Gujarati: NT

Persian

Revelation

3

1“સાદિર્સમાંની મંડળીના દૂતને આ લખ કે: “તે એક કે જેની પાસે સાત આત્મા અને સાત તારા છે તે તમને આ વાતો કહે છે. તું જે કામો કરે છે તે હું જાણું છું. લોકો કહે છે કે તું જીવે છે. પણ તું ખરેખર મૃત્યુ પામેલ છે .
1 «به فرشتهٔ كلیسای سارد بنویس: «این است سخنان آن کسی‌که دارای هفت روح خدا و هفت ستاره است. کارهای تو را می‌دانم و اگرچه همه می‌گویند تو زنده هستی ولی مرده‌ای.
2જાગૃત થા! હજુ જ્યારે તારે કંઈક છોડવાનું હોય તો તારી જાતને વધારે મજબૂત બનાવ. તે સંપૂર્ણ રીતે મૃત્યુ પામે તે પહેલા તારી જાતને વધુ મજબુત બનાવ. મેં શોધ્યું છે કે તું જે કામો કરે છે તે મારા દેવ માટે સંપૂર્ણ થયેલા નથી.
2 بیدار شو و آن چیزهایی را كه باقی مانده و نزدیک است از بین برود، تقویت كن، زیرا من هیچ‌یک از كارهایی كه پسندیدهٔ خداست، در تو نیافته‌ام.
3તેથી તને જે મળ્યુ છે અને તેં જે સાંભળ્યુ છે, તેને યાદ કર અને તેને અનુસર. ને પસ્તાવો કર. તારે જાગૃત થવું જોઈએ. અથવા હું તારી પાસે આવીશ અને તને ચોરની જેમ નવાઈ પમાડીશ. હું ક્યારે આવીશ તે તને માલૂમ પડશે નહિ.
3 پس آنچه را كه آموخته و شنیده‌ای به‌یاد آور و آن را محكم نگاه دار و توبه كن. اگر بیدار نشوی، من مانند دزد بر سر تو خواهم آمد و تو لحظهٔ آمدن مرا نخواهی دانست.
4“પણ તારા સમૂહમાં સાદિર્સમાં તારી પાસે થોડાં લોકો છે જેઓએ તેમની જાતને શુદ્ધ રાખી છે. તે લોકો મારી સાથે ફરશે. તેઓ ઊજળાં વસ્ત્રો પહેરશે કારણકે તેઓ લાયક છે.
4 امّا چند نفر در سارد داری كه لباسهای خود را نیالوده‌اند. آنان در لباس سفید با من راه خواهند رفت زیرا مستحق آن هستند.
5પ્રત્યેક વ્યક્તિ જે વિજય પ્રાપ્ત કરે છે તેને આ લોકોની જેમ ઊજળા વસ્ત્રો પહેરાવવામાં આવશે. હું તે વ્યક્તિનું નામ જીવનના પુસ્તકમાંથી કાઢી નાખીશ નહિ. હું મારા પિતા અને તેના દૂતોની આગળ કહીશ કે તે વ્યક્તિ મારી છે.
5 کسی‌که پیروز شود، به لباس سفید ملبّس خواهد شد و نامش را هرگز از كتاب حیات حذف نخواهم كرد و در پیشگاه پدر خود و فرشتگان، او را از آن خود خواهم دانست.
6પ્રત્યેક વ્યક્તિ જે આ વાતો સાંભળે છે તેણે આત્મા મંડળીઓને જે કહે છે તે સાંભળવું જોઈએ.
6 «ای کسانی‌که گوش دارید، آنچه را كه روح به كلیساها می‌گوید بشنوید!
7“ફિલાદેલ્ફિયામાંની મંડળીના દૂતને આ લખ કે: “જે એક પવિત્ર અને સત્ય છે તે તમને આ શબ્દો કહે છે. તેની પાસે દાઉદની ચાવી છે. જયારે તે કઈક ઉઘાડે છે, તે બંધ થઈ શકતું નથી. અને જયારે તે કંઈક બંધ કરે છે તે ઉઘાડી શકાતું નથી.
7 «به فرشتهٔ كلیسای فیلادلفیا بنویس: «این است سخنان آن قدّوس و صادق كه كلید داوود را به دست دارد. دری را كه او بگشاید نمی‌توان بست و هر دری را كه او ببندد نمی‌توان گشود.
