Gujarati: NT

Persian

Romans

11

1તેથી હું પૂછું છું, “શું દેવે પોતાના માણસોને તરછોડી દીઘા?” ના! હું પોતે ઈસ્રાએલનો (યહૂદિ) છું. હું ઈબ્રાહિમના વંશનો અને બિન્યામીનના કુળનો છું.
1 پس می‌پرسم: آیا خدا قوم خود را رد كرده است؟ به هیچ وجه! خود من اسرائیلی و فرزند ابراهیم و از طایفهٔ بنیامین هستم.
2ઈસ્રાએલના લોકો જનમ્યા તે પહેલાં દેવે તેમને પોતાના માણસો તરીકે પસંદ કર્યા. અને દેવે એ લોકોને તરછોડ્યા નથી. એલિયા પ્રબોધક વિષે ધર્મશાસ્ત્ર જે કહે છે તે તમે સારી રીતે જાણો છો. ઈસ્રાએલના લોકોની વિરુંદ્ધમાં દેવને પ્રાર્થના કરતા એલિયા વિષે શાસ્ત્રમાં ઉલ્લેખ છે.
2 خدا قومی را كه از ابتدا برگزیده بود، رد نكرده است. آیا نمی‌دانید کتاب‌مقدّس دربارهٔ الیاس چه می‌فرماید؟ وقتی الیاس علیه اسرائیل به خدا شكایت می‌کند، می‌گوید:
3એલિયા બોલ્યો, “હે પ્રભુ, આ લોકોએ તારા પ્રબોધકોને મારી નાખ્યા છે અને તારી વેદીઓનો વિનાશ કર્યો છે. પ્રબોધકોમાં એક માત્ર હું જ હજી જીવતો છું. અને હવે એ લોકો મને પણ મારી નાખવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.”
3 «خداوندا، انبیای تو را کشته‌اند و قربانگاههای تو را ویران ساخته‌اند و من تنها باقیمانده‌ام و اینک آنان قصد جان مرا دارند.»
4પરંતુ દેવે એલિયાને શું જવાબ આપ્યો, તે જાણો છો? દેવે તેને કહ્યું, “જે 7,000 માણસો હજી પણ મારી ભક્તિ કરે છે તેઓને મેં મારા માટે રાખી મૂક્યા છે. આ 7,000 માણસો ‘બઆલ’ની આગળ ઘૂંટણે પડયા નથી.”
4 امّا خدا چه پاسخی به او داد؟ او فرمود: «من هفت هزار مرد كه در جلوی بت بعل زانو نزده‌اند برای خود نگاه داشته‌ام.»
5એવું જ અત્યારે પણ છે. થોડાક માણસો એવા છે કે જેઓ દેવ કૃપાથી પસંદ કરાયા છે.
5 پس همچنین در حال حاضر تعداد كمی كه خدا بر اثر فیض خود برگزیده است، وجود دارند.
6અને જો દેવ-કૃપાને કારણે એમની પસંદગી થઈ હોય, અને તેઓ દેવના માણસો થયા હોય, તો તે તેઓનાં કર્મોને આધારે નહિ. પરંતુ તેમનાં કર્મોને આધારે તેઓ દેવના ખાસ માણસો થઈ શક્યા હોત તો, દેવ લોકોને કૃપાની જે બક્ષિસ આપે છે તે ખરેખર બક્ષિસ ન ગણાત.
6 اگر این از فیض خداست، دیگر بسته به کارهای انسانی نیست و امّا اگر به کارهای انسان مربوط است، دیگر فیض معنایی نخواهد داشت.
7તો એ આમ થયું છે: ઈસ્રાએલના લોકોએ દેવ-પ્રાપ્તિ માટે યોગ્યતા કેળવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તેઓ સફળ ન થયા. પરંતુ દેવે જે માણસો પસંદ કર્યા, તેઓ સુપાત્ર થયા. બીજા લોકો કઠણ થયા અને તેમણે દેવનો આદેશ સાંભળવાનો ઈન્કાર કરી દીઘો.
