1¶ Na, mo nga mea e patua ana ma nga whakapakoko: E mohio ana tatou kei a tatou katoa te matauranga. Ko ta te matauranga he whakapupuhi; ko ta te aroha ia he waihanga.
1હવે હું મૂર્તિઓને ઘરેલા નૈંવેદ વિષે લખીશ આપણે જાણીએ છીએ કે, “આપણા બધા પાસે જ્ઞાન છે.” “જ્ઞાન” તમને અભિમાનથી ચકચૂર કરી દે છે. પરંતુ તમારો પ્રેમ બીજાને શક્તિશાળી બનાવવામાં મદદકર્તા છે.
2Ki te mea tetahi e matau ana ia ki tetahi mea, kahore tona matauranga kia rite noa ki to te matauranga tikanga;
2વ્યક્તિ જે માને છે કે તે કઈક જાણે છે તે તેણે ખરેખર જે રીતે જાણવું જોઈએ તેમાનું કશું જ જાણતો નથી.
3Ki te aroha ia tetahi ki te Atua, kua matauria tenei e ia.
3પરંતુ જે વ્યક્તિ દેવને પ્રેમ કરે છે તેને દેવ ઓળખે છે.
4¶ Na reira mo te kai i nga mea e patua ana ma nga whakapakoko, e mohio ana tatou he kore noa iho te whakapakoko i te ao, kahore hoki he atua ke, kotahi anake.
4તેથી હું મૂર્તિઓના નૈંવેદ ખાવા અંગે આમ કહેવા માગું છું: આપણે જાણીએ છીએ કે મૂર્તિ જેવું ખરેખર આ જગતમાં કોઈ અસ્તિત્વ નથી. આપણે એ પણ જાણીએ છીએ કે દેવ ફક્ત એકજ છે.
5Ahakoa hoki tera nga mea e kiia nei he atua, i te rangi ranei, i te whenua ranei; he tini nei hoki nga atua, he tini nga ariki;
5જો લોકો જેને દેવો કહે છે તેવી ઘણી વસ્તુઓ પૃથ્વી પર અને આકાશમાં હોય, તો તેનું કોઈ મહત્વ નથી. (અને ઘણી વસ્તુઓ એવી છે કે જેને લોકો “દેવો” અને “પ્રભુ” તરીકે સંબોધન કરે છે.)
6Ki a tatou ia kotahi ano Atua, ko te Matua, i ahu mai i a ia nga mea katoa, ko tatou ki a ia; kotahi hoki Ariki, ko Ihu Karaiti, nana nei nga mea katoa, nana hoki tatou.
6પરંતુ આપણા માટે તો ફક્ત એકજ દેવ છે. તે આપણો પિતા છે. દરેક વસ્તુઓનું સર્જન તેનાથી થયું છે અને આપણે તેના માટે જ જીવિત છીએ. અને પ્રભુ તો ફક્ત એક જ છે. તે ઈસુ ખ્રિસ્ત છે. દરેક વસ્તુઓનું સર્જન તેના દ્વારા થયું છે, અને તેના દ્વારા જ આપણને પણ જીવન પ્રાપ્ત થયું છે.
7¶ Otira kahore tera matauranga i nga tangata katoa: engari tera ano etahi, i te mea kua taunga ki te whakapakoko tae mai ki naianei, e kai ana i te mea i patua ma te whakapakoko; a ka poke to ratou hinengaro ngoikore.
7પરંતુ બધા લોકો આ બાબત જાણતા નથી. છતાં ત્યાં કેટલાએક લોકો છે જેઓને મૂર્તિપૂજા કરવાની આદત પડેલી હતી. તેથી જ્યારે તે લોકો નૈંવેદ ખાય છે ત્યારે તેઓ હજુ પણ એમ જ માને છે કે તે મૂર્તિઓને છે. તેઓ મનમાં સ્પષ્ટ નથી કે આ નૈવેદ ખાવો યોગ્ય છે. તેથી જ્યારે તેઓ તે ખાય છે, ત્યારે તેઓ અપરાધભાવ અનુભવે છે.
8Ehara ra ia te kai i te mea e paingia ai tatou e te Atua: no te mea ahakoa kahore tatou e kai, e kore e heke iho to tatou pai; a ahakoa kai tatou, e kore e kake to tatou pai.
8પરંતુ ખોરાકથી આપણે દેવની સમીપ નહિ પહોંચીએ ને ખાવાનો ઈન્કાર કરવાથી દેવને આપણે ઓછા પ્રસન્ન કરતા નથી. તે ખાવાથી આપણે વધારે સારા બની જતા પણ નથી.
9Engari kia tupato ki tenei wahi i tukua nei ki a koutou, kei waiho hei whakahinga mo te hunga ngoikore.
9પરંતુ તમારી છૂટ અંગે સાવધ રહો. તમારી છૂટ જે લોકો તેમનાં વિશ્વાસમાં નિર્બળ છે તેવા લોકોને પાપના પતનમાં દોરવા જોઈએ નહિ.
10Ki te mea hoki ka kite tetahi i a koe, i te mea mohio, e noho ana ki te aki i roto i te temepara o te whakapakoko, e kore koia e kakama ake tona hinengaro, mehemea ia he ngoikore, e kakama ake ki te kai i nga mea e patua ana ma te whakapakoko?
10તમારી પાસે સમજશક્તિ છે, તેથી મૂર્તિના મંદિરમાં તમે છૂટથી ખાઈ શકાય એમ વિચારો પણ જે વ્યક્તિ વિશ્વાસમાં નિર્બળ છે તે તમને ત્યાં ખાતા જુએ તો તે કાર્ય તેને પણ મૂર્તિઓના નૈવેદમાં બલિનું માંસ ખાવા માટે પ્રોત્સાહિત કરશે. પરંતુ ખરેખર તે માને છે કે તે અનુચિત છે.
11Ma tou matauranga hoki ka ngaro ai te mea ngoikore, te teina he whakaaro nei ki a ia i mate ai a te Karaiti.
11તેથી આ નિર્બળ ભાઈ તમારા જ્ઞાનને કારણે નાશ પામે. અને ખ્રિસ્ત તો આ ભાઈ માટે જ મૃત્યુ પામેલો.
12Na, i a koutou ka hara nei ki nga teina, ka patu nei i to ratou hinengaro ngoikore, e hara ana koutou ki a te Karaiti.
12જ્યારે તમે ખ્રિસ્તમાં ભાઈઓ અને બહેનોની વિરૂદ્ધ આ પ્રકારનું પાપ કરો છો, અને જે બાબતોને તેઓ અનુચિત ગણે છે તે કરવા તમે તેમને પ્રેરો છો જેનાથી તેઓને આધાત લાગે છે. તો તમે આ રીતે ખ્રિસ્તની વિરૂદ્ધ પાપ કરો છો.
13Mo konei, ki te he toku teina i te kai, e kore rawa ahau e kai kikokiko ake tonu atu, kei he i ahau toku teina.
13જેથી જે આહાર હું ગ્રહણ કરું છું જેના દ્વારા મારો ભાઈ પાપ કરવા પ્રેરાય છે, તે પછી ફરી ક્યારેય હું માંસ નહિ ખાઉં. હું માંસ ખાવાનું બંધ કરી દઈશ, જેથી હું મારા ભાઈને પાપ કરવા ન પ્રેરી શકું.