Gujarati: NT

Persian

Matthew

5

1ઈસુએ ત્યાં ઘણા લોકોને જોયા. તેથી તે ટેકરીના ઊચા ભાગ ઉપર જઈ બેસી ગયો, ત્યાં તેની પાસે તેના શિષ્યો આવ્યાં.
1 وقتی عیسی جمعیّت زیادی را دید، به بالای كوهی رفت و در آنجا نشست و شاگردانش به نزد او آمدند
2ઈસુએ લોકોને ઉપદેશ આપતા આ પ્રમાણે કહ્યું:
2 و او دهان خود را گشوده به آنان چنین تعلیم داد:
3“જેઓ જાણે છે કે તેઓને આધ્યાત્મિક બાબતોની જરૂરિયાતો છે તેઓને ધન્ય છે. કારણ કે આકાશનું રાજ્ય તેમના માટે છે.
3 «خوشا به حال کسانی‌که از فقر روحی خود آگاهند زیرا، پادشاهی آسمان از آن ایشان است.
4જેઓ શોક કરી રહ્યા છે તેઓને ધન્ય છે. કારણ કે તેઓને દેવ દિલાસો આપશે.
4 «خوشا به حال ماتم‌زدگان، زیرا ایشان تسلّی خواهند یافت.
5જેઓ નમ્ર છે તેઓને પણ ધન્ય છે. કેમ કે તેઓ પૃથ્વીનું વતન પામશે.
5 «خوشا به حال فروتنان، زیرا ایشان مالک جهان خواهند شد.
6બીજી કોઈપણ બાબત કરતાં જે યોગ્ય છે તે કરવાની જેઓની વધુ ઈચ્છા છે, તેઓને ધન્ય છે. કેમ કે તેઓની ઈચ્છા દેવ પૂર્ણ કરશે અને તેમને સંતોષ આપશે.
6 «خوشا به حال کسانی‌که گرسنه و تشنهٔ نیكی خدایی هستند، زیرا ایشان سیر خواهند شد.
7જેઓ દયાળુ છે તેઓને ધન્ય છે. કેમ કે તેઓના પ્રત્યે દયા દર્શાવવામાં આવશે.
7 «خوشا به حال رحم‌كنندگان، زیرا ایشان رحمت را خواهند دید.
8જેઓના વિચારો શુદ્ધ છે તેઓને પણ ધન્ય છે. કારણ કે તેઓને દેવના દર્શન થશે.
8 «خوشا به حال پاکدلان، زیرا ایشان خدا را خواهند دید.
9જેઓ શાંતિ માટે કાર્ય કરે છે તેઓને પણ ધન્ય છે. કારણ કે તેઓ દેવના દીકરાં કહેવાશે.
9 «خوشا به حال صلح‌كنندگان، زیرا ایشان فرزندان خدا خوانده خواهند شد.
10સત્કર્મો કરવાને લીધે જેઓના ઉપર જુલ્મ ગુજારવામાં આવેલો છે તેઓને ધન્ય છે. કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે.
10 «خوشا به حال کسانی‌که در راه نیكی آزار می‌بینند، زیرا پادشاهی آسمان از آن ایشان است.
11“તમે મારા શિષ્યો છો માટે લોકો તમારા વિષે ખરાબ બોલે, તમારી ઉપર જુલ્મ ગુજારે કે તમારા વિરૂદ્દ જુઠ્ઠાણું લાવે તો પણ તમને ધન્ય છે.
11 «خوشحال باشید اگر به‌خاطر من به شما اهانت می‌کنند و آزار می‌رسانند و به ناحق هرگونه افترایی به شما می‌زنند.
12ખૂબજ પ્રસન્ન રહો અને આનંદમાં રહો કારણ આકાશમાં તમને ખૂબજ મોટો બદલો મળશે. યાદ રાખજો કે તમારી અગાઉના પ્રબોધકો ઉપર જુલ્મ ગુજારાયો હતો.
12 خوشحال باشید و بسیار شادی كنید، زیرا پاداش شما در آسمان عظیم است، چون همین‌طور به انبیای قبل از شما نیز آزار می‌رسانیدند.
