1 Farisi* fonda borey da asariya* dondonandiko fooyaŋ kaŋ fun Urusalima* kaa ka margu Yesu do.
1કેટલાએક ફરોશીઓ અને કેટલાએક શાસ્ત્રીઓ યરૂશાલેમમાંથી આવ્યા. તેઓ ઈસુની આજુબાજુ ભેગા થયા.
2 Kal i di a talibi fooyaŋ goono ga ŋwa da kambey kaŋ i mana nyun.
2ફરોશીઓ અને શાસ્ત્રીઓ ઈસુના કેટલાએક શિષ્યોને ગંદા હાથો વડે ખાતાં જોયા. (‘ચોખ્ખા નહિ’ નો અર્થ: ફરોશીઓ લોકોને આગ્રહ કરતા કે જે અમુક રીતે તેમના હાથ થોવા જોઈએ તે રીતે ધોયા ન હતા.)
3 Zama Farisi fonda borey da Yahudancey kulu si ŋwa kala nd'i na ngey kambey nyun jina, arkusey* alaadey boŋ.
3ફરોશીઓ અને બધા યહૂદીઓ તેમની વિશિષ્ટ રીતે હાથ ધોયા વિના કદાપિ ખાતા નથી. તેઓ તેમની અગાઉ થઈ ગયેલા મહાન લોકોએ આપેલા ઉપદેશને અનુસરવા આ કરતા.
4 D'i fun habu mo, i si ŋwa kala nd'i hanan jina. Hari boobo mo go no koyne kaŋ i ta ka yaari, sanda taasey da kusey da gullayzey da taabley nyunyaŋ waney.
4અને જ્યારે યહૂદીઓ બજારમાંથી કઈક ખરીદે છે. ત્યારે તેઓ તેને ખાસ રીતે ધુએ નહિ ત્યાં સુધી તેઓ કદી ખાતા નથી. તેઓ તેમની અગાઉ જે રહેતા હતા તે લોકોના બીજા નિયમોને પણ અનુસર્યા. તેઓ પ્યાલાઓ, ઘડાઓ અને ગાગરો ધોવા જેવા નિયમોને પણ અનુસરે છે.
5 Farisi fonda borey da asariya dondonandikoy binde na Yesu hã ka ne: «Ifo se no ni talibey siino ga arkusey alaadey gana, zama i go ga ŋwa da kambey kaŋ i mana nyun.»
5ફરોશીઓ અને શાસ્ત્રીઓએ ઈસુને કહ્યું, ‘તારા શિષ્યો અમારા મહાન લોકો જે અમારી અગાઉ જીવી ગયા તેઓએ અમને આપેલા નિયમોને અનુસરતા નથી. તારા શિષ્યો જે હાથો ચોખ્ખા નથી તેના વડે તેમનું ખાવાનું ખાય છે. તેઓ આમ શા માટે કરે છે?’
6 A ne i se: «Isaya na annabitaray te araŋ boŋ ihanna dumi, araŋ wo munaficey, mate kaŋ a hantum ka ne: ‹Jama wo go g'ay beerandi nda ngey meyey, amma i biney ga mooru ay.
6ઈસુએ જવાબ આપ્યો, ‘તમે બધા દંભી છો. યશાયા તમારા વિષે સાચું જ કહે છે. યશાયાએ લખ્યું છે, ‘આ લોકો કહે છે તેઓ મને માન આપે છે, પણ તેઓ ખરેખર મને તેમના જીવનનો મહત્વનો ભાગ બનાવતા નથી.
7 Day yaamo no i go ga sududu ay se. Dondonandiyaŋey kaŋ i ga te mo, borey alaadayaŋ no.›
7તેઓ મારી ભક્તિ વ્યર્થ કરે છે. જે વસ્તુઓનો તેઓ ઉપદેશ કરે છે તે તો લોકોએ બનાવેલા ફક્ત સાદા નિયમો છ.’ યશાયા 29:13
8 Araŋ na Irikoy lordey furu ka borey alaadey gaay.»
8તમે દેવની આજ્ઞાને અનુસરવાનું બંધ કર્યુ છે. હવે તમે માણસોના ઉપદેશો અનુસરો છો.’
