1 Kaŋ Yesu na sanney din kulu ban, a ne nga talibey se:
1ઈસુએ આ બધી બાબતો કહેવાનું પૂરું કર્યા પછી તેણે તેના શિષ્યોને કહ્યું,
2 «Araŋ bay kaŋ Paska* bato jirbi hinka no ka cindi a se. I ga Boro Izo nooyandi, i g'a kanji mo.»
2“તમે જાણો છો કે બે દિવસ બાદ પાસ્ખાપર્વ છે. તે દિવસે માણસના દીકરાને વધસ્તંભ પર મારી નાખવા માટે દુશ્મનોને સુપ્રત કરવામાં આવશે.”
3 Alwaato din binde alfaga beerey da jama arkusey margu alfaga beero kaŋ se i ga ne Kayafa* faada ra.
3પ્રમુખ યાજકનું નામ કાયાફા હતું, પછી મુખ્ય યાજકો અને લોકોના વડીલો પ્રમુખ યાજકની કચેરીમાં ભેગા મળ્યા.
4 I na ngey saaware te, mate kaŋ cine ngey ga te ka Yesu di da carmay, ngey m'a wi.
4તે સભામાં તેઓએ ઈસુની ધરપકડ કરવાનો રસ્તો શોધવા પ્રયત્ન કર્યો. તેઓએ કપટનો ઉપયોગ કરીને, ઈસુને પકડવાની અને મારી નાખવાની યોજના કરી.
5 Day i ne: «Manti bato jirbey ra bo, zama kusuuma ma si koy ka tun borey game ra.»
5સભામાંના માણસોએ કહ્યું, “આપણે પાસ્ખાપર્વ દરમ્યાન ઈસુને પકડી શકીએ નહિ, આપણા લોકો ગુસ્સે થાય અને ગરબડનું કારણ ઊભું થાય તેમ ઈચ્છતા નથી.”
6 A go mo, waato kaŋ Yesu go Baytaniya, Siman jiraykoono kwaara,
6ઈસુ બેથનિયામાં હતો. તે સિમોન નામના કોઢિના ઘરમાં હતો.
7 wayboro fo kaa a do. Albasta* kolbo fo go a se kaŋ gonda waddi kaŋ ga caada gumo. A na waddo soogu Yesu boŋo boŋ, waato kaŋ a goono ga goro ŋwaayaŋ nango do.
7જ્યારે ઈસુ ત્યાં હતો, એક સ્ત્રી તેની પાસે આવી. તેની પાસે આરસપાનની ખૂબ કિંમતી અત્તરથી ભરેલી શીશી હતી. તે સ્ત્રીએ ઈસુ જ્યારે જમતો હતો ત્યારે તેના માથા પર અત્તર રેડ્યું.
8 Amma waato kaŋ a talibey di woodin, i te bine ka ne: «Ifo ga ti hasaraw woone wo sabaabu?
8શિષ્યોએ આ જોયું અને તેઓ તે સ્ત્રી પર ગુસ્સે થયા. તે શિષ્યોએ પૂછયું, “આ અત્તરનો બગાડ શા માટે?
9 Zama waddo wo, d'i n'a neera no, doŋ a ga te nooru boobo, i m'a no talkey se.»
9કારણ કે આ અત્તર ઘણા મૂલ્યે વેચી શકાત અને પૈસા ગરીબ લોકોને આપી શકાત.”
10 Amma za kaŋ Yesu faham da woodin, a ne i se: «Ifo se no araŋ goono ga wayboro wo taabandi? Zama a na goy hanno te ay se.
10પણ શું બન્યું છે તે ઈસુએ જાણ્યું. ઈસુએ કહ્યું, “આ સ્ત્રીને તમે શા માટે સતાવો છો? તેણીએ મારા માટે સારું કામ કર્યુ છે.
11 Araŋ gonda talkey waati kulu araŋ banda, amma ay si goro araŋ do waati kulu.
11ગરીબ લોકો તમારી સાથે હમેશા હશે પણ હું સદા તમારી સાથે નહિ હોઉં.
