1 Boro fo jante kaŋ maa Liyaziru, Baytaniya boro no, Maryama nda nga beere Marta yaŋ kwaara boro mo no.
1ત્યાં લાજરસ નામનો એક માણસ હતો જે માંદો હતો. તે બેથનિયાના ગામમાં રહેતો હતો. આ તે ગામ હતું જ્યાં મરિયમ તથા તેની બહેન માર્થા રહેતાં હતાં.
2 Maryama wo, kaŋ a arme Liyaziru jante, ga ti waybora kaŋ na waddo soogu Rabbi gaa k'a cey tuusu nda nga boŋ hamno.
2(મરિયમ એ જ સ્ત્રી છે જેણે પ્રભુ (ઈસુ) પર અત્તર છાંટયું હતું અને તેના પગ પોતાના વાળ વડે લૂછયા હતા,) મરિયમનો ભાઈ લાજરસ હતો, જે માણસ હવે માંદો હતો.
3 Waymey na boro fo donton Yesu do ka ne a se: «Rabbi, guna, bora kaŋ ni ga ba sinda baani.»
3તેથી મરિયમ અને માર્થાએ ઈસુને કહેવા માટે એક વ્યક્તિને મોકલી, “પ્રભુ, તારો પ્રિય મિત્ર લાજરસ માંદો છે.”
4 Amma waato kaŋ Yesu maa woodin, a ne: «Janto wo manti buuyaŋ wane no, amma Irikoy darza wane no, zama i ma Irikoy Izo beerandi janta din do.»
4જ્યારે ઈસુએ આ સાંભળ્યું, તેણે કહ્યું, “આ માંદગીનો અંત મૃત્યુ થશે નહિ. પરંતુ આ માંદગી દેવના મહિમા માટે છે. દેવના દીકરાનો મહિમા લાવવા માટે આમ થયું છે.”
5 Yesu mo ga ba Marta nd'a kayno da Liyaziru.
5(ઈસુએ માર્થા, તેની બહેન અને લાજરસ પર પ્રેમ રાખ્યો હતો.)
6 Waato kaŋ a maa kaŋ Liyaziru sinda baani, a goro nango kaŋ a bara jirbi hinka koyne.
6યારે ઈસુએ સાંભળ્યું કે લાજરસ માંદો છે ત્યારે પોતે જ્યાં હતો તે જ જગ્યાએ તે બે દિવસ વધારે રહ્યો.
7 Gaa no a ne nga talibey se: «Iri ma koy Yahudiya laabo ra koyne.»
7પછી ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “આપણે પાછા યહૂદિયા ફરીથી જવું જોઈએ.”
8 A talibey ne a se: «Rabbi, a mana gay sohõ, Yahudancey goono ga ceeci ngey ma ni catu nda tondiyaŋ. Ni ga ye noodin koyne?»
8શિષ્યોએ કહ્યું, “પણ રાબ્બી, યહૂદિયામાં યહૂદિઓ તને પથ્થરો વડે મારી નાખવાનો પ્રયત્ન કરતા હતા. તે ફક્ત થોડા સમય અગાઉ થયું હતું. હવે તું ત્યાં પાછો જવા ઈચ્છે છે?”
9 Yesu tu ka ne: «Manti guuru way cindi hinka no go zaari ra? Da boro ga dira zaari ra, boro si kati, zama bora ga di ndunnya wo kaariyaŋ.
9ઈસુએ ઉત્તર આપ્યો, “ત્યાં દિવસના બાર કલાક પ્રકાશના હોય છે. ખરું ને? જો કોઈ વ્યક્તિ દિવસ દરમ્યાન ચાલે તો પછી તે ઠોકર ખાઈને પડતો નથી. શા માટે? કારણ કે તે આ જગતના પ્રકાશ વડે જોઈ શકે છે.
