Gujarati: NT

Persian

Matthew

17

1છ દિવસ પછી, ઈસુ પિતરને તથા યાકૂબને તથા તેના ભાઈ યોહાનને સાથે લઈને એક ઊંચા પર્વત પર એકાંતમાં ચાલ્યો ગયો. ત્યાં તેઓ એકલા જ રહ્યા.
1 بعد از شش روز عیسی، پطرس و یعقوب و یوحنا برادر یعقوب را برداشته به بالای كوهی بلند برد تا در آنجا تنها باشند.
2અને શિષ્યો આગળ તેનું રૂપાંતર થયું. તેનો ચહેરો સૂર્ય જેવો પ્રકાશિત થયો અને તેનાં વસ્ત્રો પ્રકાશ જેવાં તેજસ્વી થયાં.
2 در حضور آنها هیئت او تغییر كرد، چهره‌اش مانند آفتاب درخشید و لباسش مثل نور سفید گشت.
3એકાએક મૂસા અને એલિયા ત્યાં દેખાયા અને ઈસુની સાથે વાત કરવા લાગ્યાં.
3 در همین موقع شاگردان، موسی و الیاس را دیدند كه با عیسی گفت‌وگو می‌كردند.
4પિતરે ઈસુને કહ્યું, “પ્રભુ, આપણે અહીં રહેવું સારું છે, જો તારી ઈચ્છા હોય તો, હું ત્રણ માંડવા અહીં ઊભા કરી દઉં, એક તારા માટે, એક મૂસા માટે, એક એલિયા માટે.”
4 آنگاه پطرس به عیسی گفت: «خداوندا چه خوب است كه ما اینجا هستیم. اگر بخواهی من سه سایبان در اینجا می‌سازم: یكی برای تو، یكی برای موسی و یکی هم برای الیاس.»
5જ્યારે પિતર વાત કરતો હતો, ત્યારે એક ચમકતા વાદળે તેઓના પર આવી તેમને ઢાંકી દીધા અને વાદળમાંથી વાણી થઈ, “આ (ઈસુ) મારો વહાલો દીકરો છે, જેનાથી હું ખૂબજ પ્રસન્ન છું, તમે બધા તેને ધ્યાનથી સાંભળો!”
5 هنوز سخن او تمام نشده بود كه ابری درخشان بر آنان سایه افکند و از آن ابر صدایی شنیده شد كه می‌گفت: «این است پسر عزیز من كه از او خشنودم. به او گوش دهید.»
6તે શિષ્યોએ આ વાણી સાંભળી અને તેઓ ખૂબ ભયભીત થયા. જેથી તેઓ જમીન પર પડ્યા.
6 وقتی شاگردان این صدا را شنیدند، بسیار ترسیدند و با صورت به خاک افتادند.
7ઈસુએ પાસે આવીને તેમને સ્પર્શ કર્યો અને કહ્યું, “ઊઠો, બીશો નહિ.”
7 آنگاه عیسی پیش آنان آمده و بر آنان دست گذاشته گفت: «برخیزید، دیگر نترسید.»
8તેઓએ ઊચે નજર કરી તો ત્યાં એકલા ઈસુ સિવાય બીજા કોઈને જોયા નહિ.
8 وقتی شاگردان چشمان خود را باز كردند جز عیسی، کسی دیگر را ندیدند.
9ઈસુ અને તેના શિષ્યો પર્વત પરથી નીચે ઉતરતા હતા, ત્યારે તેણે શિષ્યોને આજ્ઞા કરી, “તમે જે કાંઈ પર્વત પર જોયું તે વિષે કોઈપણ વ્યક્તિને વાત કરતાં નહિ, જ્યાં સુધી માણસનો દીકરો મરણમાંથી ઊઠે નહિ ત્યાં સુધી રાહ જુઓ. તેના પછી તમે જે કાંઈ દર્શન કર્યા છે તે વિષે વાત કરી શકશો.”
9 درحالی‌که از كوه پایین می‌آمدند، عیسی به آنان دستور داد تا روزی كه پسر انسان پس از مرگ زنده نشده است دربارهٔ آن رؤیا به کسی چیزی نگویند.
10શિષ્યોએ ઈસુને પૂછયું કે, “શાસ્ત્રીઓ એવું શા માટે કહે છે કે, ખ્રિસ્ત પહેલાં એલિયાએ આવવું જોઈએ?”
