1હું આશા રાખું છું કે થોડી મૂર્ખતા દર્શાવું તો પણ તમે મારી સાથે ધીરજ રાખશો. પરંતુ તમે મારી સાથે ક્યારનીચે ધીરજ રાખી છે.
1
امیدوارم از سخنان من، كه اندکی ابلهانه است ناراحت نشوید. خواهش میکنم آن را تحمّل كنید!
2મને તમારી ઈર્ષા આવે છે અને આ તે ઈર્ષા છે જે દેવ તરફથી આવી છે. મેં તમને ખ્રિસ્તને સમર્પિત કરવાનું વચન આપ્યું હતું. તમારો પતિ માત્ર ખ્રિસ્ત જ હોવો જોઈએ. હું તમને ખ્રિસ્તને સમર્પિત કરવા માંગુ છું, તેની પવિત્ર કુમારિકા તરીકે,
2
علاقهٔ من نسبت به شما، علاقهای است الهی، زیرا من شما را به عنوان یک باكرهٔ پاکدامن به عقد مسیح در آورده، به او تقدیم نمودم.
3પરંતુ મને ભય છે કે તમારું મન તમને તમારા ખ્રિસ્ત પ્રત્યેના સાચા અને શુદ્ધ અનુસરણથી દૂર ઘસડી જશે જે રીતે સર્પે હવાની સાથે દુષ્ટ રીતે કપટ કર્યુ હતું અને છેતરી હતી.
3
امّا اكنون میترسم، همانطور كه حوا به وسیلهٔ زیركی مار فریب خورد، افكار شما نیز از ارادت و اخلاصی كه به مسیح دارید، منحرف شود.
4તમે જે કોઈ તમારી પાસે આવે અમે આપ્યો છે તેના કરતા જુદો ઉપદેશ તમને ખ્રિસ્ત વિષે આપે તેની સાથે તમે ઘણા ધીરજવાન છો. એ આત્મા અને સુવાર્તાને સ્વીકારવા તમે ઘણા તત્પર છો પણ એ આત્મા અને સુવાર્તા અમે તમને આપ્યા છે તેનાથી ઘણા જુદા છે. તેથી તમારે મારી સાથે ધીરજ રાખવી જોઈએ.
4
زیرا اگر كسی پیش شما بیاید و عیسای دیگری جز آن عیسایی را كه ما به شما اعلام كردیم، اعلام كند، آیا با خوشحالی او را قبول نمیکنید؟ و آیا حاضر نیستید با خوشحالی، روحی غیراز آنچه قبلاً پذیرفته بودید، بپذیرید و یا مژدهای غیراز آنچه قبلاً به شما داده شده بود، قبول كنید؟
5હું નથી માનતો કે તે “મહાન પ્રેરિતો” મારાથી વધુ સારા છે.
5
گمان نمیکنم من از آن رسولان عالیمقام شما كمتر باشم!
6તે સાચું છે કે હું એક કેળવાયેલો વક્તા નથી. પરંતુ મારી પાસે જ્ઞાન છે. અમે તમને દરેક રીતે આ સ્પષ્ટ બતાવ્યું છે.
6
شاید ناطق خوبی نباشم، ولی میدانم دربارهٔ چه سخن میگویم! ما این را در هر فرصت و هر مورد ثابت کردهایم!
7કોઈ પણ પ્રકારના વળતર વગર મેં તમને દેવની સુવાર્તા પ્રગટ કરી. તમને મહત્વ આપવા હું નમ્ર બન્યો છું. તમે માનો છો કે તે ખોટું હતું?
7
من انجیل را مفت و مجّانی به شما رسانیدم، من خود را حقیر ساختم تا شما سرافراز شوید. آیا با اینكار، من مرتكب گناه شدم؟
8મેં બીજી મંડળીઓ પાસેથી વળતર સ્વીકાર્યુ છે. મે તેમના નાણાં લીધા કે જેથી હું તમારી સેવા કરી શકું.
8
من معاش خود را از كلیساهای دیگر گرفتم و یا به اصطلاح آنها را غارت كردم تا بتوانم مجّانی به شما خدمت كنم!