10 Amma da boro ga dira cin, boro ga kati, zama kaari si bora ra.»
10પણ જ્યારે વ્યક્તિ રાત્રી દરમ્યાન ચાલે છે, તે ઠોકર ખાય છે. શા માટે? કારણ કે તેને જોવા માટે મદદ કરનાર પ્રકાશ હોતો નથી.”
11 Waato kaŋ a na sanney din ci, a ne i se: «Iri cora Liyaziru jirbi, amma ay ga koy zama ay m'a tunandi.»
11ઈસુએ આ વાતો કર્યા પછી તેણે કહ્યું, “આપણો મિત્ર લાજરસ હવે ઊંઘે છે. પણ હું તેને જગાડવા જઈશ.”
12 A talibey mo ne a se: «Rabbi, d'a jirbi a ga du baani.»
12શિષ્યોએ કહ્યું, “પ્રભુ, પણ જો તે ઊંઘતો હશે તો તે સાજો થશે.”
13 Amma a buuyaŋo boŋ no Yesu salaŋ, amma ngey wo tammahã a goono ga jirbi ka fulanzam no.
13ઈસુએ તો તેના મરણ વિષે કહ્યુ હતુ: પણ ઈસુના શિષ્યોને એવું લાગ્યું કે તેણે ઊઘમાં વિસામો લેવા વિષે કહ્યુ હતું.
14 Waato din gaa no Yesu ci i se taray kwaaray ka ne: «Liyaziru bu.
14તેથી ત્યાર બાદ ઈસુએ સ્પષ્ટ કહ્યું, “લાજરસ મૃત્યુ પામેલ છે.
15 Ay mo ga maa kaani araŋ sabbay se kaŋ ay si noodin, zama araŋ ma cimandi. Amma iri ma koy a do.»
15અને મને આનંદ છે કે હું ત્યાં ન હતો. હું તમારી ખાતર પ્રસન્ન છું. કારણ કે હવે તમે મારામાં વિશ્વાસ કરશો. હવે આપણે તેની પાસે જઈશું.”
16 Toma binde kaŋ se i ga ne Taway ne nga hangasin talibey se: «Iri mo ma koy, zama iri ma bu a banda.»
16પછી થોમાએ (જે દિદુમસ કહેવાય છે) બીજા શિષ્યોને કહ્યું, “આપણે પણ જઈશું. આપણે યહૂદિયામાં ઈસુ સાથે મૃત્યુ પામીશું.”
17 Waato kaŋ Yesu kaa, a kaa ka gar Liyaziru te jirbi taaci saara ra.
17ઈસુ બેથનિયામાં આવ્યો. ઈસુએ જોયું કે લાજરસ ખરેખર મૃત્યુ પામેલો છે અને ચાર દિવસથી કબરમાં છે.
18 Baytaniya ga maan Urusalima, sanda kilometar hinza cine no go i game ra.
18બેથનિયા યરૂશાલેમથી બે માઈલ દૂર હતું.
19 Yahudance boobo mo kaa Marta nda Maryama do k'i fonda tilas d'i armo buuyaŋo.
19ઘણા યહૂદિઓ માર્થા અને મરિયમ પાસે આવ્યા. યહૂદિઓ માર્થા અને મરિયમને તેમના ભાઈ લાજરસ સંબંધી દિલાસો આપવા આવ્યા હતા.
20 Waato kaŋ Marta maa baaru kaŋ Yesu go kaa, a koy k'a kubay, amma Maryama goro fu jina.
20માર્થાએ સાંભળ્યું કે ઈસુ આવે છે. તે ઈસુને મળવા સામે ગઈ. પરંતુ મરિયમ ઘરે રહી.
21 Marta binde ne Yesu se: «Rabbi, da ni go ne, doŋ ay armo si bu.
21માર્થાએ ઈસુને કહ્યું, “પ્રભુ, જો તું અહીં હોત તો મારો ભાઈ મરત નહિ.