7 پس مقصود چیست؟ مقصود این است كه قوم اسرائیل آنچه را كه می‌طلبید نیافته است. برگزیدگان آن را یافتند و سایرین نسبت به آن بی‌اعتنا گردیدند،
8શાસ્ત્રોમાં લખ્યું છે તેમ: “દેવે તેઓની પર ભર ઊંઘનો આત્મા રેડયો છે.” યશાયા 29:10 “દેવે તેઓની આંખો બંધ કરી દીધી જેથી તેઓ સત્ય જોઈ શકે નહિ, અને દેવે તેઓના કાન પણ બંધ કરી દીધા જેથી કરીને તેઓ સત્ય સાંભળી શકે નહિ. અત્યાર સુધી આ સ્થિતિ ચાલુ જ રહી છે.” પુર્નનિયમ 29:4
8 چنانکه كلام خدا می‌فرماید: «خدا یک حالت بی‌حسّی به ایشان داد، یعنی چشمانی كه نمی‌بیند و گوشهایی كه نمی‌شنود و حتّی تا به امروز این حالت ادامه یافته است.»
9અને દાઉદ કહે છે: “મિજબાની ઉડાવતા લોકો ભલે ફસાઈ જાય, અને પકડાઈ જાય. ભલે તેઓને પડવા દો અને શિક્ષા થવા દો.
9 و داوود می‌گوید: «سفرهٔ آنها برای ایشان تله و دام و سنگ لغزش‌دهنده و عقوبت باد.
10તેઓ જોઈ શકે નહિ એવી તેઓની આંખો અંધકારમય થાઓ, અને તેઓની પીઠ તું સદા વાંકી વાળ, અને પછી હંમેશને માટે ભલે તેઓ દુ:ખ ભોગવે.” ગીતશાસ્ત્ર 69:22-23
10 چشمان آنان تار گردد تا نبیند و پشت ایشان زیر بار تا ابد خم شود.»
11તેથી હું પૂછી રહ્યો છું: “યહૂદિઓની પડતીના કારણે શું તેઓ તેમનો વિનાશ લાવ્યા? ના! એમની ભૂલો જ બિનયહૂદિ લોકો માટે મુક્તિ લાવી. અને યહૂદિઓમાં ઈર્ષા ઉત્પન્ન થાય માટે આમ બન્યું.
11 از شما می‌پرسم: آیا این لغزش یهودیان برای شكست كامل آنها بود؟ به هیچ وجه، بلكه تا در اثر خطای آنها، نجات به غیر یهودیان برسد و این باعث رَشک و حسادت آنان شود.
12જો કે યહૂદિઓની ભૂલ આખી દુનિયા માટે સમૃદ્ધ આશીર્વાદો લઈ આવી. અને યહૂદિઓએ જે ખોયું તે બાબતે બિનયહૂદિ લોકો માટે અઢળક આશિષ લાવી. દેવની ઈચ્છા પ્રમાણે યહૂદિઓ જ્યારે લોકો પ્રત્યેક દયાળુ બનશે ત્યારે આખી દુનિયા ખરેખર વધારે સમૃદ્ધ આશીર્વાદ પ્રાપ્ત કરશે.
12 حال اگر خطای آنها موجب دولتمندی جهان و شكست ایشان موجب سعادتمندی ملل گردیده است، تصوّر كنید این بركات چقدر بیشتر خواهد بود، هرگاه تعداد یهودیان به‌ كمال برسد!
13હવે, જે લોકો યહૂદિ નથી તેમને હું સંબોધું છું. બિનયહૂદિઓનો પણ હું પ્રેરિત છું. તેથી જ્યાં સુધી મારે એ કાર્ય કરવાનું છે, ત્યાં સુધી હું મારાથી શક્ય હોય એવી સર્વોત્તમ રીતે કરીશ.
13 اكنون ای غیر یهودیان، روی سخن من با شماست و چون خود من رسولی برای غیر یهودیان هستم به مأموریت خویش افتخار می‌کنم.
14મને આશા છે કે હું મારા પોતાના લોકોને ઈર્ષાળુ બનાવી શકીશ. એ રીતે કદાચ એમાંના કેટલાએકને હું બચાવી શકીશ.
