1 Amma jirbi iyya zaari sintina, za mo bo, i kaa saara do ka kande yaazi jinayey kaŋ i soola.
1વહેલી સવારે, અઠવાડિયાના પહેલા દિવસે, સ્ત્રીઓ કબર પાસે જ્યાં ઈસુનો દેહ મૂક્યો હતો ત્યાં આવી. તેઓ તેને માટે બનાવેલા સુગંધી દ્ધવ્યો લાવી હતી.
2 I gar i na tondo gunguray k'a kaa saara me gaa.
2એક ભારે પથ્થર કબરના દ્ધારને બંધ કરવા મૂકવામાં આવ્યો હતો. પણ સ્ત્રીઓએ જેયું કે પથ્થર ગબડાવી દેવામાં આવ્યો હતો.
3 I furo, amma i mana di Rabbi Yesu gaahamo.
3તેઓ અંદર ગઇ, પણ તેઓએ પ્રભુ ઈસુનો દેહ જોયો નહિ.
4 A go no mo, kaŋ woodin goono g'i boŋ haw, kala alboro hinka kay i jarga nda bankaaray kaŋ ga nyaale.
4સ્ત્રીઓ આ સમજી શકી નહિ જ્યારે તેઓ આ વિષે અચરજ પામતાં હતાં ત્યારે ચળકતાં લૂગડામાં બે માણસો (દૂતો) તેઓની બાજુમાં આવીને ઊભા.
5 Za kaŋ wayborey goono ga humburu ka ngey moydumey ye hala ganda, kala alborey ne i se: «Ifo se no araŋ go ga fundikooni ceeci buukoy do?
5તે સ્ત્રીઓ ઘણી ગભરાઇ ગઇ; તેઓએ તેમના મસ્તક નીચાં નમાવ્યા. તે બે માણસોએ સ્ત્રીઓને કહ્યું કે, “જે જીવંત વ્યક્તિ છે તેને તમે અહી શા માટે શોધો છો? આ જગ્યા તો મરેલા લોકો માટે છે.
6 A si neewo. Irikoy n'a tunandi no. Day araŋ ma fongu nda sanno kaŋ a te araŋ se za a go Galili,
6ઈસુ અહી નથી. તે મૃત્યુમાંથી ઊઠ્યો છે! તમને યાદ છે જ્યારે તે ગાલીલમાં હતો ત્યારે શું કહ્યું હતું?
7 kaŋ a ne: ‹Tilas kal i ma Boro Izo daŋ zunubikooney kambey ra, i m'a kanji*, jirbi hinzanta mo a ma tun.› »
7ઈસુએ કહ્યું હતું કે માણસનો દીકરો દુષ્ટ માણસોને સોંપાય, વધસ્તંભ પર જડાય અને મારી નંખાય તથા ત્રીજા દિવસે પાછો ઊઠે એ અવશ્યનું છે.”
8 Wayborey fongu nd'a sanney.
8પછી સ્ત્રીઓને ઈસુએ જે કહ્યું હતું તે યાદ આવ્યું.
9 I kaayanta ka fun saara do, i na baaro din kulu no iway cindi fa din da ganakoy kulu se.
9સ્ત્રીઓ કબર આગળથી પાછી આવી અને અગિયાર શિષ્યો તથા બીજા શિષ્યો પાસે ગઇ. સ્ત્રીઓએ કબરમાં જે કંઈ શયું હતું તે બધું તેઓને કહ્યું.
10 Wayborey din neeya: Maryama Magdaliya bora, da Yuwanna, da Maryama Yakuba nya, da wayboro cindey kaŋ yaŋ n'i dum. I na hayey din kulu ci diyey* se.
10આ સ્ત્રીઓમાં મગ્દલાની મરિયમ, યોહાન્ના યાકૂબની મા મરિયમ તથા કેટલીએક બીજી સ્ત્રીઓ હતી. આ સ્ત્રીઓએ પ્રેરિતોને જે કંઈ બન્યું હતું તે બધું કહ્યું.
11 Sanney din binde mana hima i se kala sanni yaamo cine. I wangu k'i cimandi.
11પરંતુ સ્ત્રીઓએ જે કહ્યું તે પ્રેરિતોએ માન્યું નહિ. એ વાતો મૂર્ખાઇ ભરેલી લાગી.
