1ભાઈઓ તથા બહેનો, મારી સૌથી મોટી ઈચ્છા એ છે કે યહૂદિઓ તારણ પામે. દેવને મારી એ જ પ્રાર્થના છે.
1Brothers, my heart’s desire and my prayer to God is for Israel, that they may be saved.
2યહૂદિઓ વિષે હું આ કહી શકું છું કે: તેઓ દેવને અનુસરવાનો ખરેખર પ્રયત્ન કરે છે. પરંતુ સાચો માર્ગ તેઓ જાણતા નથી.
2For I testify about them that they have a zeal for God, but not according to knowledge.
3દેવ જે માર્ગે લોકોને ન્યાયી બનાવે છે એ તેઓ જાણતા ન હતા. અને પોતાની આગવી રીતે તેઓએ ન્યાયી બનવાનો પ્રયત્ન કર્યો. આમ દેવની રીતે ન્યાયી બનવાનું તેમણે સ્વીકાર્યુ નહિ.
3For being ignorant of God’s righteousness, and seeking to establish their own righteousness, they didn’t subject themselves to the righteousness of God.
4ખ્રિસ્તે જૂના નિયમશાસ્ત્રનો અંત આણ્યો, જેથી કરીને ખ્રિસ્તમાં વિશ્વાસ રાખનાર પ્રત્યેક વ્યક્તિને દેવ-પ્રાપ્તિ માટે ન્યાયી બનાવી શકાય.
4For Christ is the fulfillment or, completion, or end of the law for righteousness to everyone who believes.
5નિયમ દ્વારા દેવ સાથે ન્યાયી થવા સંબંધમાં મૂસા લખે છે. “જે દરેક વ્યક્તિ નિયમનું પાલન કરે છે, તે નિયમની બાબતોનું પાલન કરવાથી જીવન મેળવશે.”
5For Moses writes about the righteousness of the law, “The one who does them will live by them.” Leviticus 18:5
6પરંતુ વિશ્વાસના માર્ગે યોગ્યતા મેળવવા વિષે શાસ્ત્ર આમ કહે છે: “તમે પોતે આવું ન કહેશો Њ ‘ઉપર આકાશમાં કોણ જશે?”‘ (આનો અર્થ એ છે કે, “ખ્રિસ્તને પ્રાપ્ત કરવા અને તેને પૃથ્વી પર પાછો નીચે લાવવા આકાશમાં કોણ જશે?”
6But the righteousness which is of faith says this, “Don’t say in your heart, ‘Who will ascend into heaven?’ Deuteronomy 30:12 (that is, to bring Christ down);
7અથવા તમે આમ પણ પૂછશો નહિ, કે પૃથ્વીના કે ઊડાણમાં કોણ ઊતરશે?” (એનો અર્થ છે Њ “નીચે પાતાળમાં મૃત્યુલોકમાં જઈને મૃત્યુમાંથી ખ્રિસ્તને પૃથ્વી પર કોણ લઈ આવશે?”)
7or, ‘Who will descend into the abyss?’ Deuteronomy 30:13 (that is, to bring Christ up from the dead.)”
8શાસ્ત્ર જે કહે છે તે આ છે: “દેવનો સંદેશ તો તમારી પાસે છે; તે તમારા મુખમાં અને હૃદયમાં છે.” તે સંદેશ તે જ વિશ્વાસનો સંદેશ છે, કે જે અમે લોકોને કહીએ છીએ.
8But what does it say? “The word is near you, in your mouth, and in your heart”; Deuteronomy 30:14 that is, the word of faith, which we preach:
9જો તમે તમારી મુખવાણીનો ઉપયોગ આમ કહેવા માટે કરશો કે, “ઈસુ પ્રભુ છે,” અને જો તમે તમારા મનમાં માનશો કે દેવે ઈસુને મૃત્યુમાંથી ઉઠાડયો છે, તો તમારું તારણ થશે.
9that if you will confess with your mouth that Jesus is Lord, and believe in your heart that God raised him from the dead, you will be saved.
10હા, અમે અમારા હૃદયોથી માનીએ છીએ, અને તેથી અમને ન્યાયી ઠરાવાયા છે. અને, “અમે એમાં માનીએ છીએ.” એમ કહેવા માટે અમે અમારી મુખની વાણીનો ઉપયોગ કરીએ છીએ; અને તેથી આપણું તારણ થયું છે.
10For with the heart, one believes unto righteousness; and with the mouth confession is made unto salvation.
11હા, ધર્મશાસ્ત્ર કહે છે, “જે કોઈ વ્યક્તિ તેનામાં વિશ્વાસ કરે છે તેને શરમાવું નહિ પડે.”
11For the Scripture says, “Whoever believes in him will not be disappointed.” Isaiah 28:16
12એ ધર્મશાસ્ત્ર કહે છે, “જે કોઈ વ્યક્તિ,” કારણ કે યહૂદિઓ અને બિન-યહૂદિઓ વચ્ચે કોઈ ભેદભાવ નથી. એ જ પ્રભુ સૌ લોકોને પ્રભુ છે. પ્રભુમાં વિશ્વાસ રાખનાર સૌ લોકોને પ્રભુ અનેક આશીર્વાદ આપે છે.