14 شاید با این روش بتوانم حسادت قوم خود را برانگیزم و از این راه بعضی از آنان را نجات دهم،
15દેવ યહૂદિઓથી વિમુખ થઈ ગયો. જ્યારે એવું થયું ત્યારે દેવે દુનિયાના અન્ય લોકો સાથે મૈત્રી કરી. તેથી જ્યારે દેવ યહૂદિઓને સ્વીકાર કરશે. ત્યારે લોકોને ખરેખર મૃત્યુ પછીનું તે સાચું જીવન પ્રાપ્ત થશે.
15 زیرا اگر رد شدن آنها سبب آشتی جهان با خدا شد، برگشت آنان چه نتیجه‌ای جز رستاخیز از مردگان خواهد داشت؟
16જો રોટલીનો પ્રથમ ટૂકડો દેવને અર્પણ કરવામાં આવે છે, તો તે આખી રોટલી પવિત્ર બની જાય છે. જો વૃક્ષનાં મૂળિયાં પવિત્ર હોય તો વૃક્ષની ડાળીઓ પણ પવિત્ર હોય છે.
16 اگر اولین مشت خمیر تقدیس شده باشد بقیّهٔ آن نیز مقدّس است و اگر ریشهٔ درخت تقدیس شده باشد شاخه‌هایش نیز مقدّس می‌باشند.
17એ વાત એવી છે જાણે કે ઉછેરવામાં આવેલ જૈતૂન વૃક્ષની કેટલીક ડાળીઓ કાપી નાખવામાં આવી છે અને જંગલી જૈતૂન વૃક્ષની એક ડાળીની તેમાં કલમ કરવામાં આવી છે. તમે બિનયહૂદિઓ તે જંગલી ડાળી જેવા છો, અને તમે હવે પ્રથમ વૃક્ષની શક્તિ અને જીવનના સહભાગી થયા છે.
17 امّا اگر بعضی از شاخه‌ها بریده شده‌اند و تو که نهال زیتون جنگلی بودی به جای آنها پیوند شدی و در ریشه و چربی زیتون شریک گردیدی،
18અસલ વૃક્ષની ડાળીઓ જે કાપી નાખવામાં આવી હતી, તે વિષે તમે ગર્વ કરશો નહિ. એનું ગર્વ કરવા માટે તમારી પાસે કોઈ યોગ્ય કારણ પણ નથી. શા માટે? કેમ કે તમે એ અસલ વૃક્ષનાં મૂળિયાંને જીવન આપતા નથી. તે મૂળિયાં તમને જીવન આપે છે, તમારા જીવનને આધાર આપે છે.
18 به برتری خود به شاخه‌های بریده شده فخر نكن و اگر فخر می‌کنی، به‌خاطر داشته باش كه تو حامل ریشه نیستی، بلكه ریشه حامل توست.
19તમે કહેશો, “ડાળીઓ એટલા માટે તોડી નાખવામાં આવી હતી કે જેથી કરીને હું તે ઝાડમાં જોડાઈ શકું.”
19 امّا تو خواهی گفت: «شاخه‌ها بریده شدند تا من پیوند گردم.»
20એ સાચું છે. પરંતુ એ ડાળીઓ તોડી નાખવામાં આવી હતી કેમ કે અસલ વૃક્ષમાં તેઓને વિશ્વાસ ન હતો. અને તમે એ અસલ વૃક્ષના ભાગ બની જીવી રહ્યાં છો, કારણ કે તમે વિશ્વાસ ધરાવો છો. અભિમાન ન કરશો, પરંતુ દેવનો ડર રાખો.
20 درست است، ولی آنها به علّت بی‌ایمانی بریده شدند و تو به وسیلهٔ ایمان در آنجا می‌مانی پس مغرور نباش، بلكه بترس.
21જેમ દેવે એ વૃક્ષની કુદરતી ડાળીઓને રહેવા ન દીઘી, એ જ રીતે જો તમે વિશ્વાસ નહિ રાખો તો, દેવ તમને પણ રહેવા નહિ દે.
21 زیرا اگر خدا از بریدن شاخه‌های طبیعی خودداری نكرد، از تو نیز صرف‌نظر نخواهد نمود.