13“તમે જગતનું મીઠું છો. પરંતુ મીઠું જો એનો સ્વાદ ત્યજી દેશે તો પછી તે ફરીથી ખારાશવાળું નહિ જ થઈ શકે. જો મીઠું તેનો સ્વાદ ગુમાવી દેશે તો તે નકામું છે એમ સમજીને તેને ફેંકી દેવાશે અને લોકો તેને પગ તળે છુંદી નાખશે.
13 «شما نمک جهان هستید ولی هرگاه نمک مزهٔ خود را از دست بدهد، چگونه می‌توان آن را بار دیگر نمكین ساخت؟ دیگر مصرفی ندارد، جز آنكه بیرون ریخته پایمال مردم شود.
14“તમે સ્વયં પ્રકાશ છો, જે આખા જગતને પ્રકાશિત કરે છે. પર્વત ઉપર બાંધેલ નગરને છુપાવી શકાતું નથી, તેને દરેક જણ જોઈ શકે છે.
14 «شما نور جهان هستید. نمی‌توان شهری را كه بر كوهی بنا شده است، پنهان كرد.
15અને લોકો દીવો સળગાવીને પછી તેને વાટકા નીચે મૂકતા નથી, પણ તેઓ તેને દીવી પર મૂકે છે પછી તે દીવો ઘરમાં જે બધા લોકો રહે છે તેમને પ્રકાશ આપે છે.
15 هیچ‌کس چراغ روشن نمی‌کند كه آن را زیر سرپوش بگذارد، بلكه آن را بر چراغ‌پایه قرار می‌دهد تا به تمام ساكنان خانه نور دهد.
16તે રીતે તમારે પણ બીજા લોકોને પ્રકાશ આપવો જોઈએ. જેથી તેઓ તમારી રૂડી કરણીઓ જોઈને લોકો તમારા આકાશમાં બાપની સ્તુતિ કરે.
16 نور شما نیز باید همین‌طور در برابر مردم بتابد تا كارهای نیک شما را ببینند و پدر آسمانی شما را ستایش نمایند.
17“એવું ના માનશો કે હું મૂસાના નિમયશાસ્ત્રનો કે પ્રબોધકોના ઉપદેશોનો નાશ કરવા આવ્યો છું. હું તેના ઉપદેશોનો નાશ કરવા માટે નહિ પરંતુ તેનો પૂરો અર્થ સમજાવવા આવ્યો છું.
17 «فكر نكنید كه من آمده‌ام تا تورات و نوشته‌های انبیا را منسوخ نمایم. نیامده‌ام تا منسوخ كنم، بلكه تا به كمال برسانم.
18હું તમને સત્ય કહું છું કે જ્યાં સુધી આકાશ તથા પૃથ્વી જતાં રહે ત્યાં સુધી કશું જ અદ્રશ્ય થઈ શકશે નહિ, આવું બનશે નહિ (વિનાશ સજાર્શે નહિ) ત્યાં સુધી નિમયશાસ્ત્રમાંથી એક કાનો અથવા એક માત્રા જતો રહેશે નહિ.
18 یقین بدانید كه تا آسمان و زمین بر جای هستند، هیچ حرف و نقطه‌ای از تورات از بین نخواهد رفت تا همهٔ آن به انجام برسد.
19“મનુષ્યે નિયમની દરેક આજ્ઞાઓનું પાલન કરવું જોઈએ પછી ભલે તે આજ્ઞાની કોઈ અગત્યતા ન જણાય. મનુષ્ય જો આજ્ઞાઓનું પાલન કરવાની ના પાડશે અને બીજાઓને તેમ કરવા શીખવશે તો આકાશના રાજ્યમાં તે મનુષ્ય બીન મહત્વનો ગણાશે. જેઓ નિયમ અને નિયમશાસ્ત્રનું પાલન કરશે તેમજ બીજા લોકોને તેનું પાલન કરવા જણાવશે, તેઓ આકાશના રાજ્યમાં મહાન હશે.
19 پس هرگاه کسی حتّی كوچكترین احكام شریعت را بشكند و به دیگران چنین تعلیم دهد در پادشاهی آسمان پست‌ترین فرد محسوب خواهد شد. حال آنكه هرکس شریعت را نگاه دارد و به دیگران نیز چنین تعلیم دهد، در پادشاهی آسمان بزرگ خوانده خواهد شد.
