Gujarati: NT

Persian

Revelation

5

1પછી રાજ્યાસન પર જે બેઠા હતા તે એકના જમણા હાથમાં મે એક ઓળિયું જોયું, ઓળિયાની બંને બાજુએ લખાણ હતું. ઓળિયું સાત મુદ્રાઓથી મુદ્રિત રાખવામાં આવ્યું હતું.
1 آنگاه دیدم كه تخت‌نشین، طوماری در دست راست دارد كه هر دو طرف آن نوشته شده و با هفت مُهر، مُهر و موم شده بود.
2અને મેં એક શક્તિશાળી દૂતને જોયો. તે દૂતે મોટા સાદે કહ્યું કે, “આ ઓળિયું ઉઘાડવાને અને તેની મુદ્રાઓ તોડવાને કોણ સમર્થ છે?”
2 و فرشتهٔ نیرومندی را دیدم كه با صدای بلند می‌گفت: «چه کسی شایسته است كه طومار را بگشاید و مُهرهایش را بردارد؟»
3પરંતુ આકાશમાં કે પૃથ્વી પર કે પૃથ્વી નીચે ત્યાં એવું કોઈ ન મળ્યું કે જે તે ઓળિયું ઉઘાડવા કે તેની અંદરની બાજુએ જોવા સમર્થ હોય.
3 امّا هیچ‌کس در آسمان یا روی زمین و یا زیر زمین قادر نبود كه طومار را بگشاید و یا به داخل آن نگاه كند.
4હું ખૂબ ખૂબ રડ્યો કારણ કે તે ઓળિયું ઉઘાડવાને કે તેમાં જોવાને કોઈ યોગ્ય હતું નહિ.
4 من زارزار می‌گریستم، زیرا كسی یافت نشد كه شایستهٔ آن باشد که طومار را بگشاید و یا به داخل آن نگاه كند.
5પરંતું વડીલોમાંના એકે મને કહ્યું કે, “રડીશ નહિ! યહૂદાના કુટુંબના સમુહમાથી તે સિંહે (ખ્રિસ્તે) વિજય પ્રાપ્ત કર્યો છે. તે દાઉદનો વંશજ છે. તે ઓળિયું તથા તેની સાત મુદ્રાઓને ખોલવાને શકિતમાન છે.”
5 آنگاه یكی از پیران به من گفت: «گریه مكن زیرا آن شیر، شیری كه از طایفهٔ یهودا و نهالی از نسل داوود است، پیروز شده و او حق گشودن طومار و برداشتن هفت مُهر آن را دارد.»
6પછી રાજ્યાસનની સમક્ષ ચાર જીવતાં પ્રૅંણીઓની વચમાં મેં એક હલવાનને ઊભું રહેલું જોયું. જેની આજુબાજુ વડીલો પણ હતા. તે હલવાન મારી નંખાયેલા જેવું હલવાન લાગતું હતું. તેને સાત શિંગડા તથા સાત આંખો હતી. આ દેવના સાત આત્મા છે જેઓને આખી પૃથ્વી પર મોકલવામાં આવ્યા છે.
6 آنگاه دیدم كه در وسط همان تخت و در میان آن حیوانات و پیران، برّه‌ای ایستاده بود كه علامت برّهٔ قربانی شده را داشت. آن برّه دارای هفت شاخ و هفت چشم بود. هفت چشمی كه هفت روح خدا هستند و به همهٔ جهان فرستاده شده‌اند.
7તે હલવાન આવ્યું અને રાજ્યાસન પર બેઠેલા એકના જમણા હાથમાંથી તે ઓળિયું લીધું.
7 برّه جلو آمد و طومار را از دست راست تخت‌نشین گرفت.
8હલવાને ઓળિયું લીધા પછી તે ચાર જીવતાં પ્રાણીઓ અને 24 વડીલો હલવાનની આગળ પગે પડ્યાં. તેમાંના દરેકની પાસે વીણા હતી. તેઓએ ધૂપથી ભરેલા સોનાના પ્યાલા પણ પકડ્યા હતા. આ ધૂપના પ્યાલા દેવના પવિત્ર લોકોની પ્રાર્થનાઓ છે.