22આમ, તમે જોઈ શકો છો કે દેવ દયાળુ છે, પરંતુ તે ઘણી સખતાઈ પણ રાખી શકે છે. જે લોકો દેવને અનુસરવાનું બંધ કરે છે તેઓને દેવ શિક્ષા કરે છે. પરંતુ જો તમે દેવની દયા હેઠળ જીવન જીવતા હશો તો તે હંમેશા તમારા પ્રત્યે કૃપાળુ રહેશે. જો તમે દેવની દયાને અનુસરવાનું ચાલુ નહિ રાખો તો વૃક્ષમાંથી ડાળીની જેમ કપાઈ જશો.
22 پس مهربانی و سختگیری خدا را فراموش نكن. او نسبت به آنانی ‌كه دور افتاده‌اند سختگیر است امّا نسبت به تو مهربان است به شرط اینكه در مهربانی او بمانی وگرنه تو نیز بریده خواهی شد.
23અને જો યહૂદિઓ ફરીથી દેવમાં માનતા થશે તો, દેવ એમને ફરી પાછા અપનાવી લેશે. તેઓ જ્યાં હતા ત્યાં મૂળ સ્થાને તેમને પુન:સ્થાપિત કરવા દેવ સમર્થ છે.
23 اگر یهودیان نیز در بی‌ایمانی خود پافشاری نكنند دوباره پیوند خواهند شد، زیرا خدا قادر است كه آنان را دوباره پیوند نماید.
24કોઈ જંગલી ડાળી એક સારા વૃક્ષનું અંગ બને એ કાંઈ કુદરતી ઘટના નથી. તમે બિનયહૂદિઓ તો કોઈ જંગલી જૈતૂન વૃક્ષની તૂટેલી ડાળી જેવા છો. અને એક સારા જૈતૂન વૃક્ષ સાથે તમને જોડવામાં આવ્યા હતા. પરંતુ પેલા યહૂદિઓ તો સારા વૃક્ષની ફૂટેલી ડાળી જેવા છે. તેથી, તેમના પોતાના અસલ વૃક્ષ સાથે તેમને ફરીથી જોડી શકાય છે.
24 زیرا اگر تو كه از زیتون جنگلی بریده شدی و به طور غیر طبیعی به زیتون اهلی پیوند گردیدی، چقدر آسانتر است كه این شاخه‌ها به درخت هم‌جنس خود پیوند شوند.
25ભાઈઓ તથા બહેનો, આ રહસ્યમય સત્ય હું તમને સમજાવવા માગું છું. હું ઈચ્છું છું કે આ સત્ય તમને સમજવા માટે સહાયરૂપ થશે કે તમે સર્વજ્ઞ નથી. તે સત્ય આ છે: ઈસ્રાએલના એક ભાગને હઠીલો બનાવવામાં આવ્યો છે. પરંતુ પુરતા પ્રમાણમાં બિનયહૂદિઓ જ્યારે દેવના શરણે આવશે ત્યારે એ સ્થિતિ પણ બદલાશે.
25 ای دوستان من، برای اینكه شما گرفتار خودپسندی نشوید می‌خواهم حقیقتی را برای شما فاش سازم و آن این است كه یک حالت بی‌حسّی روحانی موقّت قوم اسرائیل را فراگرفته است تا آن زمانی‌كه تعداد افراد ملل كه قبلاً معیّن شده‌اند، تكمیل گردد.
26અને એ રીતે આખા ઈસ્રાએલને બચાવશે. શાસ્ત્રોમાં લખેલું છે: “સિયોનમાંથી ઉદ્ધાર કરનાર આવશે; તે યાકૂબના કુટુંબના અધર્મને તથા સર્વ અનિષ્ટોને દૂર કરશે.
26 و بعد تمام قوم اسرائیل، نجات خواهند یافت. چنانکه كتاب ‌مقدّس می‌فرماید: «نجات‌دهنده از صهیون خواهد آمد و بی‌دینی را از خاندان یعقوب برخواهد داشت.
27અને જ્યારે હું તેઓનાં પાપ દૂર કરીશ, ત્યારે તેઓની સાથેનો મારો કરાર પૂર્ણ થશે.” યશાયા 59:20-21; 27:9
27 و در آن هنگام كه گناهانشان را بر طرف سازم، این پیمان را با آنها خواهم بست.»