8“તું જે કામો કરે છે તે હું જાણું છુ. મે તારી સમક્ષ બારણું ઉઘાડું મૂકયૂં છે. કોઈ પણ વ્યક્તિ તેને બંધ કરી શકે તેમ નથી. હું જાણું છું કે તું અશકત છે. પરંતુ તુ મારા ઉપદેશને અનુસર્યો છે. તું મારું નામ બોલતાં ડર્યો નથી.
8 من کارهای تو را می‌دانم و دری گشوده پیش روی تو قرار داده‌ام كه هیچ‌کس نمی‌تواند آن را ببندد؛ زیرا با اینکه قدرت تو كم است، تعلیم مرا نگاه‌داشته‌ای و نام مرا انكار نكرده‌ای.
9ધ્યાનથી સાંભળ! ત્યાં એક સભાસ્થાન છે જે શેતાનની માલિકીનું છે. તે લોકો એમ કહે છે કે તેઓ યહૂદીઓ છે. પણ તેઓ જૂઠ્ઠા છે. તે લોકો સાચા યહૂદીઓ નથી. હું તેઓની પાસે એમ કરાવીશ કે તેઓ તારી આગળ આવીને તારા પગે પડશે. તેઓ જાણશે કે તમે એવા લોકો છો જેમને મેં ચાહ્યા છે.
9 توجّه كن! این است كاری كه من خواهم كرد: آنانی را كه از جماعت شیطان هستند و ادّعای یهودیّت می‌کنند، ولی نیستند و دروغ می‌گویند، خواهم آورد و پیش پای تو خواهم افكند و آنان خواهند دانست كه تو محبوب من هستی،
10તું ધીરજથી મારી આજ્ઞાને અનુસર્યો છે, તેથી આખી પૃથ્વી પર આવનારી વિપત્તિના સમયમાં હું તને બચાવીશ. આ વિપત્તિ જે લોકો પૃથ્વી પર રહે છે તેમનું પરીક્ષણ કરશે.
10 زیرا مطابق تعالیم من رفتار كردی و نسبت به من وفادار ماندی. من نیز تو را از آزمایش سختی كه قرار است بر تمامی جهان واقع شود و ساكنانش را بیازماید، حفظ خواهم كرد.
11“હું જલ્દી આવી રહ્યો છું, હમણા તું જે રીતે જીવે છે તેને વળગી રહે. પછી કોઈ વ્યક્તિ તારો મુગટ લઈ લેશે નહિ.
11 بزودی می‌آیم، آنچه را داری محكم نگه‌دار و نگذار كسی تاج تو را برباید.
12જે વિજય પ્રાપ્ત કરશે તે વ્યક્તિ મારા દેવનાં મદિરમાં સ્તંભ બનશે. જે વ્યકિત વિજય મેળવે છે તેને માટે હું તે કરીશ. તે વ્યક્તિ ફરીથી કદાપિ દેવનાં મંદિર ને છોડશે નહિ. હું મારા દેવનું નામ તે વ્યક્તિ પર લખીશ. અને મારા દેવના શહેરનું નામ તે વ્યક્તિ પર લખીશ. તે શહેર એ નવું યરૂશાલેમ છે. તે શહેર મારા દેવની પાસેથી આકાશમાંથી નીચે ઊતરે છે. હું તે વ્યક્તિ પર મારું નવું નામ પણ લખીશ.
12 من كسی را كه پیروز گردد، مثل ستونی در معبد خدای خود ثابت خواهم ساخت، او هرگز از آنجا نخواهد رفت و من نام خدای خود را بر او خواهم نوشت. من نام شهر خدا، یعنی آن اورشلیم تازه‌ای را كه از آسمان و از جانب خدای من نزول می‌کند و همچنین نام تازه خود را بر او خواهم نوشت.
13પ્રત્યેક વ્યકિત જે આ વાતો સાંભળે છે તેણે, આત્મા મંડળીઓને જે કહે છે તે સાંભળવું જોઈએ.
13 «ای کسانی‌که گوش دارید، آنچه را كه روح به كلیساها می‌گوید، بشنوید!