20હું તમને જણાવું છું કે તમારે શાસ્ત્રીઓ અને ફરોશીઓ કરતાં દેવને જેની જરૂર છે તે માટે કઈક વધુ સારું કરનારા થવું જોઈએ નહિ તો તમે આકાશના રાજ્યમાં દાખલ પણ થઈ શકશો નહિ.
20 بدانید كه تا نیكی شما از نیكی علما و فریسیان بیشتر نباشد، به پادشاهی آسمان وارد نخواهید شد.
21“તમે સાંભળ્યુ હશે કે ઘણાં વર્ષો પહેલાં આપણા લોકોને એવું કહેવામાં આવ્યું છે કે ‘કોઈપણ મનુષ્યની હત્યા ન કરે,’ જે મનુષ્યની હત્યા કરે છે તેનો ન્યાય થશે અને તે અપરાધી ઠરવાના જોખમમાં પડશે.’
21 «شنیده‌اید كه در قدیم به مردم گفته شد: 'قتل نكن و هرکس مرتكب قتل شود محكوم خواهد شد.'
22પણ હું તમને કહું છું કે, બીજા ઉપર ક્રોધીત ના થાવ, દરેક તમારો ભાઈ છે. જો તમે બીજા કોઈ ઉપર ક્રોધ કરશો તો તમારો ન્યાય ન્યાયસભામાં થશે. બીજી કોઈ વ્યક્તિ સાથે બીજા માટે ખરાબ બોલશે તો તમારો યહૂદીના દરબારમાં ન્યાય થશે. જો તમે બીજાને મૂર્ખ કહેશો તો તમારે નરકની આગના ભયમાં મૂકાવું પડશે.
22 امّا من به شما می‌گویم: هرکس نسبت به برادر خود عصبانی شود، محكوم خواهد شد و هرکه برادر خود را ابلَه بخواند، به دادگاه برده خواهد شد و اگر او را 'احمق' بخواند مستوجب آتش جهنم خواهد بود.
23“તમે અર્પણવેદી ઉપર દેવને અર્પણ આપો ત્યારે બીજા લોકોનો વિચાર કરો, અને જો તને યાદ આવે કે તારા ભાઈને તારી વિરૂદ્ધ કોઈ ફરિયાદ છે.
23 پس اگر هدیهٔ خود را به قربانگاه ببری و در آنجا به‌خاطر بیاوری كه برادرت از تو شكایتی دارد،
24તો તારું અર્પણ વેદી આગળ રહેવા દે, અને પહેલા જઈને તેની સાથે સમાધાન કરી લે. અને પછી આવીને તારું અર્પણ ચઢાવ.
24 هدیهٔ خود را جلوی قربانگاه بگذار و اول برو با برادر خود آشتی كن و آنگاه برگرد و هدیهٔ خویش را تقدیم كن.
25“તારો દુશ્મન તને ન્યાયસભામાં લઈ જાય તો ત્વરીત તેની સાથે મિત્રતા કર, આ તારે ન્યાયસભામાં જતાં પહેલા કરવું અને જો તું તેનો મિત્ર નહિ થઈ શકે તો તે તને ન્યાયસભામાં ઘસડી જશે. અને ન્યાયાધીશ કદાચ તને અધિકારીને સુપ્રત કરશે અને તને જેલમાં નાખવામાં આવશે.
25 «با مدّعی خود وقتی‌که هنوز در راه دادگاه هستی صلح نما وگرنه آن مدّعی تو را به دست قاضی خواهد سپرد و قاضی تو را به دست زندانبان خواهد داد و به زندان خواهی افتاد.
26હું તને સત્ય કહું છું. જ્યાં સુધી તમે તમારું દેવું પૂરે પૂરું ચૂકવશો નહિ ત્યાં સુધી તમે જેલમાંથી છૂટી શકશો નહિ.
26 یقین بدان كه تا ریال آخر را نپردازی، آزاد نخواهی شد.
27“તમે સાંભળ્યું છે કે એમ કહેવામાં આવ્યું હતું: ‘વ્યભિચારનું પાપ કરવું નહિ.’
27 «شنیده‌اید كه گفته شده: 'زنا نكن'
28પરંતુ હું તમને જણાવું છું કે જો તમે કોઈ સ્ત્રીને પામવાની ઈચ્છાથી તેના તરફ નજર કરો તો તમે તમારા મનથી તેની સાથે વ્યભિચાર કર્યો છે.