28યહૂદિઓ સુવાર્તા સ્વીકારવાનો ઈન્કાર કરે છે, તેથી તેઓ દેવના શત્રું છે. તમે બિનયહૂદિઓને મદદ કરવા આમ કર્યુ છે. પરંતુ એ ભૂલશે નહિ કે યહૂદિઓ હજૂ પણ દેવની ખાસ પસંદગી પામેલા લોકો છે. તેથી દેવ તેઓને ખૂબજ ચાહે છે. દેવે તેમના બાપદાદાઓને વચનો આપ્યાં હતાં, તેથી દેવ તેમને ચાહે છે.
28 از لحاظ انجیل، یهودیان دشمنان خدا هستند و این به نفع شماست. امّا از لحاظ انتخاب الهی، به‌خاطر اجدادشان هنوز محبوبند.
29દેવ જ્યારે જે લોકોને પાસે બોલાવીને એમને કઈક આપે છે, તે પછી દેવ લોકોને આપેલું પોતાનું વચન કદી પણ પાછું ખેંચી લેતો નથી.
29 زیرا نعمات خدا و دعوت او برگشت ناپذیر است.
30એક સમય એવો હતો કે જ્યારે તમે દેવના આદેશનો અનાદર કરતા હતા. પરંતુ હમણા તમે દયાપાત્ર બન્યા, કેમ કે પેલા યહૂદિ લોકોએ દેવ-આજ્ઞાનો અનાદર કર્યો છે.
30 ای غیر یهودیان، همان‌طور كه شما زمانی نسبت به خدا نافرمان بودید ولی اكنون به‌سبب نافرمانی یهودیان رحمت یافته‌اید،
31અને હવે યહૂદિઓ આજ્ઞાપાલનનો અનાદર કરે છે, કેમ કે દેવે તમને ક્ષમા આપી છે. પરંતુ આમ એટલા માટે બન્યું, જેથી તેઓની ઉપર દેવ દયા કરે.
31 همچنین در حال حاضر آنها یاغی هستند تا به وسیلهٔ آن رحمتی كه به شما رسیده است، آنها نیز از این به بعد رحمت یابند.
32દેવ-આજ્ઞાનો અનાદર બધા લોકોએ કર્યો જ છે. આજ્ઞાનું ઉલ્લંઘન કરનારા બધા લોકોને દેવે એક સાથે એક જગ્યાએ એકત્રિત કરી રાખ્યા છે, જેથી કરીને તે તેઓ પર દયા વરસાવી શકે.
32 زیرا خدا تمام مردم را گرفتار «نافرمانی» كرده است تا بر همه ترحّم فرماید.
33હા, દેવની સમૃદ્ધિ અત્યંત મહાન છે! દેવની કૃપા અને ક્ષમા અપરંપાર છે! દેવનું જ્ઞાન અને વિવેક-બૂદ્ધિ અનંત છે! દેવના નિર્ણયોને કોઈ પણ વ્યક્તિ સમજી શકશે નહિ. દેવના માર્ગો કોઈ પણ વ્યક્તિ સમજી શકશે નહિ.
33 دولتمندی خدا چقدر عظیم و حكمت و معرفت او چقدر عمیق است! هدفهای او غیرقابل درک و راههای او غیرقابل فهمند!
34શાસ્ત્ર કહે છે તેમ, “પ્રભુનું મન કોણે જાણ્યું છે? તેનો મંત્રી કોણ થયો છે?” યશાયા 40:13
34 زیرا «كیست كه افكار خدا را درک نموده یا كیست كه او را نصیحت کند.»
35“દેવને કોઈએ કઈ પણ ક્યારે આપ્યું છે? દેવ કોઈ પણ વ્યક્તિનો ઋણી નથી. જેથી કોઈને પાછું ભરી આપવામાં આવે?” અયૂબ 41:11
35 «چه كسی چیزی به خدا تقدیم كرده است تا آن را از او پس بگیرد؟» زیرا سرچشمه و وسیله و مقصد همه‌چیز خداست. به او تا ابد جلال باد، آمین.
36હા, બધી વસ્તુઓના સર્જક દેવ છે. અને દરેક વસ્તુ દેવ દ્વારા અને દેવ માટે જ ટકી રહે છે. દેવનો સર્વકાળ મહિમા થાઓ! આમીન.
36 زیرا سرچشمه و وسیله و مقصد همه‌چیز خداست. به او تا ابد جلال باد، آمین.