Zarma

Gujarati: NT

Luke

12

1 Alwaato din ra, kaŋ borey margu zambar-zambarey, hal i goono ga care taamu, kala Yesu sintin ka ne nga talibey se jina: «Araŋ ma haggoy da Farisi* fonda borey dalbuwo*, kaŋ ga ti munaficitaray.
1ઘણા હજારો લોકો ભેગા થયા. ત્યાં એટલા બધા લોકો હતા કે તેઓ એકબીજા પર પડાપડી કરતા હતા. ઈસુ લોકોને બોલ્યો તે પહેલા તેના શિષ્યોને તેણે કહ્યું, “ફરોશીઓના ખમીરથી સાવધ રહો. હું સમજું છું કે તેઓ ઢોંગી છે.
2 Zama hay kulu si no daabante kaŋ i s'a feeri. Hay kulu si no mo tugante kaŋ i si aniya ka bay a gaa.
2જે કંઈ છુપાવી રાખેલું છે તે બતાવશે. જે કંઈ ગુપ્ત છે તે પ્રગટ કરાશે.
3 Woodin sabbay se, hay kulu kaŋ araŋ ci kubay ra, i ga maa woodin kaari ra. Haŋ kaŋ araŋ ga salaŋ hanga ra lokoto-lokotey ra, i ga fatta k'a fe fuwey boŋ.
3તમે જે કંઈ અંધારામાં કહો છો તે અજવાળામાં કહેવાશે, અને ગુપ્ત ઓરડામાં તમે જે કંઈ કાનમાં કહ્યું હશે તે ઘરના ધાબા પરથી પોકારાશે.”
4 Ay ga ne araŋ kaŋ ga ti ay corey se mo: araŋ ma si humburu borey kaŋ yaŋ ga gaaham wi, woodin banda i sinda hay kulu kaŋ i ga hin ka te.
4પછી ઈસુએ લોકોને કહ્યું, “હું તમને કહું છું, મારા મિત્રો, લોકોથી ડરો નહિ, લોકો શરીરને મારી શકે છે, પણ તે પછી તેઓ તમને ઇજા કરતાં વધારે કઈ કરી શકશે નહિ.
5 Amma ay g'araŋ kaseeti da nga kaŋ araŋ ga hima ka humburu. Araŋ ma humburu nga kaŋ, wiyaŋ banda, gonda dabari a m'araŋ jindaw danji* bango ra. Oho me, ay ga ne araŋ se: wa humburu nga.
5હું તમને એકથી ડરવાનું બતાવીશ. તમારે તેનાથી ડરવું જોઈએ જેનામાં તમને મારી નાખવાનો અને પછી તમને નરકમાં નાખવાનો અધિકાર છો. હા, તે એક છે જેનાથી તાર ડરવું જોઈએ.
6 Manti i ga sasa gu neera dala hinka? Kaŋ i ra baa afo Irikoy mana dinya a gaa.
6“જ્યારે પક્ષીઓ વેચાય છે, પાંચ નાના પક્ષીઓની કિંમત માત્ર બે પૈસા છે. પણ દેવ તેમાંના કોઈને ભૂલી શકતો નથી.
7 Amma, i n'araŋ boŋ hamney kulu kabu. Araŋ ma si humburu, zama araŋ bisa sasa boobo darza!
7હા, દેવને એ પણ ખબર છે કે તમારા માથાંના વાળ કેટલા છે. ડરશો નહિ. તમે ઘણા પક્ષીઓ કરતાં વધારે મૂલ્યવાન છો.
8 Woodin banda ay ga ne araŋ se: boro kulu kaŋ g'ay seeda borey jine, ay, Boro Izo g'a koy seeda Irikoy malaykey jine.
8હું તમને કહું છું, જો કોઈ વ્યક્તિ બીજા લોકો આગળ ઊભો રહે અને કહે કે તેને મારામાં વિશ્વાસ છે. પછી હું કહીશ કે તે વ્યક્તિ માકી છે. હું આ દેવના દૂતોની આગળ કહીશ.
