Gujarati: NT

Persian

Mark

3

1બીજા એક સમયે ઈસુ સભાસ્થાનમાં ગયો. ત્યાં સભાસ્થાનમાં એક સુકાયેલા હાથવાળો માણસ હતો.
1 عیسی بار دیگر به كنیسه رفت. در آنجا مردی حضور داشت، كه دستش خشک شده بود.
2કેટલાક યહૂદિઓ ઈસુને કઈક ખોટું કરતાં જોવા ઈચ્છતા હતા, જેથી તેઓ તેના પર તહોમત મૂકી શકે. તેથી તે લોકો તેમની નજીકથી ચોકી કરતા હતા. ઈસુ વિશ્રામવારના દિવસે તે માણસને સાજો કરે છે કે નહિ તે તેઓ જોતા હતા.
2 فریسیان مراقب بودند ببینند، آیا عیسی او را در روز سبت شفا می‌دهد تا اتّهامی علیه او پیدا كنند.
3ઈસુએ તે સુકાયેલા હાથવાળા માણસને કહ્યું, ‘અહીં ઊભો થા જેથી બધા લોકો તને જોઈ શકે.’
3 عیسی به آن مرد علیل فرمود: «بیا جلو بایست.»
4પછી ઈસુએ લોકોને પૂછયું, ‘વિશ્રામવારના દિવસે કઈ વસ્તુ કરવી ઉચિત છે; સારું કરવું કે ખરાબ કરવું? જીવ બચાવવો કે નાશ કરવો, શું ઉચિત છે?’ લોકોએ ઈસુને જવાબ આપવા કશું કહ્યું નહિ.
4 بعد به آنها گفت: «آیا در روز سبت خوبی كردن رواست یا بدی كردن؟ نجات دادن یا كشتن؟» آنها خاموش ماندند.
5ઈસુએ લોકો તરફ જોયું. તે ગુસ્સામાં હતો પણ તેને ઘણું દુ:ખ થયું. કારણ કે તેઓ કઠણ હૃદયના હતા. ઈસુએ તે માણસને કહ્યું, ‘મને તારો હાથ જોવા દે.’ તે માણસે તેનો હાથ ઈસુ આગળ લંબાવ્યો. અને તે સાજો થઈ ગયો.
5 عیسی با خشم به آنها نگاه كرد، زیرا از سنگدلی آنها متأسف بود و سپس به آن مرد فرمود: «دستت را دراز كن.» او دستش را دراز كرد و مانند اول سالم شد.
6પછી ફરોશીઓ વિદાય થયા અને ઈસુને શી રીતે મારી નાખવો તે વિષે હેરોદીઓ સાથે યોજનાઓ કરી.
6 فریسیان فوراً از آنجا خارج شدند تا با طرفداران هیرودیس برای از بین بردن عیسی توطئه بچینند.
7ઈસુ તેના શિષ્યોની સાથે સરોવર તરફ ગયો. ગાલીલમાંથી ઘણા લોકો તેની પાછળ ગયા.
7 عیسی با شاگردانش به كنار دریا رفت. عدّهٔ زیادی به دنبال او می‌رفتند. این اشخاص از جلیل و یهودیه
8યહૂદિયામાંથી, યરૂશાલેમમાંથી, યર્દનને પેલે પારથી તથા તૂર તથા સિદોનની આસપાસના ઘણા લોકો તેણે જે જે કાર્યો કર્યા તે સાંભળીને તેની પાસે આવ્યા.
8 و اورشلیم و ادومیه و از آن طرف رود اردن و از قسمت‌های صور و صیدون آمده بودند. این جمعیّت انبوه، شرح كارهای او را شنیده و به نزدش آمدند.
9ઈસુએ ઘણા લોકોને જોયા. તેથી તેણે તેના શિષ્યોને નાની હોડી લાવીને તેને માટે તૈયાર રાખવાં કહ્યું. ઈસુને હોડી જોઈતી હતી જેથી લોકોની ભીડના કારણે તે દબાઇ જાય નહિ.
9 پس او به شاگردانش گفت، كه قایقی برایش حاضر كنند تا از ازدحام مردم دور باشد.
10ઈસુએ ઘણા લોકોને સાજાં કર્યા. તેથી બધા જ માંદા લોકો તેનો સ્પર્શ કરવા તેના તરફ ધકેલાતા હતા.
10 چون آن‌قدر بیماران را شفا داده بود، كه همه به طرف او هجوم می‌آوردند تا او را لمس كنند.
11કેટલાક લોકોમાં શેતાન તરફથી અશુદ્ધ આત્મા હતો. જ્યારે અશુદ્ધ આત્માએ ઈસુને જોયો ત્યારે તેઓ તેને પગે પડીને બૂમો પાડવા લાગ્યા. ‘તું દેવનો દીકરો છે!’