22 Amma baa sohõ ay ga bay kaŋ hay kulu kaŋ ni ga ŋwaaray Irikoy gaa, Irikoy g'a no ni se.»
22પરંતુ હું જાણું છું કે હજુ પણ તું દેવ પાસે જે કંઈ માગશે તે દેવ તને આપશે.”
23 Yesu ne a se: «Ni armo ga tun.»
23ઈસુએ કહ્યું, “તારો ભાઈ ઊઠશે અને તે ફરીથી જીવતો થશે.”
24 Marta ne a se: «Ay ga bay kaŋ a ga ye ka tun koyne tunyaŋo ra zaari bananta ra.»
24માર્થાએ ઉત્તર આપ્યો, “છેલ્લે દિવસે લોકો પુનરુંત્થાન (મરણમાંથી ઉઠશે) પામશે ત્યારે તે ફરીથી પાછો ઊઠશે. એ હું જાણું છું.
25 Yesu ne a se: «Ay no ga ti tunyaŋ da fundi. Boro kaŋ g'ay cimandi, baa a bu, a ga funa.
25ઈસુએ તેને કહ્યું, “હું પુનરુંત્થાન છું. હું જીવન છું. જે વ્યક્તિ મારામાં વિશ્વાસ કરે છે તેના મૃત્યુ પછી ફરીથી જીવન પ્રાપ્ત કરશે.
26 Boro kulu kaŋ goono ga funa k'ay cimandi mo, a si bu abada. Ni ga woodin cimandi, wala?»
26અને જે વ્યક્તિ જીવે છે અને વિશ્વાસ કરે છે તે ખરેખર કદી મૃત્યુ પામશે નહિ. માર્થા, શું તું એવો વિશ્વાસ કરે છે?”
27 A ne Yesu se: «Oho, ya Rabbi, ay cimandi kaŋ ni ya Almasihu no, Irikoy Izo, kaŋ ga kaa ndunnya ra.»
27માર્થાએ ઉત્તર આપ્યો, “હા, પ્રભુ. મને વિશ્વાસ છે કે તું ખ્રિસ્ત છે, દેવનો દીકરો છે. તું જે જગતમાં આવનાર તે જ છે.”
28 Waato kaŋ a na woodin ci, Marta koy ka nga kayno Maryama ce tuguyaŋ ra ka ne: «Alfa go ne. A goono ga ni ce mo.»
28માર્થાએ આ બાબત કહી પછી તેની બહેન મરિયમ પાસે પાછી ગઈ. માર્થાએ એકલી મરિયમ સાથે વાત કરી. માર્થાએ કહ્યું, “ગુરુંજી (ઈસુ) અહીં છે. તે તને બોલાવે છે.”
29 Nga mo, waato kaŋ a maa woodin, a tun da waasi ka koy a do.
29જ્યારે મરિયમે આ સાંભળ્યુ, તે ઊભી થઈ અને ઝડપથી ઈસુ પાસે ગઈ.
30 Yesu mo mana furo kwaara ra jina, amma hal hõ a go nango kaŋ Marta kuband'a.
30ઈસુ હજુ ગામમાં આવ્યો ન હતો. તે હજુ માર્થા તેને જ્યાં મળી તે જગ્યાએ હતો.
31 Yahudancey mo kaŋ go Maryama banda fuwo ra, kaŋ yaŋ goono g'a fonda tilas, waato kaŋ i di Maryama tun da waasi ka fatta, i n'a gana. Zama i ho hala saara do no a goono ga koy ka bu baray te noodin.
31યહૂદિઓ મરિયમ સાથે ઘરમાં હતા. તેઓ તેને દિલાસો આપતા હતા. તેઓએ જોયું કે મરિયમ ઉતાવળથી ઊભી થઈને બહાર ગઈ. તેઓએ ધાર્યું કે તે લાજરસની કબર તરફ જાય છે. તેઓએ વિચાર્યુ કે તે ત્યાં વિલાપ કરવા જાય છે. તેથી તેઓ તેને અનુસર્યા.
