Gujarati: NT

Persian

Matthew

23

1ઈસુએ પછી લોકોને અને તેના શિષ્યોને કહ્યું. ઈસુએ કહ્યું,
1 آنگاه عیسی به مردم و شاگردان خود گفت:
2“યહૂદિ શાસ્ત્રીઓને તથા ફરોશીઓને મૂસાનો ઉ5દેશ તમને સમજાવવાનો અધિકાર છે.
2 «چون علما و فریسیان بر كرسی موسی نشسته‌اند،
3તેથી એ લોકો જે કહે તે પ્રમાણે વર્તજો અને તેમની આજ્ઞાનું પાલન કરજો. પરંતુ તે લોકો જે કરે છે તે પ્રમાણે તમે ન કરતા. હું એટલા માટે કહું છું કે, તેઓ જે ઉપદેશ આપે છે તે પ્રમાણે તેઓ પોતે વર્તતા નથી.
3 شما باید به هرچه آنها می‌گویند گوش دهید و مطابق آن عمل نمایید امّا از کارهای آنان پیروی نكنید، زیرا خود آنها آنچه می‌گویند، نمی‌کنند.
4તેઓ એવા કડક નિયમો બનાવે છે કે લોકોને પાળવા મુશ્કેલ પડે છે. તે બીજા લોકોને નિયમોનું પાલન કરવા અનુરોધ કરે છે પરંતુ તે લોકો તેમાંનો એક પણ નિયમ પાળવા પ્રયત્ન કરતા નથી.
4 آنها بارهای سنگین را می‌بندند و بر دوش مردم می‌گذارند درحالی‌که خودشان حاضر نیستند برای بلند كردن آن بار حتّی انگشت خود را تكان دهند.
5“તેઓ સારા કામ એટલા માટે કરે છે કે લોકો તેઓને જુએ. તેઓ પવિત્ર દેખાવા માટે શાસ્ત્ર વચનોના શબ્દો સાથેની પેટીઓ લઈ લે છે અને સ્મરણપત્રોને પહોળા બનાવે છે અને પોતાના ઝભ્ભાની ઝૂલને લાંબી કરે છે જેથી લોકો તેમને ધર્માત્મા સમજે, જુએ.
5 هرچه می‌کنند برای تظاهر و خودنمایی است. دعاهای بسته شده به بازو و پیشانی خود را قطورتر و دامن ردای خویش را پهن‌تر می‌سازند.
6આવા ફરોશીઓ અને શાસ્ત્રીઓને જમણવારોમાં મહત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત કરવાનું ગમે છે અને સભાસ્થાનોમાં મુખ્ય સ્થાને બેસવાનુ ગમે છે.
6 آنها دوست دارند در صدر مجالس بنشینند و در کنیسه‌ها بهترین جا را داشته باشند
7બજારમાં લોકો તેમને માન આપે તે તેમને ગમે છે અને લોકો તેમને ‘ગુરું’ કહીને બોલાવે તેવુ તે ઈચ્છે છે.
7 و مردم در کوچه‌ها به آنها سلام نمایند و آنها را 'استاد' خطاب كنند.
8“પરંતુ તમે ‘ગુરું’ ન કહેવાઓ કારણ તમારો ગુરું તો એક જ છે અને તમે બધા તો ભાઈ બહેન છો.
8 امّا شما نباید 'استاد' خوانده شوید، زیرا شما یک استاد دارید و همهٔ شما برادر هستید.
9તમારામાંથી કોઈને પણ આ પૃથ્વી પર ‘પિતા’ ન કહો કારણ તમારો પિતા તો એક જ છે અને તે આકાશમાં છે.
9 هیچ‌کس را بر روی زمین پدر نخوانید، زیرا شما یک پدر دارید، یعنی همان پدر آسمانی.
10તમે ‘સ્વામી’ પણ ન કહેવાઓ, કારણ તમારો સ્વામી તો ફક્ત એક જ છે અને તે માત્ર ખ્રિસ્ત, જે તમારા સ્વામી છે.
10 و نباید 'پیشوا' خوانده شوید زیرا شما یک پیشوا دارید كه مسیح است.
11તમારામાં મહત્વપૂર્ણ વ્યક્તિ એ હશે કે જે તમારો સેવક બનશે.
11 کسی در میان شما از همه بزرگتر است كه خادم همه باشد.
12જે પોતાની જાતને બીજા કરતા ઊંચો કરશે તેઓને નીચા કરવામાં આવશે. અને જેઓ પોતાને નીચો કરશે તેઓને ઊંચા કરવામાં આવશે.