9 Amma boro kaŋ n'ay ze borey jine, ay g'a koy ze Irikoy malaykey jine.
9પણ જો કોઈ વ્યક્તિ લોકો આગળ ઊભો રહીને જાહેર કરે કે તેને મારામાં વિશ્વાસ નથી પછી હું કહીશ કે તે વ્યક્તિ મારી નથી. હું આ દેવના દૂતોની આગળ કહીશ.
10 Boro kulu mo kaŋ na sanni yaamo te Boro Izo boŋ, i g'a yaafa a se. Amma boro kaŋ ga Biya Hanna kayna, i s'a yaafa bora din se.
10“કોઈ વ્યક્તિ માણસના દીકરાની વિરૂદ્ધ કંઈક કહે છે, તો તેને માફી આપી શકાય છે. પણ કોઈ વ્યક્તિ પવિત્ર આત્માની વિરૂદ્ધ કંઈ વાત કહેશે તો તેને માફ કરી શકાશે નહિ.
11 Amma waati kaŋ i g'araŋ candi Yahudance diina marga borey, wala koyey, wala mo dabarikoyey jine, araŋ laakal ma si tun da tuyaŋ kaŋ dumi araŋ ga te, wala haŋ kaŋ araŋ ga ci.
11“જ્યારે લોકો તમને સભાસ્થાનોમાં અધિપતિઓ અને અધિકારીઓની આગળ લઈ જાય ત્યારે શું કહેવું તેની ચિંતા ન કરો અને તમારો બચાવ કેવી રીતે કરવો તેની પણ ચિંતા ન કરો.
12 Zama saaya din ra no Biya Hanno g'araŋ dondonandi nda hayey kaŋ yaŋ araŋ ga hima ka ci.»
12તે વખતે પવિત્ર આત્મા તમારે શું કહેવું જોઈએ તે શીખવશે.”
13 Boro fo kaŋ go borey marga game ra ne a se: «Alfa, ma ci ay nya izo se a ma tubo fay in d'a game ra.»
13ટોળામાંના એક માણસે ઈસુને કહ્યું, “ગુરુંજી, હમણા જ અમારા પિતાનું મૃત્યુ થયું છે. મારા ભાઈને કહે કે અમારા પિતાની માલિકીની વસ્તુઓનો ભાગ મને આપે.”
14 Amma Yesu wo ne a se: «Albora, may no k'ay daŋ alkaali wala fayko araŋ game ra?»
14પણ ઈસુએ તેઓને કહ્યું, “કોણે કહ્યું કે હું તમારો ન્યાયાધીશ થઈશ કે તમારા પિતાની વસ્તુઓ તમારા બંને વચ્ચે વહેંચવાનો નિર્ણય કરીશ?
15 A ne i se mo: «Araŋ ma haggoy k'araŋ boŋ gaay biniyaŋ laalo kulu gaa, zama manti arzaka boobo kaŋ go boro se no ga naŋ a fundo ma yulwa nda albarka.»
15પછી ઈસુએ તેઓને કહ્યું, “સાવધાન રહો અને બધાજ પ્રકારના સ્વાર્થીપણા સામે જાગ્રત રહો. વ્યક્તિ તેની માલિકીની ઘણી વસ્તુઓમાંથી જીવન પ્રાપ્ત કરી શકતો નથી.”
16 Kal a na misa fo salaŋ i se ka ne: «Arzakante fo laabu na albarka boobo hay.
16પછી ઈસુએ આ વાર્તાનો ઉપયોગ કર્યો: “એક ધનવાન માણસ હતો જેની પાસે કેટલીક જમીન હતી. તેની જમીનમાં ઘણી સારી ઉપજ થઈ.
17 Nga mo, a lasaabu nga boŋo ra ka ne: ‹Ifo no ay ga te? Zama ay sinda nangu kaŋ ay g'ay albarka margu.›
17તે ધનવાન માણસે તેની જાતે મનમાં વિચાર કર્યો, ‘મારે શું કરવું? મારી પાસે ઉપજ ભરી મૂકવાની જગ્યા નથી.’