9જ્યારે હું તમારી સાથે હતો ત્યારે મારે જે કોઈ વસ્તુ જોઈતી હતી, તો મેં તેનો તમારા પર કોઈ બોજો નાખ્યો ન હતો. મકદોનિયાથી આવેલા બંધુઓએ મારે જે જોઈતું હતું, તે બધુંજ મને આપ્યું. તમારા પર બોજારૂપ મેં મારી જાતને બનવા દીઘી નથી. અને હું કદી તમને બોજારૂપ બનીશ નહિ.
9
و وقتی با شما بودم با وجود اینکه به پول احتیاج داشتم به هیچیک از شما تحمیل نشدم؛ بلكه وقتی ایمانداران از مقدونیه آمدند، احتیاجات مرا رفع نمودند. من هرگز خود را به شما تحمیل نكردم و در آینده نیز نخواهم كرد!
10અખાયાની કોઈ પણ વ્યક્તિ આ વિષે બડાઈ મારતા મને રોકી શકશે નહિ. મારામાંના ખ્રિસ્તના સત્ય વડે આમ કહું છું.
10
به حقانیّت مسیح كه در زندگی من است، قول میدهم كه هیچچیز نمیتواند مانع فخر من در تمام سرزمین یونان باشد!
11અને હું શા માટે તમને બોજારુંપ ન બન્યો? તમને પ્રેમ નથી કરતો એટલા માટે એમ તમે માનો છો? ના. દેવ જાણે છે કે હું તમને પ્રેમ કરું છું.
11
چرا كمک شما را قبول نكردم؟ چون شما را دوست ندارم؟ نه، خدا میداند كه شما را دوست دارم.
12અને અત્યારે હું જે કરું છું તે કરવાનું હું ચાલું રાખીશ કારણ કે પેલા લોકોને બડાઈ મારવાનું કારણ મારે નથી આપવું. તેઓને તેમ કહેવું ગમશે કે જે કાર્ય માટે તેઓ બડાઈ મારે છે તે કાર્ય અમારા કાર્ય જેવું જ છે.
12
من به این كار ادامه خواهم داد تا ادّعای كسانی را كه با غرور میگویند رسالت آنها و رسالت ما یكسان است خنثی سازم.
13આ લોકો સાચા પ્રેરિતો નથી. તેઓ અસત્ય બોલનાર કાર્યકરો છે. અને તેઓ તેમના પોતામાં પરિવર્તન લાવે છે, કે જેથી લોકો માને કે તેઓ ખ્રિસ્તના પ્રેરિતો છે.
13
زیرا این اشخاص رسولان دروغین و خادمان فریبكار هستند كه خود را به شكل رسولان مسیح در میآورند.
14આનાથી અમને આશ્ચર્ય નથી થતું. શા માટે? શેતાન પણ વેશ બદલે છે, જેથી લોકો વિચારે કે તે પ્રકાશનો દૂત છે.
14
این چیز عجیبی نیست، شیطان هم خود را به صورت فرشتهٔ نور در میآورد.
15જ્યારે શેતાનના સેવકો સાચા સેવકો દેખાવાનો પ્રયત્ન કરે છે તેથી અમને આશ્ચર્ય થતું નથી, પરંતુ અંતમાં તેઓના કરેલા કામ પ્રમાણે તેઓને શિક્ષા મળે છે.
15
پس اگر خادمان او خود را خدمتگزاران عدالت و نیكویی جلوه دهند جای تعجّب نیست! در عاقبت مطابق کارهایشان كیفر خواهند یافت.
16હું તમને ફરીથી કહું છું: કોઈ વ્યક્તિએ એમ માનવું ન જોઈએ કે હું મૂર્ખ છું. પરંતુ જો તમે મને મૂર્ખ ધારતા હો તો, તમે જે રીતે મૂર્ખને આપનાવો છો એ રીતે તમે મને અપનાવો. જેથી હું પણ થોડી બડાઈ મારી શકું.
16
تكرار میکنم: هیچکس مرا احمق نداند، ولی اگر دربارهٔ من اینطور فكر میکنید، پس اقلاً مرا مثل یک احمق بپذیرید تا بتوانم كمی به خود ببالم.
