1¶ Koia ahau ka inoi nei ki a koutou, e oku teina, kia whakaaroa nga mahi a te Atua, kia tapaea atu o koutou tinana hei whakahere ora, tapu, e manakohia ana e te Atua, he mahi na to koutou hinengaro.
1હે ભાઈઓ તથા બહેનો, હું તમને વિનંતી કરું છું કે હવે તમે કઈક કરો. દેવે આપણા પ્રત્યે પુષ્કળ દયા દર્શાવી છે. તેથી દેવની દયાની ખાતર તમે તમારા શરીરોનું જીવતું, પવિત્ર તથા દેવને પસંદ પડે એવું અર્પણ કરો. તમારું અર્પણ માત્ર પ્રભુ અર્થે જ થાય, અને તેથી દેવ પ્રસન્ન થશે. તમારું અર્પણ દેવની સેવાનો આધ્યાત્મિક માર્ગ છે.
2Kaua hoki to koutou ahua e rite ki to tenei ao: engari kia puta ke, ara kia whakahoutia o koutou hinengaro, kia whakamatautauria ai e koutou ta te Atua e pai ai, te mea e pai ana, e manakohia ana, e tino rite ana.
2આ દુનિયાના લોકો જેવા થવા માટે તમે તમારા જીવનનું પરિવર્તન કરશો નહિ. પરંતુ નવી વિચાર-શૈલી અપનાવીને તમે તમારા જીવનમાં પૂર્ણ રીતે આંતરિક પરિવર્તન પામો, તો જ દેવ તમારા માટે શું ઈચ્છે છે તે તમે નક્કી કરી શકશો અને તે સ્વીકારી શકશો. તમે જાણી શકશો કે કઈ વસ્તુઓ સારી છે અને દેવને પ્રિય છે, અને કઈ વસ્તુઓ સંપૂર્ણ છે.
3Ko taku kupu hoki tenei ki nga tangata katoa i roto i a koutou, he mea na te aroha noa i homai nei ki ahau, Kaua e hira ake te whakaaro o tetahi ki a ia ano i te mea i tika kia whakaaroa e ia; engari kia ata whakaaro, kia rite ki te wahi o te wha kapono i tuwhaina e te Atua ki tena, ki tena.
3દેવે મને એક વિશિષ્ટ કૃપાદાન આપ્યું છે. તેથી જ તો તમારામાંની દરેક વ્યક્તિને મારે કઈક કહેવાનું છે. તમે એવું ન માની લો કે તમે ખરેખર જેવા છો તેના કરતાં તમે વધારે સારા છો. તમે ખરેખર જેવા છો તેવા તમારી જાતને ઓળખો. દેવે તમને કઈ જાતનો વિશ્વાસ આપ્યો છે, એના આધારે નક્કી કરો કે તમે કોણ છો!
4E rite ana hoki ki o tatou wahi ka maha nei i te tinana kotahi, kihai ia i kotahi te mahi ma aua wahi katoa:
4આપણામાંના દરેક માનવને એક શરીર છે, અને એ શરીરને ઘણાં અવયવો છે. આ બધાં અવયવો એક જ પ્રકારનું કાર્ય કરતાં નથી.
5Waihoki ko tatou tokomaha nei, he tinana kotahi i roto i a te Karaiti, ko tatou takitahi ia, he wahi tetahi no tetahi.
5આપણી સાથે એમ જ છે, જો કે આપણે લોકો ઘણા છીએ. પરંતુ આપણે ઘણા હોવા છત્તાં ખ્રિસ્તમાં એક શરીર છીએ. અને અરસપરસ એકબીજાનાં અવયવો છીએ.
6Na ka rere ke nei nga mea i homai ki a tatou, he mea e rite ana ki te aroha noa i homai ki a tatou, ki te mea he mahi poropiti, me poropiti, kia rite ano ki te rahi o to tatou whakapono;
6આપણ સૌને જુદાં જુદાં કૃપાદાનો મળેલ છે. આપણા પર થએલ દેવની કૃપાને કારણે પ્રત્યેક કૃપાદાન આપણને પ્રાપ્ત થયેલ છે. જો કોઈ વ્યક્તિને પ્રબોધ કરવાનું કૃપાદાન મળ્યું હોય તો એ વ્યક્તિએ પૂરા વિશ્વાસથી પ્રબોધ કરવો જોઈએ.
7He mahi minita, kia u tatou ki ta tatou mahi minita; ko te kaiwhakaako, kia u ki tana mahi whakaako;
7જો કોઈ વ્યક્તિને સેવા કરવાનું કૃપાદાન હોય, તો તેણે માનવોની સેવા કરવી જોઈએ. કોઈ વ્યક્તિને શિક્ષણ આપવાનું કૃપાદાન હોય. તો તેણે લોકોને શિક્ષણ આપવામાં મંડયા રહેવું.
8Ko te kaiwhakahauhau, kia u ki tana whakahauhau; ko te kaihoatu, kia mahorahora te ngakau; ko te kaiwhakahaere kia uaua ki tana mahi, a ko te kaiatawhai kia ngahau te ahua.
8જો કોઈ વ્યક્તિને એવું કૃપાદાન મળ્યું હોય કે તે બીજા લોકોને આશ્વાસન આપી શકે, તો તેણે દુ:ખી લોકોને આશ્વાસન આપવું જોઈએ. અન્ય લોકોને મદદરૂપ થવા કોઈ વ્યક્તિને દાન આપવાની ક્ષમતા પ્રાપ્ત થઈ હોય, તો તેણે ઉદારતાથી દાન કરવું જોઈએ. કોઈ વ્યક્તિમાં અધિકારી થવાની આવડત હોય, તો તેણે સારો અધિકાર ચલાવવા સખત શ્રમ કરવો જોઈએ. જો કોઈ વ્યક્તિમાં અન્ય લોકો પ્રત્યે દયા દર્શાવવાનું કૃપાદાન મળ્યું હોય તો તેણે ઉમંગથી એ કાર્ય ઉપાડી લેવું જોઈએ.