9 Yesu ne i se mo: «Daahir no araŋ wangu Irikoy lordey, zama araŋ m'araŋ alaadey gana.
9પછી ઈસુએ તેઓને કહ્યું, ‘તમે ધારો છો કે તમે ચાલાક છો! તમે દેવની આજ્ઞા અવગણો છો જેથી તમે તમારા પોતાના ઉપદેશકને અનુસરી શકો.
10 Zama Musa ne: ‹Ni ma ni baaba nda ni nya beerandi.› A ne koyne: ‹Boro kaŋ na baaba wala nya wow mo, haciika i g'a wi.›
10મૂસાએ કહ્યું, ‘તમારે તમારા માતાપિતાને માન આપવું જોઈએ.’ પછી મૂસાએ કહ્યું, ‘જે કોઈ વ્યક્તિ તેના પિતા કે માની નિંદા કરે તેને મારી નાખવો જોઈએ.’
11 Amma araŋ ga ne: ‹Da boro fo ne nga baaba wala nga nya se: Haŋ kaŋ ga hima doŋ ni ma du ay do, woodin ga ti Korban› (sanda, ay n'a sarga* Irikoy se nooya),
11પણ તમે ઉપદેશ આપો છો કે વ્યક્તિ તેના પિતા અને માને કહી શકે, ‘મારી પાસે થોડુંક છે. હું તમને મદદ કરવા માટે તેનો ઉપયોગ કરી શકુ. પણ હું તમને મદદ કરવા માટે તેનો ઉપયોગ નહિ કરું. હું તે દેવને અર્પણ કરીશ.’
12 kulu araŋ si naŋ a ma goy baabo wala nyaŋo se koyne.
12તમે વ્યક્તિને તેના મા કે પિતા માટે એથી વધારે કાંઇ કરવાની મંજૂરી આપતા નથી.
13 Araŋ goono ga Irikoy sanno ciya sanni yaamo araŋ alaadey se, kaŋ araŋ wo daŋ. Hari boobo go no mo, woodin yaŋ dumi, kaŋ araŋ goono ga te.»
13તેથી તમે ઉપદેશ આપો છો કે દેવે જે કહ્યું છે તે મહત્વનું નથી. તમે ધારો છો કે તમે લોકોને જે ઉપદેશ આપો છો તે નિયમોને અનુસરવું તે વધારે મહત્વનું છે અને તમે તેના જેવું ઘણું કરો છો.’
14 A ye ka borey marga ce nga do ka ne i se: «Araŋ kulu ma maa ay sanno ka faham mo:
14ઈસુએ ફરીથી લોકોને તેમની પાસે બોલાવ્યા. તેણે કહ્યું, ‘પ્રત્યેક વ્યક્તિએ મને ધ્યાનથી સાંભળવો જોઈએ અને હું જે કહું છું તે સમજવું જોઈએ.
15 hay kulu si no kaŋ go boro se taray, kaŋ d'a furo boro gunda ra, a ga boro ziibandi. Amma wo kaŋ ga fun boro ra, nga no ga boro ziibandi.»
15એવી કોઈ વસ્તુ નથી જે વ્યક્તિ તેના શરીરમાં મૂકે છે જે તેને અપવિત્ર બનાવે છે. તેનામાંથી જે વસ્તુઓ બહાર આવે છે તેના વડે જ વ્યક્તિ અપવિત્ર બને છે.’
16 Boro kulu kaŋ gonda hanga kaŋ ga maa, a ma maa!
16તમે લોકો મારા શબ્દો ધ્યાનથી સાંભળો. તમને લોકોને જો કાન હોય તો, સાંભળો.
17 Waato kaŋ a dira ka borey marga naŋ ka furo fuwo ra a talibey na hã da misa wo.
17પછી ઈસુ તે લોકોને છોડીને ઘરમાં ગયો. શિષ્યોએ ઈસુને આ વાર્તા વિષે પૂછયું.
18 A ne i se: «Araŋ mo, araŋ sinda fahamay no? Araŋ mana bay kaŋ hay kulu kaŋ boro ga daŋ nga gunda ra si hin ka boro ziibandi,
18ઈસુએ કહ્યું, ‘તમને સમજવામાં હજુ મુશ્કેલી છે? તમે ખાતરીપૂર્વક જાણો છો કે બહારથી વ્યક્તિમાં એવું કશું પ્રવેશતું નથી જે તેને વટાળી શકે.