12 Amma Bitros tun da zuray ka koy saara do. Kaŋ a gungum ka niigaw a ra haray, kal a di sutura zaarey goono ga jisi kambu fo gaa. A dira noodin, a goono ga dambara nga bina ra da hayey din kaŋ te.
12પણ પિતર ઊભો થયો. જો આ સાચું હોય તો તે જોવા માટે કબરે એકલો દોડ્યો. તેણે અંદર જોયું. પણ તેણે ઈસુને જેમાં વીંટાળ્યો હતો તે લૂગડાં જ માત્ર જોયાં. ત્યાં ફક્ત લૂગડાં જ પડેલા હતાં. ઈસુ નહતો. પિતરે જે થયું હતું તે સંબધી આશ્ચર્ય પામીને એકાંત માટે દૂર ચાલ્યો ગયો.
13 Guna mo, i boro hinka goono ga dira hano din hane ka koy kawye fo do kaŋ se i ga ne Imuwasu. Kawya ga mooru Urusalima sanda kilometar way cindi fo cine.
13તે જ દિવસે શિષ્યોમાંથી બે એમ્મોસ નામના શહેરમાં જતા હતા. તે યરૂશાલેમથી લગભગ સાત માઇલ દૂર હતું.
14 I goono ga salaŋ care se ka fakaaray da hayey din kaŋ te.
14તેઓ બધા સાથે જે કંઈ બનાવો બન્યા હતા તે અંગે વાતો કરતા હતા.
15 A go no mo, i go sanno gaa ga salaŋ care se, kala Yesu bumbo maan i gaa ka dira i banda.
15જ્યારે તેઓ આ બાબતમાં ભેગા થઈ વાતો કરતા હતા અને ચર્ચા કરતા હતા ત્યારે ઈસુ પોતે તેઓની નજીક આવીને તેઓની સાથે ચાલ્યો.
16 Amma i moy go birim-birim zama i ma s'a bay.
16(પણ પેલા બે માણસોને ઈસુને ઓળખવાની દષ્ટિ નહોતી.)
17 A ne i se: «Sanni fo dumi no araŋ goono ga te care se araŋ dirawo ra?» I kay. I moydumey gonda bine saray alhaali.
17પછી ઈસુએ કહ્યું કે, “તમે ચાલતાં ચાલતાં એકબીજાની સાથે શાની ચર્ચા કરો છો?” તે બે માણસો ઊભા રહ્યા. તેઓના ચહેરા ઘણા ઉદાસ દેખાતા હતા.
18 I ra afo kaŋ se i ga ne Ciliyobas tu a se ka ne: «Ni hinne no ga ti yaw Urusalima, kaŋ mana bay hayey kaŋ te jirbey wo gaa?»
18કલિયોપાસ નામના એકે ઉત્તર આપ્યો કે, “યરૂશાલેમમાં ફક્ત તું જ એકલો એવો માણસ હશે જે છેલ્લા થોડા દિવસો પહેલાં ત્યાં શું થયું છે તે તું જાણતો નથી.”
19 A ne i se: «Hari woofo yaŋ?» I ne a se: «Yesu, Nazara bora ciine, kaŋ ga ti annabi kaŋ gonda dabari goy ra da sanni ra, Irikoy jine da jama kulu jine mo.
19ઈસુએ તેઓને કહ્યું કે, “કયા બનાવો?” પેલા માણસોએ તેને કહ્યું કે, “તે ઈસુ વિષે જે નાસરેથનો છે. દેવ અને બધા લોકો માટે તે એક મહાન પ્રબોધક હતો. તેણે કહ્યા પ્રમાણે પરાક્રમમાં મહાન ચમત્કારો કર્યા.
20 Mate kaŋ cine alfaga beerey d'iri mayraykoyey na wiyaŋ ciiti te a se k'a kanji* mo.
20પણ અમારા અધિકારીઓ અને મુખ્ય યાજકોએ મરણદંડ માટે તેને દૂર મોકલી દીધો. તેઓએ ઈસુને વધસ્તંભે ખીલાઓ વડે જડ્યો.
21 Amma iri wo, iri na laakal dak'a gaa, hala nga no ga ti boro kaŋ ga ba ka Israyla* fansa. Woodin banda mo, hunkuna ga ti hayey din teeyaŋo zaari hinzanta.