12 Day waddo sooguyaŋo wo kaŋ a te ay gaahamo gaa, a n'a te no ay gaahamo fijiyaŋ se.
12આ સ્ત્રીએ મારા શરીર પર અત્તર રેડ્યું. તેણીએ મારા મરણ પછી મારી દફ્નકિયાની તૈયારી માટે કર્યુ છે.
13 Haciika ay ga ci araŋ se: nangu kulu kaŋ i ga Baaru Hanno wo waazu ndunnya ra, i ga haya kaŋ waybora wo te dede zama i ma fongu nd'a.»
13હું તમને સત્ય કહું છું, આખી દુનિયાના લોકોને તે સુવાર્તા જણાવાશે. અને દરેક જગ્યાએ જ્યાં તે સુવાર્તા કહેવામાં આવશે ત્યાં આ સ્ત્રીએ જે કર્યુ છે તે પણ જણાવાશે અને લોકો તેણીને યાદ કરશે.”
14 Gaa no a talibi way cindi hinka ra, afo kaŋ se i ga ne Yahuta Kariyoti bora koy alfaga beerey do
14પછી બાર શિષ્યોમાંનો એક મુખ્ય યાજકો પાસે કહેવા ગયો. આ ઈશ્કરિયોત નામનો યહૂદા તે શિષ્ય હતો.
15 ka ne: «Ifo no araŋ g'ay no, ay mo g'a nooyandi araŋ se?» I no a se nzarfu noor'ize waranza.
15યહૂદાએ કહ્યું, “હું તમને ઈસુ સુપ્રત કરીશ. તમે મને આ કરવા માટે શું આપશો?” યહૂદાને યાજકે 30 ચાંદીના સિક્કાઓ આપ્યા.
16 Za alwaato din no a na daama ceeci mate kaŋ nga ga te ka Yesu nooyandi.
16તે સમય પછી યહૂદાએ ઈસુને યાજકોને સોંપવા માટેના ઉત્તમ સમયની રાહ જોવા માંડી.
17 Buuru kaŋ sinda dalbu bato* zaari sintina, talibey kaa Yesu do ka ne: «Man no ni ga ba iri ma Paska sooley te ni se ni ma ŋwa?»
17બેખમીર રોટલીના પ્રથમ દિવસે શિષ્યો ઈસુ પાસે આવ્યા. તે શિષ્યોએ કહ્યું, “અમે તારા માટે પાસ્ખા પર્વના ભોજન માટે બધી તૈયારી કરીશું. અમે ભોજનની તૈયારી ક્યાં કરીએ? તારી શી ઈચ્છા છે?”
18 A ne i se: «Wa koy kwaara ra boro filaana do ka ne a se: ‹Alfa ne nga alwaato maan. Ni do no ay ga Paska ŋwa, in d'ay talibey.› »
18ઈસુએ કહ્યું, “શહેરમાં જાવ, હું જે માણસને જાણું છું, એવા માણસ પાસે જાવ. ઉપદેશક કહે છે તે તેને કહો, ‘પસંદ કરાયેલો નિયત સમય નજીક છે. હું તારા ઘેર મારા શિષ્યો સાથે પાસ્ખાપર્વનું ભોજન કરીશ.”‘
19 Talibey mo te sanda mate kaŋ Yesu n'i lordi nd'a ka Paska ŋwaaro soola.
19શિષ્યોએ આજ્ઞાનું પાલન કર્યુ અને ઈસુએ તેઓને જે કરવા માટે કહ્યું તે કર્યુ. તેઓએ પાસ્ખાપર્વનું ભોજન તૈયાર કર્યુ.
20 A go no, waato kaŋ wiciri kambo to, a goono ga goro ŋwaaro do, nga nda nga talibi way cindi hinka.
20સાંજે ઈસુ મેજ પાસે તેના બાર શિષ્યો સાથે બેઠો હતો.
21 I go ŋwaayaŋo gaa, kala Yesu ne: «Haciika ay ga ci araŋ se: araŋ ra boro fo g'ay nooyandi.»
21તેઓ બધા જમતા હતા. પછી ઈસુએ કહ્યું, “હું તમને સત્ય કહું છું. તમારા બારમાંનો એક જે અહીં છે તે મને જલ્દીથી દુશ્મનોને સુપ્રત કરશે.”
