1મારા પ્રિય ભાઈઓ અને બહેનો, હું તમને ચાહું છું અને તમને મળવા ઈચ્છુ છું. તમારા કારણે મને આનંદ થાય છે અને મને તમારું ગૌરવ છે. મારા કહ્યા પ્રમાણે તમે પ્રભુને અનુસરવાનુ ચાલુ રાખજો.
1
بنابراین ای دوستان عزیز، مشتاق دیدار شما هستم. شما مایهٔ شادی و افتخار من هستید. ای عزیزان، همچنان در اتّحاد خود با خداوند استوار باشید.
2હું યૂવદિયા અને સુન્તુખેને, પ્રભુમાં એક ચિત્તના થવા કહું છું.
2
از «افودیه» و «سینتیخی» خواهران خود در خداوند استدعا دارم كه با یكدیگر صلح و سازش كنند.
3અને તમે મારા મિત્રો જેણે મારી સાથે વફાદારીપૂર્વક સેવા કરી છે, તેથી આ સ્ત્રીઓને મદદ કરવાનું હું તમને કહું છું. આ સ્ત્રીઓએ સુવાર્તાના પ્રચારમાં મારી સાથે કામ કર્યુ છે. તેઓ કલેમેન્ત અને બીજા લોકો જે મારી સાથે કામ કરતાં હતા તેઓની સાથે કામ કર્યુ છે. જીવનના પુસ્તકમા તેઓનાં નામ લખાઈ ચુક્યાં છે.
3
و از تو ای همكار صمیمی، تقاضا میکنم كه این دو زن را كمک كنی، زیرا نام آنها، با «كلیمانتوس» و سایر همكاران من كه در انتشار انجیل تلاش کردهاند، در دفتر حیات ثبت شده است.
4પ્રભુમાં સદા આનંદ કરો; હું ફરીથી કહું છું કે આનંદ કરો.
4
پیوسته در خداوند شاد باشید، باز هم میگویم شاد باشید!
5દરેક લોકોને જાણવા દો કે તમે નમ્ર અને માયાળુ છો. પ્રભુ જલદી આવે છે.
5
مهربانی و ملایمت شما در رفتارتان با دیگران آشكار باشد. آمدن خداوند نزدیک است!
6કશાની ચિતા ન કરશો. પરંતુ તમારે જે કોઈ જોઈએ છે તે દેવ પાસે માંગો અને પ્રાર્થના કરો. અને જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે હમેશા આભારસ્તુતિ સહિત તમારી અરજો દેવને જણાવો.
6
نگران هیچ چیز نباشید، بلكه همیشه در هر مورد با دعا و مناجات و سپاسگزاری تقاضاهای خود را در پیشگاه خدا ابراز نمایید.
7પ્રભુની શાંતિ ઈસુ ખ્રિસ્તમાં તમારા હૃદય અને મનનું રક્ષણ કરશે. તે શાંતિ એટલી મહાન છે કે જેને પ્રભુએ આપેલી છે જે આપણે સમજી શકીએ તેમ નથી.
7
و آرامش الهی كه بالاتر از فهم بشر است، دلها و افكار شما را در مسیح عیسی حفظ خواهد كرد.
8ભાઈઓ અને બહેનો, જે વસ્તુ સારી છે અને ધન્યવાદને પાત્ર છે તેના વિષે વિચારવાનું ચાલુ રાખો, જે વસ્તુઓ સત્ય છે, સન્માનીય છે, યથાર્થ અને શુદ્ધ છે, સુંદર અને આદરણીય છે તેનો જ વિચાર કરો.
8
در خاتمه ای دوستان، دربارهٔ هر آنچه راست، شریف، درست، پاک، دوست داشتنی، نیكنام و هرچه عالی و قابل ستایش است، بیندیشید.
9[This verse may not be a part of this translation]
9
تمام چیزهایی را كه از من آموختید و به دست آوردید، یعنی آنچه را از من شنیدید، سرمشق خود ساخته، به عمل آورید كه در این صورت خدایی كه منبع آرامش است، با شما خواهد بود.
10હું પ્રભુમાં ઘણો આનંદીત છું કે ફરીથી તમે મારી સંભાળ લો છો. તમે હમેશા મારી સંભાળ લીધી છે, પરંતુ તે દર્શાવી શકાઈ નથી.
10
حال كه پس از مدّتی دوباره مورد توجّه قرار گرفتهام، شادی عظیمی در خداوند یافتهام. البتّه شما همیشه نسبت به من علاقه و توجّه داشتهاید، امّا فرصت ابراز آن را نیافتید.
11મારે કશાની જરૂર છે તેથી હું તમને આમ નથી કહેતો, મારી પાસે જે કઈ છે અને જે કઈ બની રહ્યુ છે, તેનાથી સંતોષ મેળવવાનું હું શીખ્યો છુ.
11
من به احتیاجات شخصی خود اشاره نمیکنم، زیرا یاد گرفتهام در هر وضعی كه باشم، قناعت كنم.