21અમને આશા હતી કે તે એક ઈસ્ત્રાએલનો ઉદ્ધાર કરનાર થશે. પણ પછી આ બધું બન્યું. અને હવે બીજું કંઈક. આ બનાવો બન્યાને આજે ત્રીજો દિવસ છે.
22 Koyne, iri jama ra wayboro fooyaŋ, kaŋ i koy saara do za susubo, i n'iri dambarandi.
22પણ આજે અમારામાંની કેટલીએક સ્ત્રીઓએ અમને આશ્ચર્યજનક વાત કરી. આ વહેલી સવારે સ્ત્રીઓ કબર પાસે ગઇ જ્યાં ઈસુના દેહને મૂકવામાં આવ્યો હતો.
23 Zama waato kaŋ i man'a gaahamo gar, i ye ka kaa ka ne ngey di malaykey kaŋ yaŋ bangay i se ka ne a ga funa.
23પણ તેઓએ ત્યાં તેનું શરીર દીઠું નહિ. તેઓએ આવીને અમને કહ્યું કે તેઓએ બે દૂતના પણ દર્શન કર્યા. દૂતોએ કહ્યું કે, “ઈસુ જીવંત છે!”
24 Boro fooyaŋ kaŋ yaŋ go iri banda mo koy saara do. I di yaadin mo no mate kaŋ wayborey ci, amma i mana di Yesu bumbo.»
24તેથી અમારા કેટલાએક જૂથ પણ કબર પાસે ગયા. ત્યાં સ્ત્રીઓએ કહ્યું તેવું જ હતું-કબર ખાલી હતી. અમે જોયું, પણ અમે ઈસુને જોયો નહિ.”
25 Kala Yesu ne i se: «Araŋ kaŋ sinda laakal, kaŋ biney ga sandi ka hay kulu cimandi kaŋ annabey ci.
25પછી ઈસુએ તે બે માણસોને કહ્યું કે, “તમે મૂર્ખ છો, અને ધીમા છો જે બધી વસ્તુઓ તમને પ્રબોધકોએ કહી છે તે સમજવા માટે વિશ્વાસ હોવો જોઈએ.
26 Manti wazibi no Almasihu se a ma taabi woone yaŋ haŋ, ka furo nga darza ra bo?»
26પ્રબોધકોએ કહ્યું હતું કે ખ્રિસ્તે તેના મહિમામાં પ્રવેશતા પહેલા આ બધું સહેવું પડશે.”
27 Kal a sintin za Musa tira gaa ka koy hala Annabey kulu Tirey ra, ka nga boŋ waney fasar i se Tira Hanney kulu ra.
27પછી ઈસુએ બધું સમજાવવાની શરુંઆત કરી. જે તેના સંબંધી ધર્મલેખોમાં લખાયેલું હતું. ઈસુએ મૂસાના પુસ્તકોથી શરુંઆત કરી અને પછી પ્રબોધકોએ તેના વિષે શું કહ્યું હતું તેની વાત કરી.
28 I to kawya kaŋ do i go ga koy. Yesu te danga nga ga koy jina.
28તેઓ એમ્મોસના શહેરની નજીક આવ્યા અને ઈસુએ ત્યાં રોકાઇ જવાની કોઈ યોજના ના હોય તેમ આગળ જવાનું ચાલું રાખ્યું.
29 I n'a faali ka ne: «Ma zumbu iri do, zama wiciri kambo to, zaaro mo maan banyaŋ.» A furo mo zama nga ma zumbu i do.
29પણ તેઓ તેને રાકવા ઈચ્છતા હતા. તેઓએ તેને આગ્રહ કર્યો, “અમારી સાથે રહે.” મોડું થયું છે લગભગ રાત્રી થઈ ગઇ છે. તેથી તે તેઓની સાથે રહેવા અંદર ગયો.
30 A go no mo, waato kaŋ a goro i banda ŋwaaro do, kal a na buuru kunkuni fo sambu k'a albarkandi, k'a ceeri ka salle i se.
30ઈસુ તેઓની સાથે નીચે જમવા બેઠો અને થોડી રોટલી લીધી અને તેણે ભોજન માટે સ્તુતિ કરી અને તેના ભાગ પાડ્યા. પછી તે તેઓને આપ્યા.