12 زیرا هرکه خود را بزرگ سازد حقیر خواهد شد و هرکه خود را فروتن سازد به بزرگی خواهد رسید.
13“હે શાસ્ત્રીઓ અને ફરોશીઓ, તમને અફસોસ છે, તમે ઢોંગી છો, કારણ તમે આકાશના રાજ્યના દરવાજા લોકો માટે બંધ કરો છો. તમે પોતે આકાશના રાજ્યમાં પ્રવેશ કરતા નથી, અને જેઓ આકાશના રાજ્યમાં પ્રવેશ કરવા પ્રયત્ન કરે છે તેમને જવા દેતા નથી.
13 «وای بر شما ای علما و فریسیان ریاكار! شما درهای پادشاهی آسمان را بر روی مردم می‌بندید، خودتان وارد نمی‌شوید و دیگران را هم كه می‌خواهند وارد شوند، باز می‌دارید. [
14અરે, ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ; ઢોંગીઓ, તમને અફસોસ છે! કારણ કે તમે વિધવાઓની મિલકત હડપ કરી જાઓ છો અને ઢોંગ કરીને લાંબી પ્રાર્થનાઓ કરો છો તે માટે તમને સખત સજા થશે.
14 وای بر شما ای علما و فریسیان ریاكار، شما مال بیوه زنها را می‌بلعید و حال آنكه محض خودنمایی نماز خود را طول می‌دهید، به این جهت شما شدید‌ترین كیفرها را خواهید دید.]
15“ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! તમારા માર્ગોને એક વ્યક્તિ અનુસરે માટે તમે સમુદ્ર તથા પૃથ્વી ફરી વળો છો; જ્યારે તમને તે વ્યક્તિ મળે છે ત્યારે તમે તેને પોતા કરતાં બમણો નરકનો દીકરો બનાવો છો!
15 «وای بر شما ای علما و فریسیان ریاكار، شما دریا و خشكی را طی می‌كنید تا کسی را پیدا كنید كه دین شما را بپذیرد. و وقتی‌که موفّق شدید، او را دو برابر بدتر از خودتان سزاوار جهنّم می‌سازید.
16“ઓ અંધ આગેવાનો તમારી કેવી દુર્દશા થશે? તમારો નિયમ છે કે જો કોઈ પ્રભુ મંદિરના નામે સમ લે તો કાંઈ વાંધો નહિં, અને એ ના પાળે તો પણ ચાલે પણ મંદિરના સોનાના નામે સમ લે તો પછી તેણે તેના સમ પાળવા જોઈએ.
16 «وای بر شما ای راهنمایان كور، شما می‌گویید: اگر کسی به معبد بزرگ سوگند بخورد چیزی نیست، امّا اگر به طلاهای معبد بزرگ سوگند بخورد، موظّف است به سوگند خود وفا كند.
17અરે ઓ અંધ મૂર્ખાઓ! વધારે મોટુ કયું, સોનું કે મંદિર? ‘મંદિર મોટું છે કારણ એ મંદિરને લીધે સોનું પવિત્ર બન્યું છે.
17 ای احمقان و ای كوران، كدام مهمتر است، طلا، یا معبد بزرگ كه طلا را تقدیس می‌كند؟
18“તમે એ પણ કહો છો, ‘કોઈ વેદીના સમ ખાય તો તે અગત્યનું નથી પરંતુ જો વેદી પર ચઢાવેલ વસ્તુના સમ ખાય તો તેણે તે સમ પાળવા જ જોઈએ.
18 شما می‌گویید: هرگاه کسی به قربانگاه سوگند بخورد چیزی نیست امّا اگر به هدایایی كه در قربانگاه قرار دارد، سوگند بخورد موظّف است به آن عمل كند.
19અરે અંધજનો, કોણ મોટું, વેદી પર ચઢાવેલી વસ્તુ કે વેદી? જે અર્પણને પવિત્ર બનાવે છે?
19 ای كوران! كدام مهمتر است، هدایا، یا قربانگاهی كه هدایا را تقدیس می‌كند؟
20તેથી જે કોઈ વેદીના સમ લે છે તે તેના તથા તેના પર મૂકેલ દરેક વસ્તુના સમ લે છે.
20 کسی‌که به قربانگاه سوگند یاد می‌كند به آن و به هرچه بر روی آن است، سوگند می‌خورد
21જે મંદિરના સમ લે છે તે તેની સાથે મંદિરમાં રહે છે તેના પણ સમ લે છે.