18 A ne mo: ‹Haŋ kaŋ ay ga te neeya: ay g'ay barmey feeri ka afooyaŋ cina kaŋ ga beeri nd'ey. Noodin no ay g'ay ntaaso d'ay arzaka jisi.
18“પછી પૈસાદાર માણસે કહ્યું; ‘હું જાણું છું કે હું શું કરીશ.’ હું મારી વખારોને પાડી નાંખીને વધારે મોટી વખારો બાંધીશ! હું ત્યાં મારા બધાજ ઘઉં અને સારી વસ્તુઓ એક સાથે નવી વખારમાં મૂકીશ.
19 Ay ga ne ay fundo se mo: Ay wo, ay gonda arzaka boobo ga jisi kaŋ ga te ay se jiiri boobo. Ay ma fulanzam, ya ŋwa, ya haŋ, ay m'ay waate ŋwa.›
19પછી હું મારી જાતને કહીશ, ‘મારી પાસે ઘણી સારી વસ્તુઓનો સંગ્રહ છે, મેં ઘણાં વરસ માટે પૂરતું બચાવ્યું છે આરામ લે, ખા, પી અને જીવનમાં આનંદ કર!’
20 Amma Irikoy ne a se: ‹Nin saamo! Hunkuna cino wo ra ay ga ni fundo ceeci ni gaa. Hayey kaŋ ni soola binde, may se no i ga bara?›
20“પરંતુ દેવે તે માણસને કહ્યું, “અરે! મૂર્ખ માણસ આજે રાત્રે તારું મૃત્યુ થશે. તેથી તેં તારી જાત માટે તૈયાર કરેલી વસ્તુઓનું શું? હવે તે વસ્તુઓ કોની થશે?”
21 Yaadin mo no nga nda boro kaŋ ga arzaka jisi nga boŋ se, nga wo manti arzakante no Irikoy do.»
21“જે વ્યક્તિ તેની જાત માટે જ ફક્ત વસ્તુઓ બચાવે છે તેનું આમ જ થશે. દેવ સમક્ષ તે વ્યક્તિ ધનવાન નથી.”
22 A ne nga talibey se: «Woodin sabbay se no ay ga ne araŋ se: araŋ ma si karhã araŋ fundey se, haŋ kaŋ araŋ ga ŋwa, wala araŋ gaaham se, haŋ kaŋ araŋ ga bankaaray d'a.
22ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “તેથી હું તમને કહું છું કે, તમારે જીવવા માટે જે ખોરાક જોઈએ તેની ચિંતા કરશો નહિ, તમારા શરીર માટે જરૂરી કપડાંની તમે ચિંતા કરશો નહિ.
23 Zama fundi ga bisa ŋwaari, gaahamo mo ga bisa bankaaray.
23જીવન ખોરાક કરતા વધારે મહત્વનું છે અને શરીર કપડાં કરતા વધારે મહત્વનું છે.
24 Wa gaarey guna. I siino ga duma, i siino ga wi mo, i sinda jisiri do wala barma. Irikoy g'i ŋwaayandi mo. Sanda ifo cine no araŋ ga bisa curey!
24પક્ષીઓ તરફ જુઓ, તેઓ વાવતા નથી કે લણતાં નથી. પક્ષીઓ વખારમાં કે ઘરમાં અનાજ બચાવતા નથી. પરંતુ દેવ તેમની સંભાળ રાખે છે. અને તમે તો પક્ષીઓ કરતાં ઘણા મૂલ્યવાન છો.
25 Woodin banda, may no araŋ ra kaŋ nga boŋ karhã do ga hin ka baa kambe kar folloŋ tonton nga kuuyaŋo gaa?
25તમારામાંથી કોઈ પણ તેના અંગે ચિંતાઓ કરીને તમારા જીવનમાં થોડા સમયનો પણ વધારો કરી શકતો નથી.
