید شاگردان خود را احضار كرد و از میان آنان، دوازده نفر را انتخاب كرد و آنها را رسولان نامید:
14એટલે સિમોન (ઈસુએ તેનું નામ પિતર પાડ્યું) અને તેના ભાઈ આંન્દ્ધિયાને, યાકૂબ તથા યોહાનને, ફિલિપને તથા બર્થોલ્મીને,
14
شمعون كه به او لقب پطرس داد و اندریاس برادر او، یعقوب و یوحنا، فیلیپُس و بارتولما،
15માથ્થીને તથા થોમાને, યાકૂબને (અલ્ફીના દીકરો) તથા સિમોન, જેને ઝેલોટીસ કહેતા હતા. તેને,
15
متّی و توما، یعقوب پسر حلفی و شمعون معروف به فدایی، یهودا پسر یعقوب
16યહૂદા (યાકૂબનો દીકરો) આ યહૂદા ઇશ્કરિયોત હતો જેણે ઈસુને તેના દુશ્મનોને સોંપ્યો.
16
و یهودای اسخریوطی كه خائن از كار درآمد.
17ઈસુ અને પ્રેરિતો પહાડ પરથી નીચે ઉતર્યાને ઈસુ સપાટ મેદાનમાં આવીને ઊભો રહ્યો. ત્યાં મોટા સમૂહમાં તેના શિષ્યો હતા. અને સમગ્ર યહૂદિયામાંના તથા યરૂશાલેમના અને તૂર તથા સિદોનના સમુદ્ધકિનારાના ઘણા લોકો મોટા સમૂહમાં હતા.
17
عیسی با آنان از كوه پایین آمد و در زمین همواری ایستاد. اجتماع بزرگی از شاگردان او و گروه كثیری از تمام نقاط یهودیه و اورشلیم و اطراف صور و صیدون حضور داشتند.
18જેઓ ભેગા થયા હતા તે તેનો ઉપદેશ સાંભળવા તથા તેઓના રોગોમાંથી સાજા થવા માટે આવ્યા હતા. તે લોકો અશુદ્ધ આત્માઓથી પીડાતા હતા. ઈસુએ તે બધા લોકોને સાજા કર્યા.
18
آنها آمده بودند تا سخنان او را بشنوند و از امراض خود شفا یابند. آن کسانیکه گرفتار ارواح پلید بودند، شفا یافتند
19બધાજ લોકો ઈસુને સ્પર્શ કરવા કોશિશ કરતાં હતા, કારણ કે તેનામાંથી જે પરાક્રમ નીકળી રહ્યુ હતુ તેનાથી દરેક સાજા થયા હતા!
19
و هر كسی در میان جمعیّت سعی میکرد دست خود را به عیسی بزند چون قدرتی كه از او صادر میشد، همه را شفا میداد.
20ઈસુ તેના શિષ્યો તરફ જોતાં જોતાં બોલ્યો, “તમે લોકો જે ગરીબ છો, તે સૌને ધન્ય છે, કારણ કે દેવનું રાજ્ય તમારુંછે.
20
بعد به شاگردان خود چشم دوخت و گفت:
«خوشا به حال شما كه فقیرید،
پادشاهی خدا از آن شماست.
21તમે જે હમણાં ભૂખ્યા છો, તેઓને પણ ધન્ય છે, કારણ કે તમે પણ તૃપ્ત થવાના છો. આજે તમે રડો છો, તમને પણ ધન્ય છે, કારણ કે તમે હસશો.
21
«خوشا به حال شما كه اكنون گرسنهاید،
شما سیر خواهید شد.
خوشا به حال شما كه اكنون اشک میریزید،
شما خندان خواهید شد.
22“માણસના દીકરાને કારણે લોકો તમને તેમના જૂથમાંથી હાંકી કાઢશે, તમારા નામની નિંદા કરશે, તમારી બદનામી કરશે ત્યારે પણ તમને ધન્ય છે.
22
«خوشا به حال شما هرگاه بهخاطر پسر انسان، مردم از شما روی گردانند و شما را از بین خود بیرون كنند و به شما اهانت كنند و یا به شما بد بگویند.
23એવું બને તે દિવસે તમે આનંદમગ્ર બનીને નાચી ઊઠજો, કારણ કે આકાશમાં તમને મોટો બદલો પ્રાપ્ત થશે. કારણ કે તેઓના બાપદાદાઓએ પણ આ પ્રબોધકો સાથે આ જ રીતે વ્યવહાર કર્યા છે.