10 شاگردان پرسیدند: «پس چرا علما می‌گویند باید اول الیاس بیاید؟»
11ઈસુએ ઉત્તર આપ્યો, તેઓ સાચુ કહે છે, “એલિયા આવી રહ્યો છે અને તે દરેક વસ્તુને વ્યવસ્થિત કરી દેશે.
11 عیسی پاسخ داد: «درست است، اول الیاس خواهد آمد و همه‌چیز را اصلاح خواهد كرد.
12પણ હું તમને કહું છુ કે એલિયા આવી ચુક્યો છે. તેઓએ તેને ઓળખ્યો નહિ પણ જેમ તેઓએ ચાહ્યું તેમ તેઓએ તેને કર્યુ તેમજ માણસના દીકરાને પણ દુ:ખ સહન કરવું જ પડશે.”
12 امّا من به شما می‌گویم كه الیاس آمده است و آنان او را نشناختند و آنچه خواستند با او كردند. پسر انسان نیز باید همین‌طور از دست ایشان رنج ببیند.»
13શિષ્યો સમજ્યા કે ઈસુ યોહાન બાપ્તિસ્ત વિષે વાત કરતો હતો.
13 در این وقت شاگردان فهمیدند كه مقصود او یحیای تعمید‌دهنده است.
14ઈસુ અને તેના શિષ્યો લોકો પાસે પાછા ગયા. એક માણસ ઈસુ પાસે આવ્યો અને તેને ઘુંટણીએ પડી પ્રણામ કર્યા.
14 همین‌که عیسی و شاگردان پیش مردم برگشتند، مردی نزد عیسی آمد و در برابر او زانو زده
15માણસે કહ્યું, “હે પ્રભુ, મારા દીકરા પર દયા રાખ કારણ કે તેને વાઈનો રોગ છે અને તે ખૂબ પીડાય છે.ઘણીવાર તે અજ્ઞિમાં પડે છે તો ઘણીવાર તે પાણીમા પડે છ.ે
15 گفت: «ای آقا، بر پسر من رحم كن. او مصروع است و دچار حمله‌های سختی می‌شود به طوری که بارها خود را در آب و آتش انداخته است.
16મારા દીકરાને તારા શિષ્યો પાસે લાવ્યો પરંતુ તેઓ તેને સાજો કરી શક્યા નહિ.”
16 او را پیش شاگردان تو آوردم، امّا نتوانستند او را شفا دهند.»
17ઈસુએ ઉત્તર આપ્યો, “તમે એવા લોકો છો જેમને વિશ્વાસ નથી અને તમે ભટકેલ છો, ક્યાં સુધી તમારી સાથે મારે રહેવું જોઈએ? ક્યાં સુધી હું તમારું સહીશ? એ છોકરાને મારી પાસે લાવો.”
17 عیسی در جواب گفت: «مردم این زمانه چقدر بی‌ایمان و منحرف هستند! تا كی باید با شما باشم؟ و تا به كی باید شما را تحمّل كنم؟ او را پیش من بیاورید.»
18પછી ઈસુએ તે ભૂતને તેના શરીરમાંથી બહાર નીકળી જવાનો આદેશ આપ્યો અને તરત જ તે ભૂત ચાલ્યું ગયું. અને તે જ ઘડીએ તે છોકરો સાજો થઈ ગયો હતો.
18 پس عیسی با تندی به دیو دستور داد از او خارج شود. دیو او را ترک كرد و آن پسر در همان لحظه شفا یافت.
19પછી ઈસુ પાસે શિષ્યો એકલા જ આવ્યા, તેમણે કહ્યું, “અમે એ છોકરાના શરીરમાંથી ભૂતને કાઢવાના બધા જ પ્રયત્ન કર્યા પણ અમે તે કરી શક્યા નહિ. શા માટે અમે તેને બહાર હાંકી કાઢી ન શક્યા?”
19 بعد از این واقعه شاگردان عیسی آمده در خلوت از او پرسیدند: «چرا ما نتوانستیم آن دیو را بیرون كنیم؟»
20ઈસુએ ઉત્તર આપ્યો, “તમે ન કરી શક્યા કારણ કે, તમારો વિશ્વાસ અલ્પ છે. હું તમને સત્ય કહું છું કે જો તમારો વિશ્વાસ રાઈના દાણા જેટલો પણ હશે તો પછી તમે પર્વતને પણ કહી શકશો કે, ‘તું અહીથી ખસીને પેલી જગ્યાએ જા અને તે જશે, તમારા માટે કશું જ અશક્ય હશે નહિ.’
