Gujarati: NT

Uma: New Testament

John

17

1ઈસુએ આ વાતો કહી રહ્યાં પછી તેણે આકાશ તરફ જોયું. ઈસુએ પ્રાર્થના કરી, “પિતા, સમય આવ્યો છે. તારા દીકરાને મહિમાવાન કર. જેથી દીકરો તને મહિમાવાન કરે.
1Ka'oti-na Yesus mpo'uli' hawe'ea toe, mengoa' -imi hi langi' pai' -i mosampaya, na'uli': "Tuama-ku, rata-mi tempo-na! Pomobohe-ama Aku' Ana' -nu, bona Aku' wo'o mpomobohe-ko Mama.
2તેં દીકરાને સર્વ લોકો પર અધિકાર આપ્યો છે. જેથી દીકરો તે બધા લોકોને અનંતજીવન બક્ષે. જે તેં તેને આપ્યું છે.
2Nuwai' -ama kuasa hi hawe'ea manusia', bona tauna to nuwai' -maka, kuwai' -ra katuwua' to lompe' duu' kahae-hae-na.
3અને આ અનંતજીવન છે કે માણસો તને ઓળખી શકે, ફક્ત ખરા દેવ, અને તે માણસો ઈસુ ખ્રિસ્તને ઓળખી શકે. જેને તેં મોકલ્યો છે.
3Ane ra'inca-ko Mama, ka'Iko-na Alata'ala to makono to uma ria karodua-na, pai' ane ra'inca Yesus Kristus suro-nu, toe-mi ohea-ra mporata katuwua' to lompe' duu' kahae-hae-na.
4તેં મને જે કરવાનું સોંપ્યું છે તે કામ મે પૂરું કર્યુ છે. મેં તેને પૃથ્વી પર મહિમાવાન કર્યો છે.
4Hi rala dunia' toi kupopehuwu-mi kabohe tuwu' -nu Mama, kuposipolea-mi bago to nuwai' -ka.
5અને હવે, હે પિતા, તારી સાથે મને મહિમાવાન કર. જગતની શરુંઆત થતાં પહેલાં તારી સાથે મારો જે મહિમા હતો તે મને આપ.”
5Toe pai' kuperapi' bona nupopehuwu kabohe tuwu' -ku dohe-nu Mama, hewa kabohe tuwu' -ta hangkaa-ngkania kako'ia-na dunia' tohe'i rapajadi'.
6“તેં મને જગતમાંથી કેટલાક માણસો આપ્યા. મેં તેઓને તું કોના જેવો છે તે બતાવ્યું છે. તે માણસો તારા હતા. અને તેં મને તેઓ આપ્યા છે. તેઓએ તારા ઉપદેશનું પાલન કર્યુ છે.
6"Ane doo-ku tohe'ira lau, to nuwai' -maka ngkai rala dunia' toi-e, kupopo'incai-ramo kahema-nu Mama. Bagia-nu ami' -ramo, nutonu-ra hi Aku', pai' ratuku' -mi lolita-nu.
7હવે તેઓ જાણે છે કે તેં મને આપેલી દરેક વસ્તુ તારી પાસેથી આવે છે.
7Wae lau, ra'inca-mi: hawe'ea to nuwai' -ka, bate ngkai Iko Mama.
8તેં મને જે વચનો આપ્યા છે તે મેં તેઓને આપ્યા. તેઓએ તે વચનોને સ્વીકાર્યા. તેઓ જાણે છે કે હું તારી પાસેથી આવ્યો છું અને તેઓને વિશ્વાસ છે કે તેં મને મોકલ્યો છે.
8Kuparata-miraka hawe'ea lolita to nuparata-ka. Ratarima-mi, pai' ra'inca-mi Aku' toi ngkai Mama mpu'u-a, pai' rapangala' -mi ka'Iko-na to mposuro-a.
9હમણા હું તેઓને માટે પ્રાર્થના કરું છું. હું જગતના લોકો માટે પ્રાર્થના કરતો નથી. પણ તેં મને જે લોકો આપ્યાં છે તેઓને માટે હું પ્રાર્થના કરું છું, કારણ કે તેઓ તારાં છે.
9"Kuposampayai-ra doo-ku tohe'i-ra lau. Uma kuposampayai hawe'ea tauna hi dunia'. To kuposampayai toi-e, muntu' tauna to nuwai' -maka Mama, apa' lawi' hira' -mi bagia-nu.