23
در آن روز شاد باشید و از خوشی پایكوبی كنید چون بدون شک پاداش سرشاری در عالم بالا خواهید داشت زیرا نیاکان ایشان نیز درست به همینطور با انبیا رفتار میکردند.
24“પણ હે ધનવાનો, તમને અફસોસ છે, કારણ કે તમારી સુખસંપત્તિ આ જીવન માટે જ છે.
24
«امّا وای به حال شما ثروتمندان،
شما روزهای كامرانی خود را پشت سر گذاشتهاید.
25અને એ લોકો અત્યારે જે સંતુષ્ટો છે તેમને પણ અફસોસ છે, કારણ કે તમારો ભૂખે મરવાનો સમય આવનાર છે, અને હાલમાં હસનારાઓ, તમને અફસોસ છે, કારણ કે તમે શોક કરવાના છો અને રડવાના છો.
25
وای به حال شما كه اكنون سیر هستید،
گرسنگی خواهید كشید.
وای به حال شما كه اكنون میخندید،
شما ماتم خواهید گرفت و اشک خواهید ریخت.
26“જ્યારે બધાજ લોકો તમારું સારું કહેશે ત્યારે તમને અફસોસ છે કારણ કે તેઓના બાપદાદાઓ પણ હંમેશા જૂઠા પ્રબોધકો માટે આવી જ પ્રસંશા કરતા હતા.
26
«وای به حال شما وقتی همه از شما تعریف میکنند. نیاکان ایشان درست همین كار را با انبیای دروغین كردند.
27“હું જે લોકો મને ધ્યાનથી સાંભળે છે તે સૌ સાંભળનારાઓને કહું છું, તમારા વૈરીઓને પ્રેમ કરો. જેઓ તમારો તિરસ્કાર કરે તેઓનું પણ ભલું કરો.
27
«امّا به شما كه سخن مرا میشنوید میگویم: به دشمنان خود محبّت نمایید، به آنانی كه از شما متنفّرند نیكی كنید.
28જેઓ તમારું ખરાબ ઈચ્છે તેઓનું પણ તમે સારું ઈચ્છો. જેઓ તમારું અપમાન કરે છે તેઓના ભલા માટે પ્રાર્થના કરો.
28
برای آنانی كه به شما دشنام میدهند دعای خیر كنید. برای آنانی كه با شما بدرفتاری میکنند دعا كنید.
29જો કોઈ તમારા એક ગાલ પર તમાચો મારે તો તમે તેની આગળ બીજો ગાલ ધરો.
29
وقتی كسی به صورت تو میزند طرف دیگر صورت خود را هم پیش او ببر. وقتی كسی قبای تو را میبرد بگذار پیراهنت را هم ببرد.
30દરેક વ્યક્તિને તે જે માગે તે આપો. જ્યારે તમારી પાસેથી કોઈ તમારો કોટ લઈ જાય તો તમારું ખમીસ પણ લઈ જવા દો. તેની પાસેથી તે પાછું માગશો નહિ.
30
به هرکه چیزی از تو بخواهد ببخش و وقتی كسی آنچه را كه مال توست میبرد آن را مطالبه نكن.
31જેમ તમે ઈચ્છા રાખો છો કે બીજાઓ તમારા માટે કરે તેમજ તમે પણ તેઓના માટે તેવું કરો.
31
با دیگران آنچنان رفتار كنید كه میخواهید آنها با شما رفتار كنند.
32“જો તમે, તમને જે ચાહે છે તે લોકોને જ ચાહો તો તેમાં તમારી મહેરબાની શાની? કારણ કે પાપીઓ પણ તેમના પર પ્રેમ કરનારાઓને ચાહે છે!
32
«اگر فقط كسانی را دوست بدارید كه شما را دوست دارند برای شما چه افتخاری دارد؟ حتّی خطاكاران هم دوستداران خود را دوست میدارند.
33જે લોકો તમારુંભલું કરે છે, ફક્ત તે લોકોનું જ તમે ભલુ કરો તો તેમ કરવા માટે તમને વધારે પ્રસંશા મળે ખરી? ના! પાપીઓ પણ એમ જ કરે છે!
33
و اگر فقط به کسانیکه به شما نیكی میکنند نیكی كنید برای شما چه افتخاری دارد؟ چون خطاكاران هم چنین میکنند.
34હંમેશા જેઓની પાસેથી તમે પાછું લેવાની આશા રાખો, તેઓને જ તમે ઊછીનું આપો, તો તેમાં તમારી મહેરબાની શાની? ના! પાપીઓ પણ પાછું લેવા માટે પાપીઓને ઊછીનું આપે છે!