20 عیسی جواب داد: «چون ایمان شما كم است! بدانید كه اگر به اندازهٔ یک دانهٔ خَردَل ایمان داشته باشید، می‌توانید به این كوه بگویید كه از اینجا به آنجا منتقل شود و منتقل خواهد شد و هیچ چیز برای شما محال نخواهد بود. [
21ફક્ત પ્રાર્થના અને ઉપવાસથી જ એ પ્રકારનો આત્મા (ભૂત) ચાલ્યો જાય છે.”
21 لیکن این جنس جز به دعا و روزه بیرون نمی‌رود.]»
22જ્યારે ઈસુ અને તેના શિષ્યો ગાલીલમાં ભેગા મળ્યા ત્યારે ઈસુએ શિષ્યોને કહ્યું, “માણસનો દીકરો માણસોના હાથમાં સુપ્રત કરાશે.
22 در موقعی که آنها هنوز در جلیل دور هم بودند، عیسی به ایشان گفت: «پسر انسان بزودی به دست مردم تسلیم می‌گردد
23એ માણસો માણસના દીકરાને મારી નાખશે, પરંતુ ત્રીજા દિવસે તે મરણમાંથી ઊભો થશે.” તે સાંભળી શિષ્યો ખૂબજ દુ:ખી થયા.
23 و آنان او را خواهند كشت ولی او در روز سوم باز زنده خواهد شد.» شاگردان بسیار غمگین شدند.
24ઈસુ અને તેના શિષ્યો કફર-નહૂમ ગયા. જે કર ઉઘરાવતા હતા તે લોકો પિતર પાસે આવ્યા અને કહ્યું, “શું તમારા ઉપદેશક બે ડ્રાકમાં જેટલો પણ મંદિરનો કર આપતા નથી?”
24 در موقع ورود عیسی و شاگردان به كفرناحوم، کسانی‌که مأمور دریافت مالیات برای معبد بزرگ بودند پیش پطرس آمده از او پرسیدند: «آیا استاد تو مالیات معبد بزرگ را نمی‌پردازد؟»
25પિતરે ઉત્તર આપ્યો, “હા, ઈસુ તે આપે છે.” પછી આ વિષે ઈસુને વાત કરવા પિતર ઘરમાં ગયો. પરંતુ તે કાંઈ કહે તે પહેલા ઈસુએ તેને પૂછયું, “પિતર તને શું લાગે છે? રાજાઓ તેમના પોતાના લોકો પર કર નાખે છે કે પછી પરદેશીઓ પર કર નાખે છે?”
25 پطرس گفت: «البتّه!» وقتی پطرس به خانه رفت قبل از اینكه چیزی بگوید عیسی به او گفت: «ای شمعون، به نظر تو پادشاهان جهان از چه کسانی باج و خراج می‌گیرند از ملّت خود یا از بیگانگان؟»
26પિતરે કહ્યું, “પરદેશીઓ પર.” ઈસુએ કહ્યું, “તો પછી પોતાના દીકરાઓને કર ભરવાનો ના હોય.
26 پطرس گفت: «از بیگانگان»، عیسی فرمود: «در این صورت خود ملّت معاف است، امّا برای اینكه این اشخاص لغزش نخورند، برو و قلّابی به دریا بینداز، وقتی دهان اولین ماهی صید شده را باز كنی، سکّه‌ای در آن خواهی یافت. آن را بردار و بابت مالیات من و خودت به آنها بده.»
27પણ આપણે કર ઉઘરાવનારાઓને ગુસ્સે કરવા નથી. તું સરોવરના કાંઠે જા અને એક માછલી પકડ, પહેલી માછલી પકડી તેનું મોં ખોલજે, તેના મોઢામાંથી તને ચાર ડ્રાકમા મળશે એ સિક્કો લઈને કર ઉઘરાવનાર પાસે જજે અને તારો અને મારો કર તેમને આપી દેજે.”
27 امّا برای اینكه این اشخاص لغزش نخورند، برو و قلّابی به دریا بینداز، وقتی دهان اولین ماهی صید شده را باز كنی، سکّه‌ای در آن خواهی یافت. آن را بردار و بابت مالیات من و خودت به آنها بده.»