14“લાવદિકિયામાંની મંડળીના દૂતને લખ કે: “જે આમીન છે તે તમને આ વાતો કહે છે. તે વિશ્વાસુ તથા સાચો સાક્ષી છે. દેવે જે બધું બનાવ્યું છે તેનો તે શાસક છે. તે જે કહે છે તે આ છે:
14 «به فرشتهٔ كلیسای لائودیکیه بنویس: «این است سخنان «آمین»، آن شاهد امین و راستین و نخستین منشاء تمام خلقت خدا.
15“તું શું કરે છે તે હું જાણું છું. તું ગરમ કે ઠંડો નથી; હું ઇચ્છુ છું કે તું ગરમ કે ઠંડો થાય!
15 من از همهٔ کارهای تو آگاه هستم و می‌دانم كه تو نه گرم هستی و نه سرد. ای كاش گرم بودی و یا سرد.
16પણ તું માત્ર હૂંફાળો છે, નથી ગરમ કે નથી ઠંડો. તેથી હું મારા મુખમાંથી તને થૂંકી નાખીશ.
16 امّا چون بین این دو، یعنی نه گرم هستی و نه سرد، تو را از دهان خود قی خواهم كرد
17તું કહે છે કે તું શ્રીમંત છે. તું વિચારે છે કે તું ધનવાન બન્યો છે અને તને કશાની જરુંર નથી. પણ તને ખબર નથી કે તું ખરેખર કંગાલ, બેહાલ, દરિદ્રી, આંધળો, અને નગ્ન છે.
17 زیرا می‌گویی: 'دولتمند هستم و ثروت جمع کرده‌ام و محتاج به چیزی نیستم.' اگرچه این را نمی‌دانی، با این وجود، تو بیچاره و بدبخت و بینوا و كور و عریان هستی.
18હું તને સલાહ આપુ છું કે તું મારી પાસેથી અગ્નિમાં શુદ્ધ કરેલુ સોનું વેચાતું લે. પછી તું સાચો શ્રીમંત થઈ શકીશ. હું તને આ કહું છું. ઊજળાં વસ્ત્રો જે છે તે ખરીદ. પછી તું તારી શરમજનક નગ્નતાને ઢાંકી શકીશ. હું તને આંખોમા આંજવાનું અંજન પણ ખરીદવાનુ કહું છું. પછી તું ખરેખર જોઈ શકીશ.
18 به تو نصیحت می‌کنم، طلایی را كه در آتش تصفیه شده از من بخر تا تو را به راستی دولتمند گرداند و لباس سفیدی بخر تا بپوشی و خجلت عریانی خود را بپوشانی و مرحمی بخر و به چشمان خویش بمال تا ببینی.
19“હું જે લોકોને ચાહું છું તે સવૅને હું સધારું છું અને શિક્ષા કરું છું. માટે તું ઉત્સાહી થા, પસ્તાવો કર.
19 همهٔ كسانی را كه دوست می‌دارم، سرزنش می‌کنم و تأدیب می‌نمایم پس غیور باش و توبه كن.
20હું અહીં છું! હું બારણાં આગળ ઉભો રહીને ખબડાવું છું. જો કોઈ વ્યક્તિ મારી વાણી સાંભળે છે અને બારણું ઉઘાડે છે તો હું અંદર આવીશ અને તે વ્યક્તિ સાથે જમીશ અને તે મારી સાથે જમશે.
20 من پشت در ایستاده در را می‌كوبم اگر كسی صدای مرا بشنود و در را باز كند، وارد می‌شوم و با او شام خواهم خورد و او نیز با من.
21“જે વ્યક્તિ વિજય પ્રાપ્ત કરે છે તેને હુ મારી સાથે મારા રાજ્યાસન પર બેસવા દઈશ. મારી સાથે પણ એમ જ હતું. મેં વિજય મેળવ્યો અને મારા બાપ સાથે તેના રાજ્યાસન પર બેઠેલો છું.
21 به آن کسی‌که پیروز گردد، جایی در روی تخت خود خواهم بخشید، همان‌طور كه من پیروز شدم و با پدر بر تخت او نشستم. «ای کسانی‌که گوش دارید، آنچه را كه روح به كلیساها می‌گوید، بشنوید!»
22પ્રત્યેક વ્યક્તિ જે આ વાત સાંભળે છે. તેણે આત્મા મંડળીઓને જે કહે છે તે સાંભળવું જોઈએ.”
22 «ای کسانی‌که گوش دارید، آنچه را كه روح به كلیساها می‌گوید، بشنوید!»