28 امّا من به شما می‌گویم هرگاه مردی از روی شهوت به زنی نگاه كند در دل خود با او زنا كرده است.
29જો તમારી જમણી આંખ તમને પાપ કરવા પ્રેરે તો તેને કાઢીને ફેંકી દો. તમારું આખું શરીર નરકમાં ધકેલાય તેના કરતાં તમારા શરીરનો એક ભાગ ગુમાવવો તે વધુ હિતાવહ છે.
29 پس اگر چشم راست تو باعث گمراهی تو می‌شود، آن را بیرون آور و دورانداز؛ زیرا بهتر است كه عضوی از بدن خود را از دست بدهی تا اینكه با تمام بدن به جهنم افكنده شوی.
30જો તમારો જમણો હાથ તમને પાપ કરવા પ્રેરે તો તેને કાપીને ફેંકી દો. આખુ શરીર નરકમાં ધકેલાય તેના કરતાં તમારા શરીરનો એક ભાગ ગુમાવવો તે તમારા માટે વધુ હિતાવહ છે.
30 اگر دست راستت تو را گمراه می‌سازد، آن را ببر و دور انداز؛ زیرا بهتر است كه عضوی از بدن خود را از دست بدهی تا اینكه با تمام بدن به جهنم بیفتی.
31“એમ પણ કહેવામાં આવ્યું હતું, ‘જે માણસ તેની પત્નીને છૂટા છેડા આપે તેણે તેને છૂટા છેડાનું લેખિત નિવેદન આપવું જોઈએ.
31 «همچنین گفته شده: 'هرگاه مردی زن خود را طلاق دهد، باید طلاقنامه‌ای به او بدهد.'
32પરંતુ હું તમને કહું છું કે જે માણસ તેની પત્નીને છૂટા છેડા આપે છે તે તેને વ્યભિચારનું પાપ કરવા પ્રેરે છે. પુરુંષને માટે તેની પત્નીને છૂટા છેડા આપવા માટેનું એક માત્ર કારણ એ છે કે તેને બીજા કોઈ પુરુંષ સાથે વ્યભિચાર કર્યો હોય. અને એવી છૂટા છેડા વાળી સ્ત્રીને પરણનાર કોઈપણ માણસ વ્યભિચારનું પાપ કરે છે.
32 امّا من به شما می‌گویم: هرگاه کسی زن خود را جز به علّت زنا طلاق دهد، او را به زنا كاری می‌کشاند و هرکس با چنین زنی ازدواج نماید، زنا می‌کند.
33“તમે સાંભળ્યું કે આપણા પૂર્વજોને એ પણ કહેવામાં આવ્યું હતું કે, ‘તમે પ્રભુના નામે લીધેલા સમનો ભંગ કરશો નહિ.’ પ્રભુને જે વચન આપ્યું છે તે હમેશા અવશ્ય પાળો.
33 «همچنین شنیده‌اید كه در قدیم به مردم گفته شده: 'قسم دروغ نخور و به هر سوگندی كه به نام خداوند یاد کرده‌ای عمل نما.'
34પણ હું તમને કહું છું કે, કદી સમ ન ખાઓ, કદી આકાશના નામે સમ ના ખાઓ કારણ કે આકાશ તો દેવનું રાજ્યાસન છે.
34 امّا من می‌گویم به هیچ وجه قسم یاد نكن، نه به آسمان زیرا كه عرش خداست،
35પૃથ્વીના નામે કદી સમ ખાઓ નહિ કારણ કે પૃથ્વી દેવનું પાયાસન છે. અને યરૂશાલેમના નામે પણ સમ ન ખાઓ કારણ એ મહાન રાજાનું શહેર છે.
35 نه به زمین زیرا كه پای‌انداز اوست، نه به اورشلیم زیرا كه شهر آن پادشاه بزرگ است
36તમારા માથાના પણ સમ ન ખાઓ. તમે માથાના એક પણ વાળને સફેદ કે કાળો કરી શકશો નહિ.
36 و نه به سر خود، زیرا قادر نیستی مویی از آن را سیاه یا سفید کنی.
37ફક્ત ‘હા’ કે ‘ના’ કહો એટલું પૂરતું છે. તમે તેમાં જે કંઈ ઉમેરશો તો તે ભૂંડાથી આવેલું છે.
37 سخن شما فقط بلی یا خیر باشد. زیاده بر این از شیطان است.