34
و اگر فقط به كسی قرض بدهید كه توقّع پس گرفتن دارید دیگر چه افتخاری برای شما دارد؟ حتّی خطاكاران هم، اگر بدانند تمام آن را پس خواهند گرفت، به یكدیگر قرض خواهند داد.
35“તેથી તમારા વૈરીઓને પણ પ્રીતિ કરો. તેઓનું ભલું કરો. અને કંઈ પણ પાછું મેળવવાની આશા વિના તમે ઉછીનું આપો. જો તમે આમ કરશો તો તમને તેનો બદલો મળશે. અને તમે પરાત્પરના દીકરાઓ થશો. હા કારણ કે દેવ, અનુપકારીઓ તથા દુષ્ટ લોકો પર પણ માયાળું છે.
35
امّا شما به دشمنان خود محبّت نمایید و نیكی كنید و بدون توقّع عوض، قرض بدهید كه پاداش سرشاری خواهید داشت و فرزندان خدای متعال خواهید بود، زیرا او نسبت به ناسپاسان و خطاكاران مهربان است.
36તેથી જેમ તમારો બાપ પ્રેમ અને દયા આપે છે તેમ તમે પણ પ્રેમ અને દયા દર્શાવો.
36
پس همانطور كه پدر شما رحیم است رحیم باشید.
37“બીજા લોકોનો ન્યાય તમે ના કરો. એટલે તમારો ન્યાય પણ થશે નહિ. બીજા લોકોનો તિરસ્કાર ના કરો. એટલે કોઈ તમારો તિરસ્કાર કરશે નહિ. બીજા લોકોને માફ કરો તેથી તમને માફી મળશે.
37
«دربار دیگران قضاوت نكنید تا خود مورد قضاوت قرار نگیرید. محكوم نكنید تا محكوم نشوید. دیگران را ببخشید تا بخشیده شوید.
38બીજા લોકોને આપો એટલે તમને મળશે. તમે તમારા હાથમાં પકડો તેના કરતાં પણ વધુ મેળવા શકશો. તમને એટલું બધું આપવામાં આવશે જેથી તમારો ખોળો પણ ઊભરાઇ જશે. કારણ કે તમે જે રીતે બીજા લોકોને આપો છો તે જ રીતે દેવ તમને આપશે.”
38
بدهید كه به شما داده خواهد شد، پیمانهٔ درست و فشرده و تكان داده شده و لبریز در دامن شما ریخته خواهد شد، زیرا با هر پیمانهای كه به دیگران بدهید با همان پیمانه، عوض خواهید گرفت.»
39ઈસુએ તેમને આ દષ્ટાંત કહ્યું, “શું એક આંધળો બીજા આંધળાને દોરી શકે? ના! તેઓ બંને ખાડામાં પડશે.
39
همچنین مَثَلی برای ایشان آورد: «آیا یک كور میتواند عصاكش كور دیگری باشد؟ مگر هر دو در گودال نخواهند افتاد؟
40વિધાર્થી પોતાના શિક્ષક કરતા મોટો નથી. પરંતુ જ્યારે વિધાર્થી સંપૂર્ણ રીતે વિદ્ધાન બનશે ત્યારે તે તેના શિક્ષક જેવો બનશે.
40
شاگرد بالاتر از استاد خود نیست امّا وقتی تحصیلات خود را به پایان برساند به پایهٔ استادش خواهد رسید.
41“શા માટે તમે તમારા ભાઈની આંખમાં પડેલા નાના ધૂળના રજકણનું ધ્યાન રાખો છો, પણ તમે તમારી આંખમાં પડેલા મોટા ભારોટિયાને તમે નથી જોતા?
41
«چرا به پركاهی كه در چشم برادرت هست نگاه میکنی و هیچ در فكر تیری كه در چشم خود داری نیستی؟
42તમે તમારા ભાઈને કહો છો, “ભાઈ, તારી આંખમાંથી મને નાની ધૂળની રજકણ કાઢી નાખવા દે. તમે આવું શા માટે કહો છો? તમે તમારી પોતાની, આંખમાંનો મોટો ભારોટિયો પણ જોઈ શકતા નથી. તમે એક ઢોંગી છો. પહેલા તમે તમારી પોતાની આંખમાંથી મોટા ભારોટિયાને બહાર કાઢો. પછી તમે તમારા ભાઈની આંખમાંથી ધૂળ કાઢવાનું સ્પષ્ટ જોઈ શકશો.