17હું બડાઈ મારું છું, કારણ કે મને મારા વિષે ખાતરી છે. પરંતુ પ્રભુ જે રીતે વાત કરે થે રીતે હું વાત કરતો નથી. હું મૂર્ખની જેમ બડાશ મારું છું.
17
الآن از روی غرور و مثل یک آدم احمق از خود تعریف میکنم و نه مثل یک مسیحی.
18દુનિયામાં ઘણા લોકો તેમના જીવન વિષે બડાશ મારે છે. જેથી હું પણ બડાશ મારીશ.
18
چون بسیاری به امتیازات دنیوی خویش میبالند، من هم میخواهم به امتیازات خود ببالم.
19તમે શાણા છો, તેથી હર્ષસહિત મૂર્ખાઓ સાથે તમે ધીરજ ઘરશો.
19
شما باید چقدر روشنفكر باشید كه میتوانید اینطور با افراد احمق مدارا كنید!
20હું જાણું છું કે, તમે ધીરજવાન છો, કારણ કે જે માણસ તમને અમુક વસ્તુ કરવાની ફરજ પાડે છે અને તમારો લાભ લે છે. તેની સાથે પણ તમે ધીરજ ધરો છો. જે વ્યક્તિ તમને છેતરે, અથવા જે એમ માને કે તે તમારા કરતા સારો છે અથવા તમને મોંઢાં પર મારે તેની સાથે પણ તમે ધીરજવાન છો!
20
البتّه اگر كسی شما را به بردگی درآورد، یا استثمار نماید، یا از شما بهرهبرداری كند، یا به چشم حقارت به شما نگاه كند و یا به صورتتان سیلی زند، حتماً تحمّل خواهید کرد!
21મારે માટે આમ કહેવું શરમજનક છે, પરંતુ આવી વસ્તુ તમારી સાથે કરવા માટે અમે ઘણા જ “નિર્બળ” છીએ. પરંતુ જો કોઈ વ્યક્તિ બડાઈ મારવામાં બહાદુર હોઈ શકે, તો હું પણ બહાદુર બનીશ અને બડાશ મારીશ. (હું મૂર્ખની જેમ બોલું છું.)
21
با شرمساری باید بگویم كه به علّت ضعف خود ما بود كه نتوانستیم این كارها را انجام دهیم!
امّا اگر كسی جرأت كند كه به چیزی ببالد، من كمتر از او نیستم. (گفتم كه مثل یک نادان حرف میزنم.)
22શું પેલા લોકો યહૂદિ છે? હું પણ છું. શું તેઓ ઈસ્રાએલી છે? હું પણ છું. શું તેઓ ઈબ્રાહિમના કુટુંબના છે? હું પણ છું.
22
آیا آنها عبرانی هستند؟ من هم هستم! آیا اسرائیلی هستند؟ من هم هستم! آیا فرزندان ابراهیم هستند؟ من هم هستم!
23શું તે લોકો ખ્રિસ્તની સેવા કરે છે? હું તેની વધારે સેવા કરું છું. (હું આમ બોલવામાં ઘેલો છું.) મેં પેલા લોકો કરતાં વધારે સખત પરિશ્રમ કર્યો છે. ધણીવાર હું જેલમાં પૂરાયો છું. હું ઘણો માર ખાઈને ઘાયલ થયો છું. હું ધણીવાર લગભગ મૃતઃપ્રાય બન્યો છું.
23
آیا آنها خادمان مسیح هستند؟ من بیش از آنها او را خدمت کردهام! (باز مثل یک دیوانه حرف میزنم.) من بیش از آنها زحمت کشیدهام و بیش از آنها در زندان بودهام. دفعات بیشمار شلاق خورده و چندین بار با مرگ روبهرو شدهام.
24પાંચવાર યહૂદિ લોકોએ 39 કોરડા મારવાની સજા મને કરી છે.
24
یهودیان مرا پنجبار و هر بار سی و نه ضربه شلاّق زدند،
25ત્રણ વખત મેં લોખંડના સળિયાથી માર ખાધો. એકવાર પથ્થરોથી મને મારવામાં આવ્યો હતો. ત્રણ વખત હું એવા વહાણોમાં હતો જે તૂટી પડ્યા, અને એક વખત આખી રાત અને પછીનો દિવસ મેં દરિયામાં ગાળ્યો હતો.