22 I biney sara gumo. I boro fo-fo ne a se: «Manti ay no, Rabbi, wala?»
22શિષ્યો આ સાંભળીને ઘણા દિલગીર થયા. દરેક શિષ્યોએ ઈસુને કહ્યું, “પ્રભુ ખરેખર હું તે એક નથી!
23 Amma a tu ka ne: «Bora kaŋ na nga kambe daŋ tuwo ra ay banda, nga no g'ay nooyandi.
23ઈસુએ કહ્યું, “જે એક જણે મારી સાથે તેનો હાથ વાટકામાં ઘાલ્યો છે તે જ વ્યક્તિ મારી વિરૂદ્ધ જશે.
24 Boro Izo go ga koy, sanda mate kaŋ cine i hantum a boŋ, amma kaari bora din kaŋ nga no ga Boro Izo nooyandi! Doŋ i ma si bora din hay, pat!»
24પણ તે વ્યક્તિને અફસોસ છે જેની મારફતે માણસના દીકરાને મારી નાખવા સુપ્રત કરાયો છે. શાસ્ત્રનું લખાણ કહે છે કે આ બનશે. પરંતુ જે માણસના દીકરાને મારી નાખવા માટે સોંપે છે, તે વ્યક્તિનું ઘણું ખરાબ થશે. જો તે માણસ જન્મ્યો ના હોત તો તેને માટે સારું હોત.”
25 Yahuta, bora kaŋ n'a nooyandi din tu ka ne: «Manti ay no, Alfa, wala?» Yesu ne: «Mate kaŋ ni ci din.»
25પછી યહૂદાએ ઈસુને કહ્યું, “ઉપદેશક, ચોક્કસ હું તારી વિરૂદ્ધ જઈશ નહિ.” (યહૂદા તે એક છે જે ઈસુને તેના દુશ્મનોને સોંપશે.) ઈસુએ ઉત્તર આપ્યો, “હા તું તે જ છું.”
26 I go ŋwaari gaa, kala Yesu na buuru sambu k'a albarkandi. A n'a ceeri ka zaban nga talibey se ka ne: «W'a sambu ka ŋwa, woone wo ay gaahamo no.»
26જ્યારે તેઓ જમતા હતા ત્યારે, ઈસુએ થોડી રોટલી લીધી અને રોટલી માટે દેવનો આભાર માની તેના ભાગ પાડ્યા અને તેના શિષ્યોને રોટલી આપી, ઈસુએ કહ્યું, “આ રોટલી લો અને તે ખાઓ. આ રોટલી મારું શરીર છે.”
27 A na gaasiya mo sambu. Waati kaŋ a na Irikoy saabu, a n'a no i se ka ne: «Araŋ kulu ma zu-zu.
27પછી ઈસુએ એક દ્રાક્ષારસનો પ્યાલો લીઘો. તે માટે દેવનો આભાર માન્યો. અને તે તેના શિષ્યોને આપ્યો. ઈસુએ કહ્યું, “તમારામાંના દરેક જણ આ પીઓ.
28 Zama woone wo ay kuro no, alkawli wano, kaŋ a si gay i g'a dooru boro boobo sabbay se, i zunubey yaafayaŋ se.
28આ દ્રાક્ષારસ મારું લોહી છે. નવા કરારનું એ મારું લોહી (મરણ) છે જે પાપીઓને માફીના અર્થે ઘણાઓને માટે વહેવડાવામાં આવ્યું છે.
29 Amma ay ga ne araŋ se: Za sohõ ay si ye ka reyzin* hari haŋ koyne, kala day han kaŋ hane ay g'a haŋ itaji in d'araŋ care banda, ay Baabo koytara ra.»
29હું તમને આ કહું છું કે: જયાં સુધી આપણે મારા પિતાના રાજ્યમાં ભેગા મળીશું નહિ ત્યાં સુધી હું ફરીથી આ દ્રાક્ષારસ પીશ નહિ. તે દ્રાક્ષારસ નવો હશે. ત્યારે હું તમારી સાથે ફરીથી પીશ.”