26 D'araŋ si hin ka te haŋ kaŋ ga kayna ka bisa, ifo se no araŋ ga karhã cindey sabbay se?
26જો તમે નાની બાબત પણ કરી શકતા નથી તો પછી બીજી બાબતોની ચિંતા શા માટે કરો છો?
27 Araŋ ma waaliya bokey guna, beeray kaŋ cine i ga te. I si ga taabi, i siino ga silli bi. Kulu nda yaadin ay ga ne araŋ se: baa Suleymanu nda nga darza kulu mana sutura ka to i afo cine.
27“જંગલી ફૂલોને જુઓ, તેઓ કેવી રીતે ઊગે છે. તેઓ તેમની જાત માટે નથી કપડાં બનાવતા કે નથી કંઈ કામ કરતાં. પણ હું તમને કહું છું કે મહાન ધનવાન રાજા સુલેમાન પણ સુંદર રીતે શણગારાએલાં ફૂલોમાંના એક જેવો પણ પહેરેલો ન હતો.
28 Amma da Irikoy ga bankaaray yaadin te subu kaŋ go batama ra se, kaŋ hunkuna a go no, suba mo i g'a catu danji ra, sanku fa araŋ, a g'araŋ bankaara, cimbeeri kayna koyey.
28એ પ્રમાણે દેવ ખેતરના ઘાસને સુંદર વસ્ત્રો પહેરાવે છે તેમ ઘાસ આજે જીવે છે. પણ આવતીકાલે તેને બાળી નાખવા આગમાં નંખાય છે. તેથી તું જાણ કે દેવ તને વધારે સારું પહેરાવશે. તેથી આવો અલ્પવિશ્વાસ ન રાખો.
29 Araŋ ma si ceeci haŋ kaŋ araŋ ga ŋwa da haŋ kaŋ araŋ ga haŋ, wa si karhã mo.
29“તેથી હંમેશા તમે શું ખાશો અને શું પીશો તેના વિષે વિચાર ન કરો. તેના વિષે ચિંતા ન કરો.
30 Zama hayey din kulu, ndunnya dumey goono g'i ceeci, amma araŋ Baabo ga bay araŋ ga laami nd'ey.
30જગતના બધા લોકો તે વસ્તુઓ મેળવવા પ્રયત્ન કરે છે. તમારો પિતા જાણે છે કે તમારે તે વસ્તુઓની જરૂર છે.
31 Day wa Irikoy koytara ceeci, nga mo ga hayey din tonton araŋ se.
31જે વસ્તુઓ તમને જોઈએ છે તે દેવનું રાજ્ય છે. પછી આ બધી જરૂરી વસ્તુઓ તમને આપવામાં આવશે.
32 Ya araŋ kuru kayna, wa si humburu! Zama a ga kaan araŋ Baabo se a m'araŋ no koytara.
32“ઓ નાની ટોળી, તમે ડરશો નહિ, તમારા પિતા તમને રાજ્ય આપવા ઈચ્છે છે.
33 Wa araŋ arzaka neera ka no sargayyaŋ. Wa fooloyaŋ te araŋ boŋ se kaŋ yaŋ si zeen, arzaka kaŋ si gaze. Beena ra n'a go, nangu kaŋ zay si maan, kollo mo si hasaraw te.
33તમારી પાસે જે વસ્તુઓ છે તે વેચી દો અને જેઓને જરૂર છે તેઓને તે પૈસા આપી દો. આ જગતની સંપત્તિ સદા રહેતી નથી. તેથી જે સંપત્તિ સતત રહે તે મેળવો. તમારી જાત માટે આકાશમાં ખજાનો પ્રાપ્ત કરો. તે ખજાનો સદા રહેશે. આકાશમાંના ખજાનાને ચોરો ચોરી શકતા નથી, અને કીડા તેનો નાશ કરી શકતા નથી.
34 Zama nango kaŋ ni arzaka go, noodin no ni bina mo ga bara.
34જ્યાં તમારો ખજાનો હશે ત્યાં જ તમારુંચિત્ત રહેશે.