21 و کسی‌که به معبد بزرگ سوگند می‌خورد به آن و به خدایی كه در آن ساكن است، سوگند خورده است.
22અને જે આકાશના સમ લે છે તે દેવના રાજ્યાસનની સાથે એ રાજ્યાસન પર બેસનારના પણ સમ લે છે.
22 و هرگاه کسی به آسمان سوگند بخورد، به تخت خدا و آن‌کس كه بر آن می‌نشیند سوگند خورده است.
23“ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! તમે તમારી પાસે જે કાંઈ ફુદીનાનો, સૂવાનો, તથા જીરાનો દશમો ભાગ છે તે દેવને આપો છો. પરંતુ તમે વધારે નિયમશાસ્ત્રની મોટી વાતોનું પાલન કરતા નથી. તમે ન્યાયીકરણ, દયા અને વિશ્વાસની અવગણના કરો છો. તમારે આ બીજી બાબતોની ઉપેક્ષા કર્યા વિના તમારે આ બધાનું પાલન કરવું જોઈએ.
23 «وای بر شما ای علما و فریسیان ریاكار، شما از نعناع و شوید و زیره ده‌یک می‌دهید، امّا مهمترین احكام شریعت را كه عدالت و رحمت و صداقت است، نادیده گرفته‌اید. شما باید اینها را انجام دهید و در عین حال از انجام سایر احكام نیز غفلت نكنید.
24તમે લોકોને માર્ગદર્શન આપો છો, પણ તમે પોતે જ આંધળા છો! તમે તમારા પીણામાંથી માખી દૂર કરો છો પણ ઊંટને ગળી જાઓ છો.
24 ای راهنمایان كور كه پشه را صافی می‌کنید و شتر را می‌بلعید.
25“અરે ઢોંગી, યહૂદિ શાસ્ત્રીઓ અને ફરોશીઓ તમને અફસોસ છે! તમે તમારી વાટકીઓ, થાળીઓ બહારથી સાફ કરી રાખો છો, પરંતુ તમે તમારા પોતાના સંતોષ માટે લોકોને છેતરીને તેની અંદર જુલ્મ તથા અન્યાય ભરો છો.
25 «وای بر شما ای علما و فریسیان ریاكار، شما بیرون پیاله و بشقاب را پاک می‌کنید درحالی‌که درون آن از ظلم و ناپرهیزی پُر است
26ઓ આંધળા ફરોશી, પહેલા તું તારા થાળી વાટકા અંદરથી સાફ કર તો તેની સાથે સાથે વાસણ બહારથી પણ સ્વચ્છ થઈ જશે.
26 ای فریسی كور، اول درون پیاله را پاک كن كه در آن صورت بیرون آن هم پاک خواهد بود.
27“અરે ઢોંગી, યહૂદિ શાસ્ત્રીઓ અને ફરોશીઓ તમને અફસોસ છે! કે તમે સફેદ ધોળેલી કબર જેવા છો. કારણ કે તે બહારથી સુંદર દેખાય છે પણ અંદરથી મરણ પામેલા લોકોનાં હાડકાઓ અને બધીજ જાતનો ગંદવાડ ભરેલો છે.
27 «وای بر شما ای علما و فریسیان ریاكار، شما مثل مقبره‌های سفید شده‌ای هستید كه ظاهری زیبا دارند، امّا داخل آنها پر از استخوانهای مردگان و انواع كثافات است!
28એવું જ તમારા માટે છે. લોકો તમને બહારથી જુએ છે તો તમે ન્યાયી જેવા દેખાવ છો. પણ અંદરથી તો તમે ઢોંગથી ભરેલા દુષ્ટ છો.
28 شما هم همین‌طور ظاهراً مردمانی درستكار ولی در باطن پر از ریاكاری و شرارت هستید.
29“અરે ઢોંગી, યહૂદિ શાસ્ત્રી અને ફરોશીઓ, તમને અફસોસ છે! કે તમે પ્રબોધકો માટે કબરો બનાવો છો અને ન્યાયી લોકોની કબરો શણગારો છો.
29 «وای بر شما ای علما و فریسیان ریاكار، شما مقبره‌های انبیا را می‌سازید و بناهایی را كه به یادبود مقدّسین ساخته شده، تزئین می‌کنید
30અને કહો છો, ‘જો પૂર્વજોના સમયમાં અમે હોત તો આ પ્રબોધકોને મારી નાખવા જરાપણ મદદ ન કરી હોત.’