30 Kaŋ i na baytu fo te, i fatta ka koy Zeytun tondo do.
30બધા શિષ્યોએ ગીત ગાયું. પછી તેઓ જૈતુનના પહાડ પર ગયા. (માર્ક 14:27-31; લૂક 22:31-34; યોહાન 13:36-38)
31 Gaa no Yesu ne i se: «Cin woone wo ra, araŋ kulu ga mulay ay sabbay se, zama i n'a hantum ka ne: ‹Ay ga kurukwa kar, kalo feejey mo ga say-say.›
31ઈસુએ શિષ્યોને કહ્યું, “આજે રાત્રે તમે મારા કારણે તમારો વિશ્વાસ ગુમાવશો. શાસ્ત્રલેખમાં લખેલું છે. ‘હું ઘેટાંઓના પાળકને મારીશ, અને ઘેટાંઓ દૂર ભાગી જશે.’ ઝખાર્યા 13:7
32 Amma ay tunyaŋo banda ay ga furo araŋ se jine ka koy Galili laabo ra.»
32પણ મારા મરણ પછી, હું મરણમાંથી સજીવન થઈશ. પછી હું ગાલીલમાં જઈશ. તમારા ત્યાં જતાં પહેલા હું ત્યાં હોઈશ.”
33 Amma Bitros ne a se: «Baa i kulu ga mulay ni sabbay se, ay wo si mulay, abada.»
33પિતરે ઉત્તર આપ્યો, “તારા કારણે બીજાઓ કદાચ વિશ્વાસ ગુમાવે પણ હું મારો વિશ્વાસ કદી ગુમાવીશ નહિ.”
34 Yesu ne a se: «Haciika ay ga ci ni se: cin woone ra, za gorongaari mana ca, ni g'ay ze sorro hinza.»
34ઈસુએ ઉત્તર આપ્યો, “હું તને સત્ય કહું છું, આજે રાત્રે તું કહીશ તું મને ઓળખતો નથી. મરઘાના બોલતા પહેલા તું આ ત્રણ વાર કહીશ.
35 Bitros ne a se: «Baa a tilas no ay ma bu ni banda, ay day si ni ze.» Yaadin mo no talibi cindey kulu ci.
35પરંતુ પિતરે ઉત્તર આપ્યો, “જો કે મારે તારી સાથે મરવું પડે તો પણ હું તારો નકાર નહિ કરું!” અને બીજા શિષ્યોએ પણ એમ જ કહ્યું.
36 Gaa no Yesu kand'ey nangu fo kaŋ se i ga ne Jatsamani. A ne nga talibey se: «Araŋ ma goro ne hal ay ma koy yongo ka te adduwa.»
36પછી ઈસુ તેના શિષ્યો સાથે ગેથશેમા નામની જગ્યાએ ગયો. ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “જ્યારે હું ત્યાં જાઉં અને પ્રાર્થના કરું ત્યાં સુધી તમે અહી બેસો.”
37 Kal a na Bitros da Zabadi ize hinka din sambu nga banda. A bina sintin ka sara ka taabi gumo.
37ઈસુએ પિતર અને ઝબદીના બંને દીકરાઓને તેની સાથે લીઘા. પછી તે શોકાતુર અને દુ:ખી થયો.
38 A ne i se: «Ay fundo go ga taabi gumo hal a to buuyaŋ gaa. Araŋ ma goro ne ka batu ay banda.»
38ત્યારે તે તેઓને કહે છે, “મારું હૃદય દુ:ખથી ભાંગી પડે છે. મારી સાથે અહીં જાગતા રહો અને રાહ જુઓ.”
39 A ye ka koy jina kayna, a kaŋ ka ganda biri ka te adduwa ka ne: «Ya ay Baaba! Da haŋ kaŋ ga hin ka te no, ma taabo wo sambu ay se. Kulu nda yaadin, manti ay miila, amma ni wano.»
39પછી ઈસુ તેઓથી થોડે દૂર ચાલ્યો ગયો. અને ઈસુએ ઊંધે મોઢે પડીને એવી પ્રાર્થના કરી કે, “ઓ મારા બાપ, જો શક્ય હોય તો મને આ દુ:ખનો પ્યાલો આપીશ નહિ, પરંતુ તારી ઈચ્છા પ્રમાણે કર, મારી ઈચ્છા પ્રમાણે નહિ.”