12For there is no distinction between Jew and Greek; for the same Lord is Lord of all, and is rich to all who call on him.
13હા, શાસ્ત્ર કહે છે, “પ્રભુમાં વિશ્વાસ રાખનાર દરેક વ્યક્તિ તારણ પામશે.”
13For, “Whoever will call on the name of the Lord will be saved.” Joel 2:32
14પરંતુ સહાય માટે તેઓ પ્રભુમાં ભરોસો મૂકી શકે તે પહેલાં લોકોએ પ્રભુમાં વિશ્વાસ કરવો જોઈએ. અને લોકો પ્રભુમાં વિશ્વાસ કરે તે પહેલાં તેમણે પ્રભુ વિષે સાંભળેલું હોવું જોઈએ. અને લોકો પ્રભુ વિષે સાંભળે એ માટે બીજી કોઈ વ્યક્તિએ તેમને પ્રભુ વિષે કહેવું પડે.
14How then will they call on him in whom they have not believed? How will they believe in him whom they have not heard? How will they hear without a preacher?
15અને લોકોની પાસે જઈને તેઓને બધું કહેવા માટે કોઈક વ્યક્તિને મોકલવી પડે. શાસ્ત્રમાં લખેલું છે કે, “સુવાર્તા લાવનાર પ્રબોધકો કે ઉપદેશકોનાં પગલા કેવાં સુંદર છે!”
15And how will they preach unless they are sent? As it is written: “How beautiful are the feet of those who preach the Good News of peace, who bring glad tidings of good things!” Isaiah 52:7
16પરંતુ બધા જ યહૂદિઓએ એ સુવાર્તા માની નહિ. યશાયાએ કહ્યું, “હે પ્રભુ, અમે લોકોને જે કહ્યું એમાં માનનારા કોણ હતા?”
16But they didn’t all listen to the glad news. For Isaiah says, “Lord, who has believed our report?” Isaiah 53:1
17આમ, સુવાર્તા સાંભળવાથી વિશ્વાસ આવે છે. જ્યારે કોઈ વ્યક્તિ લોકોને ખ્રિસ્ત વિષે કહે છે ત્યારે એ સુવાર્તા લોકોને સાંભળવા મળે છે.
17So faith comes by hearing, and hearing by the word of God.
18પરંતુ હું પૂછું છું, “શું લોકોએ એ સુવાર્તા સાંભળી નથી?” હા, તેઓએ સાંભળી જ હતી જેમ શાસ્ત્ર કહે છે તેમ: “આખી દુનિયામાં તેઓને અવાજ ફેલાઈ ગયો; આખા જગતમાં બધે જ તેઓનાં વચનો ફેલાયાં છે.” ગીતશાસ્ત્ર 19:4
18But I say, didn’t they hear? Yes, most certainly, “Their sound went out into all the earth, their words to the ends of the world.” Psalm 19:4
19વળી હું પૂછું કે, “શું ઈસ્રાએલના લોકો એ સુવાર્તા સમજી ન શક્યા?” હા, તેઓ સમજ્યા હતા. પ્રથમ મૂસા દેવ વિષે આમ કહે છે: “જે પ્રજા હજી ખરેખર રાષ્ટ્ર બની નથી, એવા લોકો ઉપર હું તમારામાં ઈર્ષા ઉત્પન્ન કરીશ. જે રાષ્ટ્રમાં સમજશક્તિ નથી તેની પ્રજા ઉપર હું તમારામાં ક્રોધ ઉત્પન્ન કરીશ.” પુર્નનિયમ 32:21
19But I ask, didn’t Israel know? First Moses says, “I will provoke you to jealousy with that which is no nation, with a nation void of understanding I will make you angry.” Deuteronomy 32:31
20દેવ માટે આવું કહેનાર યશાયાએ હિંમતપૂર્વક કહ્યું: “જેઓ મને શોધતા ન હતા-તેઓને હું મળ્યો; જેમણે મને કદી ખોળયો નહોતો એવા લોકોની આગળ હું પ્રગટ થયો.” યશાયા 65:1
20Isaiah is very bold, and says, “I was found by those who didn’t seek me. I was revealed to those who didn’t ask for me.” Isaiah 65:1
21બિનયહૂદિઓ વિષે યશાયા દ્વારા દેવ આમ બોલ્યો. પરંતુ યહૂદિ લોકો વિષે દેવ કહે છે, “એ લોકો માટે હું રાત-દિવસ રાહ જોઈ રહ્યો છું, પરંતુ મારી આજ્ઞા પાળવાનો અને મને અનુસરવાનો તેઓ ઈન્કાર કરે છે.” યશાયા 65:2
21But as to Israel he says, “All day long I stretched out my hands to a disobedient and contrary people.” Isaiah 65:2