32 Maryama mo, waato kaŋ a to nango kaŋ Yesu go, a di a mo, kal a sombu Yesu jine ka ne a se: «Ya Rabbi, da ni go ne, doŋ ay armo si bu.»
32મરિયમ ઈસુ જે જગ્યાએ હતો ત્યાં ગઈ. જ્યારે તેણે ઈસુને જોયો. તે તેના પગે પડી. મરિયમે કહ્યું, “પ્રભુ, જો તું અહીં હોત તો મારો ભાઈ મરત નહિ.”
33 Waato kaŋ Yesu di a goono ga baray, Yahudancey kaŋ yaŋ kaa a banda mo goono ga baray, a duray nga biya ra, a bina sara mo.
33ઈસુએ જોયું કે મરિયમ રડતી હતી. ઈસુએ તે પણ જોયું કે યહૂદિઓ તેની સાથે આવ્યા હતા. તેઓ પણ રડતા હતા. ઈસુનું હૃદય ઘણું દુઃખી થયું અને તે ઘણો વ્યાકુળ હતો.
34 A ne: «Man gaa no araŋ n'a jisi?» I ne a se: «Rabbi, kaa ka di.»
34ઈસુએ પૂછયું, “તમે તેને (લાજરસ) ક્યાં મૂક્યો છે?” તેઓ કહે છે, “પ્રભુ આવીને જો.”
35 Yesu hẽ.
35ઈસુ રડ્યો.
36 Yahudancey binde ne: «Guna mate kaŋ a ga ba r'a d'a!»
36અને યહૂદિઓએ કહ્યું, “જુઓ! ઈસુ લાજરસ પર પ્રેમ રાખતો હતો!”
37 Amma i ra boro fooyaŋ ne: «Boro wo kaŋ na danawo moy fiti, manti a ga hin ka te haŋ kaŋ ga naŋ boro wo ma si bu?»
37પણ કેટલાક યહૂદિઓએ કહ્યું, “ઈસુએ આંધળા માણસની આંખો સાજી કરી છે. ઈસુમાં શું લાજરસ ન મરે એવું પણ કરવાની શક્તિ ન હતી?”
38 Yesu binde ye ka duray nga biya ra ka kaa saara do. Saara din mo guusu no kaŋ go tondi ra, tondi fo mo no ga ti a me dabirjo.
38ફરીથી ઈસુને તેના હૃદયમાં ઘણું દુઃખ થયું. જ્યાં લાજરસ હતો તે કબર પાસે ઈસુ આવ્યો. તે કબર એક ગુફા હતી. તેના પ્રવેશદ્વારને મોટા પથ્થર વડે ઢાંકેલું હતું.
39 Yesu ne: «Wa tondo kaa.» Marta, buukwa waymo, ne a se: «Rabbi, sohõ a fumbu, zama a jirbi taaci ne.»
39ઈસુએ કહ્યું, “આ પથ્થરને દૂર કરો.” માર્થાએ કહ્યું, “પણ પ્રભુ, લાજરસને મરી ગયાને હજુ ચાર દિવસ થયા છે. ત્યાં દુર્ગંધ હશે.” માર્થા મૃત્યુ પામનાર માણસ (લાજરસ)ની બહેન હતી.
40 Yesu ne a se: «Manti ay ne ni se da ni cimandi, ni ga di Irikoy darza?»
40પછી ઈસુએ માર્થાને કહ્યું, “યાદ કર મેં તને શું કહ્યું હતું?” મેં કહ્યું, “જો તું વિશ્વાસ કરશે તો પછી તું દેવનો મહિમા જોઈ શકશે.”