11 همین‌طور ارواح پلید وقتی او را می‌دیدند، در جلوی او به خاک می‌افتادند و با صدای بلند فریاد می‌کردند: «تو پسر خدا هستی!»
12પરંતુ ઈસુએ તે આત્માઓને કડકાઇથી આજ્ઞા કરી કે તે કોણ હતો તે લોકોને કહેવું નહિ. : 1-4 ; લૂક 6 : 12-16)
12 عیسی با تأكید به آنها امر می‌کرد كه این را به كسی نگویند.
13પછી ઈસુ ટેકરી પર ગયો. ઈસુએ કેટલાક માણસોને તેની પાસે આવવા કહ્યું. ઈસુને જે માણસો જોઈતા હતા તે આ હતા. આ માણસો ઈસુ પાસે ગયા.
13 بعد از آن عیسی به بالای كوهی رفت و اشخاصی را كه می‌‌خواست پیش خود خواند و آنها پیش او رفتند.
14ઈસુએ બાર માણસો પસંદ કર્યા અને તેઓને પ્રેરિતો કહ્યાં. ઈસુની ઈચ્છા આ બાર માણસો તેની સાથે રહે એવી હતી. અને તેની ઈચ્છા તેઓ બધાને જુદી જુદી જગ્યાએ ઉપદેશ માટે મોકલવાની હતી.
14 او دوازده نفر را تعیین كرد تا پیش او باشند و تا آنها را برای اعلام پیام خود بفرستد
15અને ઈસુની ઈચ્છા હતી કે આ માણસો લોકોમાંથી ભૂતોને બહાર કાઢવાનો અધિકાર પામે.
15 و قدرت بیرون كردن دیوها را داشته باشند.
16ઈસુએ પસંદ કરેલા બાર માણસોના નામ આ છે. સિમોન (ઈસુએ તેનું નામ પિતર આપ્યું).
16 دوازده نفری كه انتخاب كرد عبارتند بودند از: شمعون كه عیسی به او لقب پطرس داد،
17ઝબદીનો દીકરો યાકૂબ અને યોહાન (ઈસુએ તેઓને બને-રગેસ એટલે ‘ગર્જનાના પુત્રો’ નામ આપ્યા);
17 یعقوب فرزند زِبدی و برادرش یوحنا كه به آنها لقب «بوانرجس» یعنی «رعدآسا» داد.
18આંદ્રિયા, ફિલિપ, બર્થોલ્મી, માથ્થી, થોમા, અલ્ફીનો દીકરો યાકૂબ, થદી તથા સિમોન કનાની તથા
18 و اندریاس و فیلیپُس و برتولما و متّی و توما و یعقوب پسر حَلفی و تدی و شمعون غیور
19યહૂદા ઈશ્કરિયોત કે જેણે ઈસુને દગો દીધો. : 22-32 ; લૂક 11 : 14-23 ; 12 :10 )
19 و یهودای اسخریوطی كه بعدها عیسی را تسلیم كرد.
20પછી ઈસુ ઘેર ગયો. પણ ફરીથી ત્યાં ઘણા લોકો ભેગા થયા. ત્યાં એટલા બધા લોકો હતા કે ઈસુ અને તેના શિષ્યો ખાઈ શક્યા નહિ.
20 عیسی به منزل رفت. باز هم جمعیّت زیادی در آنجا جمع شد، به طوری که او و شاگردانش فرصت غذا خوردن نداشتند.
21ઈસુના કુટુંબે આ બધી બાબતો વિષે સાંભળ્યું. તેઓ તેને પકડવા ગયા. કારણ કે લોકોએ કહ્યું કે, ઈસુ ઘેલો હતો.
21 وقتی خویشاوندان او این را شنیدند، آمدند تا او را با خود ببرند، چون بعضی می‌گفتند كه او دیوانه شده است.
22યરૂશાલેમના શાસ્ત્રીઓએ કહ્યું, ‘તેનામાં (ઈસુ) બઆલઝબૂલ (શેતાન) વસે છે ને ભૂતોના સરદારની મદદથી તે ભૂતોને કાઢે છે.’
22 علمایی هم كه از اورشلیم آمده بودند، می‌گفتند: «او تحت فرمان بعلزبول است و دیوها را به یاری رئیس دیوها بیرون می‌کند.»
23તેથી ઈસુએ લોકોને બોલાવ્યા. અને લોકોને શીખવવા વાર્તાઓનો ઉપયોગ કર્યો. ઈસુએ કહ્યું, ‘શેતાન તેના પોતાના અશુદ્ધ આત્માઓને લોકોમાંથી બહાર કાઢવા દબાણ કરશે નહિ.