35 Araŋ ma goro nda guddama, araŋ fitilley goono ga di.
35“તૈયાર થાઓ, પૂર્ણ પોષાક પહેરો, તમારા દીવા સળગતા રાખો.
36 Araŋ ma bara danga borey kaŋ yaŋ ga ngey koyo fonda guna, waati kaŋ a ga kaa ka fun hiijay bato do, zama d'a kaa ka kobi, i ma fiti a se sahãadin.
36લગ્ન સમારંભમાંથી ઘેર પાછા આવતા ધણીની રાહ જોતાં સેવકો જેવા થાઓ. ધણી આવે છે અને ટકોરા મારે છે. દાસો ધણી માંટે બારણું ઉઘાડે છે.
37 Albarkanteyaŋ no bannyey din kaŋ d'i koyo kaa, a ga kaa ka gar i goono g'a batu. Haciika ay ga ne araŋ se: a ga nga boŋ guddu, k'i gorandi ŋwaaro do, a ma kaa k'i saajaw.
37એ દાસોને ધન્ય છે કારણ કે જ્યારે તેઓનો ધણી ઘરે આવે છે અને તે જુએ છે કે તેના દાસો તૈયાર છે અને તેની વાટ જુએ છે. હું તમને સત્ય કહું છું, ધણી તેની જાતે કામ માટે કપડાં પહેરશે અને દાસોને મેજ પાસે બેસવા કહેશે. પછી ધણી તેમની સેવા કરશે.
38 Da mo cin batu hinkanta ra no a kaa, wala ihinzanta ra, k'i gar yaadin, albarkanteyaŋ no bannyey din.
38પેલા દાસોને મધરાત પછી મોડેથી તેઓના ધણીની આવવાની રાહ જોવી પડે. તેઓનો ધણી જ્યારે આવે છે, ત્યારે તેઓને રાહ જોતા જોઈને તે આનંદ પામે છે.
39 Amma ma woone bay: da windikoyo ga bay saaya kaŋ no zay ga kaa, a si naŋ i ma nga fuwo fun.
39“આ યાદ રાખો, ઘરનો ધણી જો જાણતો હોત કે ક્યા સમયે ચોર આવશે તો પછી ધણી ચોરને તેના ઘરમાં ઘૂસવા દેત નહિ.
40 Araŋ mo ma goro soolanteyaŋ, zama saaya kaŋ ra araŋ mana tammahã no Boro Izo ga kaa.»
40તેથી તમે પણ તૈયાર રહો! માણસનો દિકરો તમે ધાર્યુ નહિ હોય તેવા સમયે આવશે.”
41 Bitros ne: «Rabbi, iri se no ni goono ga misa wo ci, wala boro kulu se?»
41પિતરે કહ્યું, “પ્રભુ, તેં આ વાર્તા અમારા માટે કહી કે બધા લોકો માટે?”
42 Rabbi mo ne: «May no binde jine funo wo kaŋ gonda naanay da laakal, kaŋ a koyo n'a daŋ nga windo almayaaley boŋ, zama a m'i no ŋwaari alwaato kaŋ ga hagu ra?
42પ્રભુએ કહ્યું, “શાણો અને વિશ્વાસપાત્ર સેવક કોણ છે? ધણી એક દાસ પર વિશ્વાસ રાખે છે જે બીજા દાસોને સમયસર તેમનું ખાવાનું આપશે. એ દાસ કોણ છે જેના પર ધણી તે કામ કરવાનો વિશ્વાસ રાખે છે?
43 Tamo wo ya albarkante no, d'a koyo kaa ka gar a goono ga te yaadin.
43જ્યારે ધણી આવે છે અને પોતે દાસને સોંપેલું કામ કરતાં જુએ છે, ત્યારે તે દાસ ઘણો સુખી થશે.
44 Haciika ay ga ne araŋ se: a g'a daŋ a ma nga jinayey kulu dabari.
44હું તમને સત્ય કહું છું, “ધણી તે દાસને પોતાની સર્વ માલમિલકતની સંભાળ રાખવા પસંદ કરે છે.