40 Kal a ye nga talibey do koyne. A n'i gar i go ga jirbi. A ne Bitros se: «Wiiza! araŋ si hin ka goro ay banda ka batu baa guuru folloŋ bo?
40પછી ઈસુ પાછો તેના શિષ્યો પાસે ગયો. ઈસુએ તેના શિષ્યોને ઊંઘતા દીઠા. ઈસુએ પિતરને કહ્યું, “તમે લોકો મારી સાથે એક કલાક માટે પણ જાગતા રહી શકતા નથી?
41 Wa batu fa, ka te adduwa, zama araŋ ma si furo siyaŋ ra. Daahir biya* wo kay ga yadda, amma gaaham ya londibuuno no.»
41જાગતા રહો, અને પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન આવો. તમારો આત્મા જે સાચું છે તે કરવા ઇચ્છે છે. પણ તમારું શરીર અબળ છે.”
42 A ye ka koy sorro hinkanta ka te adduwa ka ne: «Ya nin ay Baaba, hala day woone wo si bisa kala day y'a haŋ, to, ni miila ma te.»
42પછી ઈસુ બીજી વાર દૂર ગયો અને પ્રાર્થના કરી, “મારા બાપ, મારી પાસેથી જો દર્દ ભરી સ્થિતિ દૂર ન કરી શકાય અને જો મારે તે કરવું જોઈએ તો પછી હું પ્રાર્થના કરું છું કે તું ઈચ્છે છે તે પ્રમાણે થાય.”
43 A ye ka kaa, a n'i gar i go ga jirbi, zama i moy tin.
43પછી ઈસુ શિષ્યો પાસે ગયો. ઈસુએ ફરીથી તેમને ઊંઘતા દીઠા. તેઓની આંખો ખૂબ થાકેલી હતી.
44 A n'i naŋ ka koy te adduwa, sorro hinzanta nooya. A na doŋ sanney ci koyne.
44તેથી ઈસુ તેઓ પાસેથી ખસી ગયો અને તેમનાથી દૂર ગયો અને પહેલાની માફક તે જ શબ્દોમાં ત્રીજી વખત પ્રાર્થના કરી.
45 A ye ka kaa talibey do koyne ka ne i se: «Wa soobay ka jirbi ka fulanzam sohõ. Guna, alwaato kaa ka maan. I na Boro Izo daŋ zunubikooney kambey ra.
45પછી ઈસુ શિષ્યો પાસે પાછો ગયો અને કહ્યું, “હજુ પણ તમે ઊંઘો છો અને આરામ કરો છો? માણસના દીકરાને પાપી લોકોને સુપ્રત કરવાનો સમય આવ્યો છે.
46 Wa tun, iri ma koy. Guna, bora kaŋ g'ay nooyandi neeya ka maan!»
46ઊભા થાઓ! આપણે જવું જોઈએ. અહીં તે માણસ આવે છે જે મને મારા દુશ્મનોને સુપ્રત કરશે.” ઈસુ હજી બોલતો હતો ત્યારે યહૂદા ત્યાં આવ્યો. યહૂદા બાર શિષ્યોમાંનો એક હતો. આ લોકો મુખ્ય યાજકો તથા લોકોના વડીલોમાંથી મોકલવામાં આવ્યા હતા. યહૂદાની સાથેના આ લોકો પાસે તલવારો અને લાકડીઓ હતી.
47 Za a go ga salaŋ, iway cindi hinka din ra afo kaŋ ti Yahuta kaa. A kande jama boobo da takubayaŋ da goobuyaŋ. I fun alfaga beerey da asariya dondonandikoy da arkusey* do.
47યહૂદાએ લોકોને આ માણસ ઈસુ લાકડીઓ હતી.
48 Bora kaŋ n'a nooyandi n'i no misa fo ka ne: «Bora kaŋ ay g'a sunsum din, bora nooya. W'a di.»
48યહૂદાએ લોકોને આ માણસ ઈસુ છે તે બતાવવા કઈક યોજના કરી હતી. યહૂદાએ કહ્યું, “હું જે માણસને ચૂમીશ તે જ ઈસુ છે; તેને પકડી લેજો.”