10મારી પાસે જે બધા છે તે તારાં છે, અને તારી પાસે જે બધા છે તે મારાં છે, અને આ માણસો મારો મહિમા લાવે છે.
10Hawe'ea tauna to kupobagia, bagia-nu Mama. Pai' hawe'ea tauna to nupobagia, bagia-ku. Hira' -mi to mpopehuwu kabohe tuwu' -ku.
11હવે હું તારી પાસે આવું છું. હવે હું આ જગતમાં રહીશ નહિ. પણ આ માણસો હજુ પણ આ દુનિયામાં છે. પવિત્ર પિતા તેઓને સલામત રાખે છે. તારા નામના અધિકારથી સલામત રાખે છે (જે નામ તેં મને આપેલું છે.), તેથી તેઓ એક થશે, જેમ તું અને હું એક છીએ.
11"Neo' tilou-ama Mama, uma-apa mahae hi dunia' toi. Aga ane ana'guru-ku toira lau, hi dunia' toi-ra-pidi. O Tuama-ku to moroli', pewili' -ramo hante kabaraka' hanga' -nu-- hante hanga' to nuwai' -ka. Pewili' -ramo bona hanono lau-ra, hewa Mama pai' Aku' hanono lau-ta.
12જ્યારે હું તેઓની સાથે હતો, મેં તેઓને સલામત રાખ્યાં. મેં તારા નામની સત્તાથી તેઓને સલામત રાખ્યાં-જે નામ તેં મને આપ્યું છે. મેં તેઓનું રક્ષણ કર્યુ છે. અને તેઓમાંનો માત્ર એક ખોવાયો હતો. જે માણસ પસંદ કરાયેલ ન હતો. તે ખોવાયો હતો. શાસ્ત્રલેખમાં જે કહ્યું છે તે બની શકે.”
12Bula-ku dohe-ra-pidi, Aku' to mpewili' -ra hante kabaraka' hanga' -nu-- hante hanga' to nuwai' -ka. Kujaga-ra pai' uma-ra ria to mporata silaka, ntani' -na ngkai to hadua. Hi'a kana silaka, bona madupa' lolita to te'uki' hi rala Buku Tomoroli'.
13“હું હમણા તારી પાસે આવું છું. પણ હું આ વસ્તુઓ માટે પ્રાર્થના કરું છું ત્યારે પણ હું હજુ જગતમાં છું. હું આ વસ્તુઓ કહું છું તેથી આ માણસો મારો આનંદ પ્રાપ્ત કરી શકે. હું ઈચ્છું છું કે મારો બધો આનંદ તેઓની પાસે હોય.
13"Wae-e lau, tilou-ama Mama. Hawe'ea tohe'i ku'uli' bula-ku dohe-ra-pidi hi dunia' toi, bona gana mpu'u kagoea' -ra hante kagoea' to ngkai Aku'.
14તેઓને તારો ઉપદેશ આપ્યો છે અને જગતે તેઓને તિરસ્કાર કર્યો છે, કારણ કે તેઓ આ દુનિયાના નથી. જેમ હું આ દુનિયાનો નથી.
14Kuparata-miraka lolita-nu, alaa-na tauna to uma mepangala' mpokahuku' -ra, apa' bela-ra doo-ra, hewa Aku' wo'o bela-a doo-ra to uma mepangala'.
15હું તને તેઓને આ દુનિયામાંથી બહાર લઈ જવાનું કહેતો નથી. પણ હું તને દુષ્ટ પાપમાંથી (શેતાનથી) તેઓને સલામત રાખવાનું કહું છું.
15Uma kuperapi' bona nu'ala' -ra ngkai dunia' tohe'i. Pomperapia' -ku, bona nupetalawai' -ra ngkai anudaa'.
16તેઓ આ જગતના નથી, તે જ રીતે હું આ જગતનો નથી.
16Hewa Aku' bela-a doo-ra to uma mepangala', wae wo'o ana'guru-ku bela doo-ra.
17તારા સત્ય દ્વારા તારી સેવા માટે તૈયાર કર. તારું વચન સત્ય છે.
17Pakaroli' -ramo, pajadi' -ra bagia-nu hante tudui' to makono. Lolita-nu Mama, tetu-mi to makono.
18મેં તેઓને જગતમાં મોકલ્યા છે. જે રીતે તેં મને જગતમાં મોકલ્યો છે.
18Hewa Mama mposuro-a tumai hi dunia', wae wo'o Aku' mposuro-ra hilou hi tau ntani' -na hi dunia'.