45 Amma da tam din ga ne nga bina ra: ‹Ay koyo ga gay hal a ga kaa,› hal a ma soobay ka tamtaray hangasiney kar, alborey da wayborey, a ma ŋwa ka haŋ ka bugu mo.
45“પણ જો દાસ દુષ્ટ હોય અને વિચારે કે તેનો ધણી જલદીથી પાછો આવશે નહિ, તો પછી શું બને? પેલો દાસ બીજા દાસો અને દાસીઓને મારવાનું શરૂ કરશે. તે ખાશે, પીશે અને છાકટો બનશે.
46 Tamo din koyo ga kaa zaaro kaŋ a mana tammahã din ra, da saaya kaŋ a si bay ra. A g'a barzu k'a gaahamo kulu bagu-bagu k'a baa ye borey kaŋ sinda naanay banda.
46પછી પેલા દાસનો ધણી આવશે ત્યારે પેલો દાસ તૈયાર હશે નહિ. દાસે ધારણા નહિ કરી હોય કે ધણી આવશે તેવા સમયે તે આવશે પછી ધણી પેલા દાસને શિક્ષા કરશે. ધણી તેને બીજા લોકો જે તેની આજ્ઞા પાળતા નથી તેમની સાથે દૂર કાઢી મૂકશે.
47 Tam kaŋ na nga koyo miila bay, amma a mana soola, a mana koyo miila te mo, kal i m'a barzu gumo.
47“પેલા દાસે જાણ્યું, તેનો ધણી તેની પાસે શું કરાવવા માંગતો હતો પણ તે દાસે તેની જાતને તૈયાર કરી નહિ અથવા તેના ધણીની ઈચ્છા પ્રમાણે જે કરવાનું હતું તે માટે પ્રયત્ન પણ કર્યો નહિ, તેથી તે દાસને ઘણી બધી શિક્ષા થશે!
48 Amma boro kaŋ mana bay, a te mo haŋ kaŋ to barzuyaŋ, i g'a barzu kayna. Boro kulu mo kaŋ se i na iboobo no, a do no i ga iboobo ceeci. Nga mo kaŋ i na iboobo daŋ a kambe ra, a do no i ga ceeci ka bisa.
48પણ તે દાસોનું શું કે જેઓ તેમના ધણી શું ઈચ્છે છે તે જાણતા નથી? તે દાસ શિક્ષા થાય તેવાં જ કામ કરે છે. પણ જે દાસો તેમને શું કરવાનું છે તે જાણે છે તેના કરતા તેને ઓછી શિક્ષા થશે. જે વ્યક્તિને વધારે આપવામાં આવ્યું હશે તે વધારે હોવા માટે પણ જવાબદાર થશે. જે વ્યક્તિ પાસેથી વધારે અપેક્ષા રાખવામાં આવશે ત્યારે તેની પાસેથી વધારે માંગણી કરવામાં આવશે.”
49 Ay kaa zama ay ma danji catu ndunnya boŋ. Doŋ day i ma jin k'a funsu!
49ઈસુએ બોલવાનું ચાલુ રાખ્યું, “હું પૃથ્વી પર આગ વરસાવવા આવ્યો છું. જો આગ પ્રસરી જ ગઇ હોય તો હું બીજું શું ઈચ્છું!
50 Ay gonda baptisma fo kaŋ i g'ay baptisma te d'a. Ay go kankami ra mo hal a ma timme.
50મારે જુદા જ પ્રકારના બાપ્તિસ્મા સાથે બાપ્તિસ્મા પામવું જોઈએ અને તે પૂરું થતાં સુધી હું ઘણી ચિંતામાં છું.
51 Wala araŋ ga tammahã ay kaa zama ay ma baani daŋ ndunnya ra no? Ay ga ne araŋ se: manti yaadin no bo, kala day fayyaŋ.
51શું તમે એમ માનો છો કે હું દુનિયાને શાંતિ આપવા આવ્યો છું? ના હું તો દુનિયાના ભાગલા પાડવા આવ્યો છું!