31 Kal i moy fiti, i n'a bay mo. Amma a ye ka daray i se.
31તે વખતે, તેઓને ઈસુને ઓળખવાની દષ્ટિ મળી. પણ જ્યારે તેઓએ જોયું કે તે કોણ હતો ત્યારે તે અદ્ધશ્ય થઈ ગયો.
32 Gaa no i ne ngey nda care se: «Manti iri biney farhã iri ra, waato kaŋ a goono ga salaŋ iri se fonda ra, ka Tira Hanney feeri iri se?»
32બંને માણસોએ એકબીજાને કહ્યું કે, “જ્યારે ઈસુ રસ્તા પર આપણી સાથે વાત કરતો હતો ત્યારે આપણા હ્રદયમાં આગ સળગતી હતી. જ્યારે તે ધર્મલેખોના અર્થ સમજાવતો તે ઉત્સાહદાયક હતું.”
33 Saaya din ra mo i tun ka ye Urusalima. I kaa ka gar iway cindi fa go margante, da borey kaŋ yaŋ go i banda mo.
33પછી તે બંને માણસો ઊભા થયા અને યરૂશાલેમ પાછા ફર્યા. યરૂશાલેમમાં તેઓએ ઈસુના શિષ્યોને ભેગા થયેલા જોયા. અગિયાર પ્રેરિતો અને પેલા લોકો જે તેઓની સાથે હતા.
34 I goono ga ne: «Haciika, Irikoy na Rabbi tunandi, a bangay Siman se mo.»
34તેઓએ કહ્યું કે, “પ્રભુ, ખરેખર મૃત્યુમાંથી ઊઠ્યો છે! તેણે પોતે સિમોનને દર્શન આપ્યા છે.”
35 Boro hinka din dede hari kaŋ te fonda ra, da mate kaŋ i n'a bay buuru ceeriyaŋo waate mo.
35પછી તે બે માણસોએ રસ્તા પર જે કંઈ બન્યું હતું તે બધું કહ્યું. જ્યારે ઈસુએ રોટલીના ટુકડા કર્યા ત્યારે તેઓએ ઈસુને કેવી રીતે ઓળખ્યો તે વિષે પણ વાત કરી.
36 Kaŋ i go woodin ciyaŋ gaa, kala Yesu bumbo kay i bindo ra ka ne i se: «Laakal kanay ma bara araŋ banda.»
36જ્યારે તે બે માણસો આ વાત કહેતા હતા, ઈસુ પોતે શિષ્યોના સમૂહમાં ઊભો રહ્યો. ઈસુએ કહ્યું કે, “તમને શાંતિ થાઓ.”
37 Amma i gartu, i goono ga humburu gumo. I ho hala biya no ngey goono ga di.
37શિષ્યો આશ્ચર્ય પામ્યા. તેઓ ગભરાઇ ગયા. તેઓએ વિચાર્યું કે તેઓ ભૂત જોઈ રહ્યા હતા.
38 Kal a ne i se: «Ifo se no araŋ laakaley tun? Ifo se mo no araŋ goono ga sikka araŋ biney ra?
38પણ ઈસુએ કહ્યું કે, “તમે કેમ ગભરાઓ છો? તમે જે જુઓ છો તેમાં શંકા શા માટે કરો છો?
39 Araŋ ma guna ay kambey d'ay cey. Ay no, ay bumbo. W'ay ham ka maa, zama biya sinda basi nda biri mate kaŋ araŋ goono ga di ay gonda.»
39મારા હાથો અને પગો તરફ જુઓ. તે ખરેખર હું જ છું! મને સ્પર્શ કરો. તમે જોઈ શકશો કે મારી પાસે જીવંત શરીર છે; ભૂતને આના જેવું શરીર હોતું નથી.”
40 Kaŋ a na woodin ci, a na nga kambey da nga cey cab'i se.
40ઈસુએ તેઓને આમ કહ્યા પછી તેણે તેઓને તેના હાથોના અને પગોના ઘા બતાવ્યાં.