42
چطور میتوانی به برادرت بگویی 'ای برادر، اجازه بده آن پر كاه را از چشمت بیرون بیاورم'، درصورتی كه تیر داخل چشم خود را نمیبینی؟ ای ریاكار، اول تیر را از چشم خود بیرون بیاور آن وقت درست خواهی دید كه پر كاه را از چشم برادرت بیرون بیاوری.
43“એક સારું વૃક્ષ ખરાબ ફળ આપતું નથી, તેમ એક ખરાબ વૃક્ષ સારું ફળ આપતું નથી.
43
«هرگز درخت خوب میوهٔ بد و یا درخت بد میوهٔ خوب به بار نیاورده است،
44પ્રત્યેક વૃક્ષ જે પોતે જે ફળ આપે છે તેનાથી ઓળખાય છે. લોકો કાંટાના ઝાડ પરથી અંજીર ભેગા કરતા નથી. અને ઊંટકટા પરથી દ્ધાક્ષ મેળવતા નથી!
44
هر درختی از میوهاش شناخته میشود. از بوتههای خار، انجیر جمع نمیکنند و از خاربُن انگور نمیچینند.
45સારા માણસના હ્રદયમાં સારી વસ્તુઓ સાચવેલી હોય છે તેથી તેના હ્રદયમાંથી સારી વસ્તુઓ બહાર આવે છે. પરંતુ દુષ્ટ માણસના હ્રદયમાં ખરાબ વસ્તુઓ સાચવેલી હોય છે. તેથી તે ખરાબ વસ્તુઓ બહાર કાઢે છે. કારણ કે વ્યક્તિ તેના હ્રદયમાં જે કાંઇ ભરેલું હોય છે તે જ બોલે છે.
45
مرد نیكو از خزانهٔ نیک درون خود نیكی به بار میآورد و مرد بد از خزانهٔ بد درون خود بدی به بار میآورد، چون زبان از آنچه دل را پر ساخته است سخن میگوید.
46“તમે મને પ્રભુ, પ્રભુ, શા માટે કહો છો, અને હું જે કહું છું તે શા માટે કરતા નથી?
46
«چرا پیوسته به من خداوندا خداوندا میگویید ولی آنچه را كه به شما میگویم انجام نمیدهید؟
47પ્રત્યેક માણસ જે મારી પાસે આવે છે અને મારા શબ્દો ધ્યાનથી સાંભળે છે અને તેનું પાલન કરે છે તે કોના જેવો છે, એ હું તમને બતાવીશ:
47
هرکه پیش من بیاید و آنچه را كه میگویم بشنود و به آنها عمل كند به شما نشان میدهم مانند چه كسی است.
48તે એક મકાન બંાધનાર માણસ જેવો છે. જે ઊડું ખોદે છે અને મજબૂત ખડક પર મકાન બાંધે છે જ્યારે રેલ આવે છે ત્યારે પાણી મકાનને તાણી જવા પ્રયત્ન કરે છે. પરંતુ રેલ ઘરને હલાવી શકતી નથી, કારણ કે મકાન સારી રીતે (મજબૂત) બંાધેલું હતું.
48
او مانند آن مردی است كه برای ساختن خانهٔ خود، زمین را عمیق كرد و شالودهٔ آن را روی سنگ قرار داد. وقتی سیل آمد، رودخانه طغیان كرد و به آن خانه زد امّا نتوانست آن را از جا بكند چون محكم ساخته شده بود.
امّا هرکه سخنان مرا بشنود و به آن عمل نكند مانند مردی است كه خانهٔ خود را روی خاکِ بدون شالوده بنا كرد. به محض اینكه سیل به آن خانه زد خانه فروریخت و به كلّی ویران شد!»
49“પરંતુ જે માણસ સારા શબ્દો ધ્યાનથી સાંભળે છે પરંતુ તેનું પાલન કરતો નથી તે મજબૂત ખડક પર મકાન નહિ બાંધનાર માણસ જેવો છે. જ્યારે રેલ આવે છે ત્યારે મકાન તરત જ નીચે પડી જાય છે. અને મકાન સંપૂર્ણ નાશ પામે છે.”
49
امّا هرکه سخنان مرا بشنود و به آن عمل نكند مانند مردی است كه خانهٔ خود را روی خاکِ بدون شالوده بنا كرد. به محض اینكه سیل به آن خانه زد خانه فروریخت و به كلّی ویران شد!»