19 zama a si furo a bina ra, amma a ga goro teeley ra ka ye ka fatta taray.» (Yesu na sanney din ci zama nga ma ŋwaari kulu ciya halal* no.)
19ખોરાક વ્યક્તિના મગજમાં જતો નથી. ખોરાક તો પેટમાં જાય છે. પછી તે ખોરાક શરીરની બહાર નીકળી જાય છે.’ (જ્યારે ઈસુએ આ કહ્યું, તેનો અર્થ એ છે કે એવો કોઈ ખોરાક નથી જે લોકોને ખાવા માટે ખોટો છે.)
20 Koyne, Yesu ne i se: «Haŋ kaŋ ga fun boro ra, nga no ga boro ziibandi.
20અને ઈસુએ કહ્યું, ‘જે વસ્તુઓ વ્યક્તિઓમાંથી આવે છે તે જ તે વ્યક્તિને વટાળે છે.
21 Zama boro bina ra no miila laaley yaŋ ga fun, da zina* kulu dumi, da zaytaray, da boro wiyaŋ,
21આ બધી ખરાબ વસ્તુઓ વ્યક્તિના મનની અંદર શરૂ થાય છે. મનમાં ખોટા વિચારો, અનૈતિક પાપો, ચોરી, ખૂન,
22 da biniyay, da izefututaray, da zamba, da furkutaray, da mo futo, da Irikoy kaynayaŋ, da boŋbeeray, da saamotaray.
22વ્યભિચાર, સ્વાર્થ, લોકોનું ખરાબ કરવું, વ્યર્થ જીવન, પાપનાં કામો કરવા, અદેખાઇ, લોકોની નિંદા કરવી, મિથ્યા દંભ કરવો અને મૂર્ખાઈભર્યું જીવન.
23 Hari laaley wo dumi kulu no ga fatta boro bina ra ka boro ziibandi.»
23આ બધી દુષ્ટ વસ્તુઓ વ્યક્તિની અંદરથી આવે છે. આ વસ્તુઓ વ્યક્તિને વટાળે છે.’ : 21-28)
24 Waato kaŋ a tun noodin, a koy Tir* da Zidon*g* laabu. Kal a furo fu fo ra. A si ba boro kulu ma bay nga gaa, amma a si tugu borey se.
24ઈસુ તે જગ્યા છોડીને તૂરની આજુબાજુના પ્રદેશમાં ગયો. ઈસુ ત્યાં એક ઘરમાં ગયો. તે ત્યાં હતો એમ તે પ્રદેશના લોકો જાણે એમ ઈસુ ઈચ્છતો નહોતો. પણ ઈસુ ગુપ્ત રહી શક્યો નહિ.
25 Sahãadin wayboro fo go no kaŋ a ize kayna gonda follay. Waato kaŋ a maa Yesu baaru, a kaa ka ye ganda Yesu jine.
25એક સ્ત્રીએ સાંભળ્યું કે ઈસુ ત્યાં હતો. તેની નાની દીકરીની અંદર શેતાનનો અશુદ્ધ આત્મા હતો. તેથી તે સ્ત્રી ઈસુ પાસે આવીને તેના ચરણોમાં નમી પડી.
26 Waybora din Gareku boro no, a asulo mo Siro-Finiciya boro no. A soobay ka Yesu ŋwaaray a ma folla gaaray nga ize wandiya banda.
26તે સ્ત્રી યહૂદિ ન હતી. તે ગ્રીક હતી અને સિરિયા પ્રદેશના ફિનીકિયામાં જન્મી હતી. તે સ્ત્રીએ ઈસુને તેની દીકરીમાંથી ભૂત કાઢવાને વિનંતી કરી.
27 Yesu ne a se: «Ma naŋ zankey ma kungu jina, zama a si hagu i ma zankey ŋwaaro sambu k'a catu hans'izey se.»
27ઈસુએ તે સ્ત્રીને કહ્યું, ‘છોકરાંની રોટલી લઈને કૂતરાંઓને આપવી તે યોગ્ય નથી. પ્રથમ છોકરાંને તેઓ ઈચ્છે તેટલું બધું ખાવા દો.’