41 Gaa no i na tondo kaa. Yesu mo na boŋ sambu ka beene guna ka ne: «Ya Baaba, ay ga saabu ni se kaŋ ni maa ay se.
41તેથી તેઓએ પ્રવેશદ્વાર પરથી પથ્થર હઠાવ્યો. પછી ઈસુએ ઊંચે જોયું અને કહ્યું, “પિતા, હું તારો આભાર માનું છું. કારણ કે તેં મને સાંભળ્યો.
42 Ay ga bay mo kaŋ ni ga maa ay se alwaati kulu, amma ay na woodin ci jama kaŋ goono ga kay ne se, zama i ma cimandi kaŋ ni n'ay donton.»
42અને ત્યાં ઘણા લોકોએ ઈસુમાં વિશ્વાસ કર્યો. લાજરસનું મૃત્યુ
43 Waato kaŋ a na woodin ci, a kuuwa da jinde beeri ka ne: «Liyaziru, fatta!»
43ઈસુએ આમ કહ્યા પછી મોટા સાદે પોકાર કર્યો, “લાજરસ બહાર આવ!”
44 Buukwa mo fatta, cey da kambey mo go didijante da kasance, i n'a moyduma mo haw da diko. Yesu ne i se: «W'a feeri ka taŋ.»
44તે મૃત્યુ પામેલ માણસ (લાજરસ) બહાર આવ્યો. તેના હાથ અને પગ લૂગડાંના ટૂકડાઓથી વીંટળાયેલા હતા. તેનો ચહેરો રૂમાલથી ઢાંકેલો હતો. ઈસુએ લોકોને કહ્યું, “તેના પરથી લૂગડાંના ટૂકડા લઈ લો અને તેને જવા દો.”
45 Yahudancey ra boro boobo kaŋ yaŋ kaa Maryama do, kaŋ di haŋ kaŋ Yesu te mo, n'a cimandi.
45ત્યાં ઘણા યહૂદિઓ મરિયમની મુલાકાતે આવ્યા હતા. આ યહૂદિઓએ ઈસુએ જે કર્યુ તે જોયું અને આ યહૂદિઓમાંના ઘણાએ ઈસુમાં વિશ્વાસ કર્યો.
46 Amma i ra afooyaŋ koy Farisi fonda borey do ka ci i se hay kulu kaŋ Yesu te.
46પરંતુ કેટલાક યહૂદિઓ ફરોશીઓ પાસે ગયા. તેઓએ ઈસુએ જે કર્યુ તે ફરોશીઓને કહ્યું.
47 Gaa no alfaga beerey da Farisi fonda borey na Yahudancey arkusey marga margu ka saaware. I goono ga ne: «Ifo no iri go ga te? Zama bora din goono ga alaama boobo te.
47પછી મુખ્ય યાજકો અને ફરોશીઓએ યહૂદિઓની સભા બોલાવી. તેઓએ કહ્યું, “આપણે શું કરવું જોઈએ? આ માણસ (ઈસુ) ઘણા ચમત્કારો કરે છે.
48 D'iri fay d'a ya-cine, borey kulu g'a cimandi. Romancey mo ga kaa k'iri nango nd'iri dumo kom.»
48જો આપણે તેને આ ચમત્કારો કરવાનું ચાલુ રાખવા દઈશું, તો બધા લોકો તેનામાં વિશ્વાસ કરશે. પછી રોમનો આવશે અને આપણા મંદિર અને રાષ્ટ્રને લઈ લેશે.”
49 Amma i ra boro fo kaŋ maa Kayafa kaŋ ti alfaga* beero jiiro din ra ne i se: «Araŋ si hay fo bay, baa kayna.
49ત્યાં કાયાફા નામનો એક માણસ હતો. તે વરસે તે પ્રમુખ યાજક હતો. કાયાફાએ કહ્યું, “તમે લોકો કશું જાણતા નથી!
50 Araŋ si lasaabu kaŋ a gonda nafa araŋ se boro folloŋ ma bu jama se, hala dumo kulu ma si halaci?»
50લોકોના માટે એક માણસનું મરવું તે આખા રાષ્ટ્રનો વિનાશ થાય વે કરતાં વધારે સારું છે. પરંતુ તમને આનો ખ્યાલ આવતો નથી.”