52 Zama ne ka koy jina boro gu ga bara windi fo ra kaŋ yaŋ ga fay da care. Ihinza ga gaaba nda ihinka, ihinka mo ga gaaba nda ihinza.
52કેમ કે હવે એ પરિવારના પાંચ માણસોમાં ભાગલા પડશે. એટલે કે ત્રણ બેની સામે, અને બે ત્રણની સામે.
53 I ga fay da care: baaba ga gaaba nda nga ize aru, ize aro mo ga gaaba nda baabo. Nya ga gaaba nda ize way, ize wayo mo ga gaaba nda nyaŋo. Anzuray ga gaaba nda nga anzuray way, anzuray wayo mo ga gaaba nda nga anzuray.»
53પિતા અને પુત્રમાં ભાગલા પડશે: દીકરો તેના પિતાની વિરૂદ્ધ થશે. પિતા તેના પુત્રની વિરૂદ્ધ થશે. મા અને પુત્રીમાં ભાગલા પડશે: પુત્રી તેની માની વિરોધી થશે. મા તેની પુત્રીની વિરોધી થશે સાસુ અને વહુમાં ભાગલા પડશે: વહુ તેની સાસુની વિરોધી થશે. સાસુ તેની વહુની વિરોધી થશે.”
54 A ne borey marga se: «D'araŋ di beena hirri wayna funay haray, sahãadin no araŋ ga ne: ‹Hari go kaa,› yaadin mo no ga te.
54પછી ઈસુએ લોકોને કહ્યું, “જ્યારે તમે પશ્ચિમમાં મોટાં વાદળા ઘેરાતાં જુઓ છો ત્યારે તમે કહો છો કે; વર્ષાનું ઝાપટું આવશે; અને વરસાદ પડશે. અને ખરેખર વરસાદ પડે છે.
55 Da haw ga faaru ka fun dandi kambe haray mo, kal araŋ ma ne: ‹Fufule ga te,› yaadin mo no a ga bara.
55જ્યારે તમને લાગે છે કે દક્ષિણમાંથી પવન ફૂંકાય છે ત્યારે તમે કહો છો કે, ‘તે દિવસે ખૂબ ગરમી પડશે, અને તમે સાચા છો.’
56 Araŋ wo munaficey! Araŋ ga hin ka ndunnya nda beena baaru fay-fay, amma zamana wo, ifo se no araŋ si hin k'a fasara?
56ઓ ઢોંગીઓ! તમે હવામાન સમજી શકો છો તો હમણાં જે બની રહ્યું છે તે તમે શા માટે સમજતા નથી?
57 Ifo se no araŋ bumbey, araŋ si ciiti nda wo kaŋ ga saba?
57“શું સાચું છે તેનો તમે તમારી જાતે કેમ નિર્ણય કરતા નથી?
58 Zama za ni goono ga dira ni yanjekaaro banda ka koy alkaali do, fonda ra ni ma te dabari ka ni boŋ kaa. A ma si te hambara a ma konda nin alkaalo do, alkaalo mo ma ni no doogarey se, doogarey mo ma ni daŋ kaso ra.
58જ્યારે તારા વિરોધી સાથે ફરિયાદ નોંધાવવા માટે ન્યાયાલયમાં જતો હોય તો રસ્તામાં જ તેની સાથે સમાધાન કરવાનો પ્રયત્ન કર. જો તું તેનો ઉકેલ નહિ લાવે તો તે તને ન્યાયાધીશ આગળ ઘસડી જશે. રખે ન્યાયાધીશ તને અધિકારીને સોંપે. અને તે તને બંદીખાનામાં નાખે.
59 Ay ga ne ni se: ni si fatta noodin abada, kala nda ni na tanka kulu me bana.»
59હું તને કહું છું તું પ્રત્યેક દમડી જે તારે ચુકવવાની છે તે નહિ આપે ત્યાં સુધી તું ત્યાંથી બહાર નીકળશે નહિ.”