49 Sahãadin binde a maan ka to Yesu do ka ne: «Alfa, Irikoy ma ni no aloomar!» Kal a soobay k'a garba sunsum.
49તેથી યહૂદા ઈસુ પાસે ગયો અને કહ્યું, “રાબ્બી સલામ!” યહૂદા ઈસુને ચુમ્યો.
50 Yesu ne a se: «Ay bora, woone no ka kande nin?» Kala borey maan ka kambe dake Yesu gaa k'a di.
50ઈસુએ કહ્યું, “મિત્ર, તું જે કરવા આવ્યો છું તે કર.” પછી તે માણસો આવ્યા અને ઈસુ પર હાથ નાખીને તેને પકડી લીધો.
51 Kala Yesu banda borey ra afo na nga kambe salle ka takuba foobu ka alfaga beero bannya zafa k'a hanga kaa.
51ઈસુની સાથેના શિષ્યોમાંના એકે લાંબો હાથ કરીને પોતાની તલવાર કાઢી. આ શિષ્યે મુખ્ય યાજકના નોકર પર હુમલો કર્યો અને કાન કાપી નાખ્યો.
52 Gaa no Yesu ne a se: «Ma ni takuba ye nga nango ra, zama boro kulu kaŋ ga takuba sambu, nga mo takuba do no i g'a halaci.
52ઈસુએ તે માણસને કહ્યું, “તારી તલવાર પાછી તેની જગ્યાએ મૂકી દે. જે લોકો તલવારનો ઉપયોગ કરે છે તેઓ તલવાર વડે મારી નંખાશે.
53 Wala araŋ ga tammahã ay si hin k'ay Baabo ŋwaaray no, a g'ay no mo sohõ tilliyo haŋ kaŋ ga bisa baa malayka sata way cindi hinka?
53તમે ખરેખર જાણો છો કે મારા બાપ પાસે માંગણી કરું તો તે દૂતોની બાર ફોજ કરતાં વધારે આપી શકે.
54 Amma mate gaa no i ga Tawretu nda Zabura nda Annabey Tirey toonandi nd'a kaŋ yaŋ ne tilas kala yaadin ma te?»
54પરંતુ ધર્મલેખોમાં કહ્યું છે તેથી એવું જ થવું જોઈએ.”
55 Noodin binde, Yesu ne jama marga se: «Araŋ kande takuba nda goobu yaŋ ay diire se danga day kosarayko gaa no? Han kulu no ay go ga goro Irikoy windo ra ga dondonandi, amma araŋ man'ay di.
55પછી ઈસુએ બધા લોકોને કહ્યું, “તમે તલવારો અને લાકડીઓ લઈને હું અપરાધી હોઉં તે રીતે મને પકડવા આવ્યો છો? હું હંમેશા મંદિરમાં બેસીને બોધ આપતો હતો. તમે ત્યાં મને પકડ્યો નહિ.
56 Day, woone wo kulu te no zama i ma Tirey kaŋ annabey hantum toonandi.» Noodin ya binde a talibey kulu n'a naŋ ka zuru.
56પરંતુ આ બધી ઘટનાઓ બની, તેથી પ્રબોધકોના લેખ પૂર્ણ થયા.” પછી ઈસુના બધા શિષ્યો તેને છોડીને દૂર નાસી ગયા.
57 Borey kaŋ yaŋ na Yesu di din kond'a Kayafa do, kaŋ ga ti alfaga beero. Noodin no Tawretu* dondonandikoy nda arkusey go, i margu.
57ઈસુને જે માણસોએ પકડયો હતો તેઓ તેને પ્રમુખ યાજક કાયાફા પાસે દોરી ગયા. શાસ્ત્રીઓ અને વડીલ યહૂદિ નેતાઓ ત્યાં ભેગા થયા હતા.
58 Amma Bitros n'a banda gana nangu mooro. Kal a furo alfaga beero windo batama ra ka goro Irikoy windo goy-teerey game ra, zama nga ma du ka di haŋ kaŋ ga te bananta.