23 پس عیسی از مردم خواست كه جلو بیایند و برای آنها مثلهایی آورد و گفت: «شیطان چطور می‌تواند شیطان را بیرون كند؟
24જે રાજ્ય તેની પોતાની વિરૂદ્ધ લડે છે તે ચાલુ રહી શકતું નથી.
24 اگر در مملكتی تفرقه باشد، آن مملكت نمی‌تواند دوام بیاورد.
25અને જે પરિવારમાં ભાગલા પડે છે તે સફળ થઈ શકતું નથી.
25 و اگر در خانواده‌ای تفرقه بیفتد، آن خانواده نمی‌تواند پایدار بماند.
26અને જો શેતાન તેની જાતની વિરૂદ્ધ હોય અને તેના પોતાના લોકો વિરૂદ્ધ લડે તો તે નભી શકતો નથી. તે શેતાનનો અંત હશે.
26 اگر شیطان نیز علیه شیطان قیام كند و در او تفرقه پیدا شود دیگر نمی‌تواند دوام بیاورد و سلطنتش به پایان خواهد رسید.
27‘જો કોઈ વ્યક્તિની ઈચ્છા બળવાન માણસના ઘરમાં પ્રવેશવાની અને તેના ઘરમાંથી તેની વસ્તુઓની ચોરી કરવાની હોય તો તે વ્યક્તિએ પહેલાં બળવાન માણસને બાંધવો જોઈએ, પછીથી તે વ્યક્તિ ઘરમાંથી વસ્તુઓ ચોરી શકશે.
27 «همچنین هیچ‌کس نمی‌تواند به خانهٔ مرد زورآوری وارد شود و اموال او را غارت كند، مگر اینکه اول آن زورمند را ببندد و پس از آن خانه‌اش را غارت نماید.
28તેથી માણસનો પુત્ર એ દરેક દિવસનો, વિશ્રામવારનો પણ પ્રભુ છે.’ : 9-14 ; લૂક 6 : 6-11)
28 بدانید هر نوع گناه و كفری كه انسان مرتكب شده باشد، قابل آمرزش است.
29પણ જે કોઈ વ્યક્તિ પવિત્ર આત્માની વિરૂદ્ધ ખરાબ વાતો કહ છે તે કદાપિ માફ થઈ શકશે નહિ. તે હંમેશા તે પાપ માટે દોષિત રહેશે.’
29 امّا هرکه به روح‌القدس كفر بگوید تا ابد آمرزیده نخواهد شد، نه در این دنیا و نه در دنیای آینده.»
30ઈસુએ આ કહ્યું કારણ કે શાસ્ત્રીઓ કહેતા હતા કે ઈસુને આત્મા વળગેલા છે. : 46-50 ; લૂક 8 : 19-21)
30 عیسی این مَثَل را آورد چون عدّه‌ای می‌گفتند: «او روح پلید دارد.»
31પછી ઈસુની મા અને તેના ભાઈઓ આવ્યાં. તેઓએ બહાર ઉભાં રહીને ઈસુને બહાર આવવાનું કહેવા માટે એક માણસને મોકલ્યો.
31 مادر و برادران عیسی آمدند و بیرون ایستاده، پیغام فرستادند كه عیسی پیش آنها برود.
32ઈસુની આજુબાજુ ઘણા બધા લોકો બેઠા હતા. તેઓએ તેને કહ્યું, ‘તારી મા અને તારા ભાઈઓ બહાર તારા માટે રાહ જુએ છે’
32 جمعیّت زیادی دور او نشسته بودند و به او خبر دادند كه: «مادر و برادران تو بیرون ایستاده‌اند و تو را می‌خواهند.»
33ઈસુએ પૂછયું ‘મારી મા કોણ છે? મારા ભાઈઓ કોણ છે?’
33 عیسی جواب داد: «مادر من كیست؟ برادران من چه كسانی هستند؟»
34પછી ઈસુએ તેની આજુબાજુ બેઠેલા લોકો તરફ જોયું. તેણે કહ્યું, ‘આ લોકો મારી મા અને ભાઈઓ છે!
34 و به کسانی‌که اطراف او نشسته بودند نگاه كرده، گفت: «اینها مادر و برادران من هستند. چون هرکس ارادهٔ خدا را انجام دهد، برادر و خواهر و مادر من است.»
35મારા સાચા ભાઈ અને બહેન અને મા એ લોકો છે જે દેવની ઈચ્છા પ્રમાણે કરે છે.’ : 1-9 ; લૂક 8 : 4-8)
35 چون هرکس ارادهٔ خدا را انجام دهد، برادر و خواهر و مادر من است.»