30 و می‌گویید: 'اگر ما در زمان نیاکان خود زنده بودیم، هرگز با آنان در قتل انبیا شركت نمی‌کردیم.'
31એટલે તમે એ સ્વીકારો છો કે જે લોકોએ પ્રબોધકોને મારી નાખ્યા છે તેમના જ તમે સંતાનો છો.
31 به این ترتیب تصدیق می‌کنید كه فرزندان کسانی هستید كه انبیا را به قتل رسانیده‌اند.
32તેઓના પગલે ચાલીને અને તમારા બાપદાદાઓનાં પાપ પૂરા કરશો!
32 پس بروید و آنچه را كه نیاکانتان شروع كردند به اتمام رسانید.
33“ઓ સર્પો! સર્પોના વંશ! તમે નરકના દંડમાંથી કેવી રીતે બચી શકશો!
33 ای ماران، ای افعی‌زادگان، شما چگونه از مجازات دوزخ می‌گریزید؟
34આથી હું તમારી પાસે પ્રબોધકને તથા જ્ઞાનીઓ તથા શાસ્ત્રીઓને મોકલું છું. તેઓમાંના કેટલાકને તમે વધસ્તંભે જડશો અને કેટલાકને મારી નાખશો. કેટલાકને તમે તમારા સભાસ્થાનોમાં કોરડા મારશો અને ગામેગામ તેઓની પાછળ પડશો.
34 به این جهت من انبیا و حكما و علما را برای شما می‌فرستم، امّا شما بعضی را می‌کشید و مصلوب می‌کنید و بعضی را هم در كنیسه‌هایتان تازیانه می‌زنید و شهر به شهر می‌رانید
35“તેથી તમે પૃથ્વી પર સારી વ્યક્તિઓને મારી નાખવા માટે ગુનેગાર ઠરશો, ન્યાયી હાબેલને મારી નાખવામાં આવ્યો. તેનાથી માંડી બેરખ્યાના દીકરા ઝખાર્યાને મંદિરની તથા હોમવેદીની વચ્ચે મારી નાખવામાં આવ્યો. તેથી હાબેલ અને ઝખાર્યાના સમયમાં જે બધા સારા લોકો રહેતા હતા તેના મરણ માટે તમે ગુનેગાર છો.
35 و از این جهت خون همهٔ نیک‌مردان خدا كه بر زمین ریخته شده، برگردن شما خواهد بود، از هابیل معصوم گرفته تا زكریا فرزند برخیا كه او را در بین اندرون مقدّس معبد بزرگ و قربانگاه كشتید.
36હું તમને સાચે જ કહું છું. આ બધી વસ્તુઓ માટે આ પેઢીના લોકોને ભોગવવું જ પડશે.
36 در حقیقت به شما می‌گویم گناه تمام این كارها به گردن این نسل خواهد بود.
37“ઓ યરૂશાલેમ, યરૂશાલેમ! પ્રબોધકોને મારી નાખનાર અને દેવના પ્રેરિતોને પથ્થરોથી મારી નાખનાર, હું ઘણીવાર તમારાં બાળકોને ભેગા કરવા ઈચ્છતો હતો, જેમ મરઘી પોતાના બચ્ચોઓને પાંખો તળે એકઠાં કરે છે, પણ તમે એવું ઈચ્છયું નહિ.
37 «ای اورشلیم، ای اورشلیم، ای شهری كه انبیا را به قتل رسانیدی و رسولانی را كه به نزد تو فرستاده شدند سنگسار كردی! چه بسیار اوقاتی كه آرزو كردم مانند مرغی كه جوجه‌های خود را زیر پر و بال خود جمع می‌کند، فرزندان تو را به دور خود جمع كنم؛ امّا تو نخواستی.
38હવે તારું મંદિર પૂરેપૂરું ઉજજડ થઈ જશે.
38 اكنون خانهٔ شما متروک به شما واگذار خواهد شد! و بدانید كه دیگر هرگز مرا نخواهید دید تا روزی كه بگویید: مبارک است کسی‌که به نام خدا می‌آید.»
39હું તને કહું છું, ‘પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે’ એવું તમે નહિ કહો ત્યાં સુધી તમે મને ફરી કદી જોશો નહિ.”
39 و بدانید كه دیگر هرگز مرا نخواهید دید تا روزی كه بگویید: مبارک است کسی‌که به نام خدا می‌آید.»