25
و سهبار از رومیان چوب خوردم و یکبار هم سنگسار شدم. سهبار شكسته كشتی شدم و یک شب و یک روز دستخوش امواج دریا بودم.
26મેં ઘણીવાર મુસાફરી કરી છે. અને હું નદીઓ, લૂંટારાઓ અને મારા પોતાના લોકો દ્વારા ભયમાં મૂકાયો છું. હું એવા લોકો દ્વારા પણ ભયમાં મૂકાયો છું. જેઓ બિનયહૂદિ છે. હૂં શહેરોમાં, જ્યાં માનવ વસતો નથી ત્યાં, કે દરિયામાં પણ ભયમાં મૂકાયો છું. અને જે લોકો એમ કહે કે તેઓ મારા ભાઈઓ છે પણ ખરેખર ન હોય તેમના થકી પણ ભયમાં મૂકાયો છું.
26
در مسافرتهای زیاد خود، با خطر سیل و راهزنان روبهرو بودم و از دست یهودیان و غیر یهودیان و دوستان دروغین در شهر و بیابان و دریا با مرگ مواجه شدم.
27મેં સખત અને થકવી નાખનાર કામો કર્યા છે, અને ધણીવાર હું સૂતો પણ નથી. હું ધણીવાર ભુખ્યો અને તરસ્યો રહ્યો છું. ધણીવાર હું ઠંડીથી પીડાયો છું અને વસ્ત્રહીન રહ્યો છું.
27
من متحمّل سختیها، زحمات، بیخوابی، گرسنگی و تشنگی فراوان شدهام و غالباً بدون خوراک و لباسِ كافی سرمای سخت زمستان را تحمّل کردهام.
28અને બીજી ઘણી સમસ્યાઓ છે. તેમાંની એક તે મારે બધી મંડળીઓની સંભાળ રાખવાની તે છે. દરરોજ હું તેમના વિષે ચિંતીત રહું છું.
28
از آن گذشته، نگرانی برای تمام كلیساها باری است كه شب و روز بر دوش من است.
29જ્યારે અન્ય વ્યક્તિ શીથિલ બને છે ત્યારે હું પણ શીથિલ બનું છું. જ્યારે અન્ય વ્યક્તિ પાપ તરફ દોરાય છે ત્યારે અંદરથી હું બળુ છું.
29
وقتی یكی ضعیف است آیا من در ضعف او شریک نیستم؟ و اگر كسی لغزش بخورد، آیا من آتش نمیگیرم؟
30જો મારે બડાઈ મારવી જ હોય તો, હું એ વસ્તુની બડાઈ મારીશ જે બતાવે છે કે હું નિર્બળ છું.
30
اگر مجبورم فخر كنم، به آن چیزهایی خواهم بالید كه ضعف مرا نشان میدهند.
31દેવ જાણે છે કે હું ખોટું નથી બોલતો. તે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો દેવ અને પિતા છે, અને સદાકાળ તેને સ્તુત્ય છે.
31
خدا، پدر عیسی خداوند -تا ابد سپاس به نام او باد- میداند كه من دروغ نمیگویم.
32જ્યારે હું દમસ્કમાં હતો, ત્યારે અરિતાસ રાજાનો હાકેમ મને કેદ કરવા માંગતો હતો. તેથી શહેરની આજુબાજુ તેણે રક્ષકો ગોઠવ્યા.
32
وقتی در دمشق بودم، فرماندار آنجا كه از طرف «حارث» پادشاه به این مقام منصوب شده بود فرمان داد كه نگهبانانی برای دستگیری من بر دروازههای شهر بگمارند،
امّا من به وسیلهٔ سبدی از پنجرهای كه در دیوار شهر بود پایین گذاشته شدم و از دست او فرار كردم.
33પરંતુ કેટલાએક મિત્રોએ મને ટોપલામાં મૂક્યો અને પછી તે ટોપલો તેમણે દિવાલના બાકામાંથી મને નીચે ઉતાર્યો. અને તે રીતે હું હાકેમથી બચી ગયો.
33
امّا من به وسیلهٔ سبدی از پنجرهای كه در دیوار شهر بود پایین گذاشته شدم و از دست او فرار كردم.