51 A na woodin ci, manti nda nga boŋ bo, amma zama nga ga ti alfaga beero jiiro din ra, a na annabitaray te ka ne Yesu ga bu jama kulu se.
51કાયાફાએ આ વિષે તેની જાતે આનો વિચાર કર્યો નહિ. તે વરસનો તે મુખ્ય યાજક હતો. તેથી તેણે ખરેખર ભવિષ્ય કહ્યું હતું કે ઈસુ યહૂદિઓના રાષ્ટ્ર માટે મૃત્યુ પામશે.
52 Manti dumo din hinne se mo no, amma zama a ma Irikoy izey kaŋ yaŋ go say-sayante margu i ma ciya afolloŋ.
52હા, ઈસુ યહૂદિ રાષ્ટ્રના લોકો માટે મરશે. પરંતુ ઈસુ દેવનાં બીજા બાળકો જે આખા જગતમાં વિખરાયેલા છે તેમનાં માટે પણ મૃત્યુ પામશે. તે બધાઓને ભેગા કરવા અને તે લોકોને એક બનાવવા માટે તે મૃત્યુ પામશે.
53 Za zaaro din no i saaware ngey m'a wi.
53તે દિવસે યહૂદિ આગેવાનોએ ઈસુને મારી નાખવાની યોજના કરવાનું શરું કર્યુ.
54 Yesu binde mana ye ka windi taray kwaaray Yahudancey game ra koyne. Amma a fatta noodin ka koy laabu fo ra kaŋ ga maan ganjo ra ka furo kwaara fo ra kaŋ se i ga ne Ifraymu. Noodin no nga nda nga talibey goro.
54તેથી ઈસુએ યહૂદિઓમાં આજુબાજુ જાહેરમાં ફરવાનું બંધ કર્યુ. ઈસુએ યરૂશાલેમ છોડ્યું અને રણની નજીકની જગ્યાએ ગયો. ઈસુ એફ્રાઈમ નામના શહેરમાં ગયો. ઈસુ ત્યાં તેના શિષ્યો સાથે રહ્યો.
55 Yahudancey Paska bato* mo maan. Kawye boro boobo ziji ka koy Urusalima kwaara za Paska mana to, zama ngey ma ngey boŋ hanandi.
55યહૂદિઓના પાસ્ખાપર્વનો લગભગ તે સમય હતો. તે દેશમાંથી ઘણા લોકો પાસ્ખાપર્વ પહેલા યરૂશાલેમ ગયા. તેઓ પાસ્ખાપર્વ પહેલા પોતાને શુદ્ધ કરવા માટે ખાસ વસ્તુઓ કરવા ગયા હતા.
56 I goono ga Yesu ceeci. Waato kaŋ i goono ga kay Irikoy windo ra i goono ga ne care se: «Ifo no araŋ ga tammahã? A ga kaa bato do, wala?»
56લોકો ઈસુની શોધ કરી રહ્યા હતા. તેઓ મંદિરમાં ઊભા રહીને એકબીજાને પૂછતા હતા. શું તે (ઈસુ) ઉત્સવમાં આવે છે? તમે શું ધારો છો?”
57 Alfaga beerey da Farisi fonda borey jin ka lordi ka ne da boro fo ga bay naŋ kaŋ Yesu go, a ma ci zama ngey m'a di.
57પરંતુ મુખ્ય યાજકો અને ફરોશીઓએ ઈસુ વિષે ખાસ હુકમ આપ્યો હતો. તેઓએ કહ્યું, કે જો કોઈ વ્યક્તિ ઈસુ ક્યાં છે તે જાણે તો તે માણસે તેઓને જણાવવું જોઈએ. પછી મુખ્ય યાજકો અને ફરોશીઓ ઈસુને પકડી શકે.