58પિતર ઈસુ પાછળ ગયો, પણ તે ઈસુની નજીક આવ્યો નહિ. પિતર પ્રમુખ યાજકના ઘરની ઓસરી સુધી ઈસુની પાછળ આવ્યો. તે અંદર ગયો અને ચોકીદારો સાથે બેઠો. પિતર જોવા ઈચ્છતો હતો કે અંતમાં ઈસુનું શું થશે.
59 Kal alfaga beerey da Yahudancey arkusey marga kulu soobay ka tangari seedayaŋ ceeci Yesu boŋ zama ngey ma du k'a wi se.
59મુખ્ય યાજકો અને સમગ્ર ન્યાયી સભાએ ઈસુની વિરૂદ્ધ કંઈ શોધવાનો પ્રયત્ન કર્યો, જેથી તેઓ તેને મારી નાખી શકે. તેઓએ લોકોને જૂઠી સાક્ષી કહેવડાવવા માટે પ્રયત્ન કર્યો કે ઈસુએ ખોટું કર્યુ છે.
60 Amma i mana du, baa day kaŋ tangari seeda boobo kaa ka haawa a gaa. Amma kokor banda ihinka kaa
60ઘણા લોકો આવ્યા અને ઈસુ વિષે ખોટી વાતો કહી. પરંતુ સભાને ઈસુને મારી નાખવા માટે સાચું કારણ મળ્યું નહિ, પછી બે માણસો આવ્યા અને કહ્યું,
61 ka ne: «Boro wo ne, way: nga ga hin ka Irikoy fuwo zeeri, nga ma ye k'a cina mo koyne jirbi hinza nda care game ra.»
61“આ માણસે કહ્યું છે કે, ‘હું દેવના મંદિરનો નાશ કરી શકું છું અને ફરીથી ત્રણ દિવસમાં બાંધી શકું છું.”‘
62 Kala alfaga beero tun ka kay ka ne: «Seeda kaŋ borey wo go ga kande ni boŋ, ni si tu da hay kulu, wala?»
62પછીથી પ્રમુખ યાજક ઊભો થયો, અને તેણે ઈસુને કહ્યું, “આ લોકોએ તારી વિરૂદ્ધ કહ્યું છે. તારી વિરૂદ્ધમાં મુકાયેલા આક્ષેપો વિષે તારે કંઈક કહેવું છે? શું આ લોકો સાચું કહે છે?”
63 Amma Yesu go ga dangay. Kala alfaga beero ne a se: «Ay ga ni daŋ ni ma ze nda Irikoy fundikoono, kala ma ci iri se hala nin no ga ti Almasihu, Irikoy Izo?»
63પણ ઈસુએ કંઈજ કહ્યું નહિં. ફરીથી પ્રમુખ યાજકે ઈસુને કહ્યું, “હવે હું તને સોગંદ દઉં છું હું તને જીવતા દેવના અધિકારથી અમને સાચું કહેવા હુકમ કરું છું. અમને કહે, શું તું દેવનો દીકરો ખ્રિસ્ત છે?”
64 Kala Yesu ne a se: «Mate kaŋ ni ci din. Day, ay ga ne araŋ se: ne ka koy jina araŋ ga di Boro Izo goono ga goro Hina-Kulu-Koyo kambe ŋwaaro gaa, a go ga kaa mo beene burey boŋ.»
64ઈસુએ કહ્યું, “હા, હું છું. ભવિષ્યમાં તમે માણસના દીકરાને દેવની જમણી બાજુએ બેઠેલો જોશો અને તમે માણસના દીકરાને આકાશના વાદળા પર આવતો જોશો.”
65 Gaa no alfaga beero na nga bankaaray tooru-tooru ka ne: «A na Irikoy kayna! Iri ga ba seeda fooyaŋ koyne, wala? A go, araŋ maa mate kaŋ a na Irikoy kayna sohõ.
65જ્યારે પ્રમુખ યાજકે આ સાંભળ્યું, ત્યારે તે ઘણો ગુસ્સે થયો. તેણે તેનાં વસ્ત્રો ફાડી નાંખ્યાં. અને કહ્યું, “હવે વધુ સાબિતીની જરૂર નથી, તમે બધાએ હમણા જ દેવ વિરૂદ્ધ બોલતાં સાંભળ્યો.