9Ko te aroha, hei te mea tinihangakore. Kia whakarihariha ki te kino; kia u ki te pai.
9તમારો પ્રેમ સાચો હોવો જોઈએ. ભુંડું છે તેને ધિક્કારો. માત્ર સારાં જ કર્મો કરો.
10Ka aroha ki nga teina, kia tino pono te aroha tetahi ki tetahi; ka whakahonore, kia nui ta tetahi i tetahi.
10જે રીતે ભાઈઓ-બહેનો વચ્ચે પ્રેમ હોય છે એ રીતે તમે એક બીજાને પ્રેમ કરો, જેથી તમને એ આત્મીયતાનો અનુભવ થાય. તમે માન-સન્માનની જે અપેક્ષા રાખો છો, તેના કરતાં વધારે માન-સન્માન તમારા ભાઈ-બહેનોને આપવું જોઈએ.
11Kia uaua, kaua e mangere; kia toko tonu ake te wairua; me te mahi ano ki te Ariki;
11દેવનું કાર્ય કરવાની જરૂર હોય ત્યારે તમે આળસુ ન થાઓ. અને જ્યારે દેવની સેવા કરો ત્યારે પૂર્ણ આધ્યાત્મિક ઉત્સાહ સાથે કરો.
12Kia hari i runga i te tumanako; kia manawanui ki te whakapawera; kia u ki te inoi;
12ઉજજવળ ભવિષ્યની આશા છે તેથી આનંદમાં રહો. જ્યારે મુશ્કેલીઓ આવે ત્યારે ધીરજ રાખો. અને હંમેશા દેવની પ્રાર્થના કરો.
13Whakawhiwhia te hunga tapu ina rawakore; kia mau ki te atawhai manuhiri.
13દેવના લોકો જેમને મદદની જરૂર છે, તેમના સંતોષ માટે તેમના સહભાગી બનો. એવા લોકોની મહેમાનગતી કરો.
14Manaakitia te hunga e tukino ana i a koutou: manaakitia, kaua e kanga.
14જે લોકો તમારું ખરાબ કરતા હોય, તેમના વિષે ફક્ત સારું જ બોલો. એમને શાપ ન આપો, પરંતુ એમને આશીર્વાદ જ આપો.
15Kia hari tahi me te hunga hari, kia tangi tahi me te hunga tangi.
15બીજાના આનંદમાં આનંદી થાઓ, અને બીજાના દુ:ખમાં તમે એમના સહભાગી બનો.
16Kia kotahi te whakaaro o koutou tetahi ki tetahi. Kaua e whakakake te whakaaro, engari me whakaiti ki nga mea papaku. Kei mea ake koutou he mohio koutou.
16એક બીજા સાથે હળીમળીને રહો અને શાંતિથી જીવો, અભિમાની બનશો નહિ. બીજા લોકોને મન જે માણસો અગત્યના ન હોય, તેવાની મિત્રતા કરવા તૈયાર રહો. મિથ્યાભિમાની ન બનો.
17Kaua e utua ta tetahi kino ki te kino. Whakaaroa ko nga mea e pai ana ki mua i te aroaro o nga tangata katoa.
17જો કોઈ તમને નુક્સાન કરે તો તેને નુક્સાન પહોંચાડીને વેર વાળવાની વૃત્તિ ન રાખો. બધા લોકો જેને સારા કાર્યો તરીકે સ્વીકારે છે, એવા કાર્યો જ તમે કરો.
18Ki te taea, whakapaua ta koutou kia mau te rongo ki nga tangata katoa.
18સૌ લોકો સાથે શાંતિથી જીવવા માટે તમારા તરફથી બને તેટલો સારામાં સારો પ્રયત્ન કરો.
19Aua e rapu utu mo koutou, e oku hoa aroha, engari whakaatea atu i te riri: kua oti hoki te tuhituhi, Maku te rapu utu; maku te hoatu utu, e ai ta te Ariki.
19હે મારા મિત્રો, જ્યારે લોકો તમને નુકસાન કરે ત્યારે એમને શિક્ષા કરવાનો પ્રયત્ન ન કરો. દેવના પોતાના કોપથી એમને શિક્ષા કરે ત્યાં સુધી રાહ જુઓ. શાસ્ત્રમાં લખેલું છે: “પાપીઓને શિક્ષા કરનાર હું જ એક માત્ર છું; હું તેમનો બદલો લઈશ,” એમ પ્રભુ કહે છે.
20Na, ki te matekai tou hoariri, whangainga; ki te matewai, whakainumia: ki te penei hoki tau mahi, ka purangatia e koe he waro kapura ki tona matenga.
20પરંતુ તમારે આમ કરવું જોઈએ: “જો તારો દુશ્મન ભૂખ્યો હોય તો એને ખવડાવ. જો તારો દુશ્મન તરસ્યો હોય તો તેને પાણી પા; આ રીતે તું એ માણસને શરમિંદો બનાવી શકીશ.” નીતિવચનો 25:21-22
21Kei hinga koe i te kino, engari kia hinga te kino i tou pai.
21ભૂંડાથી તું હારી ન જા, પણ સારાં કર્મો કરીને તારે ભૂંડાનો પરાજય કરવો.