38“તમે સાંભળ્યું કે એમ કહેવાયુ હતુ, ‘આંખ ને બદલે આંખ અને દાંત ને બદલે દાંત.’
38 «شنیده‌اید كه گفته شده: 'چشم به عوض چشم و دندان به عوض دندان.'
39પરંતુ હું તમને કહું છું કે દુષ્ટ વ્યક્તિનો પ્રતિકાર ન કરો. જો તમને કોઈ જમણા ગાલ પર તમાચો મારે, તો તમારે બીજો ગાલ દરવો.
39 امّا من به شما می‌گویم به کسی‌که به تو بدی می‌کند بدی نكن و اگر کسی بر گونهٔ راست تو سیلی می‌زند، گونهٔ دیگر خود را به طرف او بگردان.
40જો તમારું ખમીસ લઈ લેવા માટેનો દાવો કરીને તમને કોઈ ન્યાયસભામાં લઈ જવા ઈચ્છે તો તમારો કોટ પણ તેને આપી દો.
40 هرگاه کسی تو را برای گرفتن پیراهنت به دادگاه بكشاند، كت خود را هم به او ببخش.
41જો કોઈ સૈનિક તમને તેની સાથે એક માઈલ ચાલવા બળજબરી કરે તો તમે તેની સાથે બે માઈલ ચાલો.
41 هرگاه شخصی تو را به پیمودن یک کیلومتر راه مجبور نماید دو کیلومتر با او برو.
42જો કોઈ તમારી પાસે કંઈક માગે તો તેને અવશ્ય આપો, તમારી પાસે કોઈ ઉછીનું માંગવા આવ તો ના પાડશો નહિ.
42 به کسی‌که از تو چیزی می‌خواهد ببخش و از کسی‌که تقاضای قرض می‌کند، روی نگردان.
43“તમે સાંભળ્યું કે એમ કહેવાયું હતું કે, ‘તું તારા પડોશીને પ્રેમ કર અને દુશ્મનને ધિક્કાર.’
43 «شنیده‌اید كه: 'همسایه‌ات را دوست بدار و با دشمن خویش دشمنی كن.'
44પણ હું તમને કહું છું કે તમારા દુશ્મનોને પ્રેમ કરો અને જેઓ તમારા ઉપર જુલ્મ કરે છે તેમના માટે પ્રાર્થના કરો.
44 امّا من به شما می‌گویم دشمنان خود را دوست بدارید و برای کسانی‌که به شما آزار می‌رسانند دعا كنید.
45જો તમે આ પ્રમાણે કરશો તો તમે આકાશમાં રહેલા તમારા પિતાના સાચા દીકરા ગણાશો અને તમારા પિતા, સૂર્યનો પ્રકાશ ભલા અને ભૂંડા લોકો માટે મોકલે છે. વરસાદ પણ ભલૂં કરનાર અને ભૂંડુ કરનાર માટે મોકલે છે.
45 به این وسیله شما فرزندان پدر آسمانی خود خواهید شد، چون او آفتاب خود را بر بدان و نیكان، یكسان می‌تاباند و باران خود را بر درستكاران و بدكاران می‌باراند.
46જે તમને પ્રેમ કરે છે તેમને તમે પ્રેમ કરશો તો તમને કોઈક બદલો મળશે. દાણીએ પણ આમ જ કરે છે.
46 اگر فقط کسانی را دوست بدارید كه شما را دوست دارند، چه اجری دارید؟ مگر باجگیران همین كار را نمی‌كنند؟
47જો તમે તમારા મિત્રો પ્રત્યે સારા હશો તો તમે બીજા કરતા સારા નહિ ગણાવ, જે લોકો દેવ વિનાના છે તે પણ તેમના મિત્રો માટે સારા છે.
47 اگر فقط به دوستان خود سلام كنید چه كار فوق‌العاده‌ای کرده‌اید؟ مگر بی‌دینان همین كار را نمی‌کنند؟ پس شما باید كامل باشید همان‌طور كه پدر آسمانی شما كامل است.
48એટલે આકાશમાં રહેલા તમારા પિતા જેટલા પરિપૂર્ણ છે તેટલા તમારે પણ પરિપૂર્ણ થવુ જોઈએ.
48 پس شما باید كامل باشید همان‌طور كه پدر آسمانی شما كامل است.