19હું મારી જાતને સેવા માટે તૈયાર કરું છું. હું તેઓના માટે આ કરું છું. જેથી કરીને તેઓ ખરેખર તારી સેવા માટે તૈયાર થઈ શકે.”
19Mama, kutonu katuwu' -ku hi Iko jadi' bagia-nu, bona ana'guru-ku toira mporata kalompea', pai' bona hira' jadi' bagia-nu hi kampotuku' -ra tudui' to makono.
20“હું આ માણસો માટે પ્રાર્થના કરું છું. હું પણ તે બધા લોકો માટે પ્રાર્થના કરું છું. આ બધા લોકોના વચનના કારણે તેઓ મારામાં વિશ્વાસ કરશે.
20"Uma muntu' ana'guru-ku tohe'i-wadi to kuposampayai. Kuposampayai wo'o tauna to mepangala' mpai' hi Aku' ngkai posabi' -ra.
21પિતા, હું પ્રાર્થના કરું છું કે જે બધા લોકો મારામાં વિશ્વાસ કરે છે તેઓ એક બને. તું મારામાં છે અને હું તારામાં છું. હું પ્રાર્થના કરું છું કે આ બધા લોકો પણ આપણમાં એક થાય. તેથી જગત વિશ્વાસ કરશે કે તેં મને મોકલ્યો છે.
21Pomperapia' -ku, bona hawe'ea-ra hanono lau. Hewa Mama hintuwu' hante Aku', pai' Aku' hante Mama, kuperapi' bona hira' wo'o hintuwu' hante Kita'. Bona hawe'ea tauna mpangala' ka'Iko-na to mposuro-a.
22મેં આ લોકોને તેં મને જે મહિમા આપ્યો હતો તે મેં આપ્યો જેથી આપણે જેમ એક છીએ તે પ્રમાણે તેઓ પણ એક થાય.
22"Kuwai' -ramo kabaraka' to nuwai' -ka Mama, bona jadi' hanono lau-ramo, hewa Kita' wo'o hanono lau.
23હું તેઓમાં હોઈશ અને તું મારામાં હોઈશ. તેથી તેઓ સંપૂર્ણ રીતે એક થશે. પછી જગત જાણશે કે તેં મને મોકલ્યો છે અને જગત જાણશે કે તેં આ લોકોને પ્રેમ કર્યો હતો. જેમ તેં મને પ્રેમ કર્યો હતો.
23Aku' hintuwu' hante hira', pai' Mama hintuwu' hante Aku', bona hira' mpai' jadi' hanono lau hante karoli' -roli' -na. Ane hewa toe-damo, hawe'ea tauna mpo'inca kanusuro-ku, pai' kanupoka'ahi' -ra hewa kanupoka'ahi' -ku.
24“પિતા, હું ઈચ્છું છું કે હું જે દરેક જગ્યાએ છું ત્યાં તેં મને જેઓને આપ્યાં છે તેઓ મારી સાથે રહે. હું ઈચ્છું છું કે તેઓ મારો મહિમા જુએ. આ મહિમા તેં મને આપેલો છે. કારણ કે જગતની ઉત્પત્તિ થતાં પહેલા તેં મને પ્રેમ કર્યો છે.
24"Mama, konoa-ku bona hira' to nuwai' -ka toi mo'oha' dohe-ku hi po'ohaa' -ku mpai', bona rahilo kabaraka' -ku. Kabaraka' -ku toi nuwai' -maka, apa' nupoka'ahi' -a ngkai kako'ia-na dunia' rapajadi'.
25પિતા, તું એક જે ન્યાયી છે. જગત તને જાણતું નથી. પણ હું તને જાણું છું. અને આ લોકો જાણે છે કે તેં મને મોકલ્યો છે.
25O Tuama-ku to monoa', tauna hi dunia' toi uma mpo'incai-ko. Aga Aku', ku'inca-ko. Pai' doo-ku tohe'ira lau mpo'inca ka'Iko-na to mposuro-a.
26મેં તેઓને બતાવ્યું છે કે તું કોના જેવો છે. અને ફરીથી હું તેઓને બતાવીશ તું કોના જેવો છે. પછી તેઓને એજ પ્રેમ મળશે જેવો તને મારા માટે છે. અને હું તેઓનામાં રહીશ.”
26Kupopo'incai-ramo kahema-nu, pai' bate kupohewa toe oa' mpai', bona hira' mporasai ahi' -nu hi rala nono-ra, hewa Aku' mporasai ahi' -nu, pai' bona Aku' mo'oha' hi rala nono-ra."