66 Ifo no araŋ di?» I tu ka ne: «A to wiyaŋ.»
66તમે શું વિચારો છો?” યહૂદીઓએ ઉત્તર આપ્યો, “તે અપરાધી છે, અને તે મરણજોગ છે.”
67 Gaa no i tufa a moyduma gaa, ka soobay k'a kutubo. Boro fooyaŋ mo n'a saŋ-saŋ
67પછી ત્યાં લોકો ઈસુના ચહેરા પર થૂંક્યા અને તેઓએ તેને મૂક્કીઓ મારી. બીજા લોકોએ ઈસુને થબડાકો મારી.
68 ka ne a se: «Ma annabitaray te iri se me, nin, Almasihu! May no ka ni kar?»
68તેઓએ કહ્યું, “ઓ ખ્રિસ્ત! અમને કહે તને કોણે માર્યુ!”
69 Amma Bitros go windo batama ra ga goro taray. Koŋŋo fo binde kaa a do ka ne: «Ni mo go Galili bora Yesu banda waato.»
69તે સમયે, પિતર પરસાળમાં બેઠો હતો. એક સેવિકા પિતર પાસે આવી. તેણે કહ્યું, “તું પણ ગાલીલના ઈસુની જોડે હતો.”
70 Amma a ze borey kulu jine ka ne: «Ay si bay haŋ kaŋ no ni goono ga ci.»
70પણ પિતરે કહ્યું કે, તે ઈસુ સાથે કદી હતો નહિ. તેણે ત્યાં બધા લોકોને આ કહ્યું. પિતરે કહ્યું, “તમે કોના વિષે વાત કરો છો તે હું જાણતો નથી.”
71 Gaa no a koy taray tanda ra. Kala koŋŋo fo mo di a ka ne borey kaŋ go noodin yaŋ se: «Boro wo mo go Nazara bora Yesu banda.»
71પછી પિતરે પરસાળ છોડી, દરવાજા આગળ બીજી એક સેવિકાએ તેને જોયો. તેણે ત્યાં લોકોને કહ્યું, “આ માણસ ઈસુ નાઝારી સાથે હતો.”
72 Bitros ye ka ze da zeyaŋ ka ne: «Ay si bora din bay.»
72ફરીથી, પિતરે દેવના સમ ખાઈન કહ્યું કે તે ઈસુ સાથે કદી ન હતો. પિતરે કહ્યું, “દેવના સોગંદ પૂર્વક કહું છું કે હું આ માણસ ઈસુને ઓળખતો નથી!”
73 A gay kayna fo, borey kaŋ yaŋ goono ga kay noodin kaa ka ne Bitros se: «Cimi no ni mo go i ra, zama ni sanno no goono ga ni bangandi.»
73થોડીવાર પછી ત્યાં ઊભેલા કેટલાક લોકો પિતર પાસે ગયા અને કહ્યું, “અમે જાણીએ છીએ કે ઈસુને અનુસરનારા તે લોકોમાંનો તું એક છે કારણ કે તું જે રીતે વાત કરે છે તે જ બતાવે છે. તેના આધારે અમે આ કહીએ છીએ.”
74 Kal a sintin ka nga boŋ laali nda zeyaŋ ka ne: «Ay si bora din bay!» Sahãadin binde gorongaari fo ca.
74પછી પિતરે શાપ આપવાનું શરૂ કર્યુ. તેણે દ્ઢતાથી કહ્યું, “હું દેવના સમ ખાઉં છું કે હું આ માણસને ઓળખતો નથી.” પિતરના આમ કહ્યા પછી મરઘો બોલ્યો.
75 Kala Bitros fongu Yesu sanno kaŋ a ne: «Hunkuna hala day gorongaari ga ca, ni g'ay bayray ze sorro hinza.» Kala Bitros fatta taray ka baray da hẽeni koono.
75પછી ઈસુએ તેને જે કહ્યું હતું, તે પિતરને યાદ આવ્યુ, “મરઘો બોલતા પહેલા તું ત્રણ વાર કહીશ કે તું મને ઓળખતો નથી.” પછી પિતર બહાર ગયો અને ધ્રુંસકે ધ્રુંસકે રડયો.