12દરિદ્રી અને સમૃદ્ધ બને અવસ્થાઓમાં કેવી રીતે જીવવું તે હું જાણું છું, કોઈ પણ વખતે અને ગમે તેવા સંજોગોમાં આનંદી રહેવાનું શીખ્યો છું. મારી પાસે ખાવાને પૂરતું હોય કે ન હોય, આનંદી રહેવાનું હું શીખ્યો છું. મને જરૂરી બધી જ વસ્તુઓ મારી પાસે હોય કે ના હોય, હું આનંદી રહેવાનું જાણું છું.
12
من میدانم چگونه در فقر و بیچارگی و یا در سعادتمندی زندگی كنم. به رمز زیستن در سیری و گرسنگی، در فراوانی و نیازمندی پی بردهام.
13ખ્રિસ્તને કારણે આ બધું હું કરી શકું છું, કારણ કે તે મને આમ કરવાનું સાર્મથ્ય આપે છે.
13
من به وسیلهٔ مسیح كه مرا تقویت میکند، به انجام هر كاری قادر هستم.
14પરંતુ જ્યારે મારે મુશ્કેલીઓ હતી ત્યારે તમે મને મદદ કરી તે ઘણું સારું છે.
14
امّا شما لطف كرده شریک زحمات من شدید.
15તમે ફિલિપ્પીના લોકો યાદ કરો જ્યારે મેં ત્યાં સુવાર્તા આપવાની શરૂઆત કરેલી. મેં જ્યારે મકદોનિયા છોડ્યું ત્યારે તમારી એક જ મંડળી એવી હતી કે જેણે મને મદદ કરી.
15
خود شما ای فیلپیان، خوب میدانید كه در ابتدای انتشار انجیل وقتی من مقدونیه را ترک كردم، شما تنها كلیسایی بودید كه در قبول مسئولیّت دخل و خرج من با من همكاری كردید.
16હું જ્યારે થેસ્સાલોનિકામાં હતો ત્યારે મારે જરૂરી વસ્તુઓ તમે મને ઘણીવાર મોકલી.
16
حتّی زمانیکه در «تسالونیكی» بودم، یكی دو مرتبه مبلغی برای رفع احتیاجات من فرستادید.
17મારે ખરેખર તમારા તરફથી દાન નથી જોઈતું. પરંતુ આપવાથી જે સારું થાય છે તે તમને મળો તેમ હું ઈચ્છુ છું.
17
من طالب پول شما نیستم؛ بلكه میخواهم به پاداش نیكوكاری شما افزوده شود.
18મારી પાસે જરૂર કરતાં પણ વધારે છે. મારે જરૂરી બધી વસ્તુઓ છે કારણ કે એપાફદિતસ તમે આપેલ દાન લાવ્યો હતો. તમારું દાન દેવને ઘરેલું મધુર મહેકતા અર્પણ જેવું છે. દેવે તે અર્પણ સ્વીકાર્યુ અને પ્રસન્ન થયો.
18
اعانهٔ شما به دستم رسید و نه تنها كافی بلكه بیشتر از احتیاجاتم بود. هدیهای را كه توسط «اپفرودیتس» فرستادید، احتیاج مرا رفع كرده است. عطایای شما هدیهای خوشبو یعنی قربانی مقبول و پسندیدهٔ خداست
19ખ્રિસ્ત ઈસુના મહિમાથી મારો દેવ ઘણો સમૃદ્ધ થયો છે. પરંતુ ખ્રિસ્ત ઈસુમાં તેની સમૃદ્ધિનો ઉપયોગ તમને જરૂરી બધી વસ્તુઓ આપવામાં કરશે.
19
و خدای من همهٔ احتیاجات شما را با ثروت عظیم خود در مسیح عیسی رفع خواهد كرد.
20આપણા દેવ અને બાપને સર્વકાળ મહિમા હો. આમીન.
20
پدر ما خدا را تا به ابد جلال باد، آمین!
21ખ્રિસ્ત ઈસુમાં દેવના બધા જ સંતોને સલામ કહેજો. મારી સાથે જે ભાઈઓ છે તેઓ તમને ક્ષેમકુશળ કહે છે.
21
به همهٔ مقدّسینی كه به مسیح عیسی تعلّق دارند، سلام برسانید. ایماندارانی كه با من هستند به شما سلام میرسانند.
22દેવના બધા જ સંતો જે મારી સાથે છે તેઓ તમને ક્ષેમકુશળ કહે છે. બધા સંતોને અને કૈસરના ઘરનાં બધા વિશ્વાસીઓ તમને ક્ષેમકુશળ કહે છે.
22
همهٔ مقدّسین در اینجا و مخصوصاً ایماندارانی كه در دربار قیصر هستند، به شما سلام میرسانند.
فیض خداوند ما عیسی مسیح با روح شما باد.
23પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા (દયા) તમારી સાથે રહો. આમીન
23
فیض خداوند ما عیسی مسیح با روح شما باد.