8 همین‌که او آن را گرفت آن چهار حیوان و بیست و چهار پیر، پیش برّه سجده كردند. پیران به یک دست چنگ داشتند و به دست دیگر جامهای زرّین پر از بُخور كه نشانهٔ دعاهای مقدّسین است.
9અને તે બધાએ હલવાન પાસે એક નવું ગીત ગાયું: “તું ઓળિયું લેવાને તથા તેની મુદ્રાને બોલવાને યોગ્ય છે, કારણ કે તને મારી નાખવામાં આવ્યો હતો. અને તેં તારા લોહીથી દેવને માટે સર્વ કૂલોના, ભાષાના, પ્રજાના તથા દેશોના લોકોને ખરીધાં છે.
9 آنها سرود تازه‌ای می‌سراییدند: «تو ‌شایسته‌ای كه، طومار را بگیری، و مُهرهایش را بگشایی، زیرا تو كشته شدی و با خون خود مردمان را از هر طایفه و زبان، از هر ملّت و امّت، برای خدا خریدی.
10અમારા દેવ માટે તેં લોકોને રાજ્ય બનાવ્યા છે, અને આ લોકોને અમારા દેવને સારું યાજકો બનાવ્યા છે. અને તેઓ પૃથ્વી પર રાજ કરશે.”
10 تو آنان را به سلطنت رسانیدی تا به عنوان كاهنان، خدای ما را خدمت كنند و آنها بر زمین فرمانروایی خواهند كرد.»
11પછી મેં જોયું અને મેં ઘણા દૂતોને વાણી સાંભળી. તે દૂતો રાજ્યાસનની, તે જીવતાં ચાર પ્રાણીઓની, અને વડીલોની આજુબાજુ હતા. ત્યાં હજારો દૂતો હતા-અને તે લાખો અને હજારોહજારની સંખ્યામાં હતા.
11 آنگاه نگاه كردم و صدای فرشتگان بی‌شماری را كه صدها هزار و هزاران هزار بودند، شنیدم. آنها در اطراف آن تخت و حیوانات و پیران ایستاده بودند
12તે દૂતોએ મોટા સાદે કહ્યું કે: “જે હલવાનને મારી નાખવામાં આવ્યું હતું તે પરાક્રમ, સંપત્તિ, શાણપણ અને શક્તિ, માન, મહિમા મેળવવા તથા સ્તુતિને યોગ્ય છે!”
12 و با صدای بلند فریاد می‌زدند: «برّهٔ قربانی شده شایسته است تا قدرت و ثروت، حكمت و توانایی، حرمت و جلال و تمجید بیاید.»
13પછી મેં પ્રત્યેક જીવતાં પ્રાણી કે જે આકાશમાં, અને પૃથ્વી પર અને પૃથ્વીની નીચે અને સમુદ્રમાં છે તેમને સાંભળ્યાં. મે આ બધી જગ્યાઓએ દરેક વાતો સાંભળી. મેં તમને બધાને કહેતાં સાંભળ્યા કે: “જે રાજ્યાસન પર બેઠેલો છે તેને તથા હલવાનને સ્તુતિ, માન અને મહિમા તથા સત્તા સદાસર્વકાળ હો!”
13 آنگاه شنیدم كه همهٔ موجودات آسمان و زمین و زیر زمین و دریا و هرچه در آنهاست فریاد می‌کردند: «ستایش و عزّت، جلال و قدرت، از آن كسی باد كه بر تخت می‌نشیند و تا به ابد از آن برّه باد!» و آن چهار حیوان گفتند «آمین» و پیران سجده نموده، او را پرستش كردند.
14તે ચારે જીવતા પ્રાણીઓએ કહ્યું, “આમીન!” અને વડીલોએ પગે પડીને આરાધના કરી.
14 و آن چهار حیوان گفتند «آمین» و پیران سجده نموده، او را پرستش كردند.