28 Amma waybora tu ka ne a se: «Oho, Rabbi. Amma baa hans'izey ga zanjarmey kaŋ ga fun ka kaŋ zanka kayney se ŋwa.»
28તે સ્ત્રીએ જવાબ આપ્યો,’ તે સાચું છે, પ્રભુ. પરંતુ છોકરા જે ખોરાકના નાના કકડાં મેજ નીચે પડે છે તે ખાતા નથી. તે કૂતરાંઓ ખાઇ જાય છે.’
29 Yesu ne a se: «Ni sanno wo sabbay se, ma koy. Folla fun ni ize wandiya banda.»
29પછી ઈસુએ સ્ત્રીને કહ્યું, ‘તે એક ઘણો સારો જવાબ છે, તું જઈ શકે છે. તે ભૂત તારી દીકરીમાંથી નીકળી ગયું છે.’
30 Kala waybora ye fu ka gar nga ize wandiya goono ga kani daaro boŋ, baani samay. Folla n'a taŋ.
30તે સ્ત્રી ઘેર ગઈ અને તેની દીકરીને પથારીમાં પડેલી જોઈ. ભૂત નીકળી ગયુ હતું.
31 Waato gaa Yesu fun Tir laabu ka gana ka bisa Zidon ka koy hala Galili teeko do. A gana Dikabolis laabo ra.
31પછી ઈસુએ તૂરની આજુબાજુનો પ્રદેશ છોડ્યો અને સિદોન થઈને ગાલીલ સરોવર તરફ ગયો. ઈસુ દસ ગામોના પ્રદેશમાં થઈને ગયો.
32 I kande a do boro fo kaŋ lutu, a ga jiji mo. I n'a ŋwaaray a ma bora din ham.
32જ્યારે તે ત્યાં હતો ત્યારે કેટલાક લોકો એક માણસને તેના પાસે લાવ્યા. આ માણસ બહેરો હતો અને બોબડો હતો. લોકોએ ઈસુને તેના હાથ તે માણસ પર મૂકીને તેને સાજો કરવા વિનંતી કરી.
33 Yesu konda bora kambu fo ka fay da borey marga ka nga kambayzey daŋ a hangey ra. A tufa k'a deena ham.
33ઈસુ તે માણસને લોકો પાસેથી દૂર તેની સાથે એકાંતમાં દોરી ગયા. પછી ઈસુએ તે માણસના કાનની અંદર તેની આંગળી મૂકી અને થૂંકીને તે માણસની જીભને સ્પર્શ કર્યો.
34 A na beene guna ka duray, ka ne bora se: «Iffata!» (sanda: «Ma feeri!» nooya)
34ઈસુએ આકાશમાં ઊંચે જોયું અને નિસાસો નાખ્યો. ઈસુએ તે માણસને કહ્યું, ‘એફફથા!’ (આનો અર્થ, ‘ઊઘડી જા.’)
35 Hangey mo feeri, wo kaŋ na deena naagu mo, sahãadin no a feeri. Bora salaŋ hal a ma boori.
35જ્યારે ઈસુએ આ કર્યુ, ત્યારે તે માણસ સાંભળવા શક્તિમાન બન્યો. તે માણસ તેની જીભનો ઉપયોગ કરવા સમર્થ બન્યો અને સ્પષ્ટ બોલવા લાગ્યો.
36 Yesu n'i lordi ka ne i ma si ci boro kulu se. Amma mate kulu kaŋ a n'i lordi nd'a, i go day ka soobay ka tonton gumo ka baaro say.
36ઈસુએ લોકોને આજ્ઞા કરી કે જે કઈ બન્યું છે તે વિષે કોઈ વ્યક્તિને કહેવું નહિ. ઈસુએ હંમેશા લોકોને આજ્ઞા કરતા કહ્યું કે તેના વિષે બીજા લોકોને કહેવું નહિ. પણ જેમ જેમ તેણે તેના વિષે ન કહેવાની વધુ ને વધુ આજ્ઞા કરી તેમ લોકો તેના વિષે વધારે ને વધારે કહેવા લાગ્યા.
37 I dambara hala manti moso ka ne: «Hay kulu kaŋ a te no ga boori, hal a na lutey no hanga, beebey mo du ka salaŋ.»
37[This verse may not be a part of this translation]