41 Za i go cimandiyaŋ-jaŋay ra jina, dambara nda farhã sabbay se, a ne i se: «Araŋ gonda ŋwaari ne, wala?»
41શિષ્યો આનંદથી આશ્ચર્યમાં પડી ગયા હતા. ઈસુ જીવતો હતો તે જોઈને તેઓ ખૂબ ખૂબ પ્રસન્ન થયા. હજુ તેઓએ જે જોયું તે માનવા તેઓ તૈયાર નહોતા. ઈસુએ તેઓને કહ્યું કે, “અહી તમારી પાસે કંઈ ખાવાનું છે?”
42 I no a se hamisa tonnante dumbari fo.
42તેઓએ તેને એક રાંધેલી માછલીનો ટુકડો આપ્યો.
43 A n'a sambu k'a ŋwa i jine.
43જ્યારે શિષ્યો જોતા હતા ત્યારે ઈસુએ માછલી લીધી અને તે ખાધી.
44 A ne i se mo: «Woone yaŋ ga ti ay sanney kaŋ ay ci araŋ se, za ay go araŋ do jina, kaŋ ay ne: hari kulu kaŋ i hantum ay boŋ Musa Tawreto* ra da Annabey* Tirey ra da Zabura* ra, tilas kal i ma kubay.»
44ઈસુએ તેઓને કહ્યું કે, “યાદ કરો જ્યારે હું તમારી સાથે હતો ત્યારે મેં એ વાતો તમને કહી હતી કે મૂસાના નિયમશાસ્ત્રમાં તથા પ્રબોધકોનાં પુસ્તકોમાં તથા ગીતશાસ્ત્રમાં મારા સંબંધી જે લખેલું છે તે બધું થવું જોઈએ.”
45 Waato din gaa a n'i laakaley feeri hal i ma du ka faham da Tira Hanney.
45ઈસુએ ધર્મલેખો શિષ્યોને સમજાવ્યા. ઈસુએ તેના વિષે લખેલી વાતો સમજાવવામાં તેમને મદદ કરી.
46 A ne i se mo: «Yaa no i hantum: Almasihu ga taabi haŋ, zaari hinzanta a ga tun ka fun buukoy game ra.
46પછી ઈસુએ તેઓને કહ્યું કે, “તે લખેલું છે કે ખ્રિસ્તને મારી નાખવામાં આવશે અને ત્રીજા દિવસે તે મૃત્યુમાંથી ઊઠશે.
47 I ga tuubi nda zunubi yaafayaŋ waazo te a maa ra mo ndunnya dumey kulu se. I g'a sintin za Urusalima.
47[This verse may not be a part of this translation]
48 Araŋ ya seedayaŋ no hayey din gaa.
48[This verse may not be a part of this translation]
49 Guna mo, ay g'ay Baaba alkawlo donton araŋ boŋ. Amma araŋ ma goro kwaara ra jina hala Irikoy ma dabari daŋ araŋ gaa, beene wane.»
49ધ્યાનથી સાંભળો! મારા બાપે તમને જે વચન આપેલ છે તે હું તમને મોકલીશ. પણ જ્યાં સુધી તમે આકાશથી પરાક્રમે વેષ્ટિત થાઓ ત્યાં સુધી તમારે યરૂશાલેમમાં રહેવું જોઈએ.”
50 A furo i jine kala Baytaniya haray ka nga kambey salle k'i albarkandi.
50ઈસુ તેના શિષ્યોને યરૂશાલેમની બહાર લગભગ બેથનિયા લઈ ગયો. ઈસુએ તેના હાથ ઊંચા કર્યા અને તેના શિષ્યોને આશીર્વાદ આપ્યા.
51 A go no mo, kaŋ a go i albarkandiyaŋo gaa, kal a fay d'ey ka ziji beene.
51જ્યારે ઈસુ તેઓને આશીર્વાદ આપતો હતો ત્યારે તેઓથી તે છૂટો પડ્યો અને આકાશમાં લઈ જવામાં આવ્યો.
52 I ye Urusalima nda farhã bambata.
52શિષ્યોએ તેનું ભજન કર્યુ. તેઓ યરૂશાલેમમાં પાછા ફર્યા. તેઓ ખૂબ પૂર્ણ આનંદિત હતા.
53 Waati kulu i go Irikoy windo ra mo ka Irikoy sifa.
53તેઓ બધો જ સમય દેવની સ્તુતિ કરતાં